એક-દો, મોદી કો ફેંક દો : સૌરભ શાહ

(ગુડ મોર્નિંગ, ‘ન્યુઝપ્રેમી ડૉટ કૉમ‘ : શનિવાર, 5 ઓગસ્ટ 2023)

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાની શતાબ્દિ ઉજવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લગભગ સો વર્ષથી આરએસએસ આ દેશની સનાતન પરંપરાને આગળ વધારીને દેશ આખાના તમામ સમાજોની સુરક્ષા માટે કામ કરે છે. જેમને સંઘનો ઇતિહાસ ખબર નથી, જેમને સંઘની પ્રવૃત્તિઓ વિશે જાણકારી નથી, જેમને સંઘના અત્યારના સરસંઘચાલક મોહન ભાગવતના જીવન-કર્મ વિશે જાણકારી નથી એવા હિન્દુઓ કેટલાક અવળચંડા લોકો દ્વારા ફેલાવવામાં આવતા ભ્રમના ગટરજળને ગંગાજળ માનીને આચમન કરતા રહે છે અને કહેતા રહે છે કે સંઘ હવે મુસ્લિમ પરસ્ત છે, હિન્દુઓનું હિત હવે સંઘના હૈયે નથી.

મને સાયકલ ચલાવતાંય ન આવડતું હોય અને હું ઈસરોમાં જઈને લેક્ચર આપું કે તમારે લોકોએ મંગળયાન, ચંદ્રયાન કેવી રીતે ચલાવવું તે તમે મારી પાસેથી શીખો એના જેવી આ વાત થઈ.

સંઘને જ નહીં ભાજપને પણ સલાહ સૂચનો આપનારા હિન્દુઓ, ચોમાસામાં અળસિયાં જમીનની બહાર આવી જાય એમ ચૂંટણી આડે નવ મહિના બાકી રહ્યા છે ત્યારે, પોતાની બહાદુરી બતાવવા બહાર આવી ગયા છે.

ભાજપ કંઈ રાતોરાત ફૂટી નીકળેલો રાજકીય પક્ષ નથી. આઝાદી મળી તે વખતના રાષ્ટ્રપ્રેમી નેતાઓ શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીન દયાલ ઉપાધ્યાય જેવા અનેક દેશવાસીઓનાં લોહી-પરસેવો ભાજપના વટવૃક્ષનાં મૂળિયાંમાં સિંચાયેલાં છે. વાજપેયી-અડવાણીએ ઇમરજન્સી પછી રચાયેલી જનતા પાર્ટીનું શાસન તૂટી પડ્યું ત્યારે જનસંઘને પુનર્જીવિત કરવા ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી જેને પ્રથમ ચૂંટણીમાં માત્ર બે જ બેઠકો મળી. આજે 300થી વધુ છે. દેશનો જ નહીં, દુનિયાના તમામ લોકશાહી રાષ્ટ્રોમાં સૌથી મોટો રાજકીય પક્ષ ભાજપ છે.

જેઓ ભાજપની તાકાતને ઓછી આંકે છે એમને રાજકીય બાબતો વિશે બોલવાનો હક નથી. ભાજપની ગ્રાઉન્ડ લેવલની તાકાતને કારણે આજે તમારી પાસે મોદી છે, શાહ છે, બધા જ છે. જે લોકોને પોતાના અહમને કારણે પાણીમાંથી પોરા કાઢવા છે તેઓ અમુકતમુક કિસ્સાઓ ટાંકીને ભાજપમાં લોકશાહી નથી, ભ્રષ્ટાચાર છે, નીતિવિષયક સમજ નથી એવું માનતા ફરે છે અને બીજાઓને ભ્રમમાં રાખવાની કોશિશ કરતા રહે છે.

ભાજપની સરખામણીએ આ બધી ઉણપો કેજરીવાલના આપિયાઓમાં, કૉન્ગ્રેસના પાપિઓમાં અને મમતા બેનર્જીના તૃણમૂલ પક્ષના …યાઓમાં કેટલા ગણી છે એની વાત પોતાને હિન્દુ કહેવડાવતા આ વાંકદેખાઓ નહીં કરે. ‘અમે શું ભાજપને આટલા માટે વોટ આપ્યો છે?’ એવું કહીને તેઓ પોતાને રાજકીય બાબતોના વિદ્વાન ગણાવવાના ઇરાદે ભાજપની ખોડખાંપણ કાઢતા રહે છે. તેઓ કહે છે કે આ વખતે તો ભાજપનો વિકલ્પ શોધવો જ પડશે. આ લોકો ઘરમાં જમતી વખતે દાળમાં નમક ઓછું પડે ત્યારે પોતાની પત્નીનો વિકલ્પ શોધવા જાય છે?

સંઘ વિના અને ભાજપ વિના આ દેશનું રાજકીય ભાવિ ધૂંધળું થઈ જશે. મોદી અને ભાગવતના નેતૃત્વને, તમે એમની સાથે કોઈક વાતોએ અસહમત હો તો પણ, તમારે સ્વીકારવું જ પડશે. 2014 પહેલાં હિન્દુત્વનો ‘હ’ બોલતા પણ જેઓ ડરતા હતા, અત્યારે એ જ લોકો મોદી અને ભાજપ-સંઘ વિરુદ્ધ બખાળા કાઢી રહ્યા છે. એમને ખબર નથી કે મોદી વગેરેને કારણે જ 2014 પછી દેશમાં એવું વાતાવરણ સર્જાયું છે જ્યાં તમે ગૌરવભેર કહી શકો કે હું હિન્દુ છું, સનાતની છું. 2014 પહેલાં કેટલા બિનભાજપી રાજકારણીઓને તમે છડે ચોક મંદિરોમાં જતા જોયા? માથે જાળીદાર ટોપી પહેરીને ઇફ્તાર પાર્ટીઓમાં ખજૂર-મોસંબી ખાનારા કૉન્ગ્રેસીઓ હવે મહાદેવ અને રામ અને કૃષ્ણના પરમ ભક્ત હોય એમ તિલક-ધોતી-જનોઈ ધારણ કરીને ફોટા પડાવતા થઈ ગયા છે.

મોદી-ભાજપ-સંઘ વિના 2014નું પરિણામ સાવ જુદું જ આવ્યું હોત અને મોદી-ભાજપ-સંઘ વિના આજની તારીખે આપણે સમસમીને બેસી રહેતા હોત. શંકરાચાર્યને દિવાળીની આગલી સાંજે ખૂનના તદ્દન બેબુનિયાદ આરોપસર પકડવામાં આવ્યા ત્યારે તમે ચું કે ચા નહોતા કરી શક્યા. તે વખતે પપ્પુની માતાજીનું રાજ હતું. કઠપૂતળી જેવા, રબર સ્ટેમ્પ જેવા વડા પ્રધાન મનમોહન સિંહ જાહેરમાં બોલે છે કે આ દેશના સંસાધનો પર મુસ્લિમોનો પહેલો હક છે ત્યારે આજના કેટલા હિન્દુવાદી લેખકો-પત્રકારોએ એના વિરુદ્ધ લેખ લખ્યા હતા? કોમવાદી રમખાણોની બાબતે કૉન્ગ્રેસે જ્યારે એવો કાળો કાયદો બનાવવાની કોશિશ કરી કે જેમાં હિન્દુઓ જ દંડાય, મુસ્લિમોને માત્ર લવિંગ કેરી લાકડીએ જ મારવામાં આવે ત્યારે આજના, 2014 પછી પોતાને પ્રખર હિન્દુવાદીમાં ખપાવતા કેટલા પત્રકારોએ એ બિલનો વિરોધ કર્યો?

2002ના ગોધરા હિન્દુ હત્યાકાંડ પછીના રમખાણો વખતે દેશ આખાનું મીડિયા મોદીના માથે માછલાં ધોતું હતું ત્યારે આજના કેટલા તથાકથિત હિન્દુવાદી મીડિયાવાળાઓ મોદીની પડખે હતા? બોલો, બોલો, કેટલા મોદીને ખુલ્લેઆમ સપોર્ટ કરતા હતા?

અને 2014 પછી મોદીને કારણે જે વાતાવરણ સર્જાયું છે એ માટે મોદીનો ઉપકાર માનવાને બદલે આ જ બહાદુર હિન્દુઓ મોદી હટાવ ઝુંબેશ ચલાવી રહ્યા છે. જરા તો શરમ કરો.

મોદી આ દેશ માટે અનિવાર્ય છે. મોદી જ્યાં સુધી વડાપ્રધાનપદે છે ત્યાં સુધી આ દેશનો વાળ પણ કોઈ વાંકો નહીં કરી શકે. મોદી પીએમ નહીં હોય પણ રાજકારણમાં સક્રિય રહીને સલાહકાર તરીકે કામગીરી કરતા રહેશે ત્યારે પણ એમના અનુગામીઓને એમનું સચોટ માર્ગદર્શન મળતું જ રહેવાનું છે. ચાણક્ય બુદ્ધિની સાથે શીલ, નિરંતર કર્મ અને માણસોને પરખવાની સુઝબુઝ બધામાં નથી હોતાં. મોદીમાં આ ઉપરાંતના અનેક ગુણ છે જેના વિશે મેં અગાઉ ઘણું લખ્યું છે અને ‘મોદી શા માટે મોદી છે‘ એ પુસ્તકમાં એ લેખો સંઘરાયેલા છે. મોદીને મેં યુગપુરુષ કહેવાનું શરૂ કર્યું અને કેટલાક મોદીદ્વેષીઓને આ વિશેષણ સામે વાંધો પડ્યો એટલે મેં મોદીને અવતાર કહેવાનું શરૂ કર્યું. આવું કહેવા પાછળની મારી સમજણ મેં મોદીવિરોધી એક યુટ્યુબ ચેનલ ‘જમાવટ‘ને આપેલી દીર્ઘ મુલાકાતમાં સ્પષ્ટ કરી છે. એ વિડિયો અને પેલું પુસ્તક તમે શોધીને જોઈ લેજો.

ભાજપ, સંઘ, મોદી, ભાગવત- આ સૌનું ખૂબ મોટું મહત્વ છે. ભારત દેશનું હિન્દુત્વ એક સંયુક્ત કુટુંબ સમાન છે અને આ ચારેય આ સંયુક્ત કુટુંબના વડવાઓ છે, જેમની છત્રછાયા હેઠળ આપણા જેવા કરોડો કુટુંબીજનો ખાઈપીને લહેર કરી રહ્યા છીએ.

સંયુક્ત કુટુંબમાં રહેવાના અનેક ફાયદા છે, કેટલાક ગેરફાયદા પણ છે. તમે જો સંયુક્ત કુટુંબના મોભીઓ સાથે કોઈપણ કારણસર અસહમત થતા હો તો તમારે કંઈ કુટુંબ છોડીને, વડવાઓનું વિશાળ ઘર છોડીને જતા રહેવાની જરૂર નથી. જો એવું કરશો તો તમારી ફરિયાદો દૂર નથી થવાની, દ્વિગુણિત થવાની છે.

સંયુક્ત કુટુંબના વડવાઓની સામે બખાળા કાઢવાની જરૂર નથી. સતત ત્રાગાં કરવાની જરૂર નથી. તમારે ચુપ રહેવાનું છે કારણ કે તમને ખબર છે કે જે ઘડીએ તમે આ સંયુક્ત કુટુંબના વડીલોની સામે દલીલો કરવાનું શરૂ કરશો, એમની ખોડખાંપણ શોધવાનું શરૂ કરશો તે જ ઘડીએ કુટુંબના બાકીના સભ્યો તમારી આ જુર્રત બદલ તમારી સામે શંકાથી જોતા થઈ જશે. કુટુંબના બાકીના સભ્યોમાં તમે અપ્રિય થઈ જશો.

સંયુક્ત કુટુંબના સભ્યો દરેક નાનીમોટી આપત્તિ-કટોકટી વખતે એકબીજાની સપોર્ટ સિસ્ટમ બની જાય છે. એકબીજાની પડખે રહે છે. પણ જો તમે કુટુંબના વડીલોની સામે બાંયો ચડાવશો તો બાકીના કુટુંબીજનો તમારા બીમાર સંતાનની સારવાર માટે તમારી વહારે નહીં ધાય. તમારી આર્થિક પડતીના સમયગાળામાં તમને સાચવી નહીં લે.

સંયુક્ત કુટુંબે સમાજમાં ઉભી કરેલી ગુડવિલનો તમારે લાભ લેવો છે પણ એ જ સંયુક્ત કુટુંબના સ્થાપિત નીતિ-નિયમોનું પાલન કરવામાં તમને ચૂંક આવે છે એવું કેવું?

જો તમને ખરેખર એવું લાગતું હોય કે સંયુક્ત કુટુંબના આ વડવાઓ કુટુંબની પરંપરાઓની ઘોર ખોદી રહ્યા છે તો જુદા થઈ જાઓ, તમારું વિભક્ત કુટુંબ વસાવો. નવું ઘર લઈને સ્વતંત્ર થઈ જાઓ. પોતાની આવક ઊભી કરો, પોતાના સંબંધો સ્થાપીને સમાજમાં મોભો મેળવો. અલગ રસોડાનો ખર્ચો ભોગવો. તમારી પાસે જો અત્યારની સમસ્યાઓના વધુ સારા ઉકેલો હોય અને એ ઉકેલોને અમલમાં મૂકવાની તમારામાં તાકાત-ત્રેવડ હોય તો નીકળી જાઓ આ વડવાઓના આશ્રય હેઠળથી અને બનાવો તમારું પોતાનું નવું આશ્રયસ્થાન.

પણ પછી એવી આશા નહીં રાખતા કે તમે જોખમમાં હશો ત્યારે, તમારી ક્રાઈસિસ વખતે એ સંયુક્ત કુટુંબ તમને કામ લાગશે. બહાર જઈને, પોતાનો અલગ ચોકો સ્થાપીને, કોઈને કહેતા નહીં કે તમે કયા સંયુક્ત કુટુંબમાંથી આવો છો. એ ગુડવિલને વટાવી ખાવાની ધૃષ્ટતા હવે નહીં કરતા.

ભારતના આ સંયુક્ત કુટુંબની ઈર્ષ્યા કરનારા ઘણા છે. તેઓ આ સંયુક્ત કુટુંબના ટુકડેટુકડા કરીને વેરવિખેર કરી નાખવા માંગે છે. અરાજકતા ફેલાવવાના એજન્ડામાં ભાંગફોડનો ઇરાદો એમનો સૌથી પહેલો મુદ્દો છે. આ સંયુક્ત કુટુંબ તૂટશે તો આપણે સૌ ડૂબીશું અને પેલા લોકો ફાવી જશે.

મારિયો પૂઝોની નવલકથા ‘ગૉડફાધર’માં કુટુંબ વિશેની એક વાત આવે છે. વચેટ ભાઈ ફ્રેડો જ્યારે કુટુંબની ખાનાખરાબી ઇચ્છતા મો ગ્રીનનો પક્ષ લેવા જાય છે ત્યારે સૌથી નાનો માઈકલ એને ટોકે છે: ‘ફ્રેડો, તું મારો મોટો ભાઈ છે અને તું મને ગમે છે. પણ હવેથી ક્યારેય, ક્યારેય કરતાં ક્યારેય, તું આપણા કુટુંબની વિરુદ્ધ કોઈનો પક્ષ લેતો નહીં’

આ વાત માઈકલ એના પિતા પાસેથી શીખ્યો હતો. એના પિતા ડૉન કોર્લિઓને પોતાનો સૌથી મોટો પુત્ર સની જ્યારે સોલોત્ઝો સાથેની મિટિંગમાં વચ્ચે ડબ ડબ કરવા ગયો ત્યારે, એને આ જ રીતે ટોક્યો હતો.

કોઈ મને અંડરવર્લ્ડનો ડૉન ગણે તો ભલે ગણે. આ લેખ લખીને હું સંયુક્ત કુટુંબના સની અને ફ્રેડોને આ જ સલાહ આપું છું: ‘તમે સૌ કોઈ મને ગમો છો અને તમારો આદર પણ હું કરું છું. પણ હવેથી ક્યારેય, ક્યારેય એટલે ક્યારેય, તમે લોકો મોદી-ભાગવત-ભાજપ-સંઘ વિરુદ્ધ જઈને બહારવાળાઓની તાકાત વધારતા નહીં.’

નવલકથામાં સની અને ફ્રેડો પણ, કમોતે મરે છે એટલું જસ્ટ તમારી જાણ ખાતર.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

22 COMMENTS

  1. તમારા લેખમા આપેલી માહિતી સંપૂર્ણ સત્ય છે. દરેક સનાતની ની ફરજ છે કે મોદીજી,ભાજપ,સંઘ અને મોહન ભાગવતજી માટે સ્વયંસેવક બની ખડે પગે ઉભા રહી, દેશસેવા માટે કામ કરે.

  2. સચોટ વાત નિર્ભિક ભલે નાનાં રહ્યાં પણ બજરંગદલ, વિ હિન્દૂ પરિષદ. ગો રક્ષા મંડળ કેટલાક સાધુ બાબાઓ, સન્સ્થાઓ સૌ પણ સાથે છે.
    તેથી જ્યોત વધુ પ્રગટશે. ભાlસ્માસુરોનો અંત નિશ્ચિત che. 👌👍

  3. Unrelated to above article
    મને સૌરભ શાહના બધા જ પુસ્તકોઓનું list જોઈએ છે.
    ક્યાંથી મળી શકે?
    મારી પાસે ક્યાં પુસ્તકો નથી તે જાણવું છે.
    એ પુસ્તકો કેવી રીતે મળી શકે તે જાણવું છે.

  4. આપની વાત સાથે સંપૂર્ણ રીતે સહમત છું. જો મોદી જી ના હોત તો સમગ્ર દેશ ૧૯૯૦ નું કાશ્મીર બનવા ની તૈયારી માં હોત. આઝાદી પછી ની કોંગ્રેસ સરકારો ના દરેક નિર્ણય હિન્દુ વિરોધી હતા તે સૌને સમજાય ગયુ છે અને એટલેજ ૨૦૨૪ માં પણ સૌ હિંદુઓ એક થઈ ને કોંગ્રેસ અને અન્ય હિન્દુ વિરોધી પાર્ટીઓ ને હરાવી ને જ રહીશું.

  5. ક્યાંક ને શાસ્ત્રોમાં વાંચ્યું હતું કે જ્યારે પૃથ્વી પર અધર્મ વધી જાય ત્યારે ભગવાન કલકી અવતાર સ્વરૂપે પ્રગટ છે પરંતુ આજનો યુગ જોતા મને મોદીજી જ કલકી અવતાર જેવા લાગે છે કલકી અવતાર પણ આનાથી વધારે સારું શું કરી શકવાનો. ધર્મની રક્ષા માટે.

  6. હું તો એ જ કલ્પનાથી ધ્રુજી ઉઠું છું કે આ મોદી, બીજેપી, આરએસએસ જેવા ના હોત તો શું થાત આપણું!! કહેવાતા સુધારાવાદી – સમાજવાદી જો હજુ નહીં સમજે તો પાકિસ્તાન આપણા જ દેશમાં બનવા માંડશે…… બલ્કે બનવા માંડ્યું છે એ જગ્યાનું નામ છે મેવાત!! જાગો અને ના જાગે એમને જગાડો. સર, આટલા સ્પષ્ટ વિચારો અહીં મૂકવા બદલ આપનો આભાર.

  7. જય હો … દિલીપભાઈ રાવલ સાહેબ ની કોમેન્ટ એટલે સૌરભ ભાઇ શાહ સાહેબ ના સોના ના લેખ પર મોગરા ના ફુલ ની ધમધમાટ સુગંધ

    સોના મા સુગંધ… પણ….

    પણ….. આપણા શાણા પણ સ્વાર્થી… મુર્ખાઈ મા ગણાઇ જાય એટલી હદ સુધી ના સ્વાર્થ મા રાચનારા …secularism ને નામે પોતાની ખીચડી પકાવનારા (anti Modi and that is why anti Indians) સદવિચાર નહિ અપનાવે એટલે નહિ અપનાવે

    પણ સત્ય મેવ જયતે …. પાપ નો ઘડો ભલે મોડો ફુટતો હોય પણ એ આખો હોય ત્યારે પણ મન ની શાંતિ આવવા દેતો નથી .
    પાવર, બ્લેક મની , ટેક્સ ઇવેઝન, ફ્રી ફેસીલીટી જેવા નો ગ્રેડ હેતુ અલ્ટીમેટલી વિનાશ નોતરે છે …

  8. You are absolutely right sir. Hindus at this juncture have no choice but to support RSS and BJP under Modi. Non BJP parties have already secured minority block vote. They are trying to break up Hindu vote bank. Those who criticise Modi or RSS for frivolous reasons are playing in to the hands of anti Hindu forces.

  9. સૌરભ ભાઇ એક એક શબ્દ નહીં પણ એક એક અક્ષર થી સહમત છુ. હું આવા અધીરિયા કે મૂર્ખ હિંદુઓ ને મેગીલાળા રહુ છુ. આ લોકો ને હરેક પ્રશ્ન નો ઉકેલ ચપટી વગાડતાં જ જોઇએ છે. બાળક ને ભૂખ લાગે તો મા પાસે બે વિકલ્પ હોય

    – આળસુ મા જલ્દી થી મેગી બનાવી ને આપી દે. બાળક પણ ખુશ થાય કે જોયુ મા કેટલી સારી !

    પણ બાળક ને થોડા જ કલાકો માં પાછી ભૂખ લાગે,
    મેગી એના સ્વાસ્થ્ય માટે પણ સારી નહીં.

    બીજી સમજુ મા બાળક ને સમજાવી પટાવી ને ૧૫-૨૦ મિનીટ માં શાક રોટલી કે ખિચડી કે દાળભાત કરી આપે. જે બાળકના સ્વાસ્થ્ય માટે ઘણું સારુ પણ બાળક ને લાગે કે મા સમય બગાડે છે,
    મા ને પણ આ ભોજન બનાવવા માટે ચોખા, દાળ, ઘઉં નો લોટ, શાક અને મસાલા જોઇએ જે તરત ઉપલબ્ધ ન પણ હોય અટલે વાર લાગે.
    પણ અકવાર બની જાય એટલે મેગી કરતાં સ્વાદિષ્ટ હોય.

    આ મૂખ હિંદુઓ સમજતા નથી કે મોહન જી અને મોદી જી ( સંઘ અને ભાજપ ) આપણા માટે સંપૂર્ણ ભારતીય થાળી બનાવે છે. પણ આ કામ માં એમને સંસાધન એકત્ર કરવાં પડે, એમાં સમય પણ લાગે. ધીરજ પણ રાખવી પડે. પણ એકવાર એ થાળી ( એટલે કે ભારત વિશ્વગુરુ ) બની જાય પછી આ હિંદુઓ ને જલસા જ છે ને 😍

    કેટલાક શહેરી નક્ષલો હિંદુત્વ નુ નહોરુ પહેરીને આવા મેગીવાળા ઓ ને રોજ ટીવી પર થી ઉકસાવે છે.

    • વાહ ભાઈ વાહ,
      શું મસ્ત ઉદાહરણ આપ્યું છે,
      પણ ભાઈ આજકાલ ની પ્રજાને મેગી ખાવાની આદત પડી ગઈ છે, અને તેને કારણે બીજાઓ ને પણ આખી થાળી નહીં ખાવા દે.

  10. સૌરભ ભાઇ એક એક શબ્દ નહીં પણ એક એક અક્ષર થી સહમત છુ. હું આવા અધીરિયા કે મૂર્ખ હિંદુઓ ને મેગીલાળા રહુ છુ. આ લોકો ને હરેક પ્રશ્ન નો ઉકેલ ચપટી વગાડતાં જ જોઇએ છે. બાળક ને ભૂખ લાગે તો મા પાસે બે વિકલ્પ હોય

    – આળસુ મા જલ્દી થી મેગી બનાવી ને આપી દે. બાળક પણ ખુશ થાય કે જોયુ મા કેટલી સારી !

    પણ બાળક ને થોડા જ કલાકો માં પાછી ભૂખ લાગે,
    મેગી એના સ્વાસ્થ્ય માટે પણ સારી નહીં.

    બીજી સમજુ મા બાળક ને સમજાવી પટાવી ને ૧૫-૨૦ મિનીટ માં શાક રોટલી કે ખિચડી કે દાળભાત કરી આપે. જે બાળકના સ્વાસ્થ્ય માટે ઘણું સારુ પણ બાળક ને લાગે કે મા સમય બગાડે છે,
    મા ને પણ આ ભોજન બનાવવા માટે ચોખા, દાળ, ઘઉં નો લોટ, શાક અને મસાલા જોઇએ જે તરત ઉપલબ્ધ ન પણ હોય અટલે વાર લાગે.
    પણ અકવાર બની જાય એટલે મેગી કરતાં સ્વાદિષ્ટ હોય.

    આ મૂખ હિંદુઓ સમજતા નથી કે મોહન જી અને મોદી જી ( સંઘ અને ભાજપ ) આપણા માટે સંપૂર્ણ ભારતીય થાળી બનાવે છે. પણ આ કામ માં એમને સંસાધન એકત્ર કરવાં પડે, એમાં સમય પણ લાગે. ધીરજ પણ રાખવી પડે. પણ એકવાર એ થાળી ( એટલે કે ભારત વિશ્વગુરુ ) બની જાય પછી આ હિંદુઓ ને જલસા જ છે ને 😍

    કેટલાક શહેરી નક્ષલો હિંદુત્વ નુ નહોરુ પહેરીને આવા મેગીવાળા ઓ ને રોજ ટીવી પર થી ઉકસાવે છે.

  11. Shri S. Bhai. Really very nice article. Aetlu sachot ke jene janvu che, samjvu che , te aama thi AEK pan point aevo nahi kadhe ke aa barabar che ke nathi . Desh ma jagruti lavvanu kam karo Cho. Dhanyavad. haju pan ketlay Loko aeva che je jene samjay che badhu pan swikarvu nathi. Ane Kam ma roda nakhi , dhimu pade che. Aa Desh ne bachave aava Loko thi. 🙏

  12. Good writeup about joint family and coordination among Bharat Sangh and joint family
    Best example of Godfather- joint family

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here