કોન્ગ્રેસી દૂરદર્શન પર ‘રામ રામ’ને બદલે ‘નમસ્તે’ બોલવાનો હુકમ હતો : સૌરભ શાહ

(‘ગુડ મૉર્નિંગ’: મંગળવાર, 23 જાન્યુઆરી 2024)

અયોધ્યામાં રામ મંદિર બની જવાથી શું મોટો ફરક પડી ગયો ભારતમાં?

આ દેશના દુશ્મનો તમને આવું પૂછે ત્યારે આ નાનકડી વાત એમના માથે ફટકારજો.

કઈ વાત?

કોન્ગ્રેસના જમાનામાં દૂરદર્શન પર એક ન્યૂઝ રીડર દર્શકોને ‘રામ રામ’ કહીને અભિવાદન કરતા હતા. ઘણા સમાચાર વાચકો ‘શુભ પ્રભાત’ કે ‘ગુડ મોર્નિંગ’ કહેતા. ઘણા બુલેટિન પૂરું કરતી વખતે ‘શુભ રાત્રિ’, ‘ગુડ નાઈટ’ કે ‘શબ્બા ખૈર’ કહેતા. એ જ રીતે આ પર્ટિક્યુલર ન્યુઝરિડર ‘રામ રામ’નું અભિવાદન કરતા.

ભારતમાં એકદમ કૉમન છે. લાખો-કરોડો લોકો એકબીજાને મળતી વખતે ‘રામ રામ’નું અભિવાદન કરતા હોય છે. એટલું જ નહીં, અજાણ્યાઓ મળે તો પણ-ટ્રેનમાં કે પ્રવાસમાં કે દુકાનમાં વગેરે-એકબીજાને આપણે ‘રામ રામ’ કહીએ છીએ.

કોન્ગ્રેસના વખતમાં દૂરદર્શન વતી આ ન્યુઝ રીડરને ઑફિશ્યલી કહેવામાં આવ્યું કે ‘રામ રામ’ નહીં કહેવાનું, ‘નમસ્તે’થી અભિવાદન કરવાનું.

આ સમાચાર એ જમાનામાં છાપામાં છપાયા ત્યારે મેં કોન્ગ્રેસનો ઉધડો લેતા એક લેખમાં છેલ્લે મજાકરૂપે લખ્યું હતું કેઃ ‘હવેથી દૂરદર્શન પરના સમાચારમાં ફલાણી વ્યક્તિના ‘રામ રમી ગયા’ એવું નહીં બોલી શકાય. ફલાણી વ્યક્તિનું ‘નમસ્તે થઈ ગયું’ એવું બોલવું પડશે.!’

અને મિત્રો, ગઈ કાલે પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવ પ્રસંગે દૂરદર્શન પર દર ત્રીસ સેકન્ડે રામ, જય શ્રી રામ, સિયારામ બોલાતું હતું.

આ ફરક પડી ગયો. ક્યાંથી ક્યાં આવી ગયો આપણો દેશ.

રામનું નામ આસ્થાનો વિષય તો છે જ. રામમંદિર પણ આપણી આસ્થાનું જ પ્રતીક છે.

સાથોસાથ રામ અને રામમંદિર આપણા અસ્તિત્વનો અને આપણી સમૃદ્ધિનું પણ પ્રતીક છે.

કેવી રીતે?

સમજાવું.

જે સરકાર અને જે રાજકીય નેતાઓ રામનો અને રામમંદિરનો આદર નથી કરતા તે નેતાઓની સરકાર ખુલ્લેઆમ કહેતી હતી કે ‘ભારતના સંસાધનો પર પહેલો હક્ક મુસ્લિમોનો છે.’ મુસ્લિમોને વોટ બેન્ક બનાવીને હિંદુ પ્રજાના હક્કની અવગણના કરતી કોન્ગ્રેસે મુસ્લિમોને હજ કરવા માટેની સબસિડી આપવાનું લાકડું ઘુસાડી દીધું. મદરેસાઓને મળતી સરકારી ગ્રાન્ટના કોઈ હિસાબકિતાબ ન માગ્યા જે હવે માગવામાં આવે છે અને કરોડો રૂપિયાનાં કૌભાંડો બહાર આવી રહ્યાં છે. મુસ્લિમો ખુશ થશે એમ માનીને એ સરકારે પાકિસ્તાન સાથે ચુમ્માચાટી કરવાનું શરૂ કર્યું અને બિલાડી જાણે મોટો ખૂંખાર વાઘ હોય એવો ભય ભારતીયોના મનમાં ઘુસાડી દીધો.

આનું પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું કે ભારતીય મુસ્લિમોમાંના કેટલાક મુસ્લિમો પાકિસ્તાન પરસ્ત થઈને પાકિસ્તાની આતંકવાદી પ્રવૃત્તિઓને સક્રિયપણે ટેકો આપતા થઈ ગયા, પાકિસ્તાની ટેરસ્ટોની ભારતીય સ્લીપર સેલના સભ્ય બની ગયા.

આ સ્લીપર સેલના સાથ વિના શું બારમી માર્ચ 1993ના મુંબઈના બૉમ્બ બ્લાસ્ટ થઈ શક્યા હોત? આ બૉમ્બધડાકા કરવામાં પકડાયેલા યાકુબ મેમણ જેવા ભણેલાગણેલા (યાકુબ ચાર્ટર્ડ અકાઉન્ટર હતો)આતંકવાદીને ફાંસી આપવામાં આવી હતી. મુંબઈના માહિમ વિસ્તારમાં યાકુબ મેમણની લાશનો જનાજો નીકળ્યો ત્યારે એનાં હજારો લોકો જોડાયા હતા.

જમ્મુ-કાશ્મીરમાં થતી આતંકવાદી પ્રવૃત્તિ અને ભારતમાં અમદાવાદ-જયપુર-માલેગાંવ વગેરે ઠેકઠેકાણે થયેલા બૉમ્બ બ્લાસ્ટ પાકિસ્તાનને મિત્ર માનનારા ભારતીય મુસ્લિમો કરતા રહ્યા. તેઓ જ ગોધરામાં 59 હિન્દુઓને જીવતા સળગાવતા રહ્યા.

કોન્ગ્રેસની સરકાર પાકિસ્તાનની સાથે અમનની આશાને નામે યે દોસ્તી હમ નહીં છોડેંગેનાં ગાણાં ન ગાતી હોત અને પાકિસ્તાનને પાઠ ભણાવવા ઍર સ્ટ્રાઈકો કરતી હોત, ડિપ્લોમસીના દબાણ થકી અભિનંદનોને હેમખેમ પાછી લાવતી હોત તો જે કેટલાક ભારતીય મુસ્લિમોને પાકિસ્તાન માટે વહાલ ઉભરાય છે તે ન ઉભરાતું હોત અને 12 માર્ચ, 26/11, ગોધરા વગેરે કોઈ ઘટના ન બની હોત. 2014 પછી નથી બની, કારણ કે દેશનો માહોલ બદલાઈ ગયો છે.

આજકાલ જય શ્રી રામના નારા લગાવતા થઈ ગયેલા, હમ ભી ડિચ કહેનારા લેખકો-પત્રકારોને ખબર નહીં હોય કે કોન્ગ્રેસ સરકાર 2005માં કમ્યુનલ વાયોલન્સ બિલ લઈને આવી હતી. (ખબર હશે તો પણ એ લોકોએ એ વખતે આ વિશે જાણી જોઈને કશું લખ્યું નહીં હોય.)

2005માં એ બિલ આવ્યું તે વખતે વિગતવાર અને તે પછી એના વિશે અનેકવાર ઉલ્લેખો કરીને લખ્યું છે. આ બિલમાં એવી જોગવાઈ હતી કે જેને લીધે કોમી રમખાણો દરમ્યાન હિન્દુઓ પોતાના કોઈ વાંકગુના વિના દોષી ઠેરવાય અને મુસ્લિમો ગુનેગાર હોવા છતાં છૂટી જાય. તમારું લોહી ઉકળી ઉઠે એવી જોગવાઈઓ ‘ધ કમ્યુનલ વાયોલન્સ(પ્રીવેન્શન, કન્ટ્રોલ ઍન્ડ રિહેબિલિટેશન ઑફ વિક્ટિમ્સ) બિલ, 2005’માં હતી. આ ખરડાનો હિન્દુઓએ ખૂબ વિરોધ કર્યો.

નવ વર્ષ સુધી આ ખરડાને કોન્ગ્રેસ કાયદો ન બનાવી શકી. ભાજપ કોન્ગ્રેસના એ મનસુબા આડે સૌથી મોટી આડશ બની રહ્યું.

છેવટે 2014ની ચૂંટણી પહેલાં કોન્ગ્રેસે આ બિલને કાયદો બનાવવાના મરણિયા પ્રયાસ કર્યા પણ 5 ફેબ્રુઆરી 2010ની સંસદીય ચર્ચા પછી જખ મારીને કોન્ગ્રેસે આ બિલ પડતું મૂકવું પડ્યું. તે વખતે કોન્ગ્રેસના કપિલ સિબ્બલના ભાષણનો ભાજપના અરુણ જેટલીએ મુદ્દાસર જવાબ આપીને કોન્ગ્રેસના બદઈરાદાને ઉઘાડા પાડ્યા હતા.

કોન્ગ્રેસે ચાલાકી કરીને આ ખરડામાં હિંદુ-મુસ્લિમ શબ્દો વાપરવાને બદલે ‘ગ્રુપ’ શબ્દ વાપર્યો હતો પણ ‘ગ્રુપ’ની વ્યાખ્યા આ ખરડામાંની એક કલમમાં એવી કરવામાં આવી હતી કે તેમાં બહુમતિ નહીં પણ લઘુમતી જ હોય. આ ઉપરાંત રમખાણોનો મામલો એન.એ.સી. (નેશનલ ઍડવાઈઝરી કમિટી) સુલટાવે. આ સમિતિ શું બંધારણ અનુસાર ઘડવામાં આવી હતી? ના. કોન્ગ્રેસી યુપીએ સરકારની આ બગલબચ્ચા જેવી સમિતિ યુપીએની અધ્યક્ષ સોનિયા ગાંધીને ‘સલાહ’ આપવા માટે કોન્ગ્રેસે રચી હતી! આ સમિતિમાં જે ‘પ્રતિષ્ઠિત નાગરિકો’ (સિવિલ સોસાયટી મેમ્બર્સ) હતા તે સૌ કોન્ગ્રેસે પસંદ કરેલા છાપેલાં કાટલાં જેવા સેક્યુલરો હતા.

2014 પછી મોદી યુગ ન આવ્યો હોત તો આ બિલ ફરી પાછું સંસદમાં આવીને પસાર થઈ ગયું હોત.

2014 પછી મોદીયુગ ન આવ્યો હોત તો કાશ્મીરમાં જ નહીં અમદાવાદ, મુંબઈ, જયપુર, માલેગાંવ ઉપરાંત આખા દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ બમણા જોરે થતી રહેતી હોત.

2014 પછી મોદીયુગ ન આવ્યો હોત મદરેસાના કરોડોના ગોટાળા ચાલુ રહ્યા હોત, મુસ્લિમોનો આ દેશનાં સંસાધનો પર પહેલો હક્ક સ્થાપિત થઈ ગયો હોત, દેશની સમૃદ્ધિ દેશ માટે નહીં પણ કોન્ગ્રેસ તથા કોન્ગ્રેસના પિઠ્ઠુઓ માટે વપરાતી હોત.

2014 પછી મોદીયુગ ન આવ્યો હોત તો દૂરદર્શનના ન્યુઝ રિડરો તમને રામ રામ કહેવાને બદલે ફલાણાભાઈનું નમસ્તે થઈ ગયું છે એવા સમાચાર આપતા હોત.

અયોધ્યાનું રામમંદિર આસ્થાનું તો પ્રતીક છે જ. અયોધ્યાનું રામમંદિર–ગંદીગોબરી હિન્દુ વિરોધી કોન્ગ્રેસની ઇકો સિસ્ટમ, જર્જરિત બાબરી ઢાંચાના ત્રણ ગુંબજની જેમ જમીનદોસ્ત થઈ રહી છે એનું પણ પ્રતીક છે.

અયોધ્યાનું રામમંદિર આ દેશની સનાતન પરંપરા પ્રત્યે આદર ધરાવતા સૌ કોઈની ધાર્મિક ઉપરાંત ભૌતિક, સામાજિક અને રાજકિય સમૃદ્ધિનું પણ પ્રતીક છે.

આ આખાય લેખનો નીચોડ એક જ વાક્યમાં કહીએ તોઃ અયોધ્યાનું રામમંદિર આપણા સૌના સમૃદ્ધ અસ્તિત્વનું પ્રતીક છે.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની સ્થાપના એ ફક્ત હિંદુ ધર્મ નો પ્રસંગ નથી પણ આ પ્રસંગ આપણા ભારત ના સમગ્ર હિન્દુ તથા અન્ય રાષ્ટ્રપ્રેમી વ્યક્તિઓની જાગ્રુતી નો અને રાષ્ટ્રીય એકતા એક સૈલાબ છે. ભારત ની હવે પછીની એક સમ્રુધ્ધ રાષ્ટ્ર તરફની સફળ આગેકૂચ છે. સૌને અભિનંદન.

  2. 2024 લોકસભા ચૂંટણીમા કોંગ્રેસ 40 સીટ , ભાજપ 400 સીટ.

  3. સરસ, કોમ્યુનાલ બીલ વિષે ફરી કોકવાર વિસ્તાર. થી સમજવશો.અને અરુણ જેટલી નો જવાબ પણ.

  4. મોદી સાહેબ જો આજે યુએસએ કે પાકિસ્તાન ની ચૂંટણી નું ફોર્મ ભરશે તો ત્યાં પણ જીતી જશે. અયોધ્યા રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા પછી આ શક્યતા છે, કોઈ પણ અતિશયોક્તિ અને સભાન પૂર્વક કરેલું વાક્ય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here