2024ની ચૂંટણીમાં ત્રીજું વિઘ્ન કયું? : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી ડૉટ કૉમ’ : શુક્રવાર, 4 ઑગસ્ટ 2023)

વિપક્ષો અને વિદેશી તાકાતો ઉપરાંત 2024ની ચૂંટણીમાં જે ત્રીજું મસમોટું વિઘ્ન છે તે કેટેગરી ઘરના ઘાતકીઓની છે.

એક જમાનામાં આપણને સૌને (અને ભાજપને તેમ જ એન.ડી.એ.ની સરકારને પણ) આલા દરજ્જાના પત્રકાર અરુણ શૌરીસાહેબ માટે અપાર પ્રેમ હતો. પણ વખત જતાં, કોઈક અગમ્ય કારણસર, શૌરી મોદી સરકારની ખિલાફ થઈ ગયા. એટલું જ નહીં એન.ડી.ટી.વી. વગેરેને ઇન્ટરવ્યુ આપીને મોદીસરકાર વિરુદ્ધ જેમતેમ બોલતા થઈ ગયા.

વાજપેયીની સરકારમાં નાણામંત્રી અને પછીથી વિદેશમંત્રી જેવા જવાબદારીભર્યા હોદ્દાઓ ભોગવી ચૂકેલા યશવંત સિન્હાએ પણ અરુણ શૌરી સાથે હાથ મિલાવ્યા એટલું જ નહીં શૌરીસાહેબ કરતાં એક ડગલું આગળ વધીને તેઓ મમતા બેનર્જીના તૃણમૂલ કૉન્ગ્રેસ પક્ષમાં ઘૂસીને એક વર્ષ (2021-2022 ) માટે પક્ષના વાઇસ પ્રેસિડન્ટ પણ બની આવ્યા. સિન્હાસાહેબને રાષ્ટ્રપતિ બનવાના હેવાં હતાં. સમગ્ર વિપક્ષના ઉમેદવાર તરીકે આ સાહેબ આદરણીય દ્રૌપદી મુર્મુ સામે ચૂંટણી લડ્યા અને અત્યંત બૂરી રીતે ભોંય પર પટકાયા.

બીજા એક ફિલ્મી સિન્હા પણ વાજપેયી સરકારમાં આરોગ્યપ્રધાન તથા વહાણવટા ખાતાના પ્રધાન રહી ચૂક્યા હતા પણ એમના બિનભરોસાપાત્ર વ્યક્તિત્વને કારણે ભાજપે એમને તડકે મૂકી દીધા ત્યારથી એમની શૉટગન મોદીસરકાર તરફ હવાઈ ગયેલો દારૂગોળો ફોડવાની કોશિશ કરતી રહી. અભિનેતા તરીકે લાજવાબ શત્રુઘ્ન સિન્હાને એમ કે મોદીજીને જેટલી વધુ ગાળાગાળ કરીશું એટલા તેઓ વધુ ઉશ્કેરાશે, મને ભાજપમાંથી કાઢી મૂકવામાં આવશે અને હું શહીદ બનીને ભાજપના વિલનમાંથી વિપક્ષોનો હીરો બની જઈશ. પણ શત્રુજીના નસીબ એમના દારૂગોળાની જેમ ફૂટેલાં હતાં. તેઓશ્રીને ભાજપે પક્ષમાં જ રહેવા દીધા. એમની ટર્મ પૂરી થઈ ત્યાં સુધી રહેવા દીધા. નવી ટર્મ માટે ટિકિટ ન મળી એટલે શત્રુજી પણ મમતા બેનર્જીની ગૅન્ગમાં જોડાઈ ગયા.

સુબ્રહ્મણ્યમ સ્વામીએ 1975ની ઇમરજન્સી દરમિયાન જે નેત્રદીપક કામગીરી કરી તેના રેકગ્નિશને આ અતિ બુદ્ધિશાળી તથા ચતુર રાજકારણીના દિમાગમાં દોઢ કિલો રાઈ ઠાંસી દીધી. 1980 પછીની એમની તકવાદી રાજકારણી તરીકેની કારકિર્દી બાવજૂદ ભાજપે એમને સ્વીકાર્યા પણ સ્વામીએ પોતાનો સ્વભાવ બદલ્યો નહીં. ભાજપ તથા સરકાર દ્વારા થતી સારી કામગીરીઓનો ખોટેખોટો જશ લઈને તેઓ પોતાના ટેકેદારોને ભરમાવતા રહ્યા એટલું જ નહીં મોદી સરકારમાં બધા બેવકૂફો જ ભર્યા છે અને એક પોતે જ ડહાપણના ભંડાર છે એવી હવા ફેલાવીને તેઓ સમજદાર લોકોમાં સુસુ સ્વામી તરીકે ઓળખાવા લાગ્યા. ભાજપે એમને પણ સાંખી શકાય ત્યાં સુધી સાંખ્યા. રાજ્યસભાની મુદત પૂરી થતાં જ એમને પડતા મૂક્યા. સ્વામી પણ શત્રુની જેમ ખ્વાબ જોતા હતા કે મને પક્ષમાંથી કાઢી મૂકો જેથી હું શહીદીનો બિલ્લો પહેરીને હીરો બની જાઉં. મોદીએ સ્વામીને હીરો બનવાની તક આપી નહીં. આજકાલ તેઓ દરેક વિપક્ષની દાઢીમાં હાથ નાખીને રાજ્યસભામાં પાછા ફરવાની પેરવીમાં છે.

જેઓની પૂંછડી ભોંયમાં દાટ્યા પછી પણ વાંકી ને વાંકી રહેતી હોય તેઓ વખત જતાં ન ઘરના રહેતા હોય છે ન ઘાટના એવું આપણે અનેકવાર વિટનેસ કરી ચૂક્યા છીએ.

રાષ્ટ્રીય કક્ષાએ અવળચંડા દિગ્ગજ નેતાઓની જે હાલત થઈ તેવી જ પરિસ્થિતિ સ્થાનિક કક્ષાએ ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા અને ગોરધન ઝડફિયા જેવા તેજસ્વી પણ પક્ષ-પ્રજા માટેની વફાદારીમાં ઊણા ઉતરેલા અનેક નેતાઓની થઈ. એક જમાનામાં વિશ્વ હિન્દુ પરિષદના ગજાદાર નેતા તરીકે ઓળખાતા ડૉ. પ્રવીણ તોગડિયા પણ આ જ રસ્તે ચાલ્યા અને ભૂલાઈ ગયા તે ઘણા મોટા અફસોસ ની વાત છે.

આ તો બૅકગ્રાઉન્ડર હતું. એ બધું ભૂલી જાઓ. આજની વાત કરીએ.

2014ની 26 મેએ નરેન્દ્ર દામોદરદાસ મોદીએ દેશના 14મા વડાપ્રધાન તરીકે સોગંદ લીધા તે જ ઘડીએ ઇંડાનું કોચલું ફોડીને બહાર આવેલા અનેક હિન્દુવાદીઓ આજે કહેવા લાગ્યા છે કે 2024માં મોદી નહીં જોઈએ. કેટલાક કહે છે કે ભાજપ નહીં જોઈએ- મોદી ચાલશે. કેટલાક કહે છે કે મોદી-ભાજપ ચાલશે પણ આર.એસ.એસ. નહીં જોઈએ. કેટલાક કહે છે કે મોદીને હટાવો, યોગીને લાવો. કેટલાક કહે છે કે આ બધાને હટાવો, એક નવો હિન્દુવાદી પક્ષ બનાવીએ- આવું કહેનારાઓ એક વૉટ્સઍપ ગ્રુપ પણ સરખી રીતે ચલાવી શકતા નથી. એમના વૉટ્સઍપ ગ્રુપના સભ્યોમાં અડધો ડઝન તો ઍડમિન બનવા માટે આપસમાં ઝઘડો કરી રહ્યા હોય છે અને આ છએયને પાછો વહેમ હોય છે કે અમારા વૉટ્સઍપ ગ્રુપને જ્યારે દિલ્હી પર રાજ કરવા મળશે ત્યારે વડા પ્રધાન તો હું જ બનીશ.

2014 પહેલાં આ હિન્દુવાદીઓ કાં તો સેક્યુલરવાળાઓના ખેમામાં હતા, કાં પછી વાડ પર ઉભડક બેઠેલા ડબલ ઢોલકી જેવા હતા. નવો મુસલમાન પાંચવાર નમાજ પઢે અને નવો વૈષ્ણવ આઠેય સમાનાં દર્શન કરવા જાય એવા આ નવાનવા હાઈપરડાઓ પોતાની જાતને મોદી, શાહ, ભાગવત કરતાં વધારે મોટા સનાતનવાદી અને ભાજપ-સંઘ કરતાં મોટા હિન્દુવાદી પુરવાર કરવા માટે બેતાબ બની ગયા છે. તેઓ વારતહેવારે મોદીમાં આ અક્કલ નથી ને ભાગવત તો મુસ્લિમપ્રેમી છે એવું માનતા થયા છે, છડેચોક બોલતા પણ થયા છે. ભાજપ અને સંઘ તો હિન્દુત્વ માટે જોખમી છે એવું કહેવા લાગ્યા છે.

આવું કહેવા પાછળનાં એમનાં કારણો શું હોઈ શકે? નાદાની હોઈ શકે. ટૂંકી દૃષ્ટિ હોઈ શકે. અણસમજ કે ઓછી સમજ હોઈ શકે. બીજા ભોળા હિન્દુઓ પોતાના પ્રત્યે આકર્ષાય એવી સ્ટ્રેટેજી હોઈ શકે. ભાજપ સરકાર તરફથી પોતાને જે જોઈતું હતું તે નથી મળવાનું એવો અહેસાસ પણ હોઈ શકે. આ સિવાયનાં પણ કારણો હોઈ શકે.

2024માં મોદી-ભાજપને હટાવીને દેશમાં ‘સાચું હિન્દુત્વ‘ લાવવાનું ખ્વાબ જોતા હિન્દુ શેખચલ્લીઓ આજકાલ પૂરજોશમાં પોતાની સ્ટેરોઈડવાળી તાકાતનો પરચો બતાવી રહ્યા છે. બંગાળમાં હિન્દુઓની કતલ થાય છે ત્યારે તેઓ સી.એમ. મમતા બેનર્જીનો કાન પકડવાને બદલે મોદીનો કૉલર ઝાલીને પૂછતા હોય છે કે કેન્દ્ર સરકાર શું કરે છે?

કૉન્ગ્રેસશાસિત રાજસ્થાનમાં ઈંટના ભઠ્ઠામાંથી બળાત્કારપીડિત સગીર બાળાના મૃતદેહના અંશ મળી આવે છે ત્યારે આ હાઈપરડાઓ ચૂપ રહે છે પણ હરિયાણા-મણિપુરની હિંસામાં તે રાજ્યના ભાજપી મુખ્યમંત્રીઓને ધોકો લઈને ધોઈ નાખે છે. સેક્યુલરો આવું કરે તે તો સમજી શકાય. પણ આ તો પોતાને હિન્દુવાદી ગણાવતા હાઈપરડાઓ છે. કેટલાક લોકો એમને રાઈટ વિંગને બદલે રાયતા વિંગના સભ્યો તરીકે ઓળખાવે છે- જ્યાં ને ત્યાં જઈને જઈને ખોટા મુદ્દાઓ ઉપાડીને હો હા કરીને રાયતું ફેલાવનારાઓ એટલે રાયતા વિંગના સભ્યો.

જયપુર ડાયલોગ્સવાળા સંજય દીક્ષિતે શરૂઆત એક પ્યોર હિન્દુવાદી તરીકે કરી. ક્રમશઃ એમની ખરી ઓળખાણ ઉઘાડી પડતી ગઈ. આજે હવે તેઓ વાડ પર બેસીને બેઉ તરફ ઠેકડા મારે છે.

એવું જ આનંદ રંગનાથનનું છે. ટીવીની ડિબેટ્સમાં ચપડચપડ અંગ્રેજી બોલીને હિન્દુઓ તરફી અફલાતૂન દલીલો કરીને લોકપ્રિય બનેલા જે.એન.યુ. (જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી)ના પ્રાધ્યાપક હવે લાગ મળે ત્યારે તટસ્થ દેખાવાના બહાને મોદી, ભાજપ, સંઘને બે લપડાક મારતા જાય છે.

‘માનુષી‘ના તંત્રી મધુ કિશ્વાર અગાઉ મોદીવિરોધી હતાં. પછી મોદીના વખાણ કરતાં થયાં. પણ મોદી તરફથી રાજ્યસભાની સીટ કે બીજું કશું પણ ન મળતાં મધુ આન્ટી હવે ફરી મોદીવિરોધી બની ગયાં છે. એમને પણ, કેટલાક લોકો ‘તટસ્થ‘ તથા ‘નિરપેક્ષ‘ ગણતા- જ્યારે તેઓ યુ ટર્ન માર્યા પછી, મોદીતરફીમાંથી મોદીવિરોધી બનેલાં. પણ છેવટે એમની અંદરનું અસલી વિચારતત્વ બહાર આવ્યું. આ તમામ લોકોના વૈચારિક ડીએનએ એકસરખા હોય છે.

આજકાલ સંદીપ દેવ કરીને એક માયા છે તે બહુ ગાજ્યા કરે છે. તેઓ SMaRT નામનું એક ગતકડું ચલાવે છે જેમાં એમણે અને એમના મિત્રોએ થોડું સારું કામ કરીને મારા જેવાનાં પણ દિલ જીતી લીધાં. પછી જ્યારે મારી ડહાપણની દાઢ ફૂટી અને હું એ લોકોને સવાલ કરતો થયો એટલે તેઓએ ફૂટ કહીને મને ફૂટાડી દીધો. આજકાલ આ SMaRT લોકોએ ‘એકમ સનાતન દળ‘ના નામે ઝુંબેશ શરૂ કરી દીધી છે કે અમે જ સાચા હિન્દુવાદી છીએ અને ભારતના હિન્દુઓના અમે જ સાચા તારણહાર છીએ. આ મસીહાઓ મોદી-ભાજપ-સંઘ જેવા નકામા લોકો-સંગઠનોથી તમને અને સમગ્ર દેશને બચાવી લેવા માગે છે. તેઓ કહેતા ફરે છે કે 2024માં અમે વડા પ્રધાન બનીને આમ કરીશું ને તેમ કરીશું.

અમે પણ અમારા મિત્રોને કહેતા હતા કે કૅટરીના કેફને પરણીને અમને જે દીકરો થશે એના ઍડમિશન માટે અમે કઈ સ્કૂલમાં ફી ભરી દીધી છે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

22 COMMENTS

  1. સંજય દીક્ષિત વાડ પર બેસીને ઠેકડા મારે છે, ચપડચપડ અંગ્રેજી બોલતા ડૉ. આનંદ રંગનાથન ભાજપ અને સંઘને લપડાક મારે છે, તે તો મારા ભાઇ સમજ્યા પણ જે. સાઇ દીપક માટે તમે કંઇ જ્ઞાન વહેંચ્યું નહીં. સાઇ દીપકનું વૈચારિક ડીએનએ કેવું છે તેની પર પણ પ્રકાશ પાડશો.

    અને ૯ વરસના ભાજપ શાસન પછી પણ હિન્દુ ધાર્મિક સંસ્થાઓ પરના સરકારી નિયંત્રણો હજુ પણ કેમ હટાવવામાં આવ્યા નથી તેની પર પણ તમારા વિચારો જણાવશો.

    • સાચી વાત છે. હું પણ મારા મિત્રો ની સાથે ચર્ચા કરી છું ત્યારે એ લોકો મને ફક્ત એક જ પ્રશ્ન કરે છે. ભારતીય ધર નાં મંદિરો પર હજી સરકારનો કાબૂ શું કામ છે. એમના પૈસે રાજકારણીઓને તાગડધિન્ના કરવાને છે પણ ચર્ચ મસ્જિદો ને કંઈ કરવા નથી.

      • It’s a very deep rooted subject. Not easy to understand by most of the people.
        So please unless you search and know the correct reasons nobody should jump in to the conclusion. These kinds nd of narratives are spread by anti Hindus who are not bothered for our temples. They just want to instigate gullible people like you.

    • J Sai Deepak has been passionately advocating freeing Hindu temples from the state control for a number of years. If for doing that J Sai Deepak has to be labelled anti-Hindu then I am anti-Hindu too.

      And labeling people as anti-Hindu, leftists, seculars etc when they ask inconvenient questions means that one doesn’t have a proper answers to the questions they have asked.

      The question is simple: When there’s no state control over the mosques and when there’s no state control over the churches then why do Hindu religious institutions still persist being under the state control?

      Why does the state utilise vast funds from Hindu Endowment Board of all kinds of things and Hindus can’t do a thing about it.

      Even after 9 years of BJP rule if this is the situation then what is the explanation? And if someone says that the issue is so complex that people of the intellectual caliber of J Sai Deepak or Anand Ranganathan will not be able understand it then there is nothing more hilarious than that!

      • J. Sai Deepak is a naive lawyer. He botched up the Sabrimala case with non-dharmik and secular arguments. He was dead against Kashi corridor. He speaks about Hindutva fluent in English and that’s why many people who were impressed by the brown sahibs are impressed. He unnecessarily criticise BJP to look neutral. He always keeps the door half open. Like Ranga, Jaipur chacha and others he is going to become anti Modi very soon and will be harming BJP to cause a serious damage to the Hindutva. Nobody should poke their dirty nose in the nonissue of freeing temple from the government control. It’s a very complicated issue, not an issue for jingoistic arguments. Ratan Sharda and myself were on the debate on Sharda ji’s YouTube channel along with a senior RSS member. During the debate he explained the temple issue logically. Search for yourself and satisfy yourself. It will remove your ignorance.

    • Wow!! “Naive lawyer”, “brown sahib” more labels!

      However, apart from these labels there’s nothing substantive here. No facts, no reasoning, just labels and irrational hatred and name-calling.

      The impression one gets while reading this reply is that the writer assumes that he is the sole repository of knowledge and wisdom and everyone who disagrees with him is an uninformed fool. And the writer has every right to call him names and abuse him.

      If someone shows the temerity to ask pertinent but inconvenient questions then according to the writer that amounts to “poke their dirty noses in the nonissue” (sic). One more WOW!!!

      The alacrity with which the writer starts putting down and belittling people who disagree with him is the proof that the ‘comments’ section under the column is meant to be just an “echo chamber”. This section is not meant for any real discussion, rather, it is solely meant for the people who will keep reminding him endlessly what a great writer he is!

      Perhaps this constant need for validation and reassurance of one’s greatness and impatience with people who disagree with him hides some kind of an insecurity underneath.

      Best wishes

    • This is Rangarajan Narasimhan ji’s personal, subjective opinion. It is one opinion among many possible opinions. Arguing counsel has a much better understanding of which line of argument has a better chance of being accepted by the court and which hasn’t.

      Arguing the Sabarimala case on the basis of religious denomination of the temple would’ve most certainly failed to convince the court. The proof of that is Rangarajan Narasimhan ji’s own petition in the Madras high court pleading to make it compulsory for the chanting of the mantras exclusively in Sanskrit and give directions to prohibit chanting in Tamil.

      The argument was that the temples have been established on agama principles. He had argued that very sanctity of the mantras is destroyed if not chanted in Sanskrit. The argument was based on religious grounds.

      The high court DISMISSED the petition.

      High Court order can be found here:
      https://indiankanoon.org/doc/45877000/

      An observation: Considering the tone and tenor of his tweet and his replies to certain polite and well-meaning comments on his tweet, Rangarajan Narasimhan too, appears to have a bitter, know-it-all, arrogant and abrasive personality. To each his own…

  2. ધી ઇમર્જન્સી જેવી બીજી કોઈ રાજકીય બુક અનુવાદ કરો. વાંચવાની બહુ મજા આવે છે ને બહુ જાણવાનું મળે છે

    • વિનય સીતાપતિનું ‘જુગલબંદી: ધ બીજેપી બીફોર મોદી’ પણ બહુ જ મજા પડે તેવું પુસ્તક છે. એક નવલકથા કરતાં પણ વધારે ઇન્ટરેસ્ટિંગ અને જકડી રાખે તેવી શૈલી છે.

      • Not to be swayed by the style of writing. It’s a leftist view of the subject. Twisting the narrative to suit the writer’s liberal ( read anti Modi, anti Hindu and anti India) thoughts.

    • બીજું એક સસ્પેન્સ થ્રીલર નવલકથા જેવું પુસ્તક છે તવલીન સિંઘનું “દરબાર”. સન ૨૦૧૨ માં પ્રકાશિત થયું હતું એટલે ૧૨ વર્ષ જુનું પુસ્તક છે પણ હજુ પણ વાંચવાની મજા પડે તેવું છે.

  3. સર, આપણા દેશમાં રહેતા જયચંદો અને અમીચંદો જ ટાંટીયાખેંચની ગંદી રમતો રમીને દેશના વિકાસમાં અડચણ નાખ્યા કરે છે જેને લીધે વિરોધી પાર્ટીઓ બધી ફાવતી જાય છે. આ મુર્ખાઓ સમજતા નથી કે તેઓ પોતાના જ પગ પર કુહાડી મારી રહ્યા છે. આજ પહેલા વૈશ્વિક સ્તરે આપણા દેશનું ક્યાંય નામ હતું કે??

  4. સાહેબ, ફકત ભારત જ નહીં, સમગ્ર માનવજાતની ઉત્પત્તિ ના સમયથી ઈતિહાસ ગવાહી પુરે છે સ્થાપિતહીતો દ્વારા આચરાયેલા કાવતરા, કાવાદાવા, પ્રપંચોનો. આપણે સૌએ પણ જીવનમાં કોઈને કોઈ તબક્કે આવા સ્થાપિતહીતો ના સ્વાર્થી, છીછરા , નિમ્ન કક્ષાના કે એકદમ નાગા કહી શકાય તેવા અનુભવ કરેલ હોય છે. અને આ બાબત માનવ સ્વભાવને બહુ સહજ રીતે લાગુ પડે છે. જયારે પણ એક નાનકડો સમુહ પછી તે પોલીટીકલ પાર્ટી હોય, કોઈ એસોશિએશન, ધાર્મીક સંસ્થા, હાઉ. સોસા. કમીટી કે ફેમિલી બીઝનેસ કેમ ન હોય, એક ઉદ્દેશ કે કાર્ય પુરું કરવા એકઠો થાય છે તેમાં સમય જતા અંગત મહેચ્છા, આપસની છુપી ઈર્ષા, પોતે પાછળ રહી ગયા કે પોતાને મહત્વ નથી મળતુ તેવી વિચારધારાઓ ધીમે ધીમે અસંતુષ્ટો ના જુથમાં પરીણમવા લાગે છે. મુળ ઉદ્દેશ ભૂલાતો જાય છે. તેના પર ચણાયેલ ઈમારતને લુણો લાગતો રહે છે. અને એક દિવસ….. 🙏
    ખેર, આ બાબતે આખા હિન્દુ સમાજમાં જાગરુકતા આણવી જોઈએ_જે અશક્ય તો ન કહેવાય પરંતુ ખુબ મુશ્કેલ છે. આપણેસૌ એટલા બડભાગી છીએ કે દાયકાઓથી હિન્દુત્વ ને ઉવેખવાની સમગ્ર હિન્દુધર્મને પતનની ઉંડી ખાઈમાં ધકેલી દેવાની ધીરે ધીરે સતત થતી રહેલી કાર્યવાહી ને બ્રેક મારવા વાળા થોડાક કાબેલ લોકોની એક ટીમ ઉભી થઈ છે અને તેઓ પોતાનુ આ કાર્ય બખુબી કરી પણ રહ્યા છે.
    અને આપના દ્વારા આ ટીમને યોગ્ય મોરલ સપોર્ટ તથા તે અંગે જન જાગ્રુતિનુ અભિયાન ચલાવાઈ રહ્યુ છે તે ખરેખર પ્રસંશનીય છે. 🙏

  5. હાલની પરિસ્થિતી પર સમયસર આયનો ધરી દીધો.. સરસ વિશ્લેષણ

  6. હા , ખુબ જ મજા આવે છે તમારા લેખો વાંચવાની
    હું ય એક ન્યૂઝ પેપર મા છું , લોકલ ન્યૂઝ પેપર

  7. Some of them are known culprit, some names are new for me..
    Pl give some more names.
    Hope sir you will continue this write-up untill Nerendrabhai Modi re-elected in 2024

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here