મનુસ્મૃતિની ત્રુટિઓ અને મનુસ્મૃતિ વિશેની ભ્રાંતિઓ : સૌરભ શાહ

(લાઉડમાઉથઃ ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 23 માર્ચ 2022)

આપણા મગજમાં એવી જડબેસલાક ગેરમાહિતી ઘુસાડી દેવામાં આવી છે કે કોઈ પણ સ્કૂલ-કૉલેજ-યુનિવર્સિટીમાં જઈને રેન્ડમલી પકડીને વિદ્યાર્થીઓને પૂછશો તો મનુસ્મૃતિ વિશે એક જ અભિપ્રાય જાણવા મળશે – એ જૂનવાણી છે, પછાત અને જાતિવાદી લોકો માટેનો ગ્રંથ છે, આજના ભારતમાં એનું કંઈ કામ નથી, ભારતનો એ જમાનો ક્યારનો પૂરો થઈ ગયો.

એક્સક્યુઝ મી. ન તો મનુસ્મૃતિ જૂનવાણી છે, ન ભારત ક્યારેય પછાત હતું. આપણને ‘પછાત’ કહેનારા ધર્મોના દેશોમાં પછાતપણું હતું. તમને ખબર છે કે દુનિયાની સૌથી જૂની લોકશાહીનાં બણગાં ફૂંકનારા અમેરિકામાં સ્ત્રીઓને ક્યારે મતાધિકાર મળ્યો?

પશ્ચિમના દેશોએ વીમેન્સ લિબરેશનની ચળવળો ચલાવવી પડી હતી. એ લોકોમાં સ્ત્રીઓનું શોષણ થતું, સ્ત્રીનો દરજ્જો પગલૂછણિયા જેવો હતો એટલે ત્યાં એવી ચળવળો શરૂ કરવી પડી.

1920માં. અને એ દેશને આઝાદી કઈ સાલમાં મળી હતી? 4 જુલાઈ 1776ના રોજ. લગભગ દોઢસો વર્ષ સુધી અમેરિકન સ્ત્રીઓએ પોતાના જ દેશમાં મતાધિકાર મેળવવા માટે પોતાની જ સરકાર સામે લડવું પડ્યું – ઘણો લાંબો ઇતિહાસ છે એ. આની સામે ભારતની સ્ત્રીઓએ પોતાના મતાધિકાર માટે કેટલાં વર્ષ લડવું પડ્યું હતું, ખબર છે? એક સેકન્ડ માટે પણ નહીં. ભારતીય બંધારણે ડે વનથી સ્ત્રી-પુરુષને એકસરખો મતદાન અધિકાર આપ્યો છે.

સ્ત્રી સન્માન આપણી પરંપરા છે. સ્ત્રીઓનો આદર કરવાનું આપણા લોહીમાં છે. પશ્ચિમના દેશોએ વીમેન્સ લિબરેશનની ચળવળો ચલાવવી પડી હતી. એ લોકોમાં સ્ત્રીઓનું શોષણ થતું, સ્ત્રીનો દરજ્જો પગલૂછણિયા જેવો હતો એટલે ત્યાં એવી ચળવળો શરૂ કરવી પડી. અને ભારત એમના કરતાં ચડિયાતું છે એવું કોઈ જાણી ન જાય એટલે એમણે ખોટો પ્રચાર શરૂ કર્યો કે ભારતીય સમાજમાં સ્ત્રીઓને હડધૂત કરવામાં આવે છે વગેરે. એ લોકોએ એટલે જ મનૃસ્મૃતિનું અપમાન કરતો પ્રચાર શરૂ કર્યો. આપણે પણ ભોળવાઈ ગયા.

મનુસ્મૃતિ હાથમાં લઇને એના ત્રીજા અધ્યાયનો ૫૬મો શ્લોક વાંચીને એનું અધિકૃત અર્થઘટન જાણવાની કોશિશ કરી છે ક્યારેય?

યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ ।
યત્રૈતાસ્તુ ન પૂજ્યન્તે સર્વાસ્તત્રાફલાઃ ક્રિયાઃ ।।

પ્રતિષ્ઠિત ભાષ્યકાર ડૉ. સુરેન્દ્ર કુમાર ‘આર્ષ સાહિત્ય પ્રચાર ટ્રસ્ટ’ દ્વારા પ્રગટ થયેલા ‘મનુસ્મૃતિ’ના ગ્રંથમાં લખે છે કે આ શ્લોકમાં ‘પૂજા’નો અર્થ થાય સત્કાર અને સન્માન અને ‘દેવતા’નો અર્થ થાય ‘દિવ્યગુણ’, ‘દિવ્યસન્તાન’ અથવા ‘દિવ્યભોગ’.

અહીં તેઓ ‘મનુસ્મૃતિ’ના 2.151 (2.176) શ્લોકનું પ્રમાણ ટાંકે છે અને કહે છે કે આ અર્થ પૂર્વાપર પ્રસંગથી સિદ્ધ થાય છેઃ ‘જ્યાં નારીઓનાં સત્કાર-સન્માન થાય છે ત્યાં નારીઓ પ્રસન્ન રહે છે. એમની પ્રસન્નતાથી ઘરનું વાતાવરણ પ્રસન્ન અને સુખ-શાન્તિમય બને છે. નારી પર જ ઘરની સુખશાન્તિનો આધાર છે (3.55, 60, 62; 9.28) એ જ ઘરની અધિષ્ઠાત્રી દેવી છે (9.26-27), માતાના રૂપમાં એ નિર્માત્રી છે (9.27 – 28). આમ ઘરની સુખશાન્તિથી ઘરમાં ઉત્તમ ભોગ, ઉત્તમ સન્તાન, ઉત્તમ શિક્ષણ, ઐશ્વર્ય, સુખ-સફળતા વગેરે દિવ્યગુણો ખીલે છે. આથી વિરુદ્ધ, જ્યાં નારીઓનો અનાદર થાય છે, એ પરિવારમાં અશાન્તિને કારણે તમામ કાર્યોમાં અસફળતા મળે છે, પરિવારમાં ઉન્નતિ – સુખ આદિ પ્રાપ્ત નથી થતાં. આ જ ભાવની વિસ્તૃત વ્યાખ્યા મનુએ 3.57 – 60માં પણ આપી છે’

મનુસ્મૃતિમાં નારી સન્માનની વાત કોઈ એકલદોકલ શ્લોકમાં નથી કરી (એવું હોત તો પણ એમાં કોઈએ વાંધો લેવા જેવું નહોતું) પણ અહીં તો અનેક ઠેકાણે સ્ત્રી સન્માનની વાતો કરી છે. ડૉ. સુરેન્દ્ર કુમારનું અર્થઘટન પ્રચલિત અર્થઘટન કરતાં જુદું અને વધુ સચોટ છે. પ્રચલિત અર્થઘટનમાં ‘દેવતાઓના વાસ’ની વાત છે, જે મૂળ શ્લોકમાં વ્યક્ત થતા અર્થથી જુદું છે. અને પૂજા કરવી એ ભાવનાને શબ્દાર્થમાં લેવાઈ છે, બાકી આ શ્લોકમાં કહેલી વાત પ્રમાણે પૂજા કરવી એટલે સન્માન કરવું.

વાત એમ છે કે મનુસ્મૃતિ વિશેનો અપપ્રચાર પોલિટિકલી મોટિવેટેડ છે. શું તમને ખબર છે કે ભારતમાં કેટલાક લોકો ‘મનુસ્મૃતિ બર્નિંગ ડે’ મનાવે છે? મનુસ્મૃતિને જાહેરમાં બાળવાની જુર્રત કરનારાઓ અન્ય ધર્મોના ગ્રંથોનું એક પાનું જાહેરમાં બાળીને તો શું જાહેરમાં ફાડીને તો જુએ – દેશભરમાં રમખાણો ફાટી નીકળશે. પણ આપણે ભલા લોકો છીએ – મનુસ્મૃતિને આખેઆખી બાળનારા ઉદ્દામવાદીઓને ચલાવી લઈએ છીએ.

મનુસ્મૃતિ કે પછી કોઈપણ હિન્દુ ધર્મગ્રંથમાં લખેલી વાતો આપણા માટે પથ્થરની લકીર નથી. હિન્દુ સમાજ આધુનિક છે, ફલેક્સિબલ છે અને ઉદાર છે. બધા ધર્મોમાં એવી ઉદારતા હોવી જોઈએ – ગ્રંથોમાં અને અનુયાયીઓમાં પણ. જે વાત અમુક જમાનાને સુસંગત હોય તે આજના સમય સાથે મેળ ન ખાતી હોય તો એમાં યોગ્ય ફેરફારો કરવા જ પડે. આટલી સાદી સમજ સૌ કોઈનામાં હોય એવી અપેક્ષા છે.

હજારો વર્ષ અગાઉ કહેવાઈ ગયું કે પચીસ વર્ષની ઉંમર સુધી બ્રહ્મચર્યાશ્રમ પાળવો, પચીસથી પચાસ ગૃહસ્થાશ્રમ.. પણ અત્યારે આપણે જડબુદ્ધિ – જડભરત થઈને એને વળગી નથી રહેતા.. ધારો કે કોઈને 40 કે 45 વર્ષની ઉંમર સુધી ગૃહસ્થાશ્રમ શરૂ ન કરવો હોય તો સમાજ એને અધાર્મિક કે નાસ્તિક કહીને નાત બહાર મૂકી દેતો નથી

હજારો વર્ષ અગાઉ કહેવાઈ ગયું કે પચીસ વર્ષની ઉંમર સુધી બ્રહ્મચર્યાશ્રમ પાળવો, પચીસથી પચાસ ગૃહસ્થાશ્રમ, એ પછીનાં પચીસ વર્ષ વાનપ્રસ્થાશ્રમ પાળવો અને સો વર્ષની જિંદગીનાં છેલ્લાં પચીસ વર્ષ સંન્યસ્તાશ્રમ પાળવો. આ વાત અતિ ગહન છે, તે જમાનામાં પ્રસ્તુત હતી. પણ અત્યારે આપણે જડબુદ્ધિ – જડભરત થઈને એને વળગી નથી રહેતા. 25 વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમ પાળવાને બદલે 21 વર્ષની ઉંમરે જ ગૃહસ્થાશ્રમમાં પગ મૂકવાથી કાનૂની છૂટ હિન્દુ સમાજને છે અને ધારો કે કોઈને 40 કે 45 વર્ષની ઉંમર સુધી ગૃહસ્થાશ્રમ શરૂ ન કરવો હોય તો સમાજ એને અધાર્મિક કે નાસ્તિક કહીને નાત બહાર મૂકી દેતો નથી. 75 વર્ષ પછી દુન્યવી પ્રવૃત્તિઓમાંથી સંન્યાસ લઈ લેવાને બદલે ભરપૂર સાંસરિક સુખો ભોગવનારાઓ, બારપંદર કલાક કામમાં રચ્યા પચ્યા રહેનારાઓ અને જલસાથી જિંદગી જીવનારાઓ તો ઉલટાના આદરપૂર્વક જોવાય છે.

મનુસ્મૃતિ માનવધર્મ ( ધર્મ –ફરજોના અર્થમાં) શાસ્ત્ર છે, વ્યાવહારિક કાયદાશાસ્ત્ર છે. બેઉ વિષયોમાં જમાના પ્રમાણે બદલાવ થતા રહેવાના અને આ ક્ષેત્રોમાં ઘણી વધી બાબતો એવી છે જે શાશ્વત છે, ક્યારેય બદલાવાની નથી, એને બદલાવવાની જરૂર પણ નથી.

મનુસ્મૃતિમાં પ્રગટ કરવામાં આવેલા વિચારો તેમ જ નિયમો વેદશાસ્ત્રો પર આધારિત છે. માટે મનુસ્મૃતિમાંના જે શ્લોકોમાં વેદોથી વિપરીત વાત કહેવાઈ હોય તે શ્લોકોની સંસ્કૃત ભાષા તથા કથનશૈલીની ચકાસણી કરીને ભાષાવિજ્ઞાનના વિદ્વાનોએ એને અલગ તારવ્યા છે. એ શ્લોકો મહર્ષિ મનુએ નથી રચ્યા પણ પાછળથી અન્ય લોકોએ પોતાના પૂર્વગ્રહોને કારણે મનુસ્મૃતિમાં જોડી દીધા છે. આની સામે કેટલાક શ્લોક એવા પણ છે જે નિઃશંક મનુએ જ રચ્યા છે પણ સ્થળકાળના સંદર્ભો બદલાઈ જતાં હવે એ અપ્રસ્તુત બની ગયા છે. જેમ કે આજની તારીખે તમે કોઈને પત્ર લખીને અમદાવાદથી મુંબઈ પહોંચાડવા માગતા હો અને કોઈ કહે કે હું દોડતે ઘોડે જઈને આ પત્ર મુંબઈ પહોંચાડી દઇશ, આટલી સોનામહોર આપવી પડશે, તો તમે આપશો? કોમ્પ્યુટરની એક ક્લિકથી તમે ઇમેલ મુંબઈ તો શું જગતના કોઈ પણ ખૂણે પત્ર પહોંચાડી શકો છો અને તે પણ વિના મૂલ્યે.

સ્થળકાળના સંદર્ભ સમજ્યા વિના તમે કોઈ પણ વાતને યથાતથ્ સ્વીકારવા જાઓ તો ઊંધે માથે પડો. મનુસ્મૃતિમાં આજની તારીખે તમને જે કંઈ ત્રુટિઓ જણાતી હોય તેમાંની કેટલીક ત્રુટિઓ નથી પણ પરિવર્તન પામેલા કાળનું પરિણામ છે, અમુક શ્લોકો બીજાઓએ ઉમેરેલા છે અને બાકીની જે છે તે મનુસ્મૃતિ માટે ફેલાવવામાં આવેલી ભ્રાંતિઓનું પરિણામ છે.

સાયલન્સ પ્લીઝ!

વાણીથી ઉદ્ભવતી સંપદાની તસ્કરી કરવાવાળો, તમામ ચોરોમાં સૌથી મોટો ચોર છે.

—મનુસ્મૃતિ (4.258)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

13 COMMENTS

  1. લેખ સાથે સહમત. આપણા ગ્રંથોમાં કરવામાં આવેલી ભેળસેળ બાબતે આચાર્ય પ્રશાંત શર્માનો આ વીડિયો જોવો‌ તમને ગમશે:

    https://youtu.be/MO6AFUJCHr4

  2. સરસ લેખ સૌરભ ભાઈ મનુ સ્મૃતિ વિશે ની ગેરસમજ દૂર કરવા બદલ આભાર

  3. ધન્યવાદ સૌરભ ભાઈ મનુ સ્મૃતિ ની સ્મૃતિ તાજી કરવા

  4. વાહ વાહ વાહ…. ખૂબ ગમ્યું સાહેબ…. આપ જે વિવેક, નમ્રતાથી ગેરસમજણો અને ભ્રાંતિઓ ઉદાહરણ સહિત સમજાવી રહ્યા છો તે ‘હદયમાં’ ઉતરી રહ્યું છે….. 🙂

  5. સર , ખૂબ ખૂબ અભિનંદન , પશુ શુદ્ર ઔર નારી તિનો તાડન કે અધિકારી આવા વાક્યો માટે મનુસ્મૃતિ ને ટાંકી વમપંથીઓ ફેમિનિસ્ટ ચળવળો અને દલિતો ને હિન્દૂ ઓ માંથી અલગ પાડવા કારસ્તાન કરે છે અને જાહેર માં મનુસ્મૃતિ ને બાળી ને અપમાન કરે છે

    ઉપરોક્ત શ્લોક વિશે જ્ઞાનવર્ધન કરશો જી

    • Aa shlok kadach manusmruti ma nathi pan Sundar kand ma chhe pan ema pan thodo ghano change karine aapdi same rakhvama aavyo chhe

    • Google par search karso to eno proper arth malijase vistar thi because Tadan is not only use for beating some one

      • ઉત્તમ લેખ… બીજા ધર્મો માં સાદી સમજ નથી એ જ તો main problem છે.

    • આ શ્લોક મનુ સ્મૃતિનો નથી , તુલસીદાસજી રચિત સુંદર કાંડ નો છે.
      ઢોલ ગવાર પશુ શુદ્ર ઔર નારી,
      સકલ સબ તાડન કે અધિકારી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here