( તડકભડક: ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, ૧૮ ઑક્ટોબર ૨૦૨૬ )
માણસનો સ્વભાવ નિર્દોષ ક્યારે બને? દોષરહિત સ્વભાવ ક્યારે બને? વૃન્દાવન (મથુરા)ના માનવ સેવા સંઘના બ્રહ્મલીન પ્રજ્ઞાચક્ષુ સ્વામી શ્રી શરણાનન્દજીને એક સાધક દ્વારા આવો પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો ત્યારે એમણે જવાબમાં કહ્યું: ‘યદિ નિર્દોષતા ચાહતે હો, તો નિર્વિકલ્પ હો જાઓ.’
વિકલ્પો હોય છે ત્યારે મન ભટક્યા કરે છે. ત્રિભેેટે આવ્યા પછી ક્યા રસ્તે જવું છે એની અવઢવ થાય. વિકલ્પો છે. પણ કોઈ ફાંટા, ત્રિભેટા, ચૌરાહા વિનાના માર્ગ પર જતા હોઈએ ત્યારે વિકલ્પો હોતા નથી. સીધા રસ્તા પર સડસડાટ જવાતું હોય છે. અને એક વખત ક્યાં જવું છે એ નક્કી થઈ ગયા પછી કેવી રીતે જવું છે એનો પણ જવાબ આપોઆપ મળી જતો હોય છે. પછી વિકલ્પો આવે તોય અવઢવ નથી થતી. મીઠાખળી છ રસ્તા કે મહાલક્ષ્મી સાત રસ્તા પર પણ નિશ્ર્ચિંત બનીને આપણે આપણા રસ્તે જઈ શકીએ છીએ.
શરણાનન્દજી ૧૧ વર્ષની ઉંમરે જ બેઉ આંખ ગુમાવી બેઠા હતા. સાધુ બની ગયા. સંત બનીને માનવસેવા કરતા રહ્યા, માર્ગદર્શન આપતા રહ્યા.
શરણાનન્દજી કહે છે બીજ વાવીને કિસાન વારંવાર જમીન ખોદીને જોયા નથી કરતો કે છોડ ઊગ્યો કે નહીં, મેં કરેલું કામ કેટલે સુધી પહોંચ્યું.
કોઈનામાં તમે કશુંક વાવ્યું હશે તો તે અવશ્ય ઊગવાનું. જે વાવ્યું હશે, જેવું વાવ્યું હશે તે અને તેવું ઊગવાનું. અધીરા થઈને એનું ફળ ક્યારે પ્રાપ્ત થાય તેની પ્રતીક્ષામાં નહીં રહેવાનું. વાવ્યું છે તો તેનું ફળ અવશ્ય મળવાનું. ખરાબ વિચારો, ખરાબ કામ છોડી દીધાં પછી રાહ નહીં જોવાની કે ક્યારે આપણું ભલું થાય. વિશ્ર્વાસ રાખીને નિશ્ર્ચિંત થઈ જવાનું કે પરિણામ આવવાનું જ છે. કાલે નહીં તો પરમ દિવસે.
અસત્ય અને અપ્રામાણિકતા એવાં બે લક્ષણો છે જે કોઈને પોતાની જિંદગીમાં નથી જોઈતાં. તમે ચાહતા હો કે કોઈ તમારી સાથે જુઠ્ઠું ન બોલે તો પહેલાં તમે એની સાથે જુઠ્ઠું બોલવાનું બંધ કરો. તમે ચાહતા હો કે કોઈ તમારી સાથે પ્રામાણિકતાભર્યો વ્યવહાર કરે તો પહેલાં તમે તમારા વ્યવહારોમાં ઈમાનદાર બનો. શરણાનન્દજી કહે છે કે તમારા પોતાનામાં જો તમને બુરાઈ દેખાતી હોય તો તેને દૂર કરો તે પૂરતું છે. બુરાઈ છોડ્યા પછી બીજાઓ આગળ ઈમાનદાર દેખાવાનો પ્રયત્ન ન કરો. બીજાઓની ચિંતા જ છોડી દો. તમને ખબર છે કે તમે ઈમાનદાર છો તે પૂરતું છે. પણ એવી ચિંતા છોડવા માટે તમારે પહેલાં ઈમાનદાર બનવું પડે. દરેકને જોઈએ છે ઈમાનદાર અને સાચાબોલા સાથી. પણ એવી ઈચ્છા રાખતાં પહેલાં તમારે પોતે ઈમાનદાર અને સાચાબોલા બનવું પડે.
શરણાનન્દજીનું કહેવું છે કે જ્યાં સુધી માણસ પોતાની પ્રસન્નતા માટે કોઈ બીજી વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, અવસ્થા પર નિર્ભર છે ત્યાં સુધી એ પરાધીન છે અને પરાધીન વ્યક્તિ ક્યારેય પ્રસન્ન હોઈ શકે જ નહીં. કોઈનો સાથ હોય કે ન હોય, કોઈ વસ્તુ મળી તોય શું ને ન મળી તોય શું, મનગમતી પરિસ્થિતિ સર્જાઈ તો સારું ન સર્જાઈ તોય કંઈ ફરક પડતો નથી એવું વિચારીને જિંદગીની તમામ અવસ્થા દરમ્યાન જે પોતાની જાતને સાચવી લે છે તે જ સ્વાધીન છે, પ્રસન્ન છે.
જેમાં પરાધીનતા ન હોય, જેમાં અભાવ ન હોય, જેમાં નીરસતા ન હોય, અને જેમાં ચેતના હોય, ભરપૂર પ્રેમ હોય એવું જીવન તમને બીજી કોઈ વ્યક્તિ દ્વારા નથી મળવાનું. એવું જીવન તમારે જ તમારા માટે તૈયાર કરવાનું છે. એના માટે તમારાં સુખદુ:ખનું કારણ બીજાઓ છે એવી માન્યતામાંથી બહાર આવી જવું પડે. બીજાઓ પર હક્ક, અધિકાર કે માલિકીભાવ જતાવવાને બદલે એ લોકોના હક્ક-અધિકારોની રક્ષા કરવી જોઈએ. રાગ-દ્વેષ તરત મટી જશે એવું શરણાનન્દજીનું કહેવું છે.
નસીબને કારણે પ્રાપ્ત થયેલાં સુખદુખ સાથે ડીલ કરવાની ચાવી આપતાં તેઓ કહે છે સુખની અવસ્થા ઉદાર બનવાથી દ્વિગુણિત થાય છે અને દુ:ખ વખતે ત્યાગી બની જવાથી દુ:ખ અડધાં થઈ જાય છે. પકડી રાખવાથી કશુંય પ્રાપ્ત થતું નથી. ગળે વળગાડી રાખવાથી સુખ કાયમી બની જતું નથી અને ફિકર છોડી દેવાથી દુ:ખ વર્તમાનમાંથી સરીને અતીત ભણી જતું રહે છે.
શરણાનન્દજીની આ વાત બહુ ગમી. ભગવાન પાસે કામના લઈને જશો તો ભગવાન સંસાર બની જશે. અને સંસારમાં નિષ્કામ રહેશો તો સંસાર ભગવાન બની જશે.
કશુંક માગીએ છીએ ભગવાન પાસે ત્યારે ભગવાનને પણ સાંસારિક બાબતોનો રંગ લગાડીએ છીએ. અને રોજબરોજનું જીવન કોઈ ભડભડતી ઈચ્છાઓ અને લોભામણી લાલચો વિના જીવીએ છીએ ત્યારે આવું નિષ્કામ જીવન તમને ભગવાનમય બનાવી દે છે.
ભગવાન અને સંસાર – કોઈનીય પાસે કશું જ માગવાનું નથી હોતું ત્યારે બેઉ તમારા પર ભરપૂર પ્રેમ વરસાવે છે. પ્રેમ સિવાય આ જગતમાં બીજી કોઈ વાતમાં સાર છે પણ નહીં.
ચિંતન-મનનની દુકાનો ખોલીને બેઠેલા દુકાનદારો અને એમને ત્યાં લાઈનો લગાવતા ગ્રાહકોને સીધા માર્ગે લાવવાનો પ્રયત્ન કરતાં શરણાનન્દજીએ કહ્યું છે: વ્યર્થ ચિંતન એટલે શું ખબર છે? જેનો સંબંધ વર્તમાન ક્રિયા સાથે ન હોય તે બધું જ વ્યર્થ ચિંતન છે. વ્યર્થ ચિંતનનો ત્યાગ કરશો તો વર્તમાનનો વધુ સારો ઉપયોગ કરી શકશો. અને વર્તમાનનો સદુપયોગ થતો રહેશે તો વ્યર્થ ચિંતનનો આપોઆપ ત્યાગ થતો રહેશે.
ભૂતકાળમાં થઈ ગયેલી ભૂલોનું પુનરાવર્તન નથી કરવું એવું વ્રત લઈને, બીજાઓનાં કર્તવ્યને તમારો અધિકાર નહીં માનીને, બીજાઓની ઉદારતાને તમારો ગુણ અને બીજાઓની નિર્બળતાને તમારું બળ ન માનીને, શારીરિક હિતની દૃષ્ટિએ આહાર-વિહારમાં સંયમ તથા દૈનિક કાર્યોમાં સ્વાવલંબી બનીને જે જીવન જિવાય છે તે જ તમને પરમ સંતોષ આપે છે.
શરણાનન્દજીની નાની નાની વાતો મહાન ગ્રંથોના નિચોડસમી છે. શરણાનન્દજી મહારાજ આજે દેહ સ્વરૂપે નથી. સ્વામી ગોવિંદ દેવ ગિરિ ( જેઓ અયોધ્યાના રામ મંદિરના મુખ્ય ખજાનચી છે) તરફથી ગયા અઠવાડિયે જ મને શરણાનન્દજીનું એક પુસ્તક રૂબરૂમાં આશિર્વાદરૂપે મળ્યું. આવતા રવિવારે થોડી વધુ વાત.
પાન બનારસવાલા
સિક્કે સે વસ્તુ, વસ્તુ સે વ્યક્તિ, વ્યક્તિ સે વિવેક તથા વિવેક સે સત્ય કો અધિક મહત્ત્વ દેના.
– સ્વામી શ્રી શરણાનન્દજી મહારાજ
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID :
saurabhshvin@ybl
hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો













