લોકડાઉનમાં આ દેશ પર થૂંકી રહેલાઓને ઓળખી લઈએ- લેખ 1: સૌરભ શાહ

(ન્યુઝવ્યુઝઃ ગુરુવાર, ૨૩ એપ્રિલ, ૨૦૨૦)

દેશભરમાં લોકડાઉન ચાલે છે અને આવતીકાલથી ઈસ્લામધર્મીઓ માટે રમઝાન મહિનો શરૂ થઈ રહ્યો છે. કોરોનાની સારવાર કરતા ડૉક્ટરો અને નર્સો પર થૂંકવું. કોરોનાગ્રસ્ત ઈલાકાઓમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા જતા પોલીસો પર પથ્થરમારો કરવો. લૉકડાઉન દરમ્યાન બાપનું રાજ હોય એમ ખુલ્લેઆમ સમુહમાં રસ્તા પર આવીને નમાજ પઢવી. માસ્ક, હેન્ડશેક અને એકબીજાથી દૂર રહેવાની સલાહની ભદ્દી મજાકો ઉડાવતી શાણપટ્ટીવાળા વિડિયો ટિકટોક પર ચડાવવા. દુનિયાભરના હજારો તબ્લીગીઓનું કેજરીવાલના આશ્રય હેઠળ દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં જમા થવું અને પછી પોલીસની રેડ પડે ત્યારે હૉસ્પિટલમાં જઈને કોરોનાની સારવાર કરાવવાને બદલે દેશભરના ખૂણે ખૂણે પહોંચીને રોગચાળાની તીવ્રતામાં ગુણાકાર કરવો. રસ્તા પર વેચાતાં ફળ-શાકભાજી પર થૂંકીને તેમ જ પોતાનો પેશાબ છાંટીને એને સંક્રમિત કરવાં. (આવા અનેક વિડિયો ટ્વિટર અને યુટ્યુબ પર છે, શોધી લેવા).

સામાન્ય દિવસોમાં, સરકારનો લૉકડાઉનનો હુકમ ન હોય ત્યારે ય બિલકુલ સ્વીકાર્ય ન હોય, કાનૂનન પણ ગુનો બને આવી બીહેવિયર.

આવતીકાલથી રમઝાનનો મહિનો શરૂ થાય છે. આ તો અમારા માટે પવિત્ર મહિનો છે એટલે અમે પાંચ વખતની નમાજ પઢવા ભેગા થવાના, થવાના ને થવાના જ એવી જીદ કરીને કેટલાક લોકો મસ્જિદમાં, રસ્તા પર, છત પર, કમ્પાઉન્ડમાં એકઠા થઈને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવાના સરકારના તમામ પ્રયાસો પર પાણી ફેરવી દેશે એવી દહેશત છે. રોજા ખુલ્યા પછી સમૂહમાં જ પારણાં કરવાની અમારી ટ્રેડિશન છે એવું કહીને ઈફ્તારી માટે જમાવડો કરશે એવો પણ ડર છે.

ભારતમાં રહેતા મોટા ભાગના મુસ્લિમો સમજુ છે. આ દેશને તેઓ પોતાનો દેશ માને છે. આ દેશની સરકારને કારણે અન્ય દેશોના મુસ્લિમો કરતાં પોતાનું જીવનધોરણ ઘણું સારું છે એવું સ્વીકારે છે. હિંદુઓ સાથે ભાઈચારાથી, શાંતિથી રહેવામાં માને છે કારણ કે તેઓ જાણે છે કે સૌહાર્દ રાખ્યા વિના પોતાની ઉન્નતિ થવાની નથી. પણ ભારતમાં રહેતા કેટલાક મુસ્લિમો પોતાને મોગલ બાદશાહની રખાતોના વંશજ માનીને આ દેશ પર હજુય પોતાનું રાજ છે એવું કહીને સરેઆમ દાદાગીરી કરતા ફરે છે. મુસ્લિમ રાજકારણીઓમાંથી જે ઓવૈસી જેવા આક્રમક છે તેવા તમામ નેતાઓ અને મમતા બેનર્જી, શરદ પવારથી માંડીને કેજરીવાલ, રાહુલ જેવા સડકછાપ મેન્ટાલિટી ધરાવતા હિંદુ રાજકારણીઓ આ પ્રકારના મુસ્લિમોને થાબડભાણાં કરતા રહીને અને વાંદરાઓને સતત દારૂના નશામાં રાખી નિસરણી પર ચડાવતા રહે છે. પરિણામ સ્વરૂપે આ દેશમાં મોદી આવીને બાર સાંધે છે ત્યાં તેર તૂટે છે. અત્યંત ડેન્જરસ પરિસ્થિતિ ઊભી થાય છે- આ ઉશ્કેરનારા નેતાઓ દ્વારા અને ઉશ્કેરાઈ જનારી પ્રજા દ્વારા.

ઉદારતા એક બહુ મોટો દેખાડો છે. અંદરથી જેઓ એકદમ કટ્ટર હોય છે તેઓ બહારથી ઉદાર હોવાના દેખાડા કરતા ફરે છે. અંદરથી જેઓને બેઉ હાથમાં લાડવો રાખવા છે, જેઓને દહીં-દૂધ બેઉમાં પગ રાખીને મલાઈ ચાટવી છે, જેઓને હસવું પણ છે અને લોટ પણ ફાકવો છે તેઓ સૌ પોતે કેટલા ઉદાર છે એવી બાહ્ય છબી બનાવતા હોય છે. સમાજના દરેક વર્ગમાં, દરેક ક્ષેત્રમાં, દરેક વ્યવસાયમાં આવા ‘ઉદારમતવાદી’ લોકો તમને વિપુલ પ્રમાણમાં જોવા મળે. અંગ્રેજીમાં તેઓ પોતાને ‘લિબરલ’ તરીકે ઓળખાવે. અમારા જેવા કાણાને કાણો કહેનારા તેઓને ‘લિબરાન્ડુ’ કહીએ. લિબરાન્ડુ એટલે લિબરલ ગુન્ડાઓ.

જેમને પોતાની ઉદાર છબિ બનાવવાની કોઈ જરૂર નથી, જેઓ ખરેખર સૌને સમાન ગણે છે અને જેઓ પોતાના ધર્મને જીવથીય વહાલો ગણે છે એમણે ક્યારેય તાબોટા પાડીને ‘ઈશ્વર-અલ્લા તેરો નામ’ ગાવાની જરૂર પડતી નથી. તેઓ ઓમ સહનાવવતુ સહનૌભુનક્તુનો શ્લોક ઉચ્ચારીને વસુધૈવ કુટુમ્બકમની પોતાની ભાવના પ્રગટ કરતા હોય છે. પણ આવું કરનારાઓને લિબરાન્ડુઓ કટ્ટરવાદી તરીકે ચીતરતા હોય છે, કોમવાદી તરીકે ઓળખાવતા હોય છે. કમાલ છે આ દેશનું સેક્યુલરિઝમ. જેઓ ખરેખર હાર્ડલાઈનર છે તેઓ લિબરલ, જેઓ હિંદુદ્વેષી છે તેઓ ધર્મનિરપેક્ષ અને જેઓની હજારો વર્ષની સંસ્કૃતિમાં સૌનો સામાજિક સ્વીકાર થતો આવ્યો છે તેઓ કટ્ટરવાદી, જેઓએ ક્યારેય બીજાઓની સંપત્તિ-બીજાઓની માબહેનની ઈજ્જત નથી લૂંટી તેઓ અસહિષ્ણુ, જેઓ ક્યારેય વિધર્મીઓના મસ્જિદ-ચર્ચને તોડતા નથી તેઓ માનવતાના દ્રોહીઓ-હ્યુમન રાઇટ્સનો ભંગ કરનારાઓ. કમાલ છે આ દેશનું વાતાવરણ.

કોણે સર્જ્યું આ વાતાવરણ ? જે મુસ્લિમો આ દેશમાં શાંતિથી રહેવા માગે છે એમની અવગણના કરીને અશિસ્તથી જીવવા માગતા એમના ભાઈભાંડુઓને પ્રોત્સાહન આપે એવું વાતાવરણ કોણે સર્જ્યું ? નહેરુએ ? હા. નહેરુએ. કોંગ્રેસે ? હા. કોંગ્રેસે. નેહરુના બગલબચ્ચા જેવા સામ્યવાદીઓએ ? હા, હા, સામ્યવાદીઓએ. આ સૌએ મળીને છેલ્લા સાત દાયકામાં દેશમાં એવી હવા ઊભી કરી કે જે મુસ્લિમો દેશમાં ઉત્પાત મચાવવાની મેન્ટાલિટી ધરાવતા હોય એમને રોકવાના નહીં, એમને પ્રોત્સાહન આપવાનું. નાના ભાઈ ગણીને એમના ગુનાઓ માફ કરી દેવાના, એટલું જ નહીં એમને શિરપાવ આપવાનો, લઘુમતિ ગણીને એમને વિશેષ ફાયદાઓ આપવાના. આ દેશનાં સંસાધનો ઉપર મુસ્લિમોનો પહેલો હક્ક છે એવું કોણ બોલ્યું હતું યાદ છે? સરદાર મનમોહન સિંહ જેમને સોનિયા ગાંધીના પટાવાળા તરીકે દેશના સર્વોચ્ચ પદ પર બેસાડવામાં આવ્યા હતા. સાચર કમિટિના રિપોર્ટ વખતે મૌનીબાબા આવું ભડકાઉ બોલ્યા ત્યારે એમનાં વખાણ કરનારા સેક્યુલર મિડિયાએ આઠ-આઠ કોલમનાં મથાળાં બાંધીને એમનાં ઓવારણાં લીધાં હતાં. એ જ ગાળામાં કોંગ્રેસે બીજો એક કાયદો લાવવાની કોશિશ કરી હતી જેમાં કોમી રમખાણો વખતે મુસ્લિમો છટકી જાય અને હિંદુઓ ભેરવાઈ પડે એવી અનેક જોગવાઈઓ હતી.

ભગવાનનો પાડ માનો (હા, લાખવાર ઈશ્વરનો જ પાડ માનો – અલ્લા કે જિસસનો નહીં) કે ૨૦૧૪માં ભારતની પ્રજાએ ક્રાંતિ કરી. કૉંગ્રેસની બાયલી-નપુંસક અને મુસ્લિમ રાજકારણીઓની આંગળીના ઈશારે નાચતી સરકારને હાંકીને સાચા ભારતીયો એ એક મર્દાનગીભરી સરકાર ભારતનું શાસન કરવા માટે ચૂંટી કાઢી.

કૉંગ્રેસીઓ સાથે કે પછી નેહરુ, ઇન્દિરા, રાજીવ, સોનિયા કે ગલુડિયા સામે પર્સનલ દુશ્મનાવટ તો શું હોય આપણા જેવાને? પણ આ દેશને જે રીતે ખોખલો કર્યો છે તે જોઈને આ સૌ સગા દુશ્મન જેવા લાગે છે. ૨૦૧૪માં આ દેશને મળેલો અવતારપુરુષ જ્યારે બધું સુધારવા બેઠો છે ત્યારે એના માર્ગમાં સતત અડચણો ઊભી કરનારા તમામ લોકો રાષ્ટ્રદ્રોહીઓ લાગે છે. એ તમામ રાષ્ટ્રદ્રોહીઓને જાહેરમાં ફાંસીનો માંચડો ઊભો કરીને લટકાવી દેવાનાં દીવાસ્વપ્નો દેખાય છે.

દોઢેક મહિના પહેલાં કાંદિવલીમાં પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠનું પ્રવચન હતું. ઘણી બધી વાતો એમણે કરી જે દરેક વાત ગાંઠે બાંધી લેવા જેવી છે. અત્યારે જે વાત માંડી છે તેના માટે સૌથી પ્રસ્તુત જે મુદ્દો હતો તેનો ઉલ્લેખ અહીં કરવો છે.

પુષ્પેન્દ્રજીએ એ મતલબનું કહ્યું કે દેશનું શાસન નરેન્દ્ર મોદીના હાથમાં છે એટલે આ દેશ આક્રાન્તાઓ સામે સંપૂર્ણપણે સુરક્ષિત છે એવું માનીને, આશ્વસ્ત થઈને પગ પર પગ ચડાવીને બેસી જવાની ભૂલ નહીં કરતા. આ સરકાર સામે રોજેરોજ અનેક પડકારો આવે છે જેને ઉકેલવા ચોવીસેય કલાક, દિવસરાત, તેઓ મહેનત કરે છે. વિશ્વના અનેક ફોર્સીસ આ સરકારને ઉથલાવવા જાતજાતનાં કાવતરાં કરે છે. આવા માહોલમાં આપણે રિલેક્સ થઈને બેસી રહેવાની, ચિંતામુક્ત થઈ જવાની ભૂલ કરવાની નથી. ૨૦૨૪માં મોદી જ આવશે ને વળી, બીજું કોણ આવવાનું છે એવું માનીને આપણે આપણા કર્તવ્યને, આપણી જવાબદારીને, આપણી ફરજને છોડીને મોજમજા કરવામાં વ્યસ્ત થઈ જવાનું નથી.

પુષ્પેન્દ્રજીની આ અતિ ગંભીર અને ઊંડી વિચારણા માગી લેતી વાતનું વિશ્લેષણ કરીએ. મોદી પાસે પ્રચંડ તાકાત છે. એમની આ તાકાત આપણા સૌમાંથી આવે છે. આપણે જો ટીપે ટીપે સરોવર ભરીને મોદીને ચૂંટ્યા ન હોત તો અત્યારે આપણને આપણી તાકાતનો, મોદીની તાકાતનો, આ દેશની તાકાતનો પરિચય ન થયો હોત. મોદીને ઉથલાવવાના મનસૂબા ઘડનારાઓ, ભારતની હિંદુ પ્રજાને પોતાના પગ નીચે કચડી રાખવાની રાક્ષસી ઈચ્છાઓ ધરાવનારાઓ અને આ દેશની ઈજ્જત-આબરૂને વેચીને ફરી પોતાની તિજોરીઓ ભરવા માટે આતુર થઈ ગયેલા લોકો પાસે બે મોટાં હથિયાર છે:

(૧) આ દેશના મુસ્લિમોને ઉશ્કેરો. એમનાં મનમાં ઠસાવી દો કે આ હિંદુડાઓ તમને ઉપર નહીં આવવા દે. માટે એમને જે ફળ-શાકભાજી વેચો અને તેના પર થૂંકો, મૂતરો. દેશના પંદર-વીસ કરોડ મુસ્લિમોમાંથી એક ટકા કરતાંય ઓછા મુસ્લિમોને આ રીતે ઉશ્કેરવાની જરૂર છે એવું મોદીવિરોધી તત્ત્વો સારી રીતે સમજે છે. આ એક ટકા ભાંગફોડિયાઓની પ્રવૃત્તિને કારણે બાકીના ૯૯ ટકા મુસ્લિમોને દેશની મુખ્ય ધારામાં (મેઈન સ્ટ્રીમમાં) ભળતા રોકી શકાશે એવું મોદીદ્વેષીઓનું પ્લાનિંગ છે. ભારતની પ્રજા સંપીને ન રહે તો જ ભારતદ્વેષીઓના મનસૂબા સાકાર થાય. અમુક હજાર-લાખ મુસ્લિમોને ઊંધે રવાડે ચડાવીને, જેઓ આમેય ઑલરેડી ઊંધે રવાડે ચડેલા છે કે ચડવા માટે અત્યંત આતુર છે એવા મુસ્લિમોને, તાકાતવર બનાવીને એમને એમની બાકીની કમ્યુનિટી પર હાવી કરી દેવા. આ પહેલું પગલું. ભારતના તમામે તમામ મુસ્લિમો આ અમુક હજાર-લાખ મુસ્લિમો જેવી જ મેન્ટાલિટી ધરાવે છે, એમના જેટલા જ ડેન્જરસ છે એવું વાતાવરણ સર્જાતાં જ મોદીદ્વેષીઓનું અડધું કામ સિદ્ધ થઈ જશે. હિંદુઓના મનમાં જડબેસલાકપણે ઘૂસી જશે કે ભારતના તમામ પંદર-વીસ કરોડ મુસ્લિમો, એકેએક મુસ્લિમ રાષ્ટ્રદ્રોહી છે. આવું વાતાવરણ ઊભું કરીને દેશના ખૂણે-ખૂણે છમકલાંઓ શરૂ કરો અને મિડિયાના હાથમાં પેટ્રોલનાં કેન આપીને આગને ભડકાવો. ૨૦૨૪ પહેલાં દેશમાં આંતરવિરોધ એ હદ સુધી ફેલાવો કે સૌ કોઈ આને માટે આર.એસ.એસ.ને બ્લેમ કરે, ભાજપને બ્લેમ કરે, યોગી-અમિત શાહ-મોદીને બ્લેમ કરે, રાષ્ટ્રપ્રેમી મતદારોને અને પોતાના ધર્મનું આચરણ કરતા હિંદુઓને બ્લેમ કરે. દેશના તમામ હિંદુઓનું મોઢું કાળું કરી નાખો. પછી જુઓ કે ૨૦૨૪માં ભાજપ કેવી રીતે ચૂંટાય છે. મોદીને વિપક્ષમાં બેસાડો. વડાપ્રધાન તો કોઈપણ બની શકશે. શરદ પવાર, મમતા બેનર્જી ઇવન કેજરીવાલ કે પછી પેલું ગાંધી ગલુડિયું.

દેશમાં મુસ્લિમોની સમસ્યા કૉંગ્રેસે ૭૦ વર્ષથી ઉછેરી છે અને વિપક્ષો પાસે આ એક બહુ મોટું હથિયાર છે.

(૨) બીજું હથિયાર છે દેશમાં અમીરીગરીબીની પિપૂડી વગાડવાનું. સામ્યવાદીઓ આ વાજિંત્ર વગાડવામાં એક્સપર્ટ છે. મુસ્લિમોને જ નહીં, દલિતોને, સમાજના પ્રત્યેક વર્ગને, દેશના દરેક પ્રદેશના લોકોને ઉશ્કેરવા માટે આ વાજિંત્ર વગાડવાથી ધાર્યાં પરિણામો આવે છે એવું સામ્યવાદીઓએ જોઈ લીધું છે. કૉંગ્રેસીઓ અને સામ્યવાદીઓ એકબીજાના ભાઈઓ જ છે, સગા નહીં તો સાવકા. એક જ પિતાનાં અનૌરસ આ સંતાનો સંપી ગયા છે કારણકે એમની સામે હિમાલય જેવો વિરાટ અવતારપુરુષ ઊભો છે. લૉકડાઉન પછી વિશ્વભરમાં આવનારી આર્થિક મંદી ભારતે પણ વત્તેઓછે અંશે સહન કરવાની જ છે. અર્થતંત્ર ફરી પાટે ચડાવવાના મોદીના તમામ પગલાં નિષ્ફળ જાય એ માટે આ લોકોએ પોતાનાં ચાકુ-ચપ્પાં ધાર કરીને સજાવી લીધાં છે. અર્થતંત્ર માટે ઉપયોગી દરેક પગલું દેશના માટે વિનાશ નોતરશે એવો પ્રચાર કરવાનો છે એ મતલબની બ્રીફ પણ બિકાઉ મિડિયાને પહોંચી ગઈ છે. ૭૦ વર્ષમાં દેશને લૂંટીને આ લોકોએ જે ખજાનો ભેગો કર્યો એનો એક ભાગ તેઓએ મિડિયાને આપ્યો છે અને હવે તો મિડિયાને પણ ખાતરી થઈ ગઈ છે કે મોદીની ઘોર ખોદવામાં કેટલી કમાણી થવાની છે.

અત્યારે આપણા સૌનું ફોકસ અર્જુન જેવું હોવું જોઈએ. કોણ આપણને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી રહ્યું છે. શા માટે આ કોશિશ થઈ રહી છે. કેવી રીતે થઈ રહી છે. ઇન્ફર્મેશનના આ યુગને મિડિયા કેવી રીતે મિસ-ઇન્ફર્મેશનનો યુગ બનાવીને અસલી ચિત્ર ઢાંકીને માયાવી સૃષ્ટિ આપણી નજર સામે મુકી રહ્યું છે. કોના ઈશારે મિડિયા નાચી રહ્યું છે. આ બધી માહિતી હશે તો જ પંખીની આંખ દેખાશે, અન્યથા પાંદડાં-ડાળીઓ-ઝાડ અને જંગલમાં મન ભટક્યા કરશે.

અર્જુને જોયેલી પંખીની આંખ એટલે દેશનું હિત. દેશનું હિત એટલે આપણા સોનું હિત. આપણા સૌનું હિત એટલે મોદીનું નેતૃત્વ. આ નેતૃત્વની સલામતી એ જ આપણું લક્ષ્ય, એ જ પંખીની આંખ.

રમઝાનનો આરંભ મોદીવિરોધીઓ માટે મુસ્લિમ પોલિટિક્સ રમવાનો આદર્શ સમયગાળો છે. લૉકડાઉનના નિયમોનો, સોશ્યલ ડિસ્ટન્સિંગની સાવચેતીનો સરિયામ ભંગ કરીને દેશમાં ઉત્પાત મચાવવાનું મુહૂર્ત આથી વધુ સારું ક્યારે મળવાનું છે એમને? આવી કોઈ કોશિશ ન થાય એવી પ્રાર્થના. આપણી દહેશત ખોટી પડે એવી સદબુદ્ધિ અલ્લા મોદીવિરોધી રાજકારણીઓને આપે એવી દુઆ કારણકે ૨૦૧૭ની સાલમાં તે વખતના ગૃહરાજ્યમંત્રી હંસરાજ અહિરે લોકસભામાં આપેલી લેખિત માહિતી મુજબ ૧૯૭૧માં ભારતમાં હિન્દુઓની વસ્તી ૮૨.૭ ટકા હતી. ચાળીસ વર્ષમાં તે ઘટીને, ૨૦૧૧માં ૭૯.૮ ટકા થઈ ગઈ છે. મુસ્લિમોને અશિસ્તથી જીવવાનું પ્રોત્સાહન આપનારી ભારતની સરકારોના કુશાસનની આ સાબિતી છે. આ સમસ્યાના મૂળમાં ઊતરીને આખી વાત સમજવી પડશે. મોદીજી આગે બઢો, હમ આપ કે સાથ હૈના નારાઓ લગાવવાથી કંઈ વળવાનું નથી. પ્રત્યેક ભારતીયે આ સમસ્યાને સમજીને, મનમાં ઉતારીને, એનો ઉકેલ શોધીને, એ ઉકેલને અમલમાં મૂકીને મોદીની સાથે એકએક કદમ મિલાવીને ચાલવાનું છે. મોદીની પાછળ પાછળ નહીં, એમની સાથે ચાલવાનું છે જેથી એ એકલા પડી ન જાય.

વધુ હવે પછી.

15 COMMENTS

  1. Saurabhbhai,

    Very True, bold article, now liberals and their echo system will start propagating anti Modi news all over world. Everyone need to stay united and support Modiji.

    Jay Bharat.

  2. સૌરભભાઈ,
    લોકોની આંખ ઉઘાડનાર લેખ
    રમઝાન ના પવિત્ર માસ દરમિયાન (ઈદ સુધી) કાયદો – વ્યવસ્થા અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે હેતુથી લૉકડાઉન હોય કે ના હોય,
    ભારતભરમાં રાત્રી કર્ફ્યુ ની અતિ આવશ્યકતા છે.
    જેથી covid 19 થી ભારતને મૂક્તિ મળી શકે.
    જે ભારતીય (દરેક સમદાય) માટે લાભકારી છે.
    જયહિન્દ

  3. સૌરભભાઈ,
    આપની દુરદર્શીતા વાળો લેખ વાંચી શરીર પરના મોટાં ભાગના રુવાંડા ઉભા થઈ ગયા…..2019 ના લોકસભાની ચુંટણી ના પરીણામ પહેલાં તમે 2024 ની ચિંતા નો જે આછેરો ડર રજુ કરેલ તે લગભગ સાચો લાગે છે…

    હિંમત પુર્વક લખજો અમારા જેવાઓને બહુ તાકાત મળે છે… અભિનંદન સહ

  4. Yes SAURABHAI you have rightly said. We are with Modi-Amit Shah-Yogi policy. Time is coming that we all can see emerge of New India after carona.

  5. ખુબ જ સચોટ અને હૃદયસ્પર્શી લેખ…….
    અમારે શું કરવું તે માર્ગદર્શન કરતા રહેશો ……
    અમે શક્ય એટલા આપના માર્ગે ચાલી મિત્રોને અવગત કરતા રહીશું …….

  6. સૌરભભાઈ, વંદે માતરમ્.
    જ્યારથી છાપા આવવાના બંધ થયા અને મોબાઈલ પર આપના શબ્દો-આપના વિચારો આવવાના શરૂ થયા ત્યારથી સવાર ના મોબાઈલ જોવા માટે નું આ એક મુખ્ય કારણ બની ગયું છે.
    આજની આપની ચિંતા ખરેખર વિચારવા લાયક છે. પરંતુ આ લિબરાન્ડુ મિડીયા કે પોતાને સેક્યુલર કહેવડાવતા લોકો શું હિંદુ નથી? શું પોતાના ધર્મ કે દેશ માટે ની ફરજ એઓ ભૂલી ચૂક્યા છે? પોતાના નાનકડા અંગત સ્વાર્થ માટે દેશ પ્રત્યે દ્રોહ કરનાર આપણા જ હિંદુ દેશવાસી છે કે જે બસ્સો પાંચસો રૂપિયા કે દારૂ ની એક બાટલી માટે વેચાઈ જાય છે.
    નરેન્દ્ર મોદી, અમીત શાહ અને યોગી ના વિરોધીઓ માં મુસ્લિમો જેટલાં જ હિંદુઓ પણ છે.શું આપણે કદી પણ ઔવેશી કે અન્ય ધર્માંધ અને ગદ્દાર મુસ્લિમ નેતાઓ ના વિરોધ કરતા મુસ્લિમો જોયા છે?
    જ્યાં સુધી દેશ નો દરેક હિંદુ દેશભક્તિ ની ભાવના થી પ્રેરાઈને દેશ માટે ખતરારૂપ કોંગ્રેસ, માર્કસવાદી, ને જાકારો નહીં આપે ત્યાં સુધી આપણે આપણો વાંઝીયો ગુસ્સો આવી રીતે જ કાઢવો પડશે.
    વંદે માતરમ્

  7. In relation to your article, i have to say unfortunately it seems very true, and the incidences have started taking place, i just show a video where Arnab Goswami was attacked by so called youth congress members, who had courage to ask the questions , same questions you are raising to the leaders of congress party.
    Yes this the time to be united…..
    Thank you sir for this appropriate article.

  8. Sirjee, coming 10yrs we have to elect NaMo Sir, no alternative choice for us, planning for same and act for same.

  9. Uniform civil code should be implemented and no one is above law and order, rules and regulations to be followed by each and every single individual and those who stays in Hindustan only one identity is for All Hindustani Nagrik (Indian Citizen )
    And those who are not ready to accept can move or go to any country where they feel they are okay with.
    We see patriotism only in movies.
    Each and every citizen is Bharatiya
    Jai Hind
    Nation First
    Movement to be popularised, pls share with ruling govt.
    Thanks

  10. Absolutely True, we have to work hard to see that Shri Narendra Modiji wins 2024 & 2029 to cleaned wrong did of Congress party & Fake Nehru / Gandhi Family members.

  11. Excellent mind blowing , very futuristic & intelligent article. Thanks for such a wonderful article.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here