( તડકભડક: ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, ૧ નવેમ્બર ૨૦૨૬)
સ્થળ અને કાળ બદલાય એમ તહેવારોના આનંદના પ્રકારો પણ બદલાય. વીતેલા જમાનાની દિવાળીને યાદ કરનારાઓને માત્ર એટલું જ કહેવાનું કે વીસ-ત્રીસ વર્ષ પછી તમારા સંતાનો આજની દિવાળીને યાદ કરીને કહેતા હશે કે: હવે પહેલાં જેટલો ચાર્મ રહ્યો નથી.
હકીકત એ છે કે દરેક સમયને અને દરેક સ્થળને એનો આગવો ચાર્મ હોય છે. વીતેલા સમયને યાદ કરીને વર્તમાનનો ચાર્મ માણવાનું રહી જાય છે.
એક જમાનામાં મુંબઈમાં શિવરાત્રિના પર્વ સમયે કોઈ ખાસ ચહલપહલ નહોતી. ગુજરાતનાં શહેરો અને ગામોમાં આગલા દિવસથી ખબર પડી જાય કે કાલે શિવરાત્રિ છે.
એક વાત જોઈ છે. જો તમારામાં આવેશ હોય – કોઈપણ બાબત માટે તમે પૅશનેટ હો, તમારા પર એનું પાગલપન – એની ધૂન સવાર થઈ હોય તો એ સિવાયનાં બીજા વિષયો ક્ષેત્રોને પણ એટલી જ ઉત્કટતાથી માણી શકો. જેની પર્સનાલિટી જ ડલ હોય, જે સોગિયું મોઢું લઈને ફરનારા હોય, જેને દરેક વાતમાં વાંધોવચકો પડતો હોય, જે આખી દુનિયાની પંચાત કરતું હોય એના માટે જીવનમાં દિવાળી જેવો તહેવાર પણ ઉલ્લાસ ન લાવી શકે.
બાકી તો આખું વરસ અને વરસનો એકેએક દિવસ તહેવાર જ છે, જો માણતાં આવડે તો. મારો એક નિબંધસંગ્રહ અંગત કવિ મિત્રને અર્પણ કરીને મેં અર્પણપંક્તિમાં લખ્યું હતું: તું મુંબઈ આવે છે ત્યારે તહેવાર જેવું લાગે છે.
અને ગમતી વ્યક્તિઓ તહેવારના દિવસોમાં ઘરે આવે ત્યારે ઉત્સવનો આનંદ બેવડાઈ જાય, અનેકગણો થઈ જાય.
તહેવારો ઉજવવા પાછળની પરંપરા કે કયા તહેવારનું શું માહાત્મ્ય છે તે સમજીએ, જરૂર સમજીએ. પણ વીકિપીડિયા પર આધાર ન રાખીએ. કેટલાક અલેલ ટપ્પુઓએ વિકીપીડિયામાં ભારતીય તહેવારોની પરંપરા નષ્ટ થઈ જાય એવી માહિતી બહુ જ સૂક્ષ્મ રીતે, કોઈ જાતના સંદર્ભો ટાંકયા વિના કે ખોટા સંદર્ભો અથવા બનાવટી/ ઉપજાવી કાઢેલા રેફરન્સીસ ટાંકીને ઘૂસાડી દીધી છે. ભારતીય તહેવારોની રૌનક બદલી નાખવા છેલ્લાં થોડાંક વર્ષોથી અમુક પ્રજા હાથ ધોઈને પાછળ પડી ગઈ હતી. પણ હવે સોશ્યલ મીડિયાનો પણ રંગ બદલાયો અને પાણી વગરની હોળી, પતંગ વિનાની ઉતરાણ, ફટાકડા વિનાની દિવાળી વગેરેની ટીકા થવા માંડી. ભારતીય લોકો સમજી ગયા કે પર્યાવરણ કે જીવદયાના નામે અમારી પરંપરા સાથે ખિલવાડ થાય છે.
ભારતનો દરેક તહેવાર આપણી આગવી પરંપરા. આપણી આ પરંપરાને વિકૃત કરનારા કે એને બદનામ કરનારાઓએ સમજી લેવું જોઈએ કે એ દિવસો હવે પૂરા થઈ ગયા જ્યારે અહીંની પ્રજા તમે કરેલા અપમાનોને ચૂપચાપ સહન કરી લેતી હતી. હવે એ સામે સવાલો પૂછશે.
કારતકથી શરૂ કરીને આસોએ પૂરા થતાં વર્ષ દરમિયાન અગણિત તહેવારો આવે છે. તહેવારોને બૅન્ક હૉલિડે સાથે કે રજાઓ સાથે ન સાંકળીએ. રજાઓ હવે સરકારી વિષય થઈ ગઈ છે. તહેવારો રવિવારની રજાના દિવસે આવે કે ન આવે અને તહેવારોના દિવસે રજા ડિક્લેર થાય કે ન થાય, કોઈ ફરક પડતો નથી. તહેવારો તહેવારો હોય છે.
ઘરમાં ઉત્સવનું વાતાવરણ હોય અને મન ઉદાસ થઈ જાય એવું બને ખરું? બની શકે. બન્યું છે ઘણીવાર. કોઈક એવી વાત જે અંદરોંદર ખટક્યા કરતી હોય તે આવા દિવસોમાં અંદરથી કૂદકો મારીને બહાર આવી જાય ત્યારે ઉજવણીનો અવસર ગમગીનીમાં પલટાઈ જાય. પછી સમજાય કે તમારી ગમગીનીને દૂર કરવા તો આ અવસરો, આ ઉત્સવો – પર્વો – તહેવારો આવે છે. તમને વિષાદમાંથી બહાર કાઢવા. તમારામાં નવી ચેતના જગાવવા. તમારું સુષુપ્ત પોટેન્શલ બહાર કાઢવા. તમારો ઉત્સાહ પાછો લાવવા.
ઘરનું વાતાવરણ રંગોથી છલકતું હોય – ચાહે એ રંગો પતંગના હોય, હોળીના હોય કે દિવાળીની રંગોળીના હોય-ત્યારે અંદરની શ્ર્વેતશ્યામ સૃષ્ટિ પણ કલરફૂલ બની જતી હોય છે. તહેવારોની ઉજવણી સારું ખાવાપીવા પૂરતી જ સીમિત નથી હોતી. નવાં કપડાં પૂરતી પણ સીમિત નથી હોતી. તહેવારો તમને તમારામાંથી બહાર કાઢીને સૌ કોઈનામાં વહેંચાઈ જવા માટે આવતા હોય છે. તહેવારોમાં તમે એકલા ન રહી શકો. એકલા રહેતા હો તો પણ તહેવારોનો રંગ તમને રંગ્યા વિના નહીં રહે. જેમની પાસે હર્યાભર્યા તહેવારો ઉજવવા માટે હર્યાભર્યા મિત્રો છે એમનું જીવન બાકીના દિવસોમાં પણ હર્યુંભર્યું રહેવાનું.
પાન બનારસવાલા
છુપાયું છે ભીતર, એ સતના દીપકને પ્રજાળીને,
આ કાજળકાળી રાતોનાં હૃદય પળપળ ઉજાળીને;
કોઈની આંખના એકાદ–બે અશ્રુઓ ખાળીને,
મનાવીએ આ વર્ષે એ રીતે, ચાલો, દિવાળીને !
– વિવેક મનહર ટેલર
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID :
saurabhshvin@ybl
hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો











