વિરોધીઓ કરતાં સમર્થકોને સાથે લઈને ચાલવું વધારે અઘરું છે: સૌરભ શાહ

( લાઉડમાઉથ : ‘ સંદેશ ‘, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 )

લીડરશિપ વિશે માંડેલી વાત આગળ વધારીએ. તમારા વિરોધીઓના ચાર પ્રકાર હોય છે. પહેલા પ્રકારના વિરોધીઓ સમજુ હોય છે. તમારો પોઈન્ટ ઑફ વ્યૂ જો તમે ધીરજપૂર્વક, લૉજિકલી સમજાવો તો તેઓ ઉદાર દિલે પોતાના મતમાં રહેલી ખામીઓ સ્વીકારીને તમારા વિરોધી મટી જતા હોય છે.

બીજા પ્રકારના વિરોધીઓ તમારી પાસેથી કશુંક મેળવવા માટે તમારો વિરોધ કરતા હોય છે. કાં તો તેઓ તમારા રેક્‌ગ્નિશનના ભૂખ્યા હોય, કાં તમારી પાસેથી પ્રશંસા મેળવવા માગતા હોય અને કેટલાકને તમારી પાસેથી કોઈ મટીરિયલ ચીજવસ્તુ કે ફેવર જોઈતી હોય. એમને જે જોઈતું હોય તે તમે આપી દો એટલે તેઓ તમારા વિરોધી મટી જાય.

ત્રીજા પ્રકારના વિરોધી તમારો વિરોધ કરીને, પોતાને જે જોઈતું હોય તે મળી ગયા પછી તમારી સાથે ભળી જાય, પણ અંદરથી એમની ભાંગફોડિયા વૃત્તિ મટી ન ગઈ હોય. તમારામાં ભળીને તેઓ તમારું વધુ નુકસાન કરવાને સક્ષમ બની જતા હોય છે.

ચોથા પ્રકારના વિરોધીઓને તમે ન તો સમજાવી શકો છો, ન ઉદાર રહીને તમારામાં ભેળવી શકો છે. એમનું સમગ્ર વજૂદ તમારો વિરોધ કરવાથી ઊભું થયેલું હોય છે. એમને ખબર હોય છે કે જે ઘડીએ તેઓ તમારો વિરોધ કરવાનું બંધ કરી દેશે તે જ ઘડીએ એમનું અસ્તિત્વ મટી જશે, કોઈ એમનો ભાવ નહીં પૂછે.

મહાન બનવા માટે સૌને સાથે રાખવાનો મતલબ એ નથી કે બધાને તમારે ચોવીસે કલાક ખુશ રાખવા, કોઈને નારાજ નહીં કરવા.

સૌને સાથે લઈને ચાલતી વખતે આ ચારેય પ્રકારના વિરોધીઓ સાથે તમારે પનારો પાડવાનો હોય છે. સામે ચાલીને કોઈને સળી ન કરીએ તે સારી વાત છે. કોઈનું મન ન દુભાય તે માટે એની સાથેના મતભેદોને ત્રીજી વ્યક્તિની હાજરીમાં ડિસ્કસ ન કરીએ કે જાહેરમાં એની ચર્ચા ન કરીએ તે પણ સારી વાત છે. જેમની સાથે મતભેદ હોય એમની સાથે પણ અમુક વિચારોમાં તો સામ્યતા હોવાની અને એ સામ્યતા એટલે આપણો કૉમન મિનિમમ પ્રોગ્રામ. દાખલા તરીકે તમને કોઈની સેક્યુલર વિચારસરણી સાથે અણબનાવ હોય, તો હોય પણ તમારા બંનેના ખાવાના શોખ એકસરખા હોય કે તમે બેઉ ચાર્લ્સ ડિકન્સની નવલકથાઓના પ્રેમી હો તો તમારે બંનેએ તમારા આ કૉમન મિનિમમ પ્રોગ્રામ પૂરતો એકબીજા સાથે નાતો રાખવાનો.

આપણને નાનપણથી જ ખોટા સંસ્કાર મળ્યા હોય છે. માબાપ કહેતા હોય છે કે બધાને વહાલા લાગીએ એવું વર્તન રાખવાનું. કોઈએ કહ્યું નથી, શીખવાડ્યું નથી કે બીજાઓ સાથેના મતભેદોને તમારે કેવી રીતે ડીલ કરવા. તમારા સ્કૂલના મિત્રો, અડોશપડોશના મિત્રો, શિક્ષકો-વડીલો-સગાંઓ, કૉલેજ-ઑફિસ-બિલ્ડિંગના મિત્રો વગેરે અનેક લોકો સાથે મતભેદો સર્જાય કે અત્યાર સુધી સુષુપ્ત રહેલા મતભેદો કોઈ મુદ્દે પ્રગટ થાય ત્યારે તમારે તમારી જાતને કે બીજાઓને છેતર્યા વિના પ્રામાણિકપણે કેવી રીતે એ વિરોધીઓ સાથે વર્તવું એવું આપણને શિખવાડવામાં નથી આવ્યું. એટલે જ આપણે અનેક મહાન વ્યક્તિઓના જીવનમાં ડોકિયું કરીને શીખવું પડે છે કે તેઓ કેવી રીતે પોતાના વિરોધીઓ સાથે ડીલ કરે છે, કેવી રીતે સૌને સાથે લઈને ચાલે છે.

એક સ્પષ્ટતા કરી લઈએ. મહાન બનવા માટે સૌને સાથે રાખવાનો મતલબ એ નથી કે બધાને તમારે ચોવીસે કલાક ખુશ રાખવા, કોઈને નારાજ નહીં કરવા. તમારી મક્કમતા ગુમાવ્યા વિના તમારે આગળ વધવાનું છે. મહાન બનવા માટે મક્કમતા અનિવાર્ય છે અને મક્કમતાને કારણે તમે કેટલાક વર્ગને ન ગમો એ સ્વાભાવિક છે. એ વિરોધી વર્ગને સમજાવવાની કોશિશ કર્યા પછી પણ જો તેઓ ન સમજે તો એમની સાથે ડીલ કરવાનું કામ તમારે તમારા સપોર્ટર્સને સોંપી દેવું જોઈએ. તમારે એ વિરોધીઓ પાછળ ઝાઝો સમય બગાડવાની જરૂર નથી.

અને યાદ રાખવું કે સૌને સાથે લઈને ચાલવાથી જ કંઈ મહાન બની જવાતું નથી. પાયામાં આવડત જોઈએ – ટોચની આવડત અને આવડત ઉપરાંત મહેનત જોઈએ – પરસેવાનું છેલ્લું ટીપું નીચોવીને થયેલી મહેનત. આ બંનેની સાથે નાનામોટા મરીમસાલા, કોપરુંકોથમીર જેવા ગુણો હોય અને પછી એમાં સૌને સાથે લઈને ચાલવાની કળા ઉમેરાય છે ત્યારે વ્યક્તિ મહાન બને છે.

અને આ બધુ સમજવું કે લખવું જેટલું સહેલું છે એટલું જ અઘરું જીવનમાં એનું અમલીકરણ છે.

વિરોધીઓને સાથે લઈને ચાલવા કરતાં પણ વધારે કપરું, વધારે અઘરું કામ છે સમર્થકોને સાથે લઈને ચાલવાનું.

એક તો, જેઓ તમારી સાથે છે એમને પ્રગટ-અપ્રગટપણે અપેક્ષા હોવાની કે તમે એમના જીવનમાં ઉપયોગી બનશો, એમનું કોઈ નાનું મોટું કામ કરતા રહેશો, એમની નાની મોટી સમસ્યાઓ વખતે એમની પડખે રહેશો.

દર વખતે આવી ફેવર કરવી શક્ય નથી હોતી. ક્યારેક જરૂરી પણ નથી હોતી, કારણ કે કેટલીક વખત તેઓ પોતાની હેસિયત કરતાં ઘણી વધારે અપેક્ષા રાખીને બેઠા હોય છે. આવા સમયે તેઓ નારાજ ન થાય, તમારા સમર્થક મટીને સામેના પાલામાં જતા ન રહે એ માટે જરૂરી છે કે તમે આવી નાજુક પરિસ્થિતિને ડિપ્લોમેટિક્લી હૅન્ડલ કરો. સાપ મરે અને લાઠી પણ ન તૂટે એવી નીતિ અપનાવો પણ એવી રીતે જેમાં ક્યાંય જુઠ્ઠાણું ન હોય, ઈન્સિન્સિયરિટી ન હોય.

બીજું, સમર્થકોને સાથે રાખવા માટે એમના મતનો આદર કરવો પણ જરૂરી બને. ક્યારેક એવું બને કે તમે તમારા સમર્થકોના મતાગ્રહથી દોરવાઈ જાઓ અને જવું હતું જપાન, પહોંચી ગયા ચીન જેવો ઘાટ ઘડાય. સમર્થકોના આગ્રહને કે એમના વિચારોને આદર આપવાનો મતલબ એ નથી કે તમે તમારો મત છોડી દો. મહાન બનવું હશે તો અગેન્સ્ટ ઑલ ઑડ્સ તમારે તમારા વિચારોમાં, તમારા મતમાં, તમારા લક્ષ્ય માટે, ધ્યેય માટે મક્કમ રહેવું જ પડશે. ક્યારેક આવા સંજોગોમાં તમને આશંકા થાય કે તમે એકલા પડી જશો, તમારા તમામ સમર્થક તમને છોડીને જતા રહેશે. આવી પરિસ્થિતિમાંથી જે રસ્તો કાઢી શકે તે જ છેવટે મહાનતાના શિખર સુધી પહોંચી શકે.

ત્રીજું, સમર્થકોને પણ સેફ ડિસ્ટન્સ પર રાખવા જરૂરી હોય છે. સત્તાનો સ્વાદ અર્થાત્ તમારી લોકપ્રિયતા, તમારી પહોંચ, તમારી પાસેના સાધનો વગેરેનો સ્વાદ ચાખી ચૂકેલા તમારા સમર્થકોમાંથી કોઈક કઈ ઘડીએ ગદ્દાર બનીને તમને જ ઉથલાવી પાડીને, તમારું સ્થાન આંચકી લેવાની કોશિશ કરે એ કંઈ કહેવાય નહીં. આરબના તંબૂમાં પેઠેલા ઊંટ જેવી હાલત સર્જાઈ શકે. ધરમ કરતાં ધાડ પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે.

અને અહીં આપણે માત્ર પોલિટિક્સની જ વાત નથી કરતા. કોઈ પણ ક્ષેત્રમાં મહાન બનવું હોય તો એ દરેકની ઘણી જરૂરિયાતો એકસરખી હોય છે. તમારું ક્ષેત્ર કોઈપણ હોય. તમે ક્રિયેટિવ ફિલ્ડમાં હો, બિઝનેસમાં હો, વિજ્ઞાન કે ટેક્નોલોજીના ક્ષેત્રમાં હો તો પણ તમારે જો મહાન બનવું હોય તો તમારામાં આવડત, મહેનત તથા સૌની સાથે લઈને ચાલવાની કળા – આ ત્રિવેણી સંગમ તો હોવો જ જોઈએ. એના વિના ન તમે રાજા રવિ વર્મા જેવા ચિત્રકાર બની શકો કે ન પંડિત રવિશંકર જેવા સંગીતકાર બની શકો, ન પ્રેમચંદ કે શરદચંદ્ર કે પન્નાલાલ પટેલ જેવા નવલકથાકાર બની શકો કે ન સચિન તેન્ડુલકર બની શકો.

મહાન માણસોની લેખ શ્રેણી પૂરી કરતાં પહેલાં એક વાત સમજી લઈએ કે રાજ કપૂર જેવી મૂછ રાખવાથી કે વિરાટ કોહલી જેવી દાઢી રાખી લેવાથી કોઈ સારો એક્ટક કે ક્રિકેટર બની શકવાનું નથી. મોદી જેવો અડધી બાંયવાળો ઝભ્ભો કે જાકિટ પહેરનારાઓ મોદી બની જવાના નથી. બાહ્ય દેખાડાઓથી નહીં પણ આપણી પ્રેરણામૂર્તિઓમાં રહેલી આંતરિક શક્તિઓને આપણામાં કેળવીને આપણે મહાન બનવા તરફના રસ્તે એક ડગલું આગળ વધી શકીએ છીએ. જીવનની દરેકે દરેક ક્ષણે આવી રીતે એક એક ડગલું ભરીને ચાલતાં રહીએ, મહાન વ્યક્તિમાં રહેલાં ત્રણ લક્ષણો – એમની ત્રણે ત્રણ ખાસિયતોને આપણા સંદર્ભમાં અપનાવીને, એ ત્રણેય ગુણોની ધારને સતત તેજ કરતાં રહીને ચાલતાં રહીએ, ટ્વેન્ટી ફોર બાય સેવન અને ત્રણસોએ પાંસઠ દિવસ તો આજે નહીં તો કાલે, આ વર્ષે નહીં તો આવતા વર્ષે, આ દાયકામાં નહીં તો એક દાયકા, બે દાયકા, ત્રણ દાયકા કે ચાર દાયકા પછી આપણે પણ જરૂર સફળતાની રેખાને ઓળંગીને મહાનતાના શિખર પર બિરાજી શકીએ છીએ. યાદ એટલું રાખવાનું કે હાર્યા વિના, થાક્યા વિના, કંટાળ્યા વિના કે હતોત્સાહ થયા વિના આ ત્રણેય ઈન્ગ્રેડિયન્ટ્સને એની શ્રેષ્ઠત્તમ ક્વૉલિટી સુધી લઈ જવાના ખંતમાં આટલી સરખીય કચાશ ન હોય: 1. જે ક્ષેત્રમાં કામ કરીએ છીએ તે ક્ષેત્રને લગતી આવડત કે ટેલન્ટ. 2. આ ટેલન્ટનો પૂરેપૂરો ઉપયોગ થાય એવી અથાક મહેનત અને 3. સૌને સાથે લઈને ચાલવાની કળા.

આવતા બુધવારે લીડરશિપના એક પાયાના ગુણ વિશે વાત કરીને આ વિષય પૂરો કરીએ.

સાયલન્સ પ્લીઝ!

મહાન બનવા માગતા હો તો સૌથી પહેલાં એ વિચારો કે તમે ખૂબ લાંબું જીવન જીવવાના છો.

— અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

2 COMMENTS

 1. Saurabh bhai m big fan of your articles when you used to write in Janmabhoomi
  Your article strong n fresh perspective of Namo govt who has done tremendous work
  Thank you so much Saurabh bhai
  M with you want to contribute as well

  • Some correction is required. I didn’t write for Janmabhomi. You may be reminded of my writings in Mumbai Samachar/Samantar/Samkaleen/Midday.
   Never ever wrote any column for Janmabhoomi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here