બાળકો માટે ઈમોશનલ મૅનેજમેન્ટનો કોર્સ જરૂરી છે, પેરન્ટ્સ માટે પણ : સૌરભ શાહ

( તડકભડક: સંદેશ, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 12 જુલાઈ 2020 )

ઈમોશનલ મૅનેજમેન્ટ નામની કોઈ વિદ્યાશાખા, બિઝનેસ મૅનેજમેન્ટની જેમ, નથી. હોવી જોઈએ. અર્થશાસ્ત્ર, તર્કશાસ્ત્ર કે રસાયણશાસ્ત્રની જેમ પદ્ધતિસરનું લાગણીશાસ્ત્ર પણ વિકસાવવું જોઈએ. સાયકોલૉજી કે સાયકીએટ્રીના એક અંગ તરીકે કે ફાંટા તરીકે નહીં, પણ એક સ્વતંત્ર વિદ્યાશાખારૂપે લાગણીશાસ્ત્ર વિકસાવવું જોઈએ. એક વિષય તરીકે શાળાના પહેલા ધોરણથી જ શીખવવામાં આવે અને ઓછામાં ઓછું બારમા ધોરણ સુધી આ વિષય ફરજિયાત શીખવવામાં આવે. શક્ય હોય તો સ્નાતક કક્ષાએ પણ એને ફરજિયાત અભ્યાસક્રમનો એક ભાગ બનાવવામાં આવે.

ગણિતમાં એક વત્તા એક ગણતાં શીખવવામાં આવે અને ભૂગોળમાં ટુંડ્ર પ્રદેશની વિશેષતાઓ વિશે જાણકારી આપવામાં આવે અને ઇતિહાસમાં પાણીપતના યુદ્ધમાં હારનાં કારણો શીખવવામાં આવે એમ લાગણીશાસ્ત્રમાં શું શું શીખવવું જોઈએ?

મોટા થયા પછી પણ આપણને આવડતું નથી હોતું કે આપણા ગુસ્સાને, આપણી ઈર્ષ્યાને, આપણી લાલચોને, આપણા પ્રેમને – વહાલને કેવી રીતે મૅનેજ કરવાં.

સૌથી પહેલાં તો બાળકને એની પોતાની લાગણીઓ ઓળખતાં શીખવવું જોઈએ. આ – ગુસ્સો – કહેવાય. આ – હતાશા – છે. કે આનંદના આટલા પ્રકાર છે. બાળકને ખબર પડવી જોઈએ કે ગુસ્સે થઈ જવું એ ખુશ થઈ જવા જેટલું જ સ્વાભાવિક છે. કોઈકને ભેટી પડવાનું મન થવું એ જેટલું સાહજિક છે એટલી જ સ્વાભાવિક છે કોઈકના માથામાં બૅટ મારીને એને લોહીલુહાણ કરી નાખવાની લાગણી. પણ જેમ કોઈકને ભેટી પડવાની ઈચ્છા થાય તો તમે એમ કરતા નથી (મોટા થયા પછી, ધૅટ ઈઝ) કે કહી શકતા નથી, એ જ રીતે કોઈના માથા પર બેટ પણ પછાડી શકાતું નથી. તો પછી આવા આવેશોનું શું કરવું? કોઈના પર વહાલ ઊભરાય ત્યારે, કોઈના પર ગુસ્સો આવે ત્યારે શું કરવું? ક્યારેક કોઈ દોસ્તારે કે બહેનપણીએ બદમાશી કરી તો એની બદમાશીનો બદલો કેવી રીતે વાળવો? સમસમીને બેસી રહેવું કે પછી બીજો ગાલ ધરવાની સુફિયાણી સલાહ યાદ કરવી!

મોટા થયા પછી પણ આપણને આવડતું નથી હોતું કે આપણા ગુસ્સાને, આપણી ઈર્ષ્યાને, આપણી લાલચોને, આપણા પ્રેમને – વહાલને કેવી રીતે મૅનેજ કરવાં. મોટા થયા પછી પણ આપણને ખબર નથી હોતી કે ક્યાંક જવા માટે ટ્રેન ન મળતી હોય ત્યાં રિક્શા, બસ, ખાનગી વાહન દ્વારા – ગમે તે રીતે જઈ શકાય એમ જો જીવનમાં આપણને હૂંફ ન મળતી હોય કે દોસ્તી ન મળતી હોય કે વડીલનું વાત્સલ્ય ન મળતું હોય તો એવા સંજોગોમાં શું કરવું? ખટકયા કરતા અભાવને પંપાળતાં બેસી રહેવું? કે પછી એ અભાવને ભરવાની કોશિશ કરવી? કઈ રીતે કોશિશ થાય? ક્યાં ક્યાં કોશિશ થાય?

લાગણીઓને મૅનેજ કરવી જોઈએ એવી સભાનતા વિના જ બાળક મોટું થઈ જાય છે, ટીન એજર બને છે. તે વખતે એ સૌપ્રથમવાર અનુભવે છે કે એના લાગણીતંત્રના તાર ખૂબ ગૂંચવાઈ ગયા છે.

મોટા થયા પછી પણ આ કે આવા સંખ્યાબંધ પ્રશ્ર્નોના ઉત્તર મેળવતાં મુશ્કેલી પડતી હોય તો ઈમોશનલી બિલકુલ આશ્રિત હોય એ ઉંમરનાં બાળકોને તો કેટલી બધી તકલીફ પડતી હશે, પોતાની લાગણીઓને મૅનેજ કરવામાં.

પંદર-વીસ-પચીસ વર્ષથી જે બંગલો મૅનેજ ન થયો હોય એને બે-અઢી દાયકા બાદ ફરી રહેવાલાયક બનાવવો હોય તો કેટલી બધી મહેનત કરવી પડે. વેલ મેઈન્ટેઈન્ડ મકાનમાં આવી તકલીફ રહેતી નથી. લાગણીઓને મૅનેજ કરવી જોઈએ એવી સભાનતા વિના જ બાળક મોટું થઈ જાય છે, ટીન એજર બને છે. તે વખતે એ સૌપ્રથમવાર અનુભવે છે કે એના લાગણીતંત્રના તાર ખૂબ ગૂંચવાઈ ગયા છે. આ બધી ગૂંચ પહેલેથી જ ઉકેલાતી રહી હોત તો ટીન એજમાં મૂંઝવતી લાગણીઓને સમજી શકાઈ હોત, આ લાગણીઓ સાથે કામ પાર પાડવામાં સરળતા પડતી હોત. ટૂંકમાં, લાગણીઓની સાથે કેવી રીતે પનારો પાડવો, એને કેવી રીતે મૅનેજ કરવી એ વિશેની પાયાની જાણકારી મળી ગઈ હોત.

મનમાં ઉદ્‌ભવતી ગુસ્સો કે ઈર્ષ્યા જેવી નકારાત્મક ગણાતી લાગણીઓનું સર્જાવું સાહજિક છે એ વાત સમજતાં સમજતાં માણસના વાળ ધોળા થઈ જાય છે. ગુસ્સો આવવો કે ઈર્ષ્યા થવી કે એવી જ અન્ય તમામ, નેગૅટિવ ગણાતી લાગણીઓ થવી સાહજિક છે એ વાત બાળક સ્વીકારતાં શીખે તો જ એને આગળ શિખવાડી શકાય કે ગુસ્સો શાંત કેવી રીતે કરવો, ઈર્ષ્યા ન થાય તે માટે શું કરવું. આવું જ સેક્સની બાબતમાં.

પણ માબાપ તરીકે કે શિક્ષક તરીકે આપણે કરીએ છીએ શું? કહી દઈએ કે: ગુસ્સો ન થાય, એક વખત કહી દીધું ને. સીધો હુકમ. તારું રમકડું એને રમવા આપ. સીધો હુકમ. પોતાનું રમકડું બીજાને રમવા ન આપવું એ લાગણી બાળકમાં સાહજિક છે. કોઈક બાળકને એવી લાગણી ન થતી હોય અને એ સામેથી બીજાં બાળકોને પોતાનાં રમકડાં રમવા આપે તો ઉત્તમ જ છે, પણ મોટાભાગનાં બાળકો નથી આપી શકતાં. એમને આપણે સીધો હુકમ કરીએ છીએ (કે સમજાવીએ છીએ) કે બીજાને રમવા આપ તો જાણે-અજાણે બાળકને મનમાં લાગે છે કે બીજાને રમકડું રમવા ન આપવાની લાગણી ઉદ્‌ભવે તે ખોટું કહેવાય, પોતાનામાં એટલી ખોટ છે, પોતાનું વ્યક્તિત્વ એટલું ખરાબ છે. વાસ્તવમાં, બાળકને સમજ પડવી જોઈએ કે આવી લાગણી ઉદ્‌ભવે તેમાં ખોટું કશું જ નથી, ખોટું માત્ર એ લાગણીનું અમલીકરણ કરવામાં આવે છે. લાગણીના ઉદ્‌ભવ અને અમલીકરણ વચ્ચેનો આ ભેદ બિલકુલ સ્પષ્ટ છે અને એ જાતે સમજીને બાળકને સમજાવવા જેવો છે.

મનમાં જે લાગણી ઉદ્‌ભવતી જ નથી (એવું આપણને લાગે છે કે ઉદ્‌ભવતી નથી) એવી લાગણીઓ પણ સબ-કૉન્શ્યસમાં છુપાયેલી પડી હોઈ શકે છે.

મારામાં કોઈ સારી લાગણી ઉદ્‌ભવે એને કારણે હું આપોઆપ સારો થઈ જતો નથી અને કોઈના માટે ખરાબ લાગણી જન્મે તો એના કારણે હું આપોઆપ ખરાબ પણ થઈ જતો નથી. હું સારો કે ખરાબ ત્યારે જ છું જ્યારે એ લાગણીનું સભાન કે અભાનપણે અમલીકરણ થાય છે. તમે એમ ન કહી શકો કે મારામાં ખરાબ લાગણી ઉદ્‌ભવવી જ ન જોઈએ, કારણ કે એક, એ સાહજિક છે. મોટર હોય તો એનું ટાયર પંકચર થવાનું જ. પંકચર સાહજિક છે. એને રિપેર કરાવી લેવાની સમજ હોવી જોઈએ. પંકચર્ડ ટાયરવાળી ગાડી ચલાવવાથી થનારા નુકસાન અંગેની જાણકારી હશે તો જ પંકચર રિપેર કરાવવાની અગત્યતા સમજાશે. બીજું, માની લો કે મારામાં કોઈ પણ ખરાબ લાગણી ઉદ્‌ભવતી નથી, માત્ર સારી સારી લાગણીઓ જ ઉદ્‌ભવે છે. આમ છતાં જ્યારે વર્તન કરવાનો વખત આવે છે ત્યારે મારું વર્તન સ્વાર્થી કે ગુસ્સાભર્યું કે ઈર્ષ્યાળુ હોઈ શકે છે, બિલકુલ હોઈ શકે છે. મનમાં જે લાગણી ઉદ્‌ભવતી જ નથી (એવું આપણને લાગે છે કે ઉદ્‌ભવતી નથી) એવી લાગણીઓ પણ સબ-કૉન્શ્યસમાં છુપાયેલી પડી હોઈ શકે છે.

આ અને આવા અનેક મુદ્દા ઈમોશનલ મૅનેજમેન્ટ કોર્સમાં આવરી શકાય.

આવતા રવિવારે આ વિશે થોડી બીજી વાતો કરીએ.

પાન બનાર્સવાલા

લવ એટલે પઝેસિવનેસ નહીં; પણ ઘણા લોકો આવું જ માને છે – બીજી વ્યક્તિને સંપૂર્ણપણે પઝેસ કરવી એટલે જ લવ. કોઈને પઝેસ કરવાથી લવની તમામ શકયતાઓ મરી પરવારે છે.

– ઓશો

• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

2 COMMENTS

  1. Aap akvar vipsiyna sadhna kutchh ma aavel dhammsindhu cener pr kro 10 divas ni sibir pchhi ana pr articl lkhso jethi bija loko ne prerna mlse evi mari lagni ne magni pn chhe mharashtrama pb vipsiyna center chhe jya aapne anukud lage tya.

  2. ખૂબ જ મૌલિક અને ઉમદા વિચાર
    ઘણી બધી સમસ્યાઓને ઊકલી શકાય
    શિક્ષણ બોર્ડ સુધી પહોંચાડી શકાય તો ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here