તમારા આઈડિયાઝ પર બીજાઓ ચરી ખાતા હોય ત્યારે : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: શુક્રવાર, ૧૧ ડિસેમ્બર ૨૦૨૦)

વર્ષોની મહેનત પછી, અનુભવોની પૂંજી એકઠી કરીને કોઈ પ્રતિભાશાળી ચિત્રકાર, સંગીતકાર, વૈજ્ઞાનિક કે વિચારક કશુંક નવું સર્જે છે અને તરત જ એના ક્ષેત્રના લોકો એની નકલ કરીને નામદામ કમાઈ લેવાની લાલચે એના સર્જનને પોતાના નામે ચડાવી દેવાની હોડમાં ઊતરે છે.

બિઝનેસ કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પેટન્ટ અને રજિસ્ટ્રેશન જેવી કાયદાકીય જોગવાઈઓ છે જેમ હવે તો સર્જનક્ષેત્રે ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ પણ છે. પરંતુ જેઓએ બદમાશી કરવી જ છે, બીજાના આઈડિયાઝ પર ચરી ખાવાની જેમની દાનત છે એમને કાયદામાં છીંડાં શોધતાં પણ આવડે છે. અને આમેય કેટલીય બાબતોમાં ક્રિયેટિવ લોકો કાયદાની ભાંજગડમાં ઊતરીને પોતાના હક્ક જતાવવાને બદલે જતું કરીને નવું સર્જન કરવામાં લાગી જતા હોય છે: તેં મારી પેન્સિલની ડિઝાઈનની નકલ કરી? ભલે. કોર્ટકચેરીના ધક્કાફેરામાં મારો સમય અને મારી શક્તિ વેડફવાને બદલે હું નવી ડિઝાઈન બનાવીશ અને તે વખતે હું ધ્યાન રાખીશ કે તારા જેવા લોકો મારા સર્જનનો ટ્રેડમાર્ક છીનવી ના લે.

જેન્યુઈન ટેલન્ટની સાથોસાથ મિડિયોક્રિટીની ભરમાર દરેક જમાનામાં રહેવાની. ટેલન્ટેડ, ઓરિજિનલ થિન્કિંગ કરનારા અને નવું મૌલિક સર્જન કરનારાઓએ ફ્રસ્ટ્રેટ થવાની જરૂર નથી. સ્વામી વિવેકાનંદ આજે સૌ વર્ષ પછી પણ રિલેવન્ટ છે, સૌના માટે આદરણીય છે. એમના જમાનામાં શું આજના સ્વામી અગ્નિવેશ જેવા પબ્લિસિટીપ્રિય તકસાધુઓ નહીં હોય? હશે. સેંકડો હશે. પણ કાળની એક જ થપાટે આ સૌ ભૂંસાઈ જતા હોય છે. રહી જતા હોય છે એક માત્ર એવા લોકો જેમનાં મૂળિયાં ઊંડાં હોય, જેઓ બીજાઓની નકલ કરીને નહીં પણ પોતાના બલબૂતા પર ઉપર આવ્યા હોય. કિશોર કુમાર કે મોહમ્મદ રફી કે મૂકેશની નકલ કરનારા કેટલાય સિંગર્સ આવી ગયા. કેટલાકનાં નામ પણ થયાં. ઑરકેસ્ટ્રાઓ, સંગીત સંધ્યાઓ, ક્લબો વગેરેમાં ગાઈને તેઓએ પૈસા પણ કમાયા. ક્યારેક ફિલ્મમાં પ્લેબેક સિંગિંગનો પણ આમાંથી કેટલાકને ચાન્સ મળી ગયો. પણ આજે એ ડઝનબંધ, કદાચ સેંકડો, મેલ-ફીમેલ સિંગર્સમાંથી કોને યાદ કરીએ છીએ આપણે? કોઈના અવાજમાં તમને ગાતાં આવડી જાય એટલે તમે સિંગર નથી બની જતા. તમારું સ્થાન સો-બસો-પાંચસો-સાતસોની પબ્લિકનું મનોરંજન કરતા સભાગૃહના મંચ સુધી જ સીમિત રહે છે. કિશોર-રફી-મૂકેશની જેમ તમે કરોડો પ્રેમીઓના હૃદયમાં સ્થાન નથી પામી શકવાના.

ચાર્લ્સ ડિકન્સની હયાતિ દરમ્યાન એની નકલ કરીને લખનારા અનેક લેખકો હતા. એવું જ શેક્સપિયરના જમાનામાં હશે અને એવું જ કાલિદાસ, વાલ્મીકિ અને વ્યાસના જમાનામાં હશે. ઉમાશંકર – રમેશ પારેખનો જમાનો તો આપણે જોયો છે. કેટલા બધા કવિઓ આ અને આવા અનેક દિગ્ગજ કવિઓની નકલ કરીને કવિતાઓ લખતા. ‘મરીઝ’, ‘શૂન્ય’, ‘સૈફ’, ‘બેફામ’ કે ‘ઘાયલ’ની સિક્સ્થ ઝેરોક્સ કૉપી જેવી ગઝલો લખનારાઓ આજે ભૂંસાઈ ગયા છે. ઓરિજિનલ્સ હજુ પણ જીવે છે. નકલચીઓએ એક જમાનામાં મુશાયરા ગજવ્યા હશે, એમાંથી પાંચ-પચાસ હજાર રૂપિયા જિંદગી દરમ્યાન કમાયા પણ હશે, અડોશપડોશમાં વટ પણ પાડ્યો હશે, શરાબ-શબાબની ઐય્યાશીઓ પણ એમણે ભોગવી હશે. પણ આજે, થોડાક જ દાયકાઓ પછી એમનું નામ ભૂંસાઈ ગયું છે, એમનું કામ ભૂંસાઈ ગયું છે. જ્યારે ‘મરીઝ’ વગેરે જેવા સ્ટૉલવર્ટ્સનું સર્જન આજની તારીખે પણ અડીખમ ઊભેલું છે અને ‘મીર’ તથા ‘ગાલિબ’ જેમ દોઢસો-બસો વર્ષ પછી પણ જીવે છે એમ ‘મરીઝ’, ‘શૂન્ય’, ‘સૈફ’, ‘બેફામ’ કે ‘ઘાયલ’ અને ઉમાશંકર જોશી-રમેશ પારેખ વગેરે પણ આવતા સૈકાઓ પછીય ગુજરાતીઓના હૈયામાં વસેલા રહેવાના.

દરેક જમાનામાં આ બનતું આવ્યું છે. જેઓ ભૂતકાળની આ નીતિરીતિ સમજી શકતા નથી તેઓ ઘડીભર ફ્રસ્ટ્રેટ થઈ જાય છે અને જે નકલચીઓ હોય તેઓ અમરત્વનો તાજ માથે મૂક્યો હોય એમ મહાલતા થઈ જાય છે. પણ આટલી જો સમજ આવે કે કનૈયાલાલ મુનશીના સમકાલીન નવલકથાકારોમાં બીજા દોઢ ડઝન નામો હતાં, સાહિત્યનો ઈતિહાસ તપાસો, આજે એમાંથી એક પણ નવલકથાકારનું પુસ્તક આજે તમને યાદ નહીં આવે, અરે નવલકથાનું નામ પણ યાદ નહીં આવે. પણ એ જમાનામાં એ બધા મુનશીજીના પ્રતિસ્પર્ધી ગણાતા, પૉપ્યુલર પણ હતા.

અંતે તો આ દુનિયામાં એ જ ટકે છે જે સમયની અગ્નિપરીક્ષામાંથી પસાર થઈને હેમખેમ બહાર નીકળે. આવું ગજું એ જ લોકોનું હોય જેમની પાસે સો ટચનું સોનું હોય.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

5 COMMENTS

  1. I used to read your articles in Mumbai samachar but all of sudden your articles not published in that newspaper so I realized that you are favoring the great NarendrA Modiji that’s why they stopped you but now the Rajiv aacharya who is chatukar but I don’t read him. Thank you very much for your news premi so I am read you again .

  2. It’s true, people try to benefit using other’s fame and talent.
    The greatest irony is, people have even used The Almighty’s fame and name to propagate their dictates as religion.
    K. M. Munshi was great, no doubt. For me, R.V. Desai and Sharadbabu were on higher pedestals.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here