પરપ્રાંતીય શ્રમિકોની વતનવાપસીઃ લૉકડાઉન પછીનો કૉન્ગ્રેસનો પોલિટિકલ આતંકવાદ :સૌરભ શાહ

(આજનો તંત્રીલેખઃ બુધવાર, ૬ મે ૨૦૨૦)
#2MinuteEdit

આરંભમાં જ એક અગત્યની સ્પષ્ટતા કરી દેવા માગું છું કે હું કંઈ મોદીનો સપોર્ટર નથી કે નથી હું ભાજપનો સમર્થક, હું તો એક અંધભક્ત છું જેને ભગવાને દીર્ઘદૃષ્ટિનું વરદાન આપ્યું છે જે સ્પષ્ટપણે જોઈ શકે છે કે આ દેશ વિશ્વગુરુ બનશે તો તે અવતારપુરુષ નરેન્દ્ર મોદીને કારણે બનશે, એમને પડખે રહેનારાં ભાજપ અને આરએસએસ જેવાં સેંકડો રાષ્ટ્રપ્રેમી સંગઠનોને કારણે બનશે અને વિશ્વભરમાં વસતા એમના (અવતારપુરુષ મોદીના) અબજો અંધભક્તોને કારણે બનશે જેમાં ભારતીયો ઉપરાંત બિનભારતીયોનો પણ સમાવેશ થાય છે.

કુદરતે આપેલા આ વરદાનથી ચોખ્ખેચોખ્ખું એ પણ જોઈ શકું છું (અને આ લૉકડાઉનને કારણે ઘટી ગયેલા પ્રદૂષણમાં તો જલંધરથી દેખાતા હિમાલયની જેમ કે હાલોલથી નજરે પડતા પાવાગઢની જેમ એકદમ ક્‌લિયર કટ દેખાય છે) કે ગામના ઉતાર જેવી પેલી ચંડાળચોકડીએ જો આ દેશને ફરી તમારા હાથમાંથી ઝૂંટવી લીધો – કૉન્ગ્રેસ, લેફ્ટિસ્ટો, મુસ્લિમવાદી સેકયુલરો અને ત્રણેયની રખાત જેવા પત્રકારો – આ ચાર ઘટકોની બનેલી ચંડાળચોકડીએ ફરી સત્તા કબજે કરી તો દેશ ડૂબવાનો છે, સદાને માટે કાળની ગર્તામાં ધકેલાઈ જવાનો છે. દુનિયામાં એક જમાનામાં મેસોપોટેમિયાની સંસ્કૃતિ હતી, ગ્રીક સંસ્કૃતિ હતી, રોમન સંસ્કૃતિ હતી, હડપ્પા અને મોંએ-જો-દડોની સંસ્કૃતિ હતી, નાલંદા અને તક્ષશીલા જેવાં વિશ્વવિદ્યાલયોની સંસ્કૃતિ હતી એમ ક્યારેક આ જગતમાં હિન્દુ સંસ્કૄતિ પણ ‘હતી’ એવો ઇતિહાસ ભણાવાતો થઈ જશે.

સાર્થ ગુજરાતી જોડણીકોશ અને ભગવદ્‌ ગોમંડળ કોશે ચંડાળ (અથવા તો ચાંડાળ)ના આટલા અર્થ આપ્યા છે: ૧. નિર્દય-ઘાતકી, ૨. પાપી-નીચ, ૩. ફાંસી દેનાર-જલ્લાદ, ૪. અધમ પુરુષ, ૫. છિનાળના પેટનું છોકરું (અંગ્રેજીમાં જેને બાસ્ટર્ડ કહે છે તે) ૬. અતિ દુષ્ટ, ૭. ક્રૂર કર્મ કરનાર, ૮. તિરસ્કાર કરવા જેવું, ૯. હલકું, ૧૦. નિંદ્ય, ૧૧. લોભિયું, ૧૨. હરામખોર અને ૧૩મો અર્થ ચંડાલણનો પણ જાણી લઈએ— દુષ્ટ અને ઘાતકી કામ કરનારી સ્ત્રી. (કોઈ યાદ આવે છે તમને?) ચંડાળ એટલે આ કે આમાંનાં કેટલાંક લક્ષણો ધરાવનારી વ્યક્તિ. ચંડાળચોકડી એટલે કાળાં કામ કરનારાઓની ટોળી અથવા હરામખોર લોકોનું ટોળું.

બહુ જ ગંભીર પરિસ્થિતિ છે અત્યારે. કોરોનાની વૈશ્વિક આપત્તિને ઉપરવાળાએ કબૂલ કરેલી દુઆ તરીકે જુએ છે આ ચંડાળચોકડીવાળાઓ. લોહા ગરમ હૈ, માર દો હથોડાનો ‘શોલે’સંવાદ આ ચંડાળચોકડીના સભ્યો એકબીજાના કાનમાં ફૂંકી રહ્યા છે. સેબોટેજ કરવાનો આવો ગોલ્ડન મોકો ફરી ક્યારેય હાથમાં નહીં આવે. અત્યારે જો મોદીને ખતમ કરવામાં સફળ રહ્યા તો ૨૦૨૪ની ચૂંટણી પછી ભારતમાં ફરી એકવાર સાતસો વર્ષના મોગલશાસનની સ્થાપના નક્કી છે. અને જો મોદીસરકાર અડીખમ રહી, એમના સપોર્ટર્સ, એમના ચાહકો, એમના ભક્તો અને એમના અંધભક્તો સહિતના ભાજપના મતદારોએ અવતાર પુરુષ મોદીનો સાથ ન છોડ્યો તો સમજી લો કે ૨૦૨૪ની ચૂંટણી પછી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનતાં કોઈ નહીં રોકી શકે અને જો એવું થયું તો ૨૦૨૯ કે ૨૦૪૯ સુધી જ નહીં આગામી સદીઓ સુધી, આગામી સહસ્ત્રાબ્દિઓ સુધી, સનાતન કાળ સુધી ભારતનો, ભારતમાં વસતા દરેક નાગરિકનો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. (‘હિન્દુ રાષ્ટ્ર’ અને ‘હિન્દુ રાજ્ય’ – હિન્દુ નૅશન અને હિન્દુ સ્ટેટ – આ બે વચ્ચેના જમીનઆસમાનના ફરક વિશે યાદ ન રહ્યું હોય તો મુસ્લિમ પૉપ્યુલેશન પરની સિરીઝના ૧૦મા(અંતિમ) હપ્તામાં વિગતવાર એની સમજૂતી આપી છે. ટાઈમ કાઢીને ક્યારેક ન્યુઝપ્રેમી.કૉમ પર વાંચી લેજો.)

આ દેશની રાજકીય-સામાજિક-આર્થિક અને પારંપરિક વ્યવસ્થાને ઉધઈની જેમ કોતરી ખાનારી નહેરુ-રાહુલની કૉન્ગ્રેસ, આ દેશ માટે સંપૂર્ણપણે ગદ્‌દારી દાખવી પોતાના સ્વાર્થી ઍજન્ડા દ્વારા ચારેકોર અરાજકતા ફેલાવવામાં દિવસરાત મશગૂલ એવા સામ્યવાદીઓ, સમજદાર મુસ્લિમોને સાઈડલાઈન કરીને અને એમના પર હાવી થઈ જઈને પોલિટિકલ ઇસ્લામનો ઉપયોગ કરી રહેલા મુસ્લિમપરસ્ત સેક્યુલરવાદીઓ અને આ ત્રણેય કેટેગરીઓએ ભેગા કરેલા લૂંટના માલનો તગડો હિસ્સો જેમને અવિરત મળતો રહ્યો છે તે ફ્રન્ટ પેજની મહેફિલોમાં અને પ્રાઇમ ટાઈમના કોઠાઓ પર મુજરો પેશ કરતા પત્રકારો ઉર્ફે પ્રેસ્ટિટ્યુટ્‌સ ઉર્ફે પેઈડ મિડિયાના એમના હેન્ડલર્સ. આ ચંડાળચોકડી માટે અત્યારનો ગાળો ડુ ઑર ડાયનો સમય છે. આ પાર કે પેલે પાર. આ મોકો જો હાથમાંથી ગયો તો ફરી ક્યારેય આવી તક નથી આવવાની એની આ ચંડાળચોકડીને બરાબર ખબર છે. એટલે જ તેઓ મરણિયા બન્યા છે. હવે કોઈપણ હદ સુધી જઈ શકે છે. એમના અસ્તિત્વનો સવાલ છે.

૨૦૧૪ પછી આ ચંડાળચોકડીએ મોદીને પછાડવાની ભરપૂર કોશિશો કરી. દરેક વખતે મોદી વધુ મજબૂત બનીને બહાર આવ્યા. કોરોના જેવા વૈશ્વિક સંકટમાં બાકીની આખી દુનિયાની જેમ ભારતની પ્રજાએ પણ પોતાના ભાગે આવતી આપદાઓ સહન કરવાની જ છે. આ તકલીફો ઓછી કેવી રીતે થાય, એમાં સરકાર કેવી રીતે રાહત આપી શકે અને સૌ સાથે મળીને કેવી રીતે આ સંકટનો સામનો કરી શકે એ માટે મોદી, કેન્દ્ર સરકારનાં તમામ એકમો, ભાજપની રાજ્યસરકારો તેમજ આખા દેશની રાષ્ટ્રનિષ્ઠ સેવા સંસ્થાઓના લાખો કાર્યકરો તથા તમારા જેવા કરોડો રાષ્ટ્રપ્રેમી નાગરિકો દિવસરાત એક કરીને પોતાનાથી બનતી શ્રેષ્ઠ કામગીરી બજાવી રહ્યા છે. દેશને તોડવા માગતા લેફ્‌ટિસ્ટો, પોતાની તિજોરી ભરવા માગતા કૉન્ગ્રેસીઓ તથા બીજાની ચિતા પર ભાખરી શેકવામાં એક્‌સપર્ટ થઈ ચૂકેલા મુસ્લિમવાદી સેક્યુલરો પેઈડ મિડિયા સાથે કુલડીમાં ગોળ ભાંગીને આ દેશને તહસનહસ કરવાની એક પણ તક છોડવા નથી માગતા.

દરેક રાજ્યના પરપ્રાંતીય શ્રમિકોને ઉશ્કેરીને ભારત સરકારના વ્યવસ્થાતંત્રને ખોરવી નાખવા ફેક ન્યુઝ, અફવાઓ તથા મિસઇન્ફર્મેશનનો સહારો લઈ રહેલી ચંડાળચોકડીના વૉરરૂમમાં ઘુસીને જે માહિતી હાથ લાગી છે તે હવે ખુલ્લી પાડવાનો વખત આવી ગયો છે.

ગુજરાતના અગ્રણી રાજકીય ચિંતક કિશોર મકવાણાએ જેના માટે ‘કૉન્ગ્રેસનું પોલિટિકલ ટેરરિઝમ’ જેવો સચોટ શબ્દપ્રયોગ બનાવ્યો છે તે વિશાળ ષડયંત્રને એક્સપોઝ કરવાનો સમય થઈ ગયો છે.

આવતી કાલે, ગુરુવાર, ૭ મે ૨૦૨૦ સવારે ૮ વાગ્યાથી વાંચો ‘કોરોનાના સંકટમાં દેશને અસ્થિર કરવાનો ચાંડાળચોકડીનો ૧૦ મુદ્દાનો કાર્યક્રમ’- સૌરભ શાહની સ્ફોટક લેખશ્રેણી.

॥હરિ ॐ॥

આ સિરીઝમાં આગળ વાંચો:

‘મરતા હોય તો ભલે મરતા પચાસ હજાર-લાખ લોકો’ : સૌરભ શાહ


35 COMMENTS

 1. હું મને પોતાને અંધ ભક્ત નહીં પણ સજાગ ભક્ત માનું છું. હું મારા ભગવાન ને માનું છું સાથે તેમના પર થતા ખુલ્લા કે છજ્ઞ હુમલા નું પગેરું રાખું છું અને સદા એ હરામખોરો પર વાર કરવા તૈયાર રહુ છું. જય હીન્દ. હર હર મોદી ઘર ઘર મોદી.

 2. an aggressive superb article! even we were also singing in our ‘kishore avastha’ ‘sada vatsale matru bhumi’ we also ‘aandhbhakt’. Thank you

 3. Saurabh Bhai
  Salam aapna karya ne

  Gujarati community ma tou aapna lekho mokalviye ja chhiye

  Koi rite Hindi Ane English ma pan article Mali shake ( aapni pahuch dur sudhi javi joiye e sandarbh ma joiye che )

   • પ્રણામ

    આપશ્રી ના લખાણ દ્વારા લોકોમાં – જનતામાં ચેતના જગાવવા બદલ સાધુવાદ સાથે જય હિંદ જય ભારત
    સાથે નમ્ર સૂચન છે કે વ્હોટસઅપ કે અન્ય સોશિઅલ મીડિયા માં પૂર્ણ લેખ કોપી / પેસ્ટ થઇ શકે અને વધુમાં વધુ પ્રગટ થઈ શકે તેવી પ્રણાલી અપનાવી કાર્ય થાય અને જો આપ દ્વારા સંભવ હોય તો ભારત ની અન્ય ભાષાઓમાં પણ અનુવાદ પ્રગટ થાય તો લોકજાગૃતિ સરળ અને ઝડપી થશે કેમ કે અનેકો લોકો લિંક પર જઈ ને બૃહદ અહેવાલ જોઈ શકવા સમર્થ નથી – પૂર્ણ વિગતો થી વંચિત રહે છે જેથી આપશ્રી મૌલિક લખાણ જન જન સુધી પહોંચે અને દેશ વિરોધી તાકતો ને કચડી શકીએ તેવાં પ્રયાસ કરવા રહ્યાં.
    ફરી એકવાર સત્ય ને જનતા સમક્ષ રજુ કરવા બદલ કોટી કોટી ધન્યવાદ સાથે પ્રણામ

    • I don’t send my full articles to anyone. Only starting 2 paras and then link to my website Newspremi.com.

     There are 2 major reasons for doing this. One: It has happened in past and can happen anytime that someone will mutilate my article and put some mischievous thoughts in my name if the full article is available to them on WhatsApp over which I don’t have any control. It will compromise my credibility and misguide my readers. When the full article is available only on my website nobody can play mischief. That’s why the right click option is locked on site, no one can copy paste it.

     Second and equally important reason is after I stopped writing for Mumbai Samachar I have been planning to monetize my website for which it is necessary to have enough traffic to Newspremi.com. on 27 March 2019 my last column was published in MS. I don’t have any income other than from my writing which is a pure journalistic or pure literary. I don’t write biographies of rich/moneyed people. I don’t write kankotris. Nor do I give farmasu lectures. I also don’t want to create money wall on my site. I don’t want my readers to pay compulsoryly to read me. Those who don’t want to or cannot pay a single rupee should be able to access all my writings freely including the past articles which are in archive. That’s my first and foremost concern. And still the fact remains that if I don’t earn from my writings I will have to shutter down my shop and do unethical jobs which I have never indulged in last 4 decades and don’t intend to do during next 40 years.

     So please understand this.

 4. મને તો લાગે છે હવે બહુ જ મોડુ થય ગયુ છે. આ લોકો ના સહયોગ મા એટલા બધા છે કે ક્લપના કરવી મુ્શકેલ છે

  • ના, જરાય મોડું નથી થયું. પણ જો આપણે સૌરભ શાહ જેવા નીડર પત્રકારોનો અને કિશોર મકવાણા જેવા અફલાતૂન ઉમદા વિચારકોનો સાથ નહીં આપીએ તો ચોક્ક્સ મોડું થઈ જશે.
   જયહિંદ
   રાષ્ટ્રદેવો ભવ:

   –દીપક મકવાણા

 5. Modi saheb sivay udhar nathi shah saheb ni vat saty se nahitar ghar na ke dhat nhi rahiye modi saheb majbut se aapde sath aapvano se

 6. જય હિન્દ સૈરભ ભાઇ બેધડક લખવા માટે આભાર કાલ ના લેખ માટે તાલાવેલી છે

 7. Aap no lakhan khubaj sari chhe. Vanchi ne vigat jani. Jani ne bija lokosudhi forward karine anand anubhavi chhu.
  *DHANYA CHHE AAPNE NE AAPNI JANETANE*

 8. It is quite required that people be aware of such anti-national activist. They are just doing amything to get back to power. So, your articles are required for society, like antivirus for computer. Keep on we are with you.

 9. કોંગ્રેસ દ્વારા, લોકસભામાં પસાર થવાની શક્યતા ધરાવતા હિંદુ વિરોધી, Communal violence bill ની દરેક કલમની ભયાનકતા ઉજાગર કરતા તમારા લેખો, જેણે હિંદુ સમાજને, કોંગ્રેસની હિંદુ વિરોધી દુષ્ટ માનસિકતાથી માહિતગાર કરાવ્યા….
  ……….તમારા લેખો અમારો જુસ્સો કાયમ રાખે છે…. નરેન્દ્ર શાહ….. તમારા લેખોનો ચાહક..

 10. It is time for realigning this nation with Common Civil Code and all other amendments to keep the opposition on their toes. Unfortunately easily gullible commoners get drifted due to selfish motives like panic ghar wapsi.

  In fact the way they behaved by shouting anti government statements and throwing the food package, any one entering the city should be grilled while re entering post pandemic.

 11. જય હિન્દ સૈરભ ભાઇ લેખ વાંચ્યો જાણકારી મેળવી પણ ભાજપના નેતા ભોળા પડે છે કુટનીતી નથી જાણતા એટલે સામે વાળા ફાયદો ઉપાડે છે એ લોકો ને મોકો આપવો જ ન જોઈએ.

 12. તમારા દ્વારા લખાતા દરેક લેખ આવકાર્ય છે સર. લોકો ને જાગતા રાખવા માટે આપને સલામ.

 13. ઉપદ્રવીઓને કંટ્રોલ કરવા fumigation ni jarur છે. ગેન્ગ્રિં વાળા ભાગને કાપવો હિતાવહ છે. Pandemic condition ne dhyan ma Rakhine emergency jaher ja kari aa badha ne jail નાખી દ્યો.

 14. વાહ સૌરભ ભાઈ…જડબાતોડ લેખ.. રાષ્ટ્ર પ્રેમ ની આડ માં થતી રાજકરણી પ્રવૃત્તિ ની સાચી માહિતી સજાગ ને સચોટ છે…આ લેખ બદલ આપ ને ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે અભિનંદન…આપ નો વાંચક મિત્ર ના ?વંદન.

 15. Very bold. તમારા લેખ થી લોહી ઉકળે છે. આજે ફેસબૂક ઊપર એક પોલ માં મંદ બુદ્ધિ ના બાળક ને અઢળક મત મળી રહ્યાં છે. આવા લોકો ને જાગૃત કરવાની જવાબદારી તમારી જ છે. ખુબજ સુંદર ગ્રૂપ માં મને જોડવા બદલ ખુબ ખુબ આભાર

 16. સ્પષ્ટ કહો છો, સમજદાર ને ઈશારો કાફી છે, ઇશ્વર ને પ્રાર્થના કરીએ ઈન્ડીયા ને હિન્દુસ્તાન નહીં તો કમસેકમ “ભારત” બનાવે.

 17. કોંગ્રેસ એટલે
  ફરી થી સતા મેળવવા
  ફરીથી પૈસા મૈલવવા
  Negative વિચાર વાલા
  Cunning વિચાર વાલા
  હોય તેવું વર્તન કરતા હોય તેવું લાગી રહ્યુ છે
  સાચું ખોટું રામ જાણે

 18. હુ પણ અંધભકત છુ મજબુતાઈ થી નમો ને પડખે ઉભા રહેવુ પડશે.

 19. I agree with you sir this time to show everyone in our country how care about jo hindo ne bachavavo chhe to aaj time chhe only Modi ji na kari sake apade pan support karavoj padase ????

 20. સૌરભ ભાઈ અમે તો તમારા વરસો જુના પ્રશંશક છીએ જરૂર તો પેલા અમેરિકા બેઠેલા ભૂપત ગુંડા જેવા ને તમારે કૈક પાઠ ભણાવવા ની છે જે આજ કાલ તમને નામ જોગ લખતો થયી ગયો છે બાકી અમને તમારા વિચારો ગમે છે વાંચીએ વંચાવી એ છીએ અને તમને યાદ કરતા રહીએ છીએ
  આભાર

  કાલે એ બાબતે તમને વિગતો મોકલેલી છે
  અમિતકુમાર સોની નવસારી

 21. આટલું સસ્પષ્ટ લખવા માટે તમારી હિંમત ને વંદન છે .તમે તમારી મારા દિલ માં તમાંરી જે ઉમદા છપ મૂકી તે માટે ખૂબ ખૂબ અભીનંદન

  • ચંડાળ ચોકડી ને 2024 મા દફનાવવા માટે તમામ મોચૅ સતતએલર્ટ રહેવુજ પડશે આ માટે આપનાઅવાર નવાર મલતા માગૅદશૅન માટે ખુબ આભાર ધન્યવાદ વી આર વીથ યુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here