“જીવનમાં અનુકૂળ પરિસ્થિતિઓનો ઉપયોગ નહીં થાય તો છેવટે પ્રતિકૂળ પરિસ્થિતિ આવી જશે”: સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, ૨૫ ઑક્ટોબર ૨૦૨૬)

સ્વામી શરણાનંદજી મહારાજને એક વખત પૂછવામાં આવ્યું કે ‘મૂર્તિ પૂજા ક્યાં સુધી કરવી જોઈએ?’

જવાબમાં એમણે કહ્યું : ‘કોઈ પણ આસ્તિક ભક્ત મૂર્તિની પૂજા નથી કરતો પણ મૂર્તિમાં રહેલા પોતાના ઈષ્ટ દેવની પૂજા કરતો હોય છે. માટે જ્યાં સુધી એના મનમાં આવો ભાવ રહે ત્યાં સુધી એણે પોતાના ઈષ્ટદેવની આ રીતે પૂજા કરતાં રહેવું જોઈએ.’

આ વાતને સરળ બનાવવા શરણાનંદજી કહે છે : ‘કોઈ વ્યક્તિ પુસ્તક કે પત્ર વાંચે છે ત્યારે કાગળ કે શાહીને નથી વાંચતો પણ એમાં લખેલા શબ્દો દ્વારા શું ભાવ પ્રગટ થાય છે તે ભાવને મનમાં ઉતારે છે. કાગળ, શાહી કે અક્ષર તો એ ભાવને, એ અર્થને સમજવાના સાધન માત્ર છે. અર્થ તો વાંચવાવાળાની બુદ્ધિમાં પરંપરાથી હાજર જ છે. આમ મૂર્તિની પૂજા નથી થતી, મૂર્તિને પ્રતીક બનાવીને એમાં આરોપાયેલા ભાવની આપણે પૂજા કરીએ છીએ.’

વ્યક્તિનો વિકાસ કેવી રીતે થાય એ માટે મોટિવેશનલ સ્પીકરોનાં સેમિનારોમાં પૈસા ખર્ચવા ને બદલે માત્ર આટલી જ એક વાત સમજી લેવી જોઈએ—શરણાનંદજી કહે છે કે મહેનત કરો તો વિકાસ થશે, મહેનત કરવાથી જીવનમાં શિસ્ત આવશે, સંયમ આવશે. નવરા બેસી રહેવાથી માત્ર વિલાસિતા વધશે, ભોગ કરવાની ઈચ્છાઓ વધતી રહેશે. જે માણસ પોતાને પ્રાપ્ત થયેલી અનુકૂળ પરિસ્થિતિઓનો ઉપયોગ નથી કરતો કે એનો દુરુપયોગ કરે છે એના જીવનમાં છેવટે પ્રતિકૂળ પરિસ્થિતિ આવી જતી હોય છે. શરણાનંદજીની આ વાત સૌને લાગુ પડે છે, ખાસ કરીને એવી વ્યક્તિઓને જેઓ કુદરતે સર્જેલી અનુકૂળ પરિસ્થિતિઓને ટેકન ફૉર ગ્રાન્ટેડ ગણીને પરિશ્રમ કરવાનું છોડી દેતા હોય છે.

આ મહાન સંત લાલ બત્તી ધરે છે કે પરિસ્થિતિમાં પરિવર્તન અનિવાર્ય છે. આજની અનુકૂળતા આવતીકાલે પ્રતિકૂળતામાં પણ ફેરવાઈ જાય. માટે વ્યક્તિએ તે વખતે નવી પરિસ્થિતિ પ્રમાણે કામ કરવાનું હોય, કામ તો કરવાનું જ હોય, મહેનત તો કરવાની જ હોય.

એક વાત શરણાનંદજી ગાઈબજાવીને કહે છે કે જીવનમાં દોષ હોય એ કંઈ આશ્ચર્યની વાત નથી. એ તો માણસનો સ્વભાવ છે. પણ નિર્દોષ થવાની ઈચ્છા રાખીને એ માટે પુરુષાર્થ કરવાનો હોય.

ઘણી વખત આપણે આપણી ભૂલોને યાદ કરી કરીને સેલ્ફ પિટીમાં સરી પડીએ છીએ. આપણા પોતાના માટે હીનભાવ થઈ જાય છે. ઘણી વખત આપણી નજીકના કે આપણા પ્રિય હોય એવા લોકોના દોષ જોઈને આપણે એમનાથી દૂર જવાના પ્રયત્નો કરતા હોઈએ છીએ. દોષ આપણા હોય કે આપણને ગમતી વ્યક્તિઓના— સ્વીકારી લેવાના.

વીરતાના ગુણ વિશે શરણાનંદજીએ સરસ વિચારો પ્રગટ કર્યા છે. વીરતાની સાથે ગંભીરતા અને ધૈર્યની પણ જરૂર છે. સમજ્યા કર્યા વિના જાણે ત્યાં પોતાની વીરતા દેખાડવા ઘસી જવાનું ન હોય. વિવેકહીન વીરતાને લીધે આપણને લાભને બદલે ભારે નુકસાન થઈ જાય.

સ્વામી શરણાનંદજી મહારાજના વિચારોનો નિચોડ તમને ‘એક મહાત્મા કા પ્રસાદ’ નામના જાણીતા પુસ્તકમાંથી મળશે. ગીતા પ્રેસ, ગોરખપુર દ્વારા પ્રગટ થયું છે. શરણાનંદજીએ 34 વર્ષની વયે દેહ નહોતો છોડ્યો. ઘણું લાંબું અને સ્વસ્થ જીવન જીવ્યા. તેઓ સ્વામી ગોવિંદ દેવ ગિરિજીના ગુરુ નહોતા પણ એમના વિચારોથી ગોવિંદ દેવ ગિરિજી પ્રભાવિત હતા. ગોવિંદ દેવ ગિરિજીના ગુરુ ગુલાબ રાવ મહારાજ હતા જે શરણાનંદજીની જેમ જ પ્રજ્ઞાચક્ષુ હતા અને 34 વર્ષની ટૂંકી આયુએ બ્રહ્મલીન થઈ ગયા હતા. બે મહાન સંતો વિશેની કેટલીક માહિતી એકસાથે સાંભળી એટલે મારી સમજફેર થઈ ગઈ અને લખવામાં ચૂક થઈ ગઈ.

‘અરે પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માગે તો, ન માગે દોડતું આવે’ આ મશહૂર પંક્તિ બાલાશંકર કંથારિયાએ ‘ગુજારે જે શિરે તારે, જગતનો નાથ..’ કવિતામાં લખી છે. યાદગાર છે. શરણાનંદજી કહે છે કે જ્યાં સુધી માણસ કશુંક મેળવવાની ઈચ્છા સતત રાખ્યા કરે છે ત્યાં સુધી તે એને નહીં જ મળે. મેળવવાની ઈચ્છાનું ચિંતન એને એ વસ્તુથી દૂર ને દૂર લઈ જાય છે. અને આને કારણે, ચિંતનને કારણે એવું મન એનું મન કામમાં પરોવાતું નથી. જો એ ચિંતન છોડીને કામમાં મન પરોવી દેશે તો આપોઆપ વખત જતાં એ તમામ ઈચ્છાઓ પૂરી થવાની જ છે. આમ જ્યાં સુધી લોભ છે ત્યાં સુધી નિર્ધનતા છે એ વાત સમજી લેવાની છે. મહત્વ મહેનતનું છે, કામનું છે. હરીફરીને વાત ગીતાના કર્મણ્યે વાધિકારસ્તે પર આવીને ઉભી રહે છે. આ જાણીતા શ્લોકનું અર્થઘટન ઘણાએ ખોટી રીતે કર્યું છે.

જિંદગીમાં કશુંક કરી બતાવવું છે, કંઈક કરીને આગળ વધવાની ઈચ્છા છે તો આ ઈચ્છા શક્તિ કેવી રીતે વધી શકે, એનો કોઈ ઉપાય ખરો?

શરણાનંદજી પાસે એનો ઉકેલ છે : બધી ઈચ્છાઓ એકમાં વિલીન થઈ જાય તો ઈચ્છાશક્તિ બળવાન થઈ જાય.

આ વાતનો સીધોસાદો અર્થ એ કે તમારા મનમાં એક સાથે પંદર સરસ મોટાં કામ કરવાનાં અરમાનો દોડતાં હોય (જે સ્વાભાવિક છે) તો બધી જ જગ્યાએ દોડાદોડી કરીને તમારી શક્તિ વેડફી નાખવાની જરૂર નથી. આમાંની કોઈ એક ઈચ્છા પર, એક અરમાન-સપના પર પૂરેપૂરું જોર લગાવીને એને છેક સુધી પર્શ્યુ કરો, પૂર્ણ કરો. પછી બીજી ઈચ્છા પૂરી કરવા માટેની તૈયારી કરો.

એકસાથે બધી જગ્યાએ પહોંચી જવામાં બાવાના બધાંય બગડવાનાં છે. આપણે આપણી અસલામતીને કારણે, અમુક કામમાં નિષ્ફળ જઈશું તો તમુકમાં સફળતા મળી જશે એવું વિચારીને બધાંય કામની જવાબદારી એક સાથે ઉપાડીએ છીએ. વડીલો કહી ગયા કે નેવર પુટ ઑલ યૉર એગ્સ ઇન વન બાસ્કેટ. એટલે આપણે દરેક ઈંડું એક એક અલગ અલગ ટોપલીમાં મૂકી દીધું અને બધાને સેવવા માટે મંડી પડ્યા.

વાસ્તવમાં આ અંગ્રેજી કહેવતનો સાર એ કે બધાં કામ એક સાથે નહીં કરવાના, બધાં સપનાં એક સાથે નહીં સેવાના.

તમારી પાસે એક જ ધ્યેય હોય, અર્જુનને પંખીની માત્ર એક જ આંખ દેખાતી હોય ત્યારે જ એ નિશાન બરાબર વીંધી શકે.

શરણાનંદજી મહારાજ પાસે બેસીને ધર્મ-અધ્યાત્મ અને સંસારની અટપટી સમજણો પામવા માટે ધીરજથી એમને વાંચવા જોઈએ. એમના વિશાળ વિચાર સાગરમાંથી આ તો માત્ર એક આચમની હતી.

પાન બનારસવાલા

દુનિયાની જૂઠી વાણી વિશે
જો દુઃખ ભાસે છે
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે.
કચેરી માંહી કાજીનો નથી તું સાવ કોડીનો
જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે.

બાલાશંકર કંથારિયા

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID :
saurabhshvin@ybl
hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here