ઉન્હોંને મુઝે ચુનાવ મેં હરાને કે લિયે ષડ્યંત્ર કિયા

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

1957માં કૌવાપુરથી બલરામપુર થઈને દિલ્હીના સંસદભવનની યાત્રાની વાત એક દિવસ માટે મુલતવી રાખીને આગળ વધીએ.

અટલ બિહારી વાજપેયી 1957માં પ્રથમ વખત લોકસભામાં પ્રવેશ્યા, પણ 1962ના જનરલ ઈલેક્શનમાં તેઓ હારી ગયા. આ હાર પાછળનું કારણ શું? લેફ્ટિસ્ટો, સામ્યવાદીઓ જેમને નેહરુના આશીર્વાદ હતા. આ વાત ખુદ વાજપેયીએ કહી છે. સામ્યવાદીઓ અને કૉંગ્રેસીઓની સાઠગાંઠ જૂની છે. ભારતની હિન્દુ પરંપરાના કોઈ પણ દૃઢ સેવકને છિન્નભિન્ન કરી નાખવા આ લોકો હંમેશાં લાગ જોતા હોય છે.

વાજપેયીએ લખ્યું છે: ‘મને એ વાતનો હંમેશાં અફસોસ રહેવાનો કે હું ત્રીજી લોકસભાનો સભ્ય ન બની શક્યો. 1962થી 1967 સુધીનો કાળખંડ સ્વતંત્ર ભારતના જીવનમાં ખૂબ મહત્ત્વનો હતો. આ ગાળામાં દેશે બે યુદ્ધ જોયાં. બે વડા પ્રધાન આપણી વચ્ચે રહ્યા. ચીનના આક્રમણે નેહરુજીને ચૂરચૂર કરી નાખ્યા. ચીનના વિશ્ર્વાસઘાતે એમને હચમચાવી નાખ્યા હતા. એ પછી તેઓ ફરી ક્યારેય પોતાના મૂળ લાઈવલી વ્યક્તિવને પાછું મેળવી શકયા નહીં. એમને જોઈને લાગતું હતું કે, જાણે એમનું ભીતર સાવ કાળુંધબ્બ અને સૂનમૂન થઈ ગયું છે. લાલ બહાદુર શાસ્ત્રી હાર્ટ અટેકને કારણે ગુજરી ગયા. એમને હૃદયરોગ તો હતો જ પણ જે પરિસ્થિતિમાં એમનું નિધન થયું એમાં એવી આશંકા જરૂર જન્મે કે એમના પર તાશ્કંદની સંધિ પર સહી કરવા માટે દબાણ લાવવામાં આવ્યું અને એમનું હૃદય ‘આ દબાણને સહન કરી શક્યું નહીં.’

વાજપેયી જણાવે છે કે ત્રીજી લોકસભામાં કૉંગ્રેસની બહુમતી જરાક ઘટી હતી. 371માંથી એમના 361 સંસદ સભ્યો થઈ ગયા હતા. કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યોમાં બેનો ઉમેરો થયો અને ભારતીય જન સંઘે ઘણી મોટી પ્રગતિ કરી – 4માંથી 14 સંસદસભ્યો થયા. આમ છતાં વાજપેયી હાર્યા હતા. શું કામ? એમના જ શબ્દોમાં.

‘તીસરી લોક સભા મેં મેરી હાર સર્વથા અપ્રત્યાશિત (અનએક્સપેક્ટેડ)થી. મૈંને અપને ચુનાવક્ષેત્ર કી પાંચ સાલ તક અચ્છી દેખભાલ કી થી. સંસદ મેં, સંસદ કે બાહર, મૈંને બલરામપુર કા પ્રભાવશાલી પ્રતિનિધિત્વ કિયા થા. પ્રતિપક્ષ કે સદ્સ્ય કે નાતે મૈંને સરકાર કો અપની કડી આલોચના કા નિશાના બનાયા થા. ભારતીય જન સંઘ કે પ્રવક્તા કે રૂપ મેં પાર્ટી કો પુષ્ટ કિયા થા ઔર પૃથક પહચાન બનાને મેં સફલતા પાયી થી. પાર્ટી કે બઢતે હુએ પ્રભાવ સે વિરોધી પરેશાન થે. ઉન્હોંને મુઝે ચુનાવ મેં હરાને કે લિયે ષડ્યંત્ર કિયા. સાંપ્રદાયિકતા વિરોધી સમિતિ કી અધ્યક્ષા કો હરિયાણા સે હટાકર મેરે વિરુદ્ધ બલરામપુર મેં લડાને કા ફૈંસલા કિયા. ઉન્હેં સભી વામમાર્ગીઓં કા સમર્થન પ્રાપ્ત થા. ઉનકા યહ ભી દાવા થા કી ઉન્હેં નેહરુજી કા આશીર્વાદ પ્રાપ્ત હૈ.’

મતદારક્ષેત્રમાં પહોંચીને તરત જ વિરોધીઓએ ભારતીય જન સંઘ અને વિશેષ કરીને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કરી દીધું. એ લોકોના બેબુનિયાદ આક્ષેપોની જનતા પર અસર પડી એવું નહોતું, પણ કૉંગ્રેસીઓને લડવા માટે એક મુદ્દો મળી ગયો. એ લોકો ખૂબ આક્રમક બની ગયા. એમની પાસે સાધન-સગવડોની કોઈ કમી નહોતી. જિલ્લા અને સ્થાનિક અધિકારીઓને દબડાવીને, દિલ્હી સુધી પહોંચ છે એવો ડર દેખાડીને ચૂંટણી પર અસર પડે એવી સામદામદંડભેદની નીતિરીતિઓ વાપરવામાં આવી. મતદાનક્ષેત્રમાં કોમી તનાવ પેદા કરવાનો પણ પ્રયત્ન થયો. મતદાનના દિવસે બલરામપુર નગરમાં છુરી હુલાવવાની ઘટના દ્વારા જન સંઘના મતદાતાઓને ડરાવી દેવામાં આવ્યા. આ મતદારો સવારથી જ મતદાન કેન્દ્રોમાં લાઈન લગાવીને ઊભા રહી ગયા હતા. એમાં સ્ત્રીઓ પણ ઘણી હતી. એ સૌને ડરાવી-ધમકાવીને ઘરે પાછા મોકલી દેવાના પ્રયત્નો થયા. કેટલાક વિસ્તારોમાં મતદાન રોકવું પડ્યું, જ્યાં મતદાતાઓ ઘરે પાછા જતા રહ્યા હતા એમાંથી મોટા ભાગના ફરી પાછા દેખાયા જ નહીં. આમ છતાં, વાજપેયી લખે છે: “ફિર ભી મુઝે વિજય કી આશા થી કારણ મુઝે વ્યાપક જનસમર્થન પ્રાપ્ત થા.

આમ છતાં વાજપેયી માત્ર બે હજાર મતથી આ ચૂંટણી હારી ગયા. એનું કારણ શું? એક તો, કૉંગ્રેસે વાજપેયીને હરાવવા બલરામપુરમાં નેહરુની જાહેરસભા કરવી પડી, પણ બીજું કારણ એટલું પ્રગટ નહોતું. કૉંગ્રેસનું કાવતરું હતું. તેની વિગતો સોમવારે.

વાજપેયી, અડવાણી કે એમના વારસદારો સમા મોદી – અમિત શાહે કૉંગ્રેસ તથા વામપંથીઓનાં કાવતરાઓનો પહેલેથી જ સામનો કરવો પડ્યો છે. હિન્દુત્વના દુશ્મનો હિન્દુસ્તાનમાં પહેલેથી જ રહ્યા છે. વાજપેયીએ રાજકારણમાં ઝંપલાવ્યું ત્યારથી આ તત્ત્વો એમને હટાવવા જીજાનથી પ્રયત્નો કરતા રહ્યા, પણ તેઓ આવા ઝંઝાવાતો સામે અટલ રહ્યા જેનું ફળ આજે આપણે ચાખી રહ્યા છીએ, અન્યથા આ દેશને પેલા લોકો ક્યારના હડપ કરી ચૂક્યા હોત.

આજનો વિચાર

છોટે મન સે
કોઈ બડા નહીં હોતા,
ટૂટે મન સે
કોઈ ખડા નહીં હોતા.

અટલ બિહારી વાજપેયી

( મુંબઇ સમાચાર : શનિવાર, 18 ઓગસ્ટ 2018)

10 COMMENTS

  1. રાજકારણ મા દગાબાજી સાવ સામાન્ય જ છે, પરંતુ આ દંભી બિનસાંપ્રદાયિકો પર તેમના જ હથિયારનો ઉપયોગ થાય છે ત્યારે રાડારોળ કરી ને પ્રજાને અને દુનિયા ને ભ્રમિત કરેછે…

  2. Saurabh Sir..pls continue this series on Shri Atalji as we want to know many more such facts and unethical practices performed by opposition in Indian politics ????

  3. ગુરૂ(અટલજી)ના 1962ના કોંગ્રેસ અને ડાબેરીઓની મિલીભગત અને કાવતરાથી મળેલી ચૂંટણીની હાર અને અપમાનનો ગીન ગીન કે બદલો એમના શિષ્ય(મોદીજી) અત્યારે લાઇ રહ્યા છે.

  4. સાહેબ શ્રી, સ્વ. અટલજી મહાત્મા ગાંધીજી વિશે શું માનતા હતા? તે વિશે બની શકે તો જણાવવા વિનંતી છે.

  5. સરસ સૌરભ ભાઈ. વામપંથી, કોંગ્રેસ ને અન્યો ની નીજ સ્વાર્થ માટે કરેલી ભૂતકાળ ની ભૂંડાઈ ના પૂર્ણ ચિટ્ઠા ખોલશો તો દેશસેવા થશે. આભાર.

  6. ભારતીય સંસ્કૃતિના વિરોધીઓના વિરોધની જબરદસ્ત કહાણી, વાંચો !!

  7. Vakai me badhiya lekh …… nayi jankari ….mere liye…….sahi me mast
    Atalji …legend hai or rahenge

  8. ..સૌરભભાઈ, કેટલી સાચી વાત કહી ! હિંદુત્વ ,કે મૂળ/ સનાતની ભારતીય સંસ્કૃતિના વિરોધી, (મારી ભાષામાં ) અંગ્રેજ-મુસ્લિમ નહેરુ અને, સામ્યવાદીઓ જનસંઘ જેવી રાષ્ટ્રવાદી સંસ્થાને કચડી નાંખવા શું શું ન કરે !! ગાંધીજીના મહાન વ્યક્તિત્વનો માત્ર ને માત્ર કોંગ્રેસની છબી ઊભારવા જેટલો પ્રયત્ન કર્યો છે, તેનાથી દશમાં ભાગનો ય એમના સિધ્ધાંતોને પબ્લિકના લાભ માટે કર્યો હોત તો ય હિંદુસ્તાન ની આજે આ દશા ના હોત !!
    ખેર, દીનદયાળ ઉપાધ્યાય, મુખર્જી સાહેબ, બાજપાયીજી અને અગણિત પાયાના કાર્યકરોના બલિદાન વિના આજનું ભાજપ અને ભારત બંનેવ શક્ય જ ન હોત !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here