જીદ અને મક્કમતા — મોરારજીભાઈ અને મોદી : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શનિવાર, ૬ જૂન ૨૦૨૦)

(આ લેખ ગુરુ-શુક્ર, 1-2 ડિસેમ્બર 2016ના છપાયો હતો)

આ દેશને જે નખશિખ પ્રામાણિક અને સિદ્ધાંતનિષ્ઠ રાજપુરુષો મળ્યા તેમાં મોરારજી દેસાઈનું નામ પ્રથમ હરોળમાં આવે. જે વખતે મુંબઈ એક રાજ્ય હતું ત્યારે એના મુખ્યમંત્રી મોરારજી દેસાઈ હતા. મુંબઈના ભાગલા કરીને મહારાષ્ટ્ર-ગુજરાત રચવાની પ્રપોઝલના વિરોધરૂપે બેઉ પ્રદેશોમાં આંદોલનો થઈ રહ્યાં હતાં. આ બેઉ પ્રદેશો મુંબઈ શહેરને પોતાના રાજ્યમાં સમાવવા ચાહતા હતા. અત્યારે મુંબઈમાં ફ્લોરા ફાઉન્ટન હુતાત્મા ચોક તરીકે ઓળખાય છે. તે હુતાત્માઓ અથવા શહીદો એટલે આ આંદોલન વખતે થયેલાં તોફાનમાં પોલીસ ગોળીબાર વખતે માર્યા ગયેલા આંદોલનકારીઓ. મોરારજીભાઈએ બેઉ રાજ્યોમાં થઈ રહેલાં હિંસક આંદોલનને રોકવા પોલીસને કડક હાથે કામ લેવાની સૂચના આપી, જેને પરિણામે પોલીસે ગોળીબાર કર્યો અને ગુજરાતમાં અનેક ગુજરાતીઓ તથા મહારાષ્ટ્રમાં અનેક મરાઠીઓ તોફાન કરતાં-કરતાં પોલીસની ગોળીઓનો ભોગ બન્યા.

મોરારજીભાઈને ‘હત્યારા’ કહેવા પાછળ કદાચ મરાઠી નેતાઓનો ગુજરાતીઓ માટેનો જગજૂનો રોષ હોઈ શકે. વીસ વરસ પહેલાં બાંદ્રાના કલાનગર પાસેના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના ફ્લાયઓવરને મોરારજીભાઈને બદલે છેલ્લી ઘડીએ   પ્રબોધનકાર ઠાકરે નામ અપાયું તે વખતે મેં લખેલું કે મોરારજીભાઈ કંઈ એકાદ ફ્લાયઓવરના નામકરણના મોહતાજ નથી, એમના નામે તો એક આખું નગર હોવું જોઈએ, ગાંધીનગરની જેમ દેસાઈનગર હોવું જોઈએ.

મોરારજીભાઈ માત્ર ગુજરાતીઓના નહોતા, માત્ર ગુજરાતના પણ નહોતા, સમગ્ર દેશના હતા. તેઓ વડાપ્રધાન હતા ત્યારે નવી-નવી શરૂ થયેલી મુંબઈ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ સુરત સ્ટેશને ઊભી રહેતી નહોતી. માંડ પાંચ-છ વર્ષ પહેલાં (1972માં) શરૂ થયેલી રાજધાનીને સુરત સ્ટોપેજ મળે એ માટે એક પ્રતિનિધિમંડળ તે વખતે વડાપ્રધાનપદે બિરાજતા મોરારજી દેસાઈને મળ્યું હતું. મોરારજીભાઈને કહેવામાં આવ્યું હશે કે આવું કરવાથી ગુજરાતને, ખાસ કરીને સુરતના લોકોને ઘણો ફાયદો થશે અને એક ગુજરાતી તરીકે એમણે ગુજરાતનું હિત જોવું જોઈએ. મોરારજીભાઈ પોતે સુરતની લોકસભા બેઠક પરથી પાંચ-પાંચ વાર ચૂંટાઈ આવેલા છતાં પોતાના મતદાનક્ષેત્રને રીઝવવાને બદલે એમણે એક્ઝાટકે આ સૂચન નકારતાં કહ્યું હતુઃ “હું કંઈ સુરતનો વડાપ્રધાન થોડો છું?” મીનિંગ કે હું આખા દેશનો વડાપ્રધાન છું. મારે દેશનું હિત જોવાનું હોય, માત્ર મારી કન્સ્ટિટ્યુઅન્સીનું નહીં.

1977ના માર્ચમાં 19 મહિનાની ઇમર્જન્સી બાદ દેશમાં લોકસભાની ચૂંટણી થઈ ત્યારે ઇન્દિરા ગાંધી રાજનારાયણ સામે હારી ગયાં. જનતા પાર્ટીની સરકાર આવી. જનતા પાર્ટીમાં ચાલી રહેલી ઊથલપાથલોના સમાચાર છાપાંમાં હોંશેહોંશે વંચાતા. છેવટે જનતા પાર્ટીના પતનના સમાચાર આવ્યા. મોરારજીભાઈ આ શંભુમેળાને સાચવી શક્યા નહીં. એમના નેતૃત્વ હેઠળનો સંઘ આમેય કાશીએ પહોંચે એમ નહોતો. બેએક વર્ષમાં જ મોરારજીભાઈની સરકાર તૂટી. પછીના થોડાક મહિનાઓમાં તદ્દન ગમાર લોકોએ આ દેશ પર રાજ કર્યું. 1980માં ફરી લોકસભાની ચૂંટણી થઈ. ઇન્દિરા ગાંધી ફરી વડાપ્રધાન બન્યાં. ઇન્દિરાજી હાર્યાં તે જેટલો મોટો આશ્ચર્યજનક બનાવ હતો, એવી જ આઘાતજનક ઘટના ઇન્દિરાજી ફરી વડાપ્રધાન બન્યાં એ હતી. મોરારજી સરકારે ઇન્દિરા ગાંધીને જેલમાં નાખ્યાં એને કારણે પ્રજાને ઇન્દિરાજી માટે સહાનુભૂતિ થઈ અને પ્રજાએ એમને ફરી ચૂંટી કાઢ્યાં એવું તે વખતના રાજકીય સમીક્ષકો લખતા, પણ ઇન્દિરા ગાંધીની જીત પાછળ માત્ર આ એક જ કારણ નહોતું. આ તો એક બહુ નાનું કારણ હતું. જનતા સરકાર અંદરોઅંદર જે રીતે બાખડી, મોરારજીભાઈના નેતૃત્વ હેઠળના નેતાઓએ સ્વાર્થી બનીને જે રીતે ઉઘાડે છોગે સત્તા મેળવવા માટે નગ્ન વર્તન કર્યું તે કારણે પ્રજા છોભીલી પડી ગઈ. લોકોને પોતે છેતરાયા હોય એવું લાગ્યું. ધે ફેલ્ટ બીટ્રેય્ડ. મોરારજીભાઈ પોતાના સાથીઓને કન્ટ્રોલમાં લેવાને બદલે સતના પૂતળા તરીકે પોતાની ઇમેજને સાચવી રાખવામાં પડ્યા રહ્યા, એ માટેનો રોષ નેગેટિવ વોટરૂપે મતદાતાઓને ફરી ઇન્દિરા ગાંધી પાસે લઈ ગયો. ઇન્દિરાજીના કમબેકનું આ ઘણું મોટું કારણ હતું.

મોરારજીભાઈનું ચારિત્ર્ય સ્વચ્છ, જાહેરજીવનમાં તેમ જ પર્સનલ લાઈફમાં  સિદ્ધાંતનિષ્ઠા માટેના એમના આગ્રહો, ખુલ્લી કિતાબ જેવું એમનું જીવન, એમની મક્કમતા, બુદ્ધિપ્રતિભા – આ બધું જ મોદી વડાપ્રધાન નહોતા ત્યારથી મોદીમાં છે. સી.એમ. તરીકેની કે પી.એમ. તરીકેની એમની સફળતામાં આ બધા જ ગુણો એમને કામ લાગ્યા છે. મોરારજીભાઈ વહીવટમાં નિષ્ણાત હતા. સરકારી અમલદારો સાથે કેવી રીતે કામ લેવું તેનો એમને અનુભવ હતો. મુંબઈના મુખ્યમંત્રી બનતાં પહેલાં તેઓ પોતે એક સરકારી અમલદાર હતા. નરેન્દ્રભાઈ પણ કુશળ વહીવટકર્તા છે.

આમ છતાં એક ગુણ એવો છે જે ગેમ ચેન્જર બનીને નરેન્દ્રભાઈને મુઠ્ઠી ઊંચેરા બનાવે છે.

મક્કમતા અને જીદ વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે. વિશાલ ભારદ્વાજની ‘ઓમકારા’ના ઓપનિંગ ડાયલોગના અંદાજમાં કહીએ તો એક ધાગાભરનો તફાવત હોય છે. ધાગાની આ તરફ મક્કમતા અને ધાગાની ઓ તરફ જીદ. અને ધાગો ખેંચી લો તો પારખવાનું મુશ્કેલ બની જાય કે કોણ મક્કમ છે અને કોણ જિદ્દી છે.

મોદી અને મોરારજીભાઈને જુદા પાડનારો જો કોઈ સૌથી મોટો ગુણ હોય તો તે છે મોરારજીભાઈની જીદ અને મોદીની મક્કમતા.

દ્રઢતા તો આ બેઉ રાજપુરુષોમાં ઠાંસોઠાંસ જોવા મળે. ગમે એટલી લાલચ વચ્ચે પણ નિઃસ્પૃહ રહી જાણે, પણ સમ હાઉ ઓર ધ અધર તમને લાગ્યા કરે કે મોરારજીભાઈમાં પોતે પ્રામાણિક હોવાનો, સત્વશીલ હોવાનો એક અહંકાર હતો. નીતિમત્તાની બાબતમાં પોતે ‘હોલિયર ધેન ધાઉ’ છે એવી એમની એટિટ્યૂડ રહેતી. જ્યારે મોદીએ આ જ બધા સદગુણો પોતાનામાં હોવા છતાં ક્યારેય આ સદગુણોનો દેખાડો કરીને બીજાઓને નીચા નથી ચીતર્યા.

અને આ જ કારણોસર મોદી એકદમ ગ્રાઉન્ડેડ છે. એમને ખબર છે કે યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિરનો રથ પણ જમીનથી દોઢ વેંત અધ્ધર ચાલતો હોવા છતાં કોઈ કાચી પળે એ જમીનને ટચ થઈ ગયો હતો, તો એની સરખામણીએ પોતાની બખ્તરબંધ બી.એમ.ડબલ્યુની તો શું વિસાત. મોદી ક્યારેય જમીનથી અધ્ધર રહીને ચાલ્યા નથી, ન પોતે, ન એમનો રથ. આનું પરિણામ એ આવ્યું કે મોદી મક્કમ રહેવા છતાં જિદ્દી ન બન્યા.

ગઈ કાલે એ રાજ્યસભામાં આવ્યા. બે દિવસ પહેલાં લોકસભામાં હાજરી આપી. પંદર દિવસથી વિપક્ષો ગળું ફાડીફાડીને ચિલ્લાતા રહ્યા કે પ્રધાનમંત્રી કેમ સંસદમાં દેખાતા નથી? મોદીજીએ પોતાની જીદ પડતી મૂકીને કહ્યુઃ “લો, મૈં આ ગયા…” અને વિપક્ષો વૉકઆઉટ કરી ગયા! બંનેમાંથી એકેય સદનના વિરોધી સંસદસભ્યોએ ન તો મોદી સમક્ષ ચર્ચાના કોઈ મુદ્દા ઉઠાવ્યા, ન કોઈ મુદ્દા સાંભળ્યા. મોદીએ ધાર્યું તો પોતે જિદ કરીને સંસદથી દૂર રહી શક્યા હોત. સંસદમાં છે —અરુણ જેટલી અને વૈંકયા નાયડુ, એમની કોઈ જરૂર નહોતી. રાહુલ ગાંધીએ બજારમાં મને ટોણો માર્યો એટલે શું મારે સંસદમાં પહોંચી જવાનું? હું નહીં જઉં. મેં નક્કી કર્યું છે કે હું નહીં જઉં- આવી જીદ રાખી શક્યા હોત.

મોરારજીભાઈએ જો નક્કી કર્યું હોત ન જવાનું તો તેઓ ધરાર ન ગયા હોત. મોદી ગયા. મોદીને જીદ છોડતાં આવડે છે. બીજી રીતે કહો તો એમને ક્યાં મક્કમ રહેવું અને ક્યાં ફ્લેક્સિબલ થવું તે ખબર છે. ફ્લેક્સિબલ ઇન ધ સેન્સ ઓફ સારી રીતે, કોઈ તકસાધુ ફ્લેક્સિબલ થાય એની વાત નથી.

ગાંધીજીએ સાધ્ય જેટલી જ પવિત્રતા સાધનમાં પણ હોવી જોઈએ એવું કહ્યું અને મોરારજીભાઈએ એનું ચુસ્ત પાલન કર્યું. મોદીએ સાધ્ય એટલે કે લક્ષ્ય પવિત્ર રાખ્યું, પણ ત્યાં સુધી પહોંચવા માટે જ્યાં જરૂર પડી ત્યાં બાંધછોડ કરી અને આ બાંધછોડનો મતલબ એ નથી કે એમણે કોઈ પણ ભોગે લક્ષ્ય આંબવા માટે સાધનને અપવિત્ર બનાવ્યું. એનો અર્થ એ કે એમણે પોતાના અહંને બાજુએ મૂકીને લક્ષ્ય સુધીનો જે રસ્તો નક્કી કર્યો હતો તે રસ્તામાં ડીટુર્સ લેવા પડે તો લીધા છે. સીધી આંગળીએ ઘી ન નીકળે તો આંગળીને કેટલા એન્ગલથી વાળવી તે એમને આવડે છે. ચાણક્યની મુત્સદ્દીગીરી વિના દેશનું શાસન તો શું, ઘર પણ ન ચલાવી શકાય એની એમને ખબર છે. હું પ્રામાણિક છું એટલે બધાએ દૂધે ધોયેલા જ રહેવાનું એવો અહં એમને ક્યારેય નડ્યો નથી, કારણ કે તેઓ જાણે છે કે ચોવીસ કેરેટનું સોનું ક્યારેય ઘરેણાં માટે કામ નથી લાગતું. એમાં થોડોક ભેગ હોય તો જ ઘાટ ઘડી શકાય. મોરારજીભાઈ 100 ટચનું સોનું હતા અને એમાંથી તેઓ દાગીનો બનાવવા જતા જે ક્યારેય ઘડાતો જ નહીં. મોદીએ ઘડેલા દાગીનાઓ ટકાઉ છે, જે 14 વર્ષથી ગુજરાતને શોભાવી રહ્યા છે અને અઢી વર્ષથી ભારતને. ખૂબ લાંબા ભવિષ્યમાં મોદીએ ઘડેલા આ ઝવેરાતનો વારસો તે વખતના દેશના શાસકો માટે અમૂલ્ય બની રહેવાનો.

ફેક ગાંધીવાદીઓમાં તો ભારોભાર એ હતો જ, જેન્યુઈન ગાંધીવાદીઓમાં પણ ક્યાંક થોડોક દંભ રહેતો. ત્યાગનો અને સાદગીનો એમનામાં બહુ મહિમા રહેતો. ગાંધીજી અને સરદાર પટેલ બિરલા ફેમિલીની ભરપૂર મહેમાનગતિ માણતા- દિલ્હીમાં અને મુંબઈમાં પણ. થર્ડ ક્લાસની મુસાફરી કરતી વખતે ગાંધીજીની એકલાની ટિકિટનો ખર્ચો નહોતો થતો. આખો ડબ્બો બુક કરાવવો પડતો. ગાંધીજીના લાંબા-લાંબા પત્રો, લેખો ઇત્યાદિ તાર દ્વારા મોકલવામાં આવ્યા હોય એવા અસંખ્ય દાખલા છે. ગાંધીજીએ આ બધું કર્યું તે વાજબી જ હતું, પણ ત્યાગની ટોપી પહેર્યા વિના આ બધું કરવાનું હતું – ખાસ કરીને એમના અનુયાયીઓએ. બિરલા હાઉસની ભવ્યતામાં રહીને સાદગીની વાતો કરવી જરાક અજુગતી લાગે.

મોદીએ ક્યારેય ત્યાગ અને સાદગીની વાતો નથી કરી. નવી દિલ્હીના 7, રેસકોર્સ રોડ પરના વિશાળ સંકુલ ધરાવતા મોટા બંગલામાં રહેવા છતાં, તેમ જ મોંઘીદાટ ગાડી, ચશ્માં, કપડાં, શૂઝ વાપરવા છતાં મોદીનું જીવન સાદું છે, ત્યાગપૂર્ણ છે. પણ મોદી આ સદગુણોને ગાઈ-બજાવીને કહેતા નથી- આ કે આવા કોઈપણ સદગુણોને. આનો ફાયદો એમને એ થાય છે કે દેશ માટે કોઈ પણ કામ કરવું હોય ત્યારે આમાંનો કોઈ પણ સદગુણ એમને આડે નથી આવતો. ઊલટાનું આ તમામ સદગુણોને કારણે સર્જાતી એમની દ્રઢતામાં ઉમેરો થાય છે. એ દ્રઢતા જીદમાં ન પરિણમે તેની સભાનતા એમને સફળ બનાવે છે. મારે અમુક લક્ષ્ય સુધી પહોંચવું છે. કોઈએ મને કહ્યું કે તમારા રસ્તે ત્યાં સુધી નહીં પહોંચાય. ભલે, તો તમે રસ્તો બતાવો, આપણને તો પહોંચવા સાથે મતલબ છે – આ પ્રકારનો સંવાદ પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસમાં થતો હશે કે નહીં તેની કોઈને ખબર નથી, પણ મોદીની પર્સનાલિટી જોઈને લાગે છે કે પી.એમ.ઓ.માં વારંવાર આવું સાંભળવા મળતું હશે. મોરારજીભાઈ વખતે કદાચ એવું સંભળાતું હશે કે મારે રસ્તે કામ ન થતુ હોય તો પડતું મૂકો એને, પણ તમારે રસ્તે તો નહીં જ થવા દઉં!’

જીવનની જેમ રાજકારણ પણ સૌને સાથે લઈને ચાલવાની કળા છે- સૌને એટલે મિત્રોને અને વિરોધીઓને પણ – સૌને એટલે સૌને . રાજકારણમાં મિત્રો હંમેશાં સાથે જ હોય એવું જરૂરી નથી. દરેકને પોતપોતાના સ્વાર્થ હોવાના, પોતપોતાની એમ્બિશન્સ હોવાની અને આ દરેક આકાંક્ષાઓ તમે પૂરી કરશો એવી મનોમન મહેચ્છા પણ હોવાની. મોરારજીભાઈ ક્યારેય કોઈ મિત્રની આવી મહેચ્છાઓ પરિપૂર્ણ કરવામાં માનતા નહીં. મોદીને પોતાના પાયાના સિદ્ધાંતોમાં કોઈ જ પ્રકારની બાંધછોડ કર્યા વિના મિત્રોને સાથે રાખતાં આવડે છે. મોદીને દુશ્મનો સામે પણ કામ લેતાં આવડે છે. ક્યાં એમની અવગણના કરવી અને ક્યાં એમની બોલતી બંધ કરી દેવી એવું મોરારજીભાઈને ક્યારેય નહોતું આવડ્યું. સતના પૂતળા તરીકેની તમારી ઈમેજ હોય ત્યારે આવું બધું કરતાં તમને ન ફાવે એ સ્વાભાવિક છે.

કદાચ મોદી દૂર રહીને મોરારજીભાઈ કે એમના જેવા બીજા પવિત્ર પુરુષો પાસેથી શીખ્યા હશે કે દ્રઢતા જ્યારે જીદમાં પલટાઈ જાય છે ત્યારે કોઇનુંય હિત જળવાતું નથી હોતું.

ન્યુઝપ્રેમીને સપોર્ટ કરવા આ લિન્ક પર જાઓ

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

13 COMMENTS

  1. Morarji was Morarji and Modi is Modi.No meaning of comparing them as the time and circumstances under which they performed are different. If Morarji bhai would have continued full term , the relation with neighbouring nations would have been far better than today.His concern for poor and middle class people would have good impact on society .He was termed as US and Pak agent ,which is very baseless and wrong .He was true and loyal Indian.

  2. બંને ગુજરાતી અને બંને પામતાં પહોંચતા રાજકારણી…પણ ધાગા ફેર નો તફાવત એક જુદા જ એંગલ થી વાંચવાની મજા આવી…લાગ્યું કે સત્ય થોડુંક વધુ નજીક સરક્યું…

  3. સૌરભભાઈ,. સારૂં વિશ્લેષણ કર્યું પણ શ્રી મોરારજીભાઈ ના બાબતે કદાચ હતી તે કરતાં વધુ નેગેટિવીટી બતાવી છે, આપ પત્રકાર છો તો હું પણ વરિષ્ઠ નાગરિક હોવાથી સંબંધિત સમયનો સાક્ષી રહ્યો છું અને રાજકારણનો આપ જેટલો નહીં તો પણ અભ્યાસુ રહ્યો છું.
    જનતા સરકાર ની નિષ્ફળતા નું આપે જણાવેલ કારણ તદન અવાસ્તવિક છે કારણ કે તે સમયે હું જનતા પાર્ટી માટે કાર્યરત હતો, કદાચ આપને તેમના પ્રત્યે કોઈ ગ્રંથી કે પૂર્વગ્રહ હોઈ શકે, મને વધુ લખવા ફાવટ નથી નહીં તો વિગતે ટાંકી જણાવત
    જય શ્રી કૃષ્ણ

    • Vinodbhai,
      If you will not speak out, how we can know the side you want to say.

      Please do not hesitate, write the information you know.

    • Please note that one reader named Shahibhai Kakkad has posted this comment on my fb page : http://www.facebook.com/saurabh.a.shah

      ” આદરણીય સૌરભભાઈ,
      વર્ષોથી આપનો વાચક અને પ્રસંશક રહ્યો છું પણ મોરારજી દેસાઈ માટે આપે વાપરેલ સુપરલેટિવ સંબોધનો માટે હું આપની સાથે સંમત નથી. મને મોરારજી સાથે મોદી ની સરખામણી યોગ્ય નથી જ લગતી.

      રાજનેતા અને તે પણ જો વડાપ્રધાન હોય તો પછી તેની પાસેથી લોકોની અપેક્ષા પણ ઉચ્ચ કોટિની જ રહેવાની. પરંતુ મારા મતે તો મોરારજી તે અપેક્ષામાં લગીરે પણ પાર ઉતાર્યા નહીં. જનરલ ઝિયાને નુક્લીયર તૈયારીની બાતમી કે પછી રૉ જેવા અતિ મહત્વના સંગઠનનું કામ સાવ ઓછું કરી નાખવું તે કઈ રીતે ક્ષમ્ય છે?

      લેખક તરીકે તો ખરા જ પરંતુ એક નાગરિક તરીકે પણ તમે મોહનલાલ ભાસ્કર લિખિત “मैं पाकिस्तान में भारत का जासूस था” આત્મકથા વાંચી જ હશે. અને જો તે વાંચ્યા / જાણ્યા પછી પણ તમે કોઈ પણ કારણસર મોરારજીભાઈના વખાણ કરો તો મારી દ્રષ્ટિએ તે યોગ્ય તો નથી જ.”

    • જણાવો..અહી તો તંદુસરત ચર્ચા ને આવકાર મળે જ છે

  4. જીદ અને મકમતા નું તફાવત ના ઘણા પ્રસંગો સાંભળ્યા અથવા વાંચ્યા છે પરંતુ આ લેખથી નાભિ સુધી સમજાય એ તો સૌરભ સમજાવી શકે
    ધન્યવાદ

  5. રાષ્ટ્ર માટે નો અદભુત અને અદ્વિતીય કહો કે અજોડ પ્રેમ તેમની જીદને મક્કમતા માં ફેરવે છે.
    બસ આટલું મારી સમજમાં આવે છે.

  6. Saurabhbhai, I am from the same Caste of Shri Morarji Desai. There is ONE BLACK SPOT In the carrier of Shri Desai as Prime Minister. He had cut down the BUDGET OF OUR PRIME INTELLIGENCE AGENCY “ RAW” by 50 % and CALLED BACK ALL THE AGENTS OF RAW FROM PAKISTAN. This resulted in a HUGE LOSS TO THE NETWORK OF RAW. Please investigate in this matter.

  7. Jeed Ane Makamta,
    Vachhe no ‘ Dhaga Sarkho ‘ Tafavat,
    2 Personality na Example Aapine,
    Rage Rag ma Utari Denar SaurabhBhai ne Salam …

  8. ” જીદ અને મકકમતા વચ્ચે પાતળી ભેદરેખા હોય છે ” સાચી વાત છે…… જીવનના કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવામાં ઉપયોગી નીવડે છે. હા બેમાંથી એકનું વજન વધુ થયુ તો પછી……?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here