પહેલાં ધ્યેય નક્કી કરવો કે પહેલાં ક્ષમતા માપવી? : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : ગુરુવાર, ૭ ઑક્ટોબર, ૨૦૨૧)

કોઈપણ કામ આપણે કરી શકીશું કે નહીં એ કેવી રીતે નક્કી થાય? અમુક કામ કરવાની માણસની ક્ષમતા છે કે નહીં એ જાણવું હોય તો શું કરવાનું?

બૅટરી પર, હાર્ડ ડિસ્ક કે પછી પેન ડ્રાઈવ પર, યંત્રો ચલાવનારી મૉટર પર, એની કૅપેસિટી લખેલી હોય છે. તમને ખબર છે કે આ પર્ટિક્યુલર સાધનની આટલી ક્ષમતા છે. તમે એની ક્ષમતા મુજબ એની પાસેથી કામ લઈ શકો છો. ક્ષમતા કરતાં વધુ કામ નહીં લઈ શકો અને ક્ષમતા કરતાં ઓછું કામ લેશો તો સાધન અંડર-યુટિલાઈઝ્ડ ગણાશે.

માણસે પોતાની ક્ષમતા કેવી રીતે માપવી? ક્ષમતા માપવાનો સૌથી સરળ રસ્તો છે—શું કામ કરવું છે તે નક્કી કરી લેવું. ક્ષમતા માપવા ન બેસવું. હેતુ, ધ્યેય, ગોલ નક્કી કરી લેવો. એ દિશામાં કામ શરુ કરી દેવું. ક્ષમતા આપોઆપ મપાઈ જશે.

માણસની બાબતમાં સૌથી સારું એ છે કે એ જેમ જેમ વધુ ને વધુ કામ કરતો જાય છે તેમ તેમ એની ક્ષમતા વધતી જાય છે. યંત્રોની બાબતમાં આવું નથી બનવાનું. તમારી કારને તમે સાઠને બદલે નેવુંની સ્પીડે ચલાવતા થઈ જશો તો એના ઍન્જિનની કૅપેસિટી વધી જવાની નથી. દસ કિલો વજન જોખી શકાય એવા કાંટા પર તમે પંદર કિલોનો થેલો જોખવા જશો તો વજનના કાંટાની કૅપેસિટી વધી જવાની નથી. શક્ય છે કે કાંટો તૂટી જાય.

માણસ જ્યારે કોઈપણ નવું કામ હાથમાં લે છે ત્યારે એને ભૂતકાળમાં પોતે કરેલાં અન્ય કામોનો અનુભવ ઉપયોગી બની શકે પણ એ કામો કરવા માટેની એની ક્ષમતા પરથી એ નક્કી ન કરી શકે કે નવું કામ કરવા માટે એની પાસે એટલી જ કૅપેસિટી છે કે એના કરતાં વધારે. એણે નવું કામ, એટલે કે અગાઉ ક્યારેય ન કર્યું હોય એવું કામ, શરુ કરી દેવાનું હોય—ક્ષમતા માપ્યા વિના. કુદરત એને આપોઆપ શક્તિ આપતી જશે. 

જગતના કોઈપણ મહાપુરુષે પોતાની ક્ષમતા માપીને નક્કી નથી કર્યું કે મારે આ બનવું છે, આ કામો કરવાં છે. એમણે તો પોતે જે હેતુ નક્કી કર્યો તે દિશામાં આગળ વધવાનું ચાલુ કર્યું અને ક્રમશ: એમની ક્ષમતા વિકસતી ગઈ.

આપણે ડરી જઈએ છીએ. આટલું મોટું કામ મારાથી કેવી રીતે થઈ શકશે? આપણામાં ધીરજ પણ નથી હોતી કે એકડે એકથી શરું કરેલું કામ એક લાખ, એક કરોડ, એક અબજના આંકડા સુધી પહોંચે. રાતોરાત આપણે મૂકેશ અંબાણી કે નરેન્દ્ર મોદી કે અમિતાભ બચ્ચન નથી બની શકવાના. આ કે આવા કોઈપણ મહાનુભાવ આજે જે કંઈ છે તે રાતોરાત નથી બન્યા. જિંદગી શરુ કરી ત્યારે એમને પોતાની ક્ષમતા વિશે ખબર પણ નહીં હોય, માત્ર સપનાં હશે.  કિશોર ઉંમરે ગૅરેજમાં કૉમ્પ્યુટર સાથે માથાઝીંક કરનારા સ્ટીવ જૉબ્સને તે વખતે પોતાની ક્ષમતા એપલ જેવી કંપની ઊભી કરવાની છે એની ક્યાં ખબર હતી. માત્ર સપનું હતું. કશુંક નવું કરવાનું, કશુંક ભવ્ય સર્જન કરવાનું. કૅપેસિટી તો એ જેમ જેમ કામ કરતા ગયા, આગળ વધતા ગયા, એમ વિકસતી ગઈ. કુદરત પર ભરોસો રાખવો જોઈએ.  એ ડગલે ને પગલે તમારી કસોટી કરે છે. ઉત્તીર્ણ થાઓ એટલે ખભા પર શાબાશીનો હાથ મૂકીને તમારી કૅપેસિટી વધારી આપે છે. વધુ મોટી કસોટીમાંથી પસાર થાઓ અને એમાં પણ પાસ થાઓ તો તમારી ક્ષમતામાં ઔર ઉમેરો કરે છે. કસોટી અને ક્ષમતાનું ઉમેરણ- આ પ્રક્રિયા નિરંતર ચાલતી જ રહે છે. 

ઑલિમ્પિક્સની રમતો માટે તૈયારી કરતા ઍથલિટને ખબર નથી હોતી કે એ કેટલો લાંબો કે ઊંચો કૂદકો મારી શકશે, સો મીટરની દોડ કેટલી સેકન્ડમાં પૂરી કરી શકશે. એને ખબર નથી કે એ અગાઉના રેકૉર્ડ તોડી શકશે. એને એ પણ ખબર નથી કે એના હરીફોની ક્ષમતા કેટલી છે. એ તો માત્ર રોજેરોજ પ્રેક્ટિસ કરીને પોતાની કૅપેસિટી વધારવાની કોશિશ કરતો રહે છે. અને એને પરિણામ પણ મળે છે. સુવર્ણ ચંદ્રક મળે કે ન મળે, ચાર વર્ષ પહેલાં એ જેટલું ઊંચું કૂદી શકતો એના કરતાં આજે વધારે ઊંચો કૂદકો લગાવી શકે છે. સતત કામ કરતાં રહેવાથી ક્ષમતા વધતી જ રહેવાની છે, એ સત્ય માત્ર સ્પોર્ટ્સમૅન પૂરતું જ મર્યાદિત નથી હોતું.

આજનો વિચાર

તમારી માનસિકતા ન બદલાય ત્યાં સુધી તમારી ક્ષમતામાં ઉમેરો થતો નથી.

– અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

3 COMMENTS

  1. You r right work speas loudest when experience guide your work.
    Agreed.
    There is 3rd destiny.Recognise at right place.
    Otherwise
    as Kavi Dalpatram says:
    Polu chhe te boliyu
    Tema kari te si navai
    Sambelu vagade to hu ……

  2. The article is very thoughtful and relevant for doing our duty and achieving our goal.

    But , please make sure the ideas are not forced upon young generation . Let youngsters have their natural growth without any undue burden.

    Thanks.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here