કઠુઆ અને ઉનાવ

 

કઠુઆ અને ઉનાવના બનાવો વિશે નરેન્દ્ર મોદી કેમ ચૂપ છે એવું નિવેદન ઈટાલિયન વેઈટ્રેસના મંદબુદ્ધિ બાળકે આપ્યું. ક્યારે આપ્યું? જેવું આ ગતકડું પેઈડ મીડિયાએ ચગાવ્યું કે તરત જ. અને પછી મીડિયાવાળા તેમ જ મીડિયાની દેખાદેખી કેટલાક ફેસબુકિયા, વૉટ્સેપિયા, ટ્વિટરિયા મંડી પડ્યા કે નરેન્દ્ર મોદી કેમ ચૂપ છે, એમને આ દેશની કંઈ ચિંતા જ નથી.

મોદીને આ દેશની ચિંતા છે એટલે જ એ ચૂપ હતા. એ કંઈ તમારીમારી કે પપ્પુની જેમ આખો વખત નવરા નથી બેસી રહેતા. એકએક મિનિટ એમની પહેલેથી બુક થઈ ગઈ હોય છે. પ્રાઈમ મિનિસ્ટરને તમે કહેનાર વળી કોણ કે તમે ફલાણા સવાલનો જવાબ આપો નહીં તો હોેદ્દો છોડીને ઘરભેગા થઈ જાઓ. વડા પ્રધાન પોતાને યોગ્ય લાગે તે સમયે,પોતાને યોગ્ય લાગે તે મુદ્દા પર બોલશે. અને મોદી બોલ્યા. રાધર, મીડિયાએ એમના મોંમાં આંગળાં નાખીને બોલાવ્યું. કઠુઆ અને ઉનાવની ઘટનાઓ વિશે એમણે હ્રદયસ્પર્શી બયાન આપ્યું છે અને કહ્યું છે કે કસૂરવારને છોડવામાં નહીં આવે, ગુનેગારને કડકમાં કડક સજા કરવામાં આવશે.

આપણે સમજવું એ જોઈએ કે મોદીએ આવું ન કહ્યું હોત તો પણ આ દેશમાં પોલિસ છે, અદાલતો છે, ગુનાની જાંચતપાસની વિવિધ એજન્સીઓ છે જે પોતપોતાનું કામ સારી રીતે કરે જ છે અને આ બંને કિસ્સાઓમાં પણ કરત જ. જો પોલિસ વગેરે પોતાનું કામ ન કરતી હોત તો અત્યારે જે લોકો આ બે કિસ્સાઓનો સંદર્ભ ટાંકીને છાજિયાં લે છે, છાતી કૂટે છે, ડોશીઓની જેમ એફબી પર રડારોળ કરે છે તે લોકોની મા, બહેનો કે દીકરીઓ પર ક્યારનાય અનેકવાર બળાત્કારો થઈ ચૂક્યા હોત. નથી થયા અને તેઓ બધાં જ સલામત છે તે આ દેશની પોલિસનો પ્રતાપ છે. આ દેશની માબહેનદીકરીઓ સલામત છે. કોઈ ના કહેશો કે અહીં એમની સલામતી નથી. બોલ્યા છો તો એ દેશદ્રોહીઓની જીભડી કાપી લેવાવાળા ઘણા રાષ્ટ્રપ્રેમીઓ આ દેશમાં છે.

મોદીએ, એક વડાપ્રધાને આટલા વિશાળ દેશમાં બનતી બળાત્કારની ઘટના વિશે કોઈ નિવેદન આપવું પડે તે જ શરમજનક વાત છે આપણા સૌ માટે. આવી ફરજ પાડનાર મીડિયાકર્મીઓએ, વિપક્ષી દળોના નેતાઓએ, મંદબુદ્ધિ બાળકે અને એ સૌના ટેકેદાર એવા દેશદ્રોહીઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. (જોકે, એક ઢાંકણીમાં આટલા બધા કેવી રીતે ડૂબી શકશે?).
અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, જપાન— આ કે આવા અન્ય કોઈપણ દેશના પ્રમુખ કે વડાપ્રધાનના ટ્વિટર તમે જોઈ લો. એક નહીં, બે નહીં, ગમે એટલાં વર્ષ જૂનાં ટ્વિટર જોઈ લો. એક પણ રાષ્ટ્રના વડાએ પોતાના દેશમાં થયેલા કોઈ રેપના કિસ્સા વિશે ક્યારેય નિવેદન નથી આપ્યું. ન જ આપવાનું હોય. એ દરેકને ખબર છે કે પોતાના દેશમાં કેટલાક અસામાજિક તત્વો છે જ અને એ એન્ટીસોશ્યલ એલિમેન્ટ્સ યાને કિ ગુન્ડા-મવાલી-બળાત્કારી-ખૂનીઓને રોકવા કે પકડવા અને સજા કરવાની સિસ્ટમ એમના દેશમાં છે. અને આમ છતાં દરેક દેશમાં અઘટિત કિસ્સાઓ બને જ છે. અને જ્યારે બને છે ત્યારે તે તે દેશોનું મીડિયા એવી ઘટનાઓ માટે દેશના વડાપ્રઘાન કે પ્રેસિડન્ટને જવાબદાર નથી ઠેરવતું.

તમને ખબર છે કે આ સુધરેલા ગણાતા દેશોમાં બળાત્કારનું પ્રમાણ કેટલું છે? અમેરિકાની વસ્તી ભારત કરતાં ઓછી છે અને અમેરિકામાં દર વર્ષે ભારત કરતાં વધુ બળાત્કારો થાય છે.
આગળ વધતાં પહેલાં એક સ્પષ્ટતા ફરી એક વાર: કઠુઆ અને ઉનાવની ઘટનાઓને ‘રેપના કિસ્સા’ તરીકે ચગાવવામાં આવે છે અને આપણે ખોટી રીતે માની લીધું છે કે એ બંને ઘટનાઓ બળાત્કારની જ છે. કઠુઆના કિસ્સામાં પોસ્ટમોર્ટમના પ્રથમ રિપોર્ટમાં કયાંય બળાત્કારનો ઉલ્લેખ નથી. વેસ્ટેડ ઈન્ટરેસ્ટ્સના દબાણ હેઠળ પોસ્ટમોર્ટમનો બીજો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો અને એમાં બળાત્કારની વાત ઉમેરવામાં આવી. ચાર્જશીટમાં બળાત્કાર લખાયું હોેય એટલે પુરવાર નથી થઈ જતું કે બળાત્કાર થયો છે. એ ચાર્જશીટ છે, આરોપનામું છે. બળાત્કારનો ચાર્જ કે આરોપ છે. ચાર્જશીટ કંઈ જજમેન્ટ કે ચુકાદો નથી. અને ધારો કે કઠુઆ કેસમાં કંઇપણ ગોબાચારી કરીને, બળાત્કાર થયો છે એવો ચુકાદો આપવામાં આવે તો પણ માની લેવાની જરૂર નથી કે બળાત્કાર થયો જ હશે. આરુષિ રેપ-હત્યાકાંડ કેસમાં શું થયું હતું. અવિરુક સેનનું પુસ્તક એમેઝોન પરથી મગાવી લો અથવા એ પુસ્તકને કેન્દ્રમાં રાખીને બેએક વરસ પહેલાં મેં લખેલી સિરીઝ ગૂગલ સર્ચ કરીને વાંચી લો. નીચલી અદાલતે તદ્દન ખોટી રીતે, મીડિયા ટ્રાયલના પ્રેશરથી તલવાર દંપતીને કસૂરવાર ઠેરવ્યા પછી હાઈકોર્ટની અપીલમાં બેઉ નિર્દોષ છૂટી ગયા. નીચલી અદાલતે જે ચુકાદો આપવામાં કેટલાક સાક્ષી તથા પુરાવાઓની બાબતમાં જે નફ્ફટાઈ કરી તેને હાઈકોર્ટે ઉઘાડી પાડી. તો ક્યારેક અદાલતોમાં આવું પણ બનતું હોય છે.

કઠુઆમાં તો રેપ થયો જ નથી, ઉનાવમાં જોઈએ. પેલી છોકરીએ એક રાજકારણી સાથે સુંવાળો સહવાસ માણીને એને ફસાવ્યો હોઈ શકે છે. આજની તારીખે તમે કશું જ ચોક્કસપણે કહી શકતા નથી કે એ દોષિત જ છે.

દુનિયાભરના બળાત્કારના આંકડાઓ સાથે ભારતના આંકડા સરખાવીને મારે કંઈ બળાત્કારને જસ્ટિફાય નથી કરવો. મને ખબર છે કે કેટલાક ચાંપલા-વાયડા ફેસબુકિયા-વૉટ્સેપિયા સેક્યુલર મવાલીઓ અને હિંદુદ્વેષી ટપોરીઓ એવું કહેવાના છે. એ એમની વિકૃત નજરનો પુરાવો હશે. જોવાનું એ છે કે ક્રાઈમની આવી ઘટનાઓ દુનિયાભરમાં બનતી રહે છે. એના માટે દેશના વડાને કે દેશની બહુમતી પ્રજાને જવાબદાર ન ઠેરવાય.

પેલા આંકડાઓની વાત કાલે કરીશું અને સાથોસાથ રેપના કેટલાક જાણીતા કિસ્સાઓ જેનો મેં ફર્સ્ટ હૅન્ડ અભ્યાસ કર્યો છે તેની વાત કરીને જાણીશું કે બળાત્કારની ઘટના સેન્સિટિવ હોવાથી એમાં મીડિયા ટ્રાયલ સહેલાઈથી ચગાવી શકાય છે અને એને કારણે અદાલતોએ કેવી રીતે પબ્લિક ખુશ થાય એવા ચુકાદાઓ આપવા પડે છે.

છેલ્લે એક વાત કહીને આજનો લેખ પૂરો કરું.

મોદીનો આડેધડ વિરોધ કરતા લોકોએ જ્યારથી મને જાતજાતની અભદ્ર ભાષાનાં વિશેષણોથી લાતો મારવાનું શરૂ કર્યું છે ત્યારથી મેં એમને દેશદ્રોહી, એન્ટીનેશનલ કે ટ્રેઈટર-ગદ્દાર જેવાં વિશેષણો દ્વારા ઈંટનો જવાબ પથ્થરથી આપવાનું શરૂ કર્યું છે. કેટલાક મોદી વિરોધીઓને મેં એમના માટે વાપરેલાં આવાં વિશેષણોથી ગુસ્સો આવે છે. આવવો જ જોઈએ. એ જ તો મારો હેતુ છે જેથી તેઓ પોતાની ભૂલો સુધારીને સાચા માર્ગે ચાલે. એ લોકો પૂછે છે કે અમે મોદીના કે હિન્દુત્વના વિરોધી એટલે શું દેશદ્રોહી થઈ ગયા? હું એમને પૂછવા માગું છું કે મોદીભક્તના લેબલ સુધી બરાબર હતું (એ રીતે ઓળખાવું તો એક ગૌરવ છે) પણ પછી એમણે જે ભાષા વાપરવાનું શરૂ કર્યું અને જે પ્રકારની આક્ષેપબાજી શરૂ કરી તે બદલ એમન્ દેશદ્રોહી વગેરેથી નવાજવામાં આવે છે. આ દેશદ્રોહ કેવી રીતે છે? સમજાવું તમને.

ભારતના સંરક્ષણ દળનો એક એકેએક જવાન, એકે એક અફસર દેશ માટે જીવે છે. પોતાની ફૅમિલી લાઈફ, મિત્રો, મોજશોખ એ બધાને સેકન્ડ પ્રાયોરિટી આપીને આ ફૌજીઓ દેશની રક્ષા માટે દિવસરાત મહેનત કરે છે. આ કામ કરવાનો એમને પગાર મળે છે એટલે તમે એમ ન કહી શકો કે એ તો પેટિયું રળવા કે આજીવિકા મેળવવા માટે આર્મી, એરફોર્સ કે નેવીમાં નોકરી કરી રહ્યા છે. આજીવિકા મેળવવાના બીજા ઑપ્શન્સ ઠુકરાવીને તેઓ સંરક્ષણ દળમાં ભરતી થયા હતા. હવે આવા સૈનિક પર કોેઈ બૉમ્બ ફેંકે તો એને તમે શું કહેશો? આ દેશના સિપાહી પર, જે જાનની બાજી લગાવીને આ દેશની રક્ષા કરે છે તે સૈનિકને તમે સલામ ન કરો તો એ તમારી ખાનદાનીનો અભાવ છે પણ તમે એને ફરજ બજાવતાં રોકવા માટે એના માર્ગમાં લેન્ડમાઇન્સ બીછાવો કે એના પર મશીન ગનથી બુલેટ્સ વરસાવો ત્યારે તમે એવું હીન કૃત્ય કરનારાઓને દેશદ્રોહી નહીં તો શું દેશપ્રેમી કહેશો?

હું જે કામ કરું છું તે આજીવિકા રળવા તો કરું જ છું. પણ આજીવિકા રળવાના ઘણા વિકલ્પો મારી પાસે હતા, આજેય છે. પત્રકારત્વ-લેખનના ક્ષેત્રમાં આવું કામ નહીં કરીને (અને અન્ય પ્રકારનું કામ કરીને) અનેકગણી કમાણી કરવાનો વિકલ્પ છે જ મારી પાસે. બીજા ઘણાઓ એવું કરે છે. પણ મારે એ વિકલ્પ નથી જોઈતો. મારા કેટલાંક લખાણો દેશમાટે સમાજ માટે કેટલાં ઉપયોગી છે તે હું સમજું છું લાખો વાચકો પણ સમજે છે. અને એટલે જ હું દિવસરાત મહેનત કરું છું, વાંચું છું- વિચારું છું અને આંખો ફોડીને, પરસેવે રેબઝેબ થઈને (ના, મારા ઘરમાં એસી નથી) આ કામ કરું છું. મારી પાસે આ વિષયોનું વિશાળ બૅકગ્રાઉન્ડ છે એ મારો પ્લસ પોઈન્ટ છે. ૪૦ વરસનું આ બૅકગ્રાઉન્ડ કંઈ રાતોરાત નથી સર્જાયું . આ બધી માહિતી કંઈ માત્ર ગૂગલ સર્ચ કરીને નથી મળી જતી. હા, હું છાતી ઠોકીને કહી શકું છું કે મા સરસ્વતીના આશીર્વાદથી મારી કલમમાંથી લખાતા આ વિષયોના લેખો મારી દેશસેવા છે. ફૌજીઓની જેમ હું સરહદ પર નહીં પણ મુંબઈ શહેરની ભીડ વચ્ચે રહીને મારા પ્રકારની દેશસેવા કરી રહ્યો છું— જ્યારે જ્યારે આવા વિષયો પર લખું છું ત્યારે.

અને એ વખતે જો કોઈ ફેસબુકિયા/વૉટ્સેપિયા પાકિસ્તાનીઓ મારા પર અપશબ્દોનો બૉમ્બમારો કરીને મારા કાર્યમાં વિઘ્નો નાંખવાની કે મને અટકાવવાની કોશિશ કરે તો એ લોકોને હું દેશદ્રોહી-એન્ટીનેશનલ-ટ્રેઇટર-ગદ્દાર ન કહું તો બીજું શું કહું?

મીડિયા દ્વારા આખા દેશની જનતા પર થઈ રહેલા બળાત્કારની વધુ વાતો કાલે કરીશું.• • •

3 COMMENTS

  1. Congratulations.Duniya na badha news premi ne ek platform aapavani Tame sharuvat kari chhe.You are Devagh Baria wasi.I heard from my father that your father was friend of my father.
    Best wishes for success of your new Sahas.

    Best wishes to your new Sahas.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here