(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શુક્રવાર, ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૧)
કોઈપણ અતિ મહત્વની બાબત સાથે જે બનતું હોય છે એ ગાંધીજી સાથે પણ થયું. દાખલા તરીકે ભગવાન. કેટલાક લોકો કહે કે છે અને કેટલાક કહે કે નથી. ગાંધીજીની અસર એમના જમાના પર એટલી મોટી કે ગાંધીજીમાં માનવાવાળા અને ગાંધીજીને નકારવાવાળા એવા બે ભાગમાં લોકો વહેંચાઈ ગયા. બેઉ પક્ષો પોતપોતાના મતને, આગ્રહને, જીદને ખેંચી ખેંચીને એક અંતિમ તરફ લઈ ગયા. આને કારણે આવનારી નવી પેઢીઓને જે નુકસાન થયું તે અકલ્પનીય હતું.
આઝાદી પછી જન્મેલી જે પેઢીએ ગાંધીજીને જોયા નથી, એમના જમાનામાં શ્વાસ લીધો નથી એમણે ગાંધીજી વિશેના બેમાંથી એક અંતિમને સ્વીકારીને ચાલવું પડે એવી આબોહવા સર્જાઈ જેને કારણે આ નવી પેઢીનું – ૧૯૪૭/૪૮ પછી જન્મેલી પેઢીનું ઘણું મોટું નુકસાન થયું. આ પેઢીએ કાં તો ગાંધીજીને આખેઆખા યથાતથ સ્વીકારવા કાં ગાંધીજીને સંપૂર્ણતયા નકારવા. રિજેક્ટ કરવા, આ જ બે વિકલ્પોમાંથી પસંદગી કરવી પડે એવી પરિસ્થિતિ સર્જાઈ.
ગાંધીજીને સંપૂર્ણપણે સ્વીકારવામાં અને ગાંધીજીને ટોટલી રિજેક્ટ કરવામાં – બેઉમાં જોખમ છે અને એમાં સૌથી મોટું નુકસાન આવું કરનારને જ થવાનું છે જે આપણે સમજતા નથી.
ગાંધીજીને તમે આઉટરાઈટ રિજેક્ટ કરી શકવાના નથી. ગાંધીજીના તમામ વિચારો અપ્રસ્તુત છે અને ગાંધીજીનું આજના જમાનામાં કશું રિલેવન્સ નથી એવો અંતિમવાદી વિચાર તમારું ભલું નહીં કરી શકે. તમારી વૈચારિક આળસને કારણે કે પછી કોઈ એક ચોક્કસ વિચારસરણીના અનુયાયી હોવાને કારણે તમે તમારી આંખે ડાબલાં બાંધીને ગાંધીવિચારોને શતપ્રતિશત નકારતા હો તો લોકશાહી દેશમાં તમને એવું કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા છે પણ એમ તો તમને ઊંચા પર્વત પરથી ખીણમાં પડતું મૂકવાની પણ પૂરેપૂરી છૂટ છે, કોઈ તમને એવું પગલું ભરતાં રોકવા આવવાનું નથી. તમારે જો તમારા માનસિક વિશ્વને વિસ્તરતું અટકાવવું હોય કે સંકુચિત કરી નાખવું હોય તો જ તમે શતપ્રતિશત ગાંધીવિચારોનો વિરોધ કરવાનું ગાંડપણ કરી શકો.
બીજો એક્સ્ટ્રીમ પણ એટલો જ જોખમી છે. ગાંધીજીએ જે કહ્યું તે પથ્થરની લકીર એવું માનીને ચાલનારાઓ પણ પોતાની સંકુચિતતાનાં સર્ટિફિકેટો સામે ચાલીને તમને આપતા રહે છે. ગાંધીજી જે જમાનામાં જીવ્યા એ જમાનો જુદો હતો, એ સંજોગો જુદા હતા. આવું સમજ્યા વિના તમામ ગાંધીવિચારો આજે પણ પ્રસ્તુત છે એવું માનવાવાળાઓ હજુય અંગ્રેજોના ગુલામ હોવાની માનસિકતા ધરાવે છે. ગાંધીજીના કેટલાક વિચારો તો એ જમાનામાં પણ પ્રસ્તુત નહોતા અને આજની તારીખે તો એ વિચારોનો અમલ કરવાનો આગ્રહ રાખનારાઓ મૂર્ખામાં જ ખપે.
ગાંધીવિચારના પુનર્મુલ્યાંકનની વાતો વારંવાર થઈ છે, એવા અનેક પ્રયત્નો પણ થયા છે જેમાંના કેટલાક પ્રયત્નો અત્યંત નિષ્ઠાભર્યા પુરવાર થયા છે. આમ છતાં બેમાંથી એક પણ પક્ષ ખુલ્લા દિલે આવા પુનર્મુલ્યાંકનનાં તારણોને સ્વીકારી શકતો નથી એ આપણી ઘણી મોટી કમનસીબી છે.
ગાંધીજી વિશે અભિપ્રાય આપવો હોય, એમના વિચારોની પ્રસ્તુતતા વિશે ચર્ચા કરવી હોય તો ઉપરછલ્લા અભિપ્રાયોની ફેંકાફેંક કરવાથી નહીં ચાલે. ગાંધીજી વિશે કે ગાંધીજીએ લખેલાં બે પુસ્તકો વાંચીને ગાંધીવિચારો વિશેનો મત વ્યક્ત કરવાની હિંમત કોઈ અભણ જ દેખાડી શકે.
ગાંધીજી વિશે જાણવું હોય તો પાયાના પાંચ પગથિયાં પર આગળ વધીને જ કોઈક પ્રકારનો અભિપ્રાય બાંધી શકાય. અને એ પણ તમારામાં જો એ જમાનાના ભારતના તથા એ જમાનાના જગતના આર્થિક-રાજકીય-સામાજિક વહેણોનું બૅકગ્રાઉન્ડ હોય તો. એની સાથોસાથ તુલનાત્મક અભ્યાસ માટે એ પછીના જમાનાનું તેમજ અત્યારના જમાનાનું આવું બૅકગ્રાઉન્ડ પણ જોઈએ.
પાંચ પગથિયાઓમાંનું પહેલું પગથિયું જ તમારી કસોટી કરનારું પુરવાર થશે. ‘ગાંધીજીનો અક્ષરદેહ’ના નામે ગુજરાતીમાં ઉપલબ્ધ અને ‘ધ કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી’ના નામે અંગ્રેજીમાં પ્રકાશિત કુલ એકસોથી વધુ ગ્રંથ આખેઆખા વાંચી જવા માટે નથી, સઘન રૅફરન્સ માટે છે. ભારત સરકારના પબ્લિકેશન્સ ડિવિઝને આ કામ કર્યું છે. ગુજરાતી પ્રકાશન ગાંધીજીએ સ્થાપેલી પ્રકાશન સંસ્થા – નવજીવને કર્યું છે. આ સોથી વધુ ગ્રંથોમાં તમને ગાંધીજીએ આપેલાં તમામ પ્રવચનો( કે એનો સાર), ગાંધીજીએ લખેલાં પત્રો, ગાંધીજીને સંબોધીને લખવામાં આવેલા પત્રો, ગાંધીજીએ લખેલાં લેખો( ‘યંગ ઈન્ડિયા’, ‘હરિજન’, ‘નવજીવન’ વગેરે માટે) તેમ જ ગાંધીજીએ લખેલાં(આત્મકથા સહિતનાં) પુસ્તકોનો વિશાળ સંગ્રહ છે. આ ભગીરથ કાર્ય કરવા બદલ ભારત સરકારને તેમ જ આ કાર્ય સાથે સંકળાયેલી એકેએક વ્યક્તિને અભિનંદન આપીએ એટલાં ઓછાં, એમનો આભાર માનીએ એટલો ઓછો. આ સમંદર જેવડા રૅફરન્સ વર્કમાંથી તમારે કોઈ પર્ટિક્યુલર વિષય વિશે વાંચવું છે( દા.ત. ચંપારણ) તો છેવટના ઈન્ડેક્સ વૉલ્યુમ્સમાંથી તમને એ તમામ એન્ટ્રી મળી રહેશે જ્યાં ચંપારણનો ઉલ્લેખ થયો. આ જ રીતે સુભાષચંદ્ર બોઝ કે પછી પંડિત નેહરુ, સરદાર વલ્લભભાઈ, કે બાબાસાહેબ આંબેડકર કે પછી અન્ય કોઈપણ વ્યક્તિ સાથેના ગાંધીજીના ઈન્ટરેક્શન વિશે તમારે જાણવું હોય તો તમને મહામહેનતે તૈયાર કરવામાં આવેલા ઈન્ડેક્સના ગ્રંથોમાંથી રૅફરન્સ મળી રહે.
ગાંધીજીને સમજવાનું આ પ્રથમ પગથિયું.
ગાંધીજીના સેક્રેટરી મહાદેવભાઈ દેસાઈએ ડાયરીઓ લખી છે. આ ડાયરીનાં વીસથી વધુ વૉલ્યુમ્સ પ્રગટ થયાં છે. મહાદેવભાઈની ડાયરીઓનાં આ પાનાંઓમાંથી ગાંધીજીને વધુ નિકટથી સમજવા માટેનો ખજાનો છે.
મહાદેવભાઈના અકાળ અવસાન પછી પ્યારેલાલ નાય્યરે એ જવાબદારી સંભાળી લીધી. ગાંધીજીના અવસાન બાદ ‘પૂર્ણાહુતિ’ નામના ચાર વૉલ્યુમ્સમાં પ્યારેલાલે ગાંધીજીના જીવનના છેલ્લા અડધા દાયકા વિશે મનભરીને વાતો લખી છે.
ગાંધીજીને સમજવા માટે ગાંધીજીનો અક્ષરદેહ, મહાદેવભાઈની ડાયરીઓ તથા ‘પૂર્ણાહુતિ’ ઉપરાંત બીજાં બે પગથિયાં સર કરવાનાં રહે જેમાનું એક છે સરદાર વલ્લભભાઈ પટેલનો પત્રવ્યવહાર( ૧૯૪૫ – ૧૯૫૦) જેનાં બે વૉલ્યુમ્સ ગુજરાતીમાં ઉપલબ્ધ છે. વી. શંકરે સંપાદન કરેલો આ પત્રવ્યવહાર બારસોથી અધિક પાનાંઓમાં પથરાયેલો છે. અને પાંચમું પગથિયું તે પંડિત નેહરુનાં લખાણો. પંડિતજીની આત્મકથા ઉપરાંત એમના સેક્રેટરી એમ.ઓ.મથાઈએ લખેલી એમની જીવનકથા તેમ જ અન્ય કેટલાંક પુસ્તકો તમને નેહરુને સમજવામાં અને એને કારણે ગાંધીજીને સમજવામાં કામ લાગે.
આ પાંચ પગથિયાં તો માત્ર શરૂઆત છે. ગાંધીજીના વિચારોને તમારે સ્વીકારવા કે નકારવા, ક્યા ગાંધીવિચારો અત્યારે કેટલા પ્રસ્તુત છે અને ગાંધીજીનું મહત્વ આ દેશ માટે શું તથા કેટલું છે એ નક્કી કરવાનું કામ પાનના ગલ્લે ઊભા રહીને ચર્ચા કરવાથી નહીં થાય. એ માટે પલાંઠી મારી અભ્યાસ કરવો પડે. આવો અભ્યાસ નહીં થાય તો બહુ જલદી ગાંધીજી માત્ર એમ.જી.રોડ બનીને રહી જશે.
ગાંધીજીની દોઢસોમી જન્મજયંતિના દિવસે આ વિચારથી અભ્યાસનો આરંભ કરીશું તો એકસો એકાવનમી જન્મજયંતિ દરમ્યાનના ૩૬૫ દિવસમાં કશુંક ગાંધીનવનીત આપણા હાથમાં આવશે.
આજનો વિચાર
તમે જે વિચારો છો, જે બોલો છો અને જે કરો છો એ ત્રણેયમાં જ્યારે સંવાદિતા સધાય ત્યારે ચિત્તની પ્રસન્નતા જન્મતી હોય છે.
— ગાંધીજી
••• ••• •••
આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.
‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ
પ્રિય વાચક,
તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.
‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.
વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.
કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.
તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.
દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.
‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.
‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.
‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/
Saurabbhai,
If possible please write or publish or let us know where to go and read article written by Mohan Bhagavat on Gandhiji. You have given well researched article on Gandhiji.
May be Indian National Congress for their political gain, they misused out of time and out of context Gandhiji.
ભાઈ વિશેષ, તારો અભિપ્રાય એ અંગત હોય તો પણ જાહેરમાં વ્યક્ત કર્યો એટલે જવાબ આપવો પડે, ગાંધીજી વિશે અને લઘુમતી કોમ વિશેના એમના વિચારો, સાથે રાજનીતિ ફાયદો લેવાવાળા ઓ ની માનસિકતા આજે 73 વર્ષો પછી જે પણ બોલાય એટલે સાચું લાગે, પરંતુ તમારે ત્યારની પરિસ્થિતિ અને જેમનો ઉછેર અને શિક્ષણ ભાઈચારા અને અહિંસાના જ માધ્યમ સાથે જિંદગીના અંતિમ વર્ષો સુધી થાય તેમની પાસેથી હિંસા અથવા તિરસ્કારની અપેક્ષા ઘણી વધારે છે, બીજું ગાંધીજી એક માનવ જ હતા, એમની પણ ભૂલ થાય એ સમજવાની જરૂર છે, અને હિન્દુસ્તાન ના તમામ લઘુમતી ઓ એ ભાગલા પછી પાકિસ્તાન જતા રહેવું,કે તમામ હિન્દુઓ એ હિન્દુસ્તાન આવતા રહેવું એવું જરૂરી નથી, આજની જે પરિસ્થિતિ છે તે, આઝાદી પછીના શાસનકર્તા ઓની થાબડભાણા ને આભારી છે, જે શાસનકર્તા સંસદે રચેલા બંધારણ અને કાયદા ઓ નું સન્માન જાળવી ના શકે, એમને તૃષ્ટિકરનું શાશન જો ના ચલાવ્યું હોત તો આજનું હિન્દુસ્તાન અલગ હોય.
એકદમ સચોટ.સૌરભ ભાઈ Koo માં ક્યારે જોડાવો છો.
બીજા વિશ્વયુદ્ધ માં સુભાષ બાબુ ની જેમ અંગ્રેજો ને ખદેડવાની જગ્યાએ બ્રિટિશરો નો સાથ આપવાની વિકૃતિ અને એમને મદદ કરવા માટે હજારો લાખો ભારતીય સૈનિકો નું બલિદાન આપવાની વૃત્તિ તેમજ ભાગલા પછી પાકિસ્તાન ને ૫૫ કરોડ રૂપિયા આપવાની જિદ્દ (એ જોયા પછી પણ કે પાકિસ્તાન એ રૂપિયા નો ઉપયોગ કાશ્મીર પર હુમલા કરવા માટે કરી રહ્યો છે, તેમ છતાં ઉપવાસ દ્વારા બ્લેકમેઇલિંગ) આ બધી હરકતો જ ગાંધી ની (so called) દેશ ભક્તિ ની સાબિતી આપી દે છે. એટ લીસ્ટ આજ ની યુવા પેઢી તો ગાંધી ને ક્લીન ચિટ આપતા સુગર કોટિંગ વાળા લખાણો થી નહિ જ પ્રભાવિત થાય. અને મને એ પણ ખબર છે કે તમે મારી આ કોમેન્ટ પબ્લિશ પણ નથી થવા દેવાના. પણ મારે તમને ખાલી એટલું જ કહેવું છે કે પોતાની ઇમેજ ક્લીન રાખવાના ચક્કરમાં તમે સત્ય નું ગળું ગોંટી રહ્યા છો. આજે દેશ ના દરેક ખૂણામાં જે શાંતિપ્રિય કોમ ઉત્પાત મચાવી રહી છે તે ગાંધી ને આભારી છે. તમારા આ લખાણ થી ગાંધી ને ક્લીન ચીટ મળે કે નહિ મળે પણ આ દેશ નો સાચો ઇતિહાસ ઝંખતા દરેક વ્યક્તિને જરૂર થી ઠેસ પહોંચશે. બાકી તમતમારે લખતા રહો. ગાંધી દેશ નો ગુનેગાર હતો, છે, અને રહેશે. અને આવા રીઢા ગુનેગાર ની અંગત જિંદગી વાંચવામાં આજ ની યુવા પેઢીને કોઈ રસ નથી. જેમ ઝીણા ની જીવન કથા માંથી આ દેશ ના હિન્દુઓને કંઈ શીખવા નથી મળવાનું, તેવું જ હું ગાંધી માટે પણ કહીશ. ભલે હું ૨૧ વર્ષનો નવો નિશાળિયો છું અને મારી તમારા જેવા સિનિયર ને બોલવની કોઈ ઓકાત જ નથી. તેમ છતાં આજે આ લેખ વાંચીને દુઃખ થયું.
‘ગાંધીજીનો અક્ષરદેહ’નાં 100 જેટલા ગ્રંથો છે. એ વાંચીને તમારી આ કમેન્ટ ફરી જોઈ જશો. મારો લેખ વાંચીને જે દુઃખ થયું છે તે મટી જશે
બહુજ સુંદર અને આજના જમાના માટે અતિશય પ્રસ્તુત આર્ટિકલ, ધન્યવાદ આવા માર્ગદર્શન માટે, ખરેખર જો આ માહિતી નો ઉપયોગ ત્યારની પરિસ્થિતિ અને રાજકીય નેતાઓ ની માનસિકતા, સંજોગો સાથે લડવાની આવડત સાથે લોકોને જોડવાની સમજ મળે, અને ખાસ કરીને આઝાદ હિંદ ફૌજ, નેતાજી સુભાષચંદ્ર બોઝ ને ગાંધીજી ની સાથે ના વૈચારિક મતભેદ અને સ્વતંત્રતા ની લડત માટેના એમના પ્રયત્ન, application of plans or withdrawals of plans vishe anek gani jankari male ane emni upar lagta લાંછન બંધ થાય.