૨૦૨૪ની ચૂંટણી પહેલાં કયા રાક્ષસોનો સામનો કરવાનો છે : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી’ : ગુરુવાર, 3 ઑગસ્ટ 2023)

2024ની ચૂંટણી નવી સમસ્યાઓને લઈને, નવાં વિઘ્નોની સાથે આવી રહી છે.

2019 વખતે માત્ર કોંગ્રેસિયાઓ, આપિયાઓ વગેરે અરાજકતાવાદીઓનો સામનો કરવાનો હતો.

2019માં ફરી ચૂંટાઈ આવ્યા પછી અત્યારની સરકારે દેશની જે આર્થિક પ્રગતિ કરી અને વિશેષ કરીને કોરોનાના સંકટમાં પણ આર્થિક રીતે દેશને બરબાદ થવા ન દીધો તે જોઈને કેટલીક મજબૂત વિદેશી સત્તાઓ ચોંકી ગઈ. અગાઉ તેઓ ભારતમાં વિખવાદ પેદા કરવા માટે નાની મોટી એન.જી.ઓ. (નૉન ગવર્નમેન્ટલ ઑર્ગેનાઈઝેશન જેને આપણે સેવા સંસ્થાઓના નામે ઓળખીએ છીએ તે બિનસરકારી સંગઠનો) દ્વારા પોતાનાં કામ સિદ્ધ કરતી. 2014 પહેલાંના ભારતીય સત્તાધારી રાજકારણીઓ આ વિદેશી તાકાતોને અનુરૂપ કૃષિ કાયદા, દવાઓને લગતા કાયદા બનાવીને અને સંરક્ષણ ખરીદી વગેરેમાં સાથ આપીને એમને લાડપ્યાર કરતા અને આ સુંવાળા સહવાસના બદલામાં સ્વિસ બૅન્કોમાં જમા થતી રકમમાંથી આ રાજકારણીઓની સાત પેઢીઓ તરી જતી.

2014 પછી આ બધી જ ગોબાચારીની દુકાનોનાં શટર ધડાધડ પડવા માંડ્યાં. વિદેશી તાકાતોને હતું કે હશે, આ તો ટેમ્પરરી જુવાળ છે. નેક્સ્ટ ઇલેક્શનમાં તો પાછા અમારાવાળા જ ચૂંટાવાના છે. પણ એવું બન્યું નહીં. 2019માં ફરી એ જ સરકાર આવી અને વિદેશી ફંડિંગથી ચાલતી દેશવિરોધી પ્રવૃત્તિઓ પર અંકુશ આવી ગયો અને બીજી બાજુ આપણો દેશ દુનિયાના આર્થિક જગતમાં હરણફાળ ભરવા લાગ્યો. વિદેશી તાકાતોએ આફ્રિકાના દેશોમાં અને એશિયાના દેશોમાં અનેક સત્તાપલટાઓ કરાવ્યા છે. ભારતમાં એ રીતરસમથી ઉથલપાથલ કરાવવાની જરૂર જ નહોતી કારણ કે આઝાદી પછી દાયકાઓ સુધી એમની પગચંપી કરનારાઓ જ દિલ્હીમાં બેઠા હતા.

પણ 2024 ની ચૂંટણી પહેલાં આ વિદેશી તાકાતો છેક છેલ્લી પાયરીએ જઈને કંઈક એવું તિકડમ ખેલશે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. બે કારણ છે એના. એક તો, હાલની સરકાર એમના સ્વાર્થ સિદ્ધ થવા દેતી નથી. અને બીજું- ઘણું મોટું એવું- કારણ એ કે આ સરકાર ભારતને એટલું આગળ લઈ જશે કે દુનિયામાં ડૉલરનું નહીં પણ રૂપિયાનું માનપાન વધી જશે. આમેય અમેરિકા તેમ જ યુરોપના કેટલાય દેશોની આર્થિક પડતીના સમાચાર રોજેરોજ આપણને મળતા રહે છે. આ મહાસત્તાઓની તાકાત કંઈ રાતોરાત ભૂંસાઈ જવાની નથી. પણ એમનું શિખર પરથી ગબડવાનું શરૂ થઈ ચૂક્યું છે. ખાઈનો પ્રદેશ ભલે દૂર હોય પણ આ ખાઈબદેલા ગેંડાઓ માટે ફરી શિખર સુધી ચડવું મુશ્કેલ જ નહીં, અશક્ય છે જેનું એક મોટું કારણ છે એમના રાજકારણ પર લેફ્ટિસ્ટ જમાતોએ લીધેલો ભરડો. આ લેફ્ટિસ્ટ પ્રભાવિત વિદેશી સરકારો ભારતમાં પણ ત્યાંના જેવી જ ઉથલપાથલ સર્જીને આપણી વધુને વધુ મજબૂત થતી જતી સરકારને હચમચાવી નાખવા માગે છે.

નાનકડું ઉદાહરણ લઈને પછી વાત આગળ વધારીએ. અમેરિકામાં જમણેરી રિપબ્લિકન પક્ષના ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર હતા ત્યારે એમણે મેક્સિકોમાંથી અમેરિકામાં ઘૂસી જતા ઘુસપેઠિયાઓને રોકવા લાખ કોશિશ કરી. મેક્સિકોની સાથે સરહદ ધરાવતા અમેરિકાના ટેક્સાસ રાજ્યનો ટ્રમ્પને પૂરેપૂરો સાથ. ટ્રમ્પે તો સરહદ પર દિવાલ ચણવાનું પણ શરૂ કરી દીધેલું. કેટલાક લોકો ટ્રમ્પ સાહેબને ગાંડા ગણવા લાગ્યા.

ટ્રમ્પના ગયા પછી લેફ્ટિસ્ટ-લિબરલોના મસીહા ગણાતા ડેમોક્રેટિક પાર્ટીવાળા જો બાઈડન આવ્યા. એમણે ટ્રમ્પના કર્યાકરાવ્યા પર પાણી ફેરવી દીધું. એક જમાનામાં જ્યાં દુનિયા આખીને ઈર્ષ્યા આવે એવી જીવનશૈલી હતી ત્યાં ડાબેરીઓએ સ્થાનિક પ્રજામાં અસંતોષ ફેલાવ્યો. અરાજકતા પ્રસરાવી. સાન ફ્રાન્સિસ્કો જેવા સમૃદ્ધ ઇલાકાઓમાં ખુલ્લેઆમ મૉલમાં ઘૂસીને લૂંટફાટો થવા માંડી. સાડા નવસો ડૉલર સુધીની લૂંટફાટને ગુનો જ ન કહેવાય એવો નિયમ સ્થાનિક સત્તાવાળાઓ લઈ આવ્યા. અમેરિકાના નાક જેવું સાન ફ્રાન્સિસ્કો ધારાવીની ઝુંપડપટ્ટી જેવું બનતું જાય છે.

અને આ તરફ, એશિયાના સૌથી મોટા સ્લમ વિસ્તાર તરીકે વિદેશીઓએ જેને કુખ્યાત કરી તે મુંબઈના સાયન વિસ્તારને અડીને આવેલી ધારાવીને આપણી સરકારે ન્યૂયોર્કના મૅનહટન જેવી, આપણા બી.કે.સી. (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ) જેવી બનાવવાનો પ્રકલ્પ ઑલરેડી હાથમાં લઈ લીધો છે.

ત્યાં ન્યૂયોર્ક શહેરના મૅનહટનની અત્યારે શું હાલત છે? મોંઘી મોંઘી દુકાનો, ઑફિસો તથા રહેઠાણો ધરાવતું ગ્લેમરસ મૅનહટન દાયકાઓ પહેલાં ‘હેલ્સ કિચન‘ (નરકનું રસોડું) ગણાતો. ઝુંપડપટ્ટીઓથી અને ગરીબ લોકોની વસ્તીથી ખદબદતા આ ઇલાકાને અમેરિકામાં આવીને વસેલા ઈમિગ્રન્ટોની મદદથી તે વખતની સરકારે શણગારીને રૂપાળું બનાવ્યું. આજે એ મૅનહટન ફરી હેલ્સ કિચન બનવા તરફ જઈ રહ્યું છે. કેવી રીતે ?

બાઈડનની બેવકૂફીઓથી મેક્સિકોની સરહદ વટાવીને પોતાના દેશોમાં ભિખારીની જેમ જીવતા ઘૂસપેઠિયાઓ ટેક્સાસમાં ઘૂસી ગયા. ટેક્સાસની ઇકોનોમીને અસર થવા લાગી. ટેક્સાસની ડેમોગ્રાફી બદલાવવા માંડી ( જે રીતે બાંગ્લાદેશીઓને અને રોહિંગ્યાઓને વસાવીને બંગાળ તથા દિલ્હીની ડેમોગ્રાફી બદલવામાં આવી રહી છે એમ. મણિપુરનો પ્રૉબ્લેમ આ ડેમોગ્રાફી બદલાવાને કારણે શરૂ થયો જેમાં કોર્ટના ગલત ચુકાદાને કારણે બે જાતિઓ વચ્ચેના ઝઘડાની આગમાં પેટ્રોલ રેડાયું).

ટેક્સાસના રાઇટ વિંગના સ્થાનિક શાસને એક આઈડિયા કર્યો. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે 28,000 જેટલા માથાભારે અને અમેરિકા માટે ક્યારેય વફાદારી નહીં દેખાડે એવા લક્ષણો ધરાવતા ગંદાગોબરા ઘૂસપેઠિયાઓને બસોમાં ભરી ભરીને પોતાના ખર્ચે શિકાગો, વૉશિંગ્ટન ડીસી અને ન્યુયૉર્ક શહેરના મૅનહટનમાં ઠાલવી દીધા. જાઓ, તમ તમારે. ન્યુયૉર્કનો લેફ્ટિસ્ટ મેયર એરિક ઍડમ્સ આભો બનીને જોતો જ રહી ગયો. આ ગરીબો હવે ન્યુયૉર્કના શાસન પાસે મફતમાં ઘર માગે છે, બેકારી ભથ્થું માગે છે, આરોગ્યસેવાઓ માગે છે. લો, લેતા જાઓ. સરહદો ખુલ્લી મૂકવાનાં પરિણામો જર્મનીથી લઈને ફ્રાન્સ-ઈટલી વગેરેએ ભોગવ્યા જ છે. અમેરિકા પણ ભોગવી રહ્યું છે. ન્યુયોર્કના આ બ્લૅક મેયરની અક્કલ હવે ખુલી છે અને એમણે આ ઈલ્લિગલ ઇમિગ્રન્ટ્સને રોકવાની આજીજી કરી છે. અમેરિકામાં ગેરકાયદે આવી જતા વિદેશીઓને રોકવાની તમે વાત કરો તો તમે રેસિસ્ટ ગણાઓ , જાતિવાદ કે રંગભેદમાં માનનારા સંકુચિત ગણાઓ એવું વાતાવરણ ત્યાંના ડાબેરી મીડિયાએ સર્જ્યું છે. ભારતમાં તમે રોહિંગ્યા કે બાંગલાદેશી ઘૂસપેઠિયાઓ વિરુદ્ધ બોલ્યા તો તમે કોમવાદી એવું વાતાવરણ અહીંના વામપંથી મીડિયાએ સર્જ્યું છે.

વિદેશી તાકાતો ભારતમાં જે જે કાંડ કરવા માગે છે એમાંનું એક આ છે- સ્થાનિક દેશદ્રોહી રાજકર્તાઓને (વાંચો કેજરીવાલ, મમતા, રાહુલ વગેરે) પંપાળીને ભારતમાં એવું વાતાવરણ ઊભું કરો જેથી શરણાર્થીઓ દ્વારા આ દેશની ડેમોગ્રાફી બદલાઈ જાય. વિદેશી તાકાતોને ખબર છે કે આ દેશનો ચોકીદાર એન.આર.સી. (નૅશનલ રજીસ્ટર ઑફ સિટિઝન્સ) અને સી.એ.એ. (સિટિઝનશિપ એમેન્ડમેન્ટ ઍક્ટ)ના બે દંડૂકાઓ હાથમાં તૈયાર રાખીને જ બેઠો છે. બેઉ કાનૂનો પસાર થઈ ગયા છે. વખત આવ્યે એનું અમલીકરણ થશે અને એ વખત 2024ની ચૂંટણી પછી આવશે.

દેશના અરાજકતાવાદી રાજકીય પક્ષો ઉપરાંત આ વખતની ચૂંટણીમાં વિદેશી તાકાતો જે જબરજસ્ત જોર લગાવવાની છે તેનું પણ એક મસમોટું વિઘ્ન આવવાનું છે.

ત્રીજું વિઘ્ન કયું?

ત્રીજું વિઘ્ન ન તો વિધર્મી આતંકવાદી સંગઠનોનું છે, ન શીશમહેલમાં રહેતા રાજકારણીઓનું છે, ન ડાબેરીઓનું છે, ન વિદેશી તાકાતોનું છે. આ ત્રીજું વિઘ્ન જે મેં આઈડેન્ટીફાય કર્યું છે તે વિશે હું અંગ્રેજીમાં ઑલરેડી આ વર્ષની 26મી જાન્યુઆરી વખતે લખી ચૂક્યો છું. જો તમે ટ્વિટર પર હો તો મારા પીન કરેલા થ્રેડના નવ ભાગ વાંચી લેજો. મારું ટ્વીટર હેન્ડલ છે: @hisaurabhshah (કેટલાક લોકો કહેતા હોય છે કે આ માણસે પોતાના નામની આગળ એકવાર ‘હાય‘ લખવાને બદલે નામની પાછળ બે વાર લખવું જોઈએ!)

જો તમે ટ્વીટર સુધી ન પહોંચી શકો તો આવતીકાલે ફરી મને મળજો. હું એ અંગ્રેજી લખાણને વિસ્તૃત કરીને તમારા સુધી પહોંચાડીશ. પેલું અંગ્રેજી મેં 26 જાન્યુઆરીના માહોલમાં લખ્યું હતું. આ ગુજરાતી 15 ઑગસ્ટના માહોલમાં લખાશે. કાલે મળીએ.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

12 COMMENTS

  1. Interesting article of Indian politics 🇮🇳 just now ..!!..WhatsApp share with friends group 🇨🇦🇮🇳..🙌👍

  2. Hope કે બધા વિધ્નો પાર કરી P M MODI ji ની સરકાર ને ઝળહળતી સફળતા મળે.

  3. You are right. You have not mentioned China which is trying its best to create problems in entire N-E. Violence in Manipur is fanned by Church and China through its proxies in Myanmar. Suffering of original inhabitants of Manipur, Meiti Hindus is now pushed in to background. MSM, Opposition and courts are concerned only with naked parade now.

  4. Now you are on right track . Your strength and spirit on current affairs excellent. Please keeping up.

  5. Please continue writing political analysis. Don’t stop.
    It gives accurate information which hardly anyone gives.

  6. Ncp na ajit pawar ne lai ne bjp per sawal uthawa joye…je party corrupt ..karti hoy ewa loko bjp ma aavi ne non corrupt thai jata hoy che aani asar elect..na voting per padse j …ewu maru manvu che…🙏

    • ભાઈશ્રી દીપેશજી, શોલે પીકચર જોયુ જ હશે આપે. ઠાકુર નો ઙાયલોગ ” લોહા લોહે કો કાટતા હૈ ” યાદ હશે. શરદ પવારનો તોઙ અજીત પવાર. થોઙા જ સમયની વાત છે.

      • Pachi bjp & cong ma farq su ? Cong mukt bharat ni badle cong yukt bjp thai gayu…e dekhavu joye 🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here