સરકાર ભલે ભાજપની હોય, સિસ્ટમ તો અમારી છે એવો ફાંકો રાખનારા સેક્યુલરવાદી બદમાશો ‘કાશ્મીર ફાઇલ્સ’ આવ્યા પછી હચમચી ઊઠ્યા છે : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ: બુધવાર, ફાગણ વદ છઠ, વિક્રમ સંવત ૨૦૭૮. ૨૩ માર્ચ ૨૦૨૨)

‘કાશ્મીર ફાઇલ્સ’ જોઈને આપણી એક જૂની કહેવત યાદ આવી ગઈ. ડોશી મરે એનો વાંધો નહીં પણ જમડો ઘર ભાળી ગયો એનો પ્રૉબ્લેમ છે. કૉન્ગ્રેસે જેને પાળીપોષીને વિકરાળ કરી એ વામપંથીઓની ઇકો સિસ્ટમને ‘કાશ્મીર ફાઇલ્સ’ 200 કરોડ તો શું 300 કે 400 કરોડનો બિઝનેસ કરે એનો વાંધો નથી. વાંધો એ છે કે આ ફિલ્મને કારણે કૉન્ગ્રેસ+આતંકવાદીઓ+મીડિયા+શિક્ષણકારોની ચંડાળચોકડીની સાંઠગાંઠ 140 કરોડની જનતા સુધી રાતોરાત ખુલ્લી પડી ગઈ છે.

એક ફિલ્મ તરીકે, એક સિનેમા કે એક મૂવી તરીકે તો ‘કાશ્મીર ફાઇલ્સ’નું મહત્ત્વ છે જ છે. કાશ્મીરી હિન્દુઓની વ્યથાકથાનું સચ્ચાઈભર્યું બયાન આપણા સુધી પહોંચ્યું એ આ ફિલ્મનું ઘણું મોટું પ્રદાન છે. અત્યાર સુધી ગુલઝારની ‘માચિસ’માં કે કુણાલ કોહલીની ‘ફના’માં કે પછી વિશાલ ભારદ્વાજની ‘હૈદર’માં પંજાબી/કાશ્મીરી આતંકવાદીઓને એક યા બીજી રીતે જસ્ટિફાય કરવામાં આવ્યા.

રાહુલ પંડિતના પુસ્તક ‘અવર મૂન હેઝ બ્લડ ક્લોટ્સ’માંથી સિલેક્ટિવ મટીરિયલ લઈને પોતાનો મસાલો ઉમેરીને વિધુ વિનોદ ચોપરાએ ‘શિકારા’ જેવી ‘બૅલેન્સ્ડ’ અને ‘તટસ્થ’ ફિલ્મ બનાવી જેમાં ‘ગયું ગુજર્યું ભૂલી જઈએ, નવેસરથી શરૂઆત કરીએ’ એવા બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે આતંકવાદીઓને પંપાળવામાં આવ્યા.

એક આડવાત. હિન્દી ફિલ્મકારોમાં તેમ જ અન્ય કળાકારોમાં આ એક ખૂબ મોટી ટ્રેઇટ જોવા મળે છે. કોઈ પુસ્તક, નવલકથા ગમી જાય તો એને વફાદાર રહીને, એના કેન્દ્રવર્તી વિચારને હાનિ ન પહોંચે એ રીતે એને ફિલ્મના કે વેબસિરીઝ કે ટીવી સિરિયલના માધ્યમમાં ઉતારવાની હોય. પણ મોટાભાગના બોલિવુડિયાઓ કરે છે શું કે મૂળ પુસ્તકના રાઇટ્સ લઈને એમાંની વનલાઇનર પકડી, બીજી થોડીક ક્રિયેટિવ વાતો લઈ લે અને પછી એમાં પોતાનો તૈયાર પાઉંભાજી મસાલો નાખીને મૂળ કૃતિના હાર્દ પર સ્ટીમ રોલર ફેરવી દે. વાટ લાગી જાય મૂળ લેખકના સર્જનની. સંજય લીલા ભણસાલી સારો સર્જક. આમ છતાં એણે શરદબાબુની ‘દેવદાસ’ની કેવી વાટ લગાડેલી તે આપણે સૌએ જોયું (ફિલ્મ હિટ થઈ જવાથી પાપ ધોવાઈ ના જાય). સંજયે જ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની અમર કૃતિ ‘સરસ્વતીચન્દ્ર’ પરથી જે ટીવી સિરિયલ બનાવી તેના તો છોતરાં ઉડાડી નાખતો એક આખો લેખ મારી ‘મુંબઈ સમાચાર’ની કૉલમમાં આઠ-દસ વર્ષ પહેલાં લખીને આટલા ગજાદાર સર્જકને મારે ધીબેડી નાખવો પડેલો. વિધુ વિનોદ ચોપરાએ પણ રાહુલ પંડિતાના પુસ્તક સાથે એવું જ કર્યું. (બાય ધ વે, રાહુલ પંડિતના કાશ્મીર વિશેના આ પુસ્તકના જેલમ વોરા દ્વારા થયેલા ગુજરાતી અનુવાદ વિશે કોરોના શરૂ થયો એના ત્રણેક મહિના પહેલાં અમદાવાદમાં મેં એક નાનકડું પ્રવચન કર્યું હતું. ઇન્ટરેસ્ટ હોય તો આ રહી એની લિન્ક તમને ગયા અઠવાડિયે મોકલી છે. ન્યુઝપ્રેમી પર ઑલરેડી ઉપલબ્ધ છે. https://wp.me/pabnlI-2dD )

અત્યાર સુધીની હિન્દી ફિલ્મોમાં ક્યારેય આંગળી ચીંધીને કહેવામાં નથી આવ્યું કે રમખાણોમાં મુસ્લિમોનો કેવો હાથ હતો, કૉન્ગ્રેસ કે અન્ય રાજકીય પક્ષનો કેટલો હાથ હતો. જો એવા વિષય પર ફિલ્મ બને તો કાં તો બૅલેન્સિંગ થાય અને મોટેભાગે તો બધો જ વાંક કેસરિયા ખેસ અને કાળી ટોપી ધારણ કરનારાં પાત્રોનો જ કાઢવામાં આવે.

અત્યાર સુધીની હિન્દી ફિલ્મોમાં ક્યારેય આંગળી ચીંધીને કહેવામાં નથી આવ્યું કે આ રમખાણોમાં મુસ્લિમોનો કેવો હાથ હતો, કૉન્ગ્રેસ કે અન્ય રાજકીય પક્ષનો કેટલો હાથ હતો. જો એવા વિષય પર ફિલ્મ બને તો કાં તો બૅલેન્સિંગ થાય અને મોટેભાગે તો બધો જ વાંક કેસરિયા ખેસ અને કાળી ટોપી ધારણ કરનારાં પાત્રોનો જ કાઢવામાં આવે. આરએસએસ, વીએચપી, બજરંગદળ અને ભાજપ જેવી અતિ પવિત્ર, અતિ નિષ્ઠાવાન અને શત પ્રતિશત રાષ્ટ્રના હિત માટે કામ કરતી સેવા સંસ્થાઓ, સંગઠનો તથા રાજકીય પક્ષને હિન્દી સિનેમાવાળાઓ હંમેશાં ટાર્ગેટ કરતા આવ્યા છે – અને તે પણ સદંતર ખોટી રીતે, બિલકુલ જુઠ્ઠાણાંનો આશ્રય લઈને. આવી એક બદમાશ ફિલ્મ નામે ‘પરઝાનિયા’ (2005) યાદ આવે છે જેમાં એટલું બધું ઝેર ભરેલું કે ગુજરાતમાં એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સેન્સર બોર્ડે જેને સર્ટિફિકેટ આપ્યું હોય એવી કોઈ પણ ફિલ્મ પર પ્રતિબંધ ન મૂકવો જોઈએ એવું હું માનું છું. ‘પરઝાનિયા’ ગુજરાતમાં બાન થઈ એ ગાળામાં હું અમદાવાદ રહીને કામ કરતો હતો. આ ફિલ્મ જોવા હું ખાસ ‘મુંબઈ’ આવ્યો અને બાન્દ્રાના ગેઇટી-ગેલેક્સી સાથે જોડાયેલા નાનકડા થિયેટર ‘જેમિની’માં મેં એ જોઈ. ગોધરા હિન્દુ હત્યાકાંડની ઘટનાઓને ફિલ્મમાં તદ્દન ઊંધી જ રીતે ચીતરવામાં આવી હતી. અત્યંત નિકૃષ્ટ મેન્ટાલિટીથી બનાવવામાં આવેલી આ ફિલ્મમાં સત્યનો એક છાંટોય નહોતો. કપોળકલ્પિત ઘટનાઓ ધરાવતી ફિલ્મને સત્ય ઘટના પર આધારિત છે એવું પ્રેક્ષકોના મગજમાં ઠસાવવા માગતી આ ફિલ્મને સેન્સર બોર્ડે શું કામ પસાર કરી એ જ એક તો સૌપ્રથમ પ્રશ્ન થાય. મારે હિસાબે તો એને ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં બાન કરવી જોઈતી હતી. પણ એ વખતે ભારત પર સોનિયાસેનાનો કબજો હતો, ક્યારેય સ્મિત કરતા જોવા ન મળેલા મૂંગા મંતર મનમોહનસિંહ, યાસીન મલિકને મળીને હસુ હસુ થતા હોય એવી તસવીરો ચારેકોર છપાતી હોય એવો જમાનો હતો. ‘પરઝાનિયા’ જોયા પછી લાગ્યું કે આવી દેશદ્રોહી ફિલ્મો યેનકેન પ્રકારેણ સેન્સરબોર્ડની આંખોમાં ધૂળ નાખીને સર્ટિફિકેટ લઈ આવે તો પણ એના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની વાત જુદી છે. ‘પરઝાનિયા’માં તો અભિવ્યક્તિની સ્વચ્છંદતા હતી.

‘કાશ્મીર ફાઇલ્સ’ની ટીમે આવી કોઈ બદમાશીઓ નથી કરી.

કૉન્ગ્રેસે અને મીડિયાએ જોયું કે અત્યાર સુધી ચાલી આવતી એમની ચાલબાજી ઉઘાડી પડી ગઈ છે. અત્યાર સુધી મુઠ્ઠીભર જેન્યુઇન પત્રકારો-લેખકો-વિશ્લેષકો આ ઇકો સિસ્ટમ ચલાવતી ચંડાળ ચોકડીની ટીકા કરતા, ‘કાશ્મીર ફાઇલ્સ’ આવ્યા પછી ભારતના બચ્ચા બચ્ચાને ખબર પડવા માંડી કે સેક્યુલર ટોળકીના ગેંગસ્ટરો છેલ્લા છ-સાત દાયકાથી કેવી રીતે ભારતની પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે. હજુય એમની આ રમત અટકી નથી. પણ હવે પ્રજા જાગ્રત થઈ ગઈ. આ ફિલ્મને કારણે જાગ્રત થઈ ગઈ. બસ, આ જ વાત લિબ્રાન્ડુઓને ખટકે છે.


ભવિષ્યમાં ‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મનું સ્થાન ભારતની 100 જોવા જેવી ફિલ્મોમાં હશે કે નહીં હોય એની ખબર નથી પણ ભારતીય રાજકારણના ઇતિહાસમાં આ ફિલ્મ એક વૉટરશેડ ગણાવાની છે, એક જબરજસ્ત ટર્નિંગ પોઇન્ટ ગણાવાની છે, એક મસમોટો માઇલ સ્ટોન ગણાવાની છે. ભારતની ફિલ્મોમાં જ નહીં, ભારતના સાહિત્ય-પત્રકારત્વ-શિક્ષણ ઇત્યાદિ ક્ષેત્રોમાં આવતાં વર્ષોમાં જબરજસ્ત પલટો આવશે અને આ પરિવર્તન પછી પ્રી ‘કાશ્મીર ફાઇલ્સ’ ઇરા અને પોસ્ટ ‘કાશ્મીર ફાઇલ્સ’ ઇરા જેવી ટર્મ્સ વપરાતી થઈ જવાની. લખી રાખજો તમે. આવી ક્રાંતિ માટે લાખો-કરોડો માણસોની ભાગીદારી જોઈએ, એના વિના એ શક્ય જ નથી. પણ આવા કરોડો લોકોની આગળ મશાલ લઈને માર્ગ ચીંધવાનું પાયાનું કામ કરવાનો જશ ‘કાશ્મીર ફાઇલ્સ’ને જ આપવાનો હોય. લિબરલ ઇકો સિસ્ટમવાળી ચંડાળ ચોકડીના પેટમાં જે ધગધગતું તેલ રેડાયું છે તે આ કારણે.

ફિલ્મમાં એક જગ્યાએ 370મી કલમ હટી ગયા પછી પણ કાશ્મીરમાં આગ ભડકાવવાના પ્રયત્નો કરતી ગેન્ગની લીડર પ્રૉ.રાધિકા મેનન કહે છેઃ ‘સરકાર ભલે એ લોકોની (ભાજપની) હોય, (ઇકો) સિસ્ટમ તો અમારી છે’.

લેફ્‌ટિસ્ટોની ઊંઘ હરામ થઈ ગઈ છે કારણ કે હવે એમની આ ઇકો સિસ્ટમ રીતસરની કડડભૂસ થઈ રહી છે. (અમને તો એનો અવાજ સંભળાઈ રહ્યો છે, તમને સંભળાય છે? અમારા સુધી તો આ ધ્વસ્ત થઈ રહેલી જંગી, કદાવર, રાક્ષસી ઇકો સિસ્ટમની જમીનદોસ્ત થઈ રહેલી ઇમારતના કાટમાળની ધૂળ પણ પહોંચવા લાગી છે).

જાનની બાજી લગાવી રહ્યા છે એ સૌ. એક બાજુ ટાઇમ્સ નાઉ વગેરેઓ વહેતી ગંગામાં હાથ ધોઈ લેવા ટીઆરપીની ગેમમાં આગળ નીકળી જવા ચોવીસે કલાક ‘કાશ્મીર ફાઇલ્સ’ ‘કાશ્મીર ફાઇલ્સ’ કરીને હિન્દુઓને ખુશ કરવામાં પડ્યા છે (સારું જ છે, આવા તકવાદીઓ અલ્ટીમેટલી તો આ ફિલ્મને ત્રણસો કરોડ ક્લબમાં એન્ટ્રી અપાવશે) અને બીજી તરફ ‘કાશ્મીર ફાઇલ્સ’ને બદનામ કરવા લેફ્‌ટિસ્ટ ઇકો સિસ્ટમ ચારે દિશાઓથી હુમલો કરી રહી છે.

ઑડિયન્સનો જુવાળ પારખીને રહી રહીને કેટલાક હિન્દી ફિલ્મવાળાઓ ‘કાશ્મીર ફાઇલ્સ’ના સર્જકોને અભિનંદન આપવા લાગ્યા છે. પણ તેઓ ફિલ્મની કન્ટેન્ટના નહીં, ફિલ્મની સફળતાનાં વખાણ કરી રહ્યા છે. જેમનાં નામ ટૉપ હન્ડ્રેડમાં ગણાય છે તેવાં અભિનેતા-અભિનેત્રી નિર્માતા-દિગ્દર્શક વગેરે વગેરે તો પાછા ચૂપ જ છે. આવશે એ લોકોય લેફ્‌ટિસ્ટ ઇકો સિસ્ટમના ખૌફમાંથી બહાર આવશે.

પણ રામ રાખે એને કોણ ચાખે. ‘કાશ્મીર ફાઇલ્સ’ના રામ ભારતની કરોડોની પ્રજા બની ગઈ છે. આવી વિશાળ સ્વયંભુ ચળવળ મેં ક્યારેય જિંદગીમાં નથી જોઈ . માંડ માંડ બસો જેટલા સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી ફિલ્મ શનિરવિ સિવાયના દિવસોમાં પણ વહેલી સવાર, બપોરના શોમાં પણ હાઉસફુલ જવા માંડી, બે હજાર સ્ક્રીન્સ કરવા પડ્યા, તોય ઓછા પડે છે, ટિકિટો માંડ મળે છે, લોકો એકબીજાને ફોન કરીને, ટોળેવળીને ટિકિટબારી પર લાઇન લગાવે છે. જે ફિલ્મે મપ્રચાર પાછળ ઝાઝા પૈસા નથી ખર્ચ્યા, પૈસા હતા જ નહીં તો ખર્ચે ક્યાંથી. જે ફિલ્મનું બજેટ બૉલિવુડના મોટા પ્રોડ્યુસરોની ફિલ્મના પ્રમોશન બજેટ જેટલું હતું એ ફિલ્મનો ભારતના લાખો-કરોડો પ્રેક્ષકો પ્રચાર કરી રહ્યા છે. ઑડિયન્સનો આવો જુવાળ પારખીને રહી રહીને કેટલાક હિન્દી ફિલ્મવાળાઓ પણ ‘કાશ્મીર ફાઇલ્સ’ના સર્જકોને અભિનંદન આપવા લાગ્યા છે. પણ તેઓ ફૂંકી ફૂંકીને આગળ વધી રહ્યા છે – ફિલ્મની કન્ટેન્ટના નહીં, ફિલ્મની સફળતાનાં વખાણ કરી રહ્યા છે. ચાલો, એટલું તો એટલું. આમ છતાં હજુય જેમનાં નામ ટૉપ હન્ડ્રેડમાં ગણાય છે તેવા અભિનેતા-અભિનેત્રી નિર્માતા-દિગ્દર્શક વગેરે વગેરે તો પાછા ચૂપ જ છે. આવશે એ લોકોય લેફ્‌ટિસ્ટ ઇકો સિસ્ટમના ખૌફમાંથી બહાર આવશે.

* * *

સોનિયા સરકારમાં એન.ડી.ટી.વી.ને પોતાની સિલ્વર જ્યુબિલી ઉજવવા માટે આખેઆખું રાષ્ટ્રપતિ ભવન આપી દેવામાં આવ્યું હતું. આ લોકોની ઑડેસિટી તો જુઓ તમે! આજે એમને પેટમાં બળતરા થાય છે એટલે એન.ડી.ટી.વી.નો એક એન્કર ટ્વિટ કરે છે કે મોદી તો ‘કાશ્મીર ફાઇલ્સ’નો પ્રચાર કરી રહ્યા છે!‘સી.એમ. સાહેબને ફુરસદ મળે તો ને – ગોલ્ફ રમવામાંથી અને બૉલિવુડની હીરોઇનોને બાઇક પર બેસાડીને ફેરવવામાંથી’

‘કાશ્મીર ફાઇલ્સ’નો આ સંવાદ સાંભળીને જે એન્ડ કેના મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લા 1980ના દાયકામાં શબાના આઝમી (જાવેદ અખ્તરનાં બેગમ)ને બાઇકની પાછલી સીટ પર બેસાડીને ફરતા હતા એવી તસવીર તમને યાદ આવી જાય. ફિલ્મમાં આવી નાની નાની હકીકતો ખૂબસૂરતીથી વણી લેવામાં આવી છે. બાય ધ વે, ફારૂકપુત્ર ઓમર પણ પિતા-દાદાના પગલે સી.એમ. બન્યો. કેમ ન બને? નેહરુએ કાશ્મીરને અબ્દુલ્લા પરિવારની જાગીર ગણીને સોંપી દીધી હતું. આ છોટે અબ્દુલ્લા એન.ડી.ટી.વી.ની જાણીતી અને એક જમાનામાં સુંદર દેખાતી એન્કર નિધિ રાઝદાન સાથે ખાનગીમાં પરણ્યો હતો કે પછી એનું ચક્કર હતું, પણ આ જાહેર વાત છે, ગૉસિપ નથી. એન.ડી.ટી.વી.વાળાઓને ‘કાશ્મીર ફાઇલ્સ’ સામે (અને આમેય ભારતની પ્રગતિ સામે, મોદી સામે હિન્દુઓ સામે) શું વાંધો છે તે હવે તમે સમજી શકશો. એન.ડી.ટી.વી.ના માલિક પ્રણવ રૉયની સગી સાળી બ્રિન્દા કરાત કમ્યુનિસ્ટ પાર્ટીની મેમ્બર છે, પ્રણવ રૉયનો સગો સાઢુ પ્રકાશ કરાત દસ વર્ષ સુધી કમ્યુનિસ્ટ પાર્ટીની જનરલ સેક્રેટરી (અર્થાત મુખિયા) હતો. બ્રિન્દાએ બનેવીની ચેનલ પર સ્વામી રામદેવની પતંજલિ યોગપીઠ તથા દિવ્ય ફાર્મસીની પવિત્રતમ પ્રવૃત્તિઓને બદનામ કરવા આકાશપાતાળ એક કર્યાં હતાં. આ આખી લિબ્રાન્ડુ ગૅન્ગ ખુલ્લેઆમ દાદાગીરી કરતી રહી. સોનિયા સરકારમાં એન.ડી.ટી.વી.ને પોતાની સિલ્વર જ્યુબિલી ઉજવવા માટે આખેઆખું રાષ્ટ્રપતિ ભવન આપી દેવામાં આવ્યું હતું. આ લોકોની ઑડેસિટી તો જુઓ તમે! આજે એમને પેટમાં બળતરા થાય છે એટલે એન.ડી.ટી.વી.નો એક એન્કર ટ્વિટ કરે છે કે ભૂતકાળમાં ક્યારેય દેશના વડાપ્રધાને એક ફિલ્મને પ્રમોટ કરી નથી, અને મોદી જુઓ ‘કાશ્મીર ફાઇલ્સ’નો પ્રચાર કરી રહ્યા છે!

બરાબરની જલી ગઈ છે આ લોકોની. મોદીએ કંઈ ‘કાશ્મીર ફાઇલ્સ’નો પ્રચાર નથી કર્યો પણ માની લો કે પ્રચાર જ કર્યો પણ હોય તો ભઈલા તું તારી ગિરેબાનમાં ઝાંકીને જો ને. કરશે, મોદી આવી એક હજાર ફિલ્મો જે ભવિષ્યમાં આવી રહી છે તેનો પણ પ્રચાર કરશે. શું ઉખાડી લઈશ તું એમનું? યાસીન મલિક સાથે યે દોસ્તી હમ નહીં છોડેંગે તોડેંગે ગાતા મનમોહન સિંહનું તેં શું ઉખાડી લીધું? ત્યારે તો તારી ફરજ હતી – પીએમની લેફ્ટરાઇટ લેવાની. પ્રાઇમટાઇમમાં આ કૃત્ય બદલ પીએમની આકરી ટીકા કરવાનો ચાન્સ હતો તને. અને તું વળી મોદી પર આંગળી ઉઠાવે છે? એનડીટીવીની આગળ લોકો R. લગાવે છે તે સાચું જ છે અને ફિલ્મમાં મીડિયાને આતંકવાદીઓની રખાત કહેવામાં આવે છે તે તો એકસોએક ટકા સાચું છે.

કાશ્મીરી હિન્દુઓની જ નહીં, આપણા દરેકની પરિસ્થિતિની ઝલક તમે આ ફિલ્મમાં જોઈ શકો છો. પુષ્કરનાથના ચાર મિત્રો છે – બ્રહ્મદત્ત, (જે આઇએસ અફસર છે), વિષ્ણુ રામ (જે પત્રકાર છે), ડૉ. મહેશ કુમાર અને હરિ નારાયણ (ડીજીપી). પહેલી બે વખત ફિલ્મ જોઈ ત્યારે આ વાત ધ્યાનમાં જ નહોતી આવી પણ ત્રીજી વાર જઈ (હા, ત્રીજી વાર જોઈ. એ શો પૂરો થયા પછી જાણીતા ફિલ્મકાર અશોક પંડિતે જે બે મિનિટનું ઉદ્‌બોધન કર્યું તે રેકોર્ડ કરીને ન્યુઝપ્રેમીની યુટ્યુબ ચેનલ પર મૂક્યું છે) ત્યારે સ્ટ્રાઇક થયું કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પુષ્કરનાથના મિત્રો બનાવ્યા છે. આ મિત્રો 1990ના જાન્યુઆરી પહેલાં પુષ્કરનાથ સાથે નિયમિત ઉઠબેસ કરતા, દર રવિવારે સાંજે પુષ્કરનાથનાં પુત્રવધુએ બનાવેલી કાશ્મીરી વાનગીઓનું ડિનર કરવા જવાનો નિત્યક્રમ. પુષ્કરનાથના ઘરે પત્તાંની બેઠક જમાવતા. 19 જાન્યુઆરી 1990ના રોજ પુષ્કરનાથે પુત્રને ગુમાવ્યા પછી બાકી બચેલા કુટુંબ સાથે કાશ્મીરથી હિજરત કરીને જમ્મુના રેફ્યુજી કૅમ્પમાં આવીને વસી જવું પડ્યું. પુષ્કરનાથ આખી જિંદગી આર્ટિકલ 370ની નાબુદી માટે અને વિસ્થાપિતોના પુનર્વસવાટ માટે લડતા રહ્યા. એમણે આ વિશે 6000 જેટલા પત્રો દેશના દરેક વડા પ્રધાનને લખ્યા. વિધિની વિચિત્રતા જુઓ કે પાછલી ઉંમરમાં ડિમેન્શિયાને કારણે પુષ્કરનાથને ખબર જ ન પડી કે મોદીએ 5 ઑગસ્ટ 2019ના રોજ સંસદમાં બહુમતીથી બંધારણીય સુધારો લાવીને આર્ટિકલ 370 હટાવી દીધો છે અને બીજે જ દિવસે રાષ્ટ્રપતિએ પણ એના પર મંજૂરીની મહોર મારી દીધી છે. વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેનો તફાવત જેમાં ભૂંસાઈ જાય અને સ્મૃતિ વેરવિખેર થઈ જાય એવી માનસિક પરિસ્થિતિને ડિમેન્શિયા કહે. જે બજાજ સ્કૂટરને ત્રીસ વર્ષ પહેલાં કાશ્મીરમાં છોડીને આવ્યા એને યાદ કરીને પુષ્કરનાથ મરણપથારીએથી પૌત્ર કૃષ્ણાને સૂચના આપતા જાય છે કે એનું એન્જિન તો ફર્સ્ટક્લાસ હશે, આઠ હજાર કિલોમીટર જ ચાલ્યું છે, એને રિપેર કરાવવાની જરૂર નહીં પડે પણ તું એને નવેસરથી કલર કરાવી લેજે… ત્રીસ વર્ષ જૂનું સ્કૂટર!

માણસની જિંદગીમાં ક્યારેક એવી આફતો આવી પડતી હોય છે જ્યારે આ સૃષ્ટિના કર્તાહર્તાસમા ભગવાન – બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને હરિ પણ એમની કોઈ મદદ નથી કરી શકતા. આમ છતાં એણે લડવાનું હોય છે. પાર્લે-જી ચાટીને પણ લડવાનું હોય છે.

પુષ્કરનાથ મોતિયો ઉતરાવ્યા પછી મોંઘા લેન્સ લેવાને બદલે સસ્તાવાળા લેન્સથી ચલાવે છે – ડાયાબીટીસ, બીપીને લીધે અંધાપો આવી જવાનું જોખમ હોવા છતાં ચલાવી લે છે. એક ટંકનું જમવાનું છોડીને પાર્લે-જી ચાટીને ભૂખ શમાવે છે પણ નબાપા પૌત્રને ભારતની ટોચની યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવીને મોંઘી ફી, હૉસ્ટેલના ખર્ચા, પુસ્તકો અને બીજા નાનામોટા તમામ ખર્ચા ઉઠાવે છે. આ સમયે એમના ચાર જિગરી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને હરિ ક્યાં છે? ત્રીસ વર્ષના ગાળામાં આ ચારમાંના કોઈએ પુષ્કરનાથ જીવે છે કે નહીં એનીય તપાસ નથી કરી. (માત્ર એક વખત બ્રહ્મદત્ત પુષ્કરનાથને રેફ્યુજી કૅમ્પમાં અનાયાસ જોઈ જાય છે અને પુત્રવધુને નોકરી અપાવીને એનું પુનર્વસન કરવામાં મદદ કરે છે. તે સમયે પુષ્કરનાથના ચિત્તભ્રમને લીધે તેઓ બ્રહ્મદત્તને ઓળખી શકતા નથી).
પુષ્કરનાથ જેવા પવિત્ર આત્માને, જેણે પોતાના સમાજ માટે, પોતાની કોમ માટે આખી જાત ઘસી નાખી-એની બદકિસ્મતીના ત્રણ દાયકામાં એની જિંદગીનાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને હરિ તરીકે આવેલા મિત્રો પણ એમની કોઈ મદદ કરી શકતા નથી, એમની સાથેનો સંપર્ક પણ સાવ છૂટી જાય છે.

માણસની જિંદગીમાં ક્યારેક એવી આફતો આવી પડતી હોય છે જ્યારે આ સૃષ્ટિના કર્તાહર્તાસમા ભગવાન – બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને હરિ પણ એમની કોઈ મદદ નથી કરી શકતા. આમ છતાં એણે લડવાનું હોય છે. પાર્લે-જી ચાટીને પણ લડવાનું હોય છે. લડતાં લડતાં ખપી જવાનું હોય છે. આર્ટિકલ 370 હટી જવાની ઘટનાની બેખબરી પછી પણ કામ તો ચાલુ જ રાખવાનું હોય છે. પુષ્કરનાથને હોંશ હતી કે પોતાના હજારો પત્રોના પ્રતિસાદરૂપે વડાપ્રધાન જ્યારે 370ની કલમ હટાવી દેશે ત્યારે પીએમ દિલ્હી બોલાવીને શાબાશી આપશે. પણ પુષ્કરનાથ ગુમનામીમાં જ ગુજરી જાય છે. એમનાં અસ્થિ લઈને આવેલા કૃષ્ણાને જોઈને ચારેય મિત્રોને અફસોસ થાય છે કે ત્રીસ-ત્રીસ વર્ષ સુધી આપણામાંથી કોઈએ પુષ્કરનાથને શોધવાનો પ્રયત્ન પણ કેમ ન કર્યો. શક્ય છે કે આ ચારેય પુષ્કરનાથની પડખે રહ્યા હોત તો આજે પુષ્કરનાથની વડા પ્રધાન સાથેની તસવીર જોવા મળતી હોત.

પણ આ ચારેય જણને કોઈને કોઈ કારણ હશે. તેઓ પોતે જ જીવતા રહેવા માટેનો સંઘર્ષ કરી રહ્યા હશે અને પોતાની આજીવિકા, પોતાના કુટુંબની સલામતી છીનવાઈ ન જાય એના પ્રયત્નોમાં ક્રમશઃ પુષ્કરનાથને ભૂલી ગયા હશે.

પુષ્કરનાથે જે કર્યું તેને આપણે આપણા જીવનમાં ઉતારીએ. ગયા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું: ‘આપ યે પ્રાર્થના જરૂર કરિયેગા કિ ભવિષ્ય મેં આપકો કોઈ આસાન કામ ના મિલે. ચેલેન્જિંગ જૉબ કા આનંદ હી કુછ ઔર હોતા હૈ. આપ જિતના કમ્ફર્ટ ઝોન મેં જાને કી સોચેંગે, ઉતના હી અપની પ્રગતિ ઔર દેશ કી પ્રગતિ કો રોકેંગે.’

સાહેબ માટે જેએનયુનું નામ એસવીપીયુ કરી નાખવાનું સહેલું હતું. પણ એમણે પ્રજાના કેટલાક બોલકા વર્ગનાં મહેણાં ટોણાં સહન કરીને રાહ જોઈ. સૌ પ્રથમ તો એક પ્રતીક તરીકે, જેએનયુવાળાઓના વિરોધ વચ્ચે, કૅમ્પસમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાની સ્થાપના કરી. અને પછી, નામ બદલવાથી કે લેબલ ચેન્જ કરવાથી કંઈ નહીં વળે – આ શિક્ષણસંસ્થાનો આત્મા બદલવો પડે એવી દીર્ઘદ્રષ્ટિ સાથે જૂના વાઇસ ચાન્સેલરની મુદત પૂરી થઈ જાય ત્યાં સુધી રાહ જોઈ અને ગયા મહિને, 15 ફેબ્રુઆરી, 2022ના રોજ એમણે પોતાની આગવી શૈલીમાં જેએનયુ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી. નવાં વાઇસ ચાન્સેલર તરીકે જેએનયુમાં જ ભણી ચૂકેલાં (કોઈ કેવી રીતે વિરોધ કરી શકે!) પીએચડી થયેલાં મહિલા પ્રોફેસર (આમાં પણ કોઈ કેવી રીતે વાંધો ઉઠાવી શકે!) શાન્તિશ્રી ડી.પંડિતને મૂક્યાં. પ્રો. પંડિત અગાઉ ટ્વિટર પર લિબરલોને ‘મેન્ટલી ઇલ જેહાદી’ અને જેએનયુના લેફ્ટિસ્ટ આંદોલનજીવીઓને ‘નક્સલ જેહાદી’ કહી ચૂક્યાં છે. પૂરેપૂરા ભગવા રંગે રંગાયેલાં જેએનયુના નવાં વાઇસ ચાન્સેલરે આવતાંની સાથે જાહેર કર્યું ‘…ભારતને કેન્દ્રમાં રાખીને અભ્યાસક્રમ ગોઠવવાના વડા પ્રધાનના વિઝનને’ પોતે અમલમાં મૂકશે.

આવતા એક દાયકા દરમ્યાન જેએનયુની કાયાપલટ, આત્માપલટ થતાં આપણે સૌ જોઈ શકીશું. વડા પ્રધાનના આ નિર્ણયના મહિના એક પછી રિલીઝ થયેલી ‘કાશ્મીર ફાઇલ્સ’ના પરિણામે આવતા એક દાયકા દરમ્યાન એજ્યુકેશનના ફિલ્ડમાં જ નહીં, મીડિયામાં, ફિલ્મોમાં અને કળા-સંસ્કાર જગત સહિત રાજકારણમાં પણ ઘણું ઘણું બદલવાનું છે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

72 COMMENTS

  1. ખૂબ જ સચોટ અને તાર્કિક લેખ…અત્યાર સુધી અંધારા માં હતાં….એક ફિલ્મે દીપ પ્રગટાવી ને સત્ય દેખાડી દીધું…અને એનો પ્રકાશ વધુ ને વધુ ફેલાય તેવો તમારો પ્રયત્ન સરાહનીય છે…
    તમે newspremi ને રાષ્ટ્રપ્રેમી બનાવી રહ્યા છો…..
    અભિનંદન.

  2. Read your all the articles on Kashmir Files and also watched your you tube video on Rahul Pandi’t Book. Film has exposed Leftist and Liberals. Congess and National Confrence has been completely exposed. Bollywood has not done justice to most of the films produced from the real story. Vivek Agnihotri and team has done great job and set a milestone. Now today I heard there will be mesum created in Madhya Pradesh to show Kashmiri Hindus Genocide. Great effort hopefully there should be momentum that can lead to Judiciary and bring up the cases against those people involved directly in this horror so justice can be served.

    Bharat Mata Ki Jay.

  3. કાશમીર ફાઈલ માટે જે લખાયું te આગ કોઈને સહન થશે, સાચા હોય તો મૉં છુપાવી કૂવો પુરે તે જ માર્ગ બચ્યો છે દૂસ્ટોનો. આટલું ગહન તમારું વાંચન અને ચોટદાર અનીદાર,જવલંત,સાંસરવું, ખતરનાક સા ત ત્તાત્યપૂર્ણ, ડ્નખ મારતું પવિત્ર અને સનાતન સત્ય કોણ લખે.
    ? તમારા આ ભારતજા ગો, ભાગો મત : યજ્ઞને અમારી ધીની આહુતિ સતત ધારા પ્રવાહે છે. જાય હિન્દ 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🙏🙏

  4. સૌરભભાઈ, તમારા લેખો અને લખવાની શૈલી એવી છે જેને કલમ નહિ તલવાર લઈને લખો છો. લેખક કંઈ ઑટોમેટિક મશીન નથી કે બારાખડીનો કાચો માલ નાખો અને બીજી બાજુ તમને ગમતા વિષય પર લેખ પ્રિન્ટ થઇને બહાર નીકળે.

    કોઈ પણ વિષય પર લેખ લખવા લેખક પોતાના શરીરનું વિચારો દ્વારા લોહી નીચોવીને લેખ તૈયાર થાય છે. સૌરભભાઈને ખૂબ ખૂબ હ્રદયથી ધન્યવાદ. ગુજરાતીઓ કમેન્ટ્સ લખવામાં કદાચ આળસ કરતા હશે પણ દરેક વાચક તમને હ્ર્દયથી ધન્યવાદ બક્ષે છે.
    અસ્તુ.
    — ઉમેશભાઈ નાથાણી

  5. આપ કાયમ આવી દેશી સ્ટાઇલમાં ધોતા રહેશો તેવી અપેક્ષા

  6. અમારા અને સર્વે ભારતીયના,
    જીન્સ પેન્ટ થી લઇને ધોતિયું પહેરનારા
    દરેકની સમજમાં આવતા,
    સૌરભભાઈના વન પેન આર્મી ની
    આગવી શૈલી,
    અગાધ શૈલી,
    અભય શૈલી,
    વેધક શૈલી,
    બદલ ખૂબ ખૂબ અભિનંદન.
    સાથે
    ભગવાન શિવને પ્રાર્થના કે તેઓ
    જીવેત શરદઃ શતમ્ પામે.

    સાભાર.
    કલ્પેશ એચ. દીક્ષિત

  7. Well written.
    Many producers produce films with the aim of collecting Rs100 crores. Dare devil Agnihotri has produced this film to awake 100 crore people of India.

  8. What a wonderful Article. Hu khas Monday nu Janma bhoomi mangvato khas Tamara lekh vanchava.Jabarjast article. Saurabh bhai I want to be part of your research team voluntarily mainly because I feel that there is huge scope to educate people about this bogus leftist eco system. M there to support you Saurabh bhai. My mobile no is:***** *****

    • Thank you, Hirak.
      I have saved your number on my phone and deleted from the comment ( for your privacy). I shall contact you at the appropriate time. So nice of you to offer me your help.

  9. સરસ. સર તમારું વોટ્સએપ ગ્રૂપ ચલાવતા હો તો લિંક મોકલવા વિનંતી…

    • 9004099112
      આ વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા માટેનો નંબર છે. માત્ર Hi લખીને મોકલી આપશો તો લિન્ક મોકલી આપીશ.

  10. તમારી ભવિષ્યવાણી ઝડપથી સાચી પડે એવી શુભકામનાઓ ! દુનિયાભરમાં દંભી લિબરાન્ડુઓનો પરદો ચીરાઈ રહ્યો છે. ભારતની નવી પેઢીની આંખો ખુલી રહી છે.

    • લલિત ભાઈ,
      ભાવ વંદના બદલ સાધુવાદ,

      મુંબઈ સમાચાર,
      Good morningથી
      લઇને
      તડકભડકની
      સૌરભ ભાઈની સફરનો સાક્ષી કહે છે.

      જેમ,
      જ્યાં ન પહોંચે રવિ
      ત્યાં પહોંચે કવિ. (બરાબર).
      સાંભળેલું છે આપણે બધે.

      પરંતુ વાત જો સૌરભભાઈની છે તો,
      સૌરભભાઈ,
      ભવિષ્ય નથી ભાખતા,
      તેઓ ગુજરાતી સાહિત્ય માં “વીર” અને
      પત્રકારત્વ માં “તીર” બન્ને છે.

      મુંબઈ સમાચારમાં તો પંડિત હોય કે સૂરમા, સામે
      વીર હતા, છે અને રહેશે.
      હાલ
      ન્યુઝપ્રેમીમાં અત્યારે તે માત્ર તીર ચલાવે છે..

      નોંધ:
      જ્યાં ન પહોચે વીર,
      ત્યાં પહોંચે તીર.
      (કલ્પ)
      🤗

      સાભાર.
      કલ્પેશ એચ. દીક્ષિત

  11. Excellent જાગો ભાઈ જાગો નો ધ્યેય તમારાં સુપર લેખ Excellent 👌👌👌

  12. ‘ કાશ્મીર ફાઇલ્સ ‘ આ ફિલ્મ વિશે શું કહેવું? Speechless…ઉત્તમ ફિલ્મ…. લખવા બેસીએ તો પાના ના પાના ભરાય. આખરે સત્ય બહાર આવ્યું .
    Totally agree with you… લિબ્રાન્ડુ ઓ ને આ સત્ય પચ્યું નથી એટલે એ લોકો ની બરાબર જલી ગઈ છે.

  13. ખૂબ સરસ લેખ રહ્યો. નરેન્દ્ર મોદીની ચેલન્જિગ જોબવાળી વાત ખૂબ ગમી.આવા વધુ લેખ વાંચવાની ઈચ્છા છે.

  14. The movie is too good and reading your articles on it is just like a cherry on the cake !!
    This type of analysis is seldom done by any writer in gujarati.
    Keep it up.

  15. સૌરભજી તમે ખુબજ નિર્ભીક રીતે એનાલીસિસ કર્યું છે. સૂતેલા હિન્દુઓને જગાડવામાં આપનું ખુબજ યોગદાન છે. આવીજ રીતે ગદ્દારોને ફટકારવાનું ચાલુ રાખો. અમારો તમને મોરલ સપોર્ટ છે. ખૂબ ખૂબ અભિનંદન …

  16. Dear Saurabh ji, Wonderful!
    Your writing is very very effective and to the point!
    But these Jhehadis, thick skineed politicians(Congressi and Godi midea) will take time to digest! They have never dreamt the response, the TKF is getting! They can not bear the truth and the thumping success of TKF!
    We all are proud of you for the simple, satik and sphotak writtings!
    Hats off to you dear!

  17. જય દ્વારકાધીશ,
    મુરબ્બી શ્રી સૌરભ શાહ,

    કાશ્મીર ફાઈલ અંગે નો આપનો લેખ ખુબજ સરસ મજાની વાત લઈ ને આવ્યો છે, મે તો ફિલ્મ હજુ સુધી નથી જોઈ,
    પરંતું લેખ દ્વારા આપ શ્રી નો આક્રોશ જ ઘણું બધું સમજાવી જાય છે, આજ સુધી કોંગ્રેસ અને લિબ્રનાડું લોકો એ જે ગાજર ની પીપુડી વગાડી છે, તેઓ એ હવે પોતાના બિસ્તરા પોટલાં ઉપાડવા જ પડશે તેમ કોઈ બેમત નથી,
    ધન્યવાદ સાથે આભાર.

  18. શ્રી સૌરભભાઈ, આપના ધારદાર અને સટીક લેખો મારી લગભગ અપેક્ષા ઓ પૂરી છે. એક બસ આમજ ઉપરછલ્લો વિચાર આવે છે કે ‘ધ કશ્મીર ફાઈલ્સ’ એડલ્ટ મુવી છે તેથી ૧૮ વર્ષ થી ઓછી વયના બાળકો સુધી આ ઈતિહાસની વાતને પહોંચાડવી જરૂરી હોયતો શું કરવું જોઈએ ?
    એસી રુમ માં બેસી આવેલ વિચાર છે છતાં જો યોગ્ય જણાય તો માર્ગદર્શન આપવા વિનંતિ. બીજું, પ્રોફેટ મોહમ્મદ થયા ત્યાર થી અત્યાર સુધી ના ઈતિહાસ ને જાણવા આપને યોગ્ય લાગતા પુસ્તકોના નામો જણાવશો. મહેશભાઈ ધ્રુવ ના સ્નેહ પુષ્પો. 🙏🙏.

  19. Sourabbhai, છેલ્લા 3 વરસથી આપની કલમનો આશિક થઇ ગયો છું, સ્પેશ્યલી હાર્ડ હિટ્ટિન્ગ પોલિટિકલ લેખો. ગુજરાતી લેખકો માં આપ જેવી સરળ અને સચોટ શૈલી કોઈની જોઈ નથી. અને તમે જે ચોખવટો અને between the lines ની સમજણ પાડો છો તેના માટે આપનો ખુબ ખુબ આભાર છે. આપના જેવા લેખો બીજે કશે વાંચવા મળતા નથી. આપનું આ મિશન ચાલુ રહે એવી આશા રાખું છું.

  20. ભાઇ…. ભાઇ……
    કોઇ કાઠિયાવાડી ઉપરોક્ત ઉચ્ચારણ પુછો.
    બધુ કહેવાનું આ બે શબ્દમાં સમાઇ જાય છે.

  21. સરસ વિસ્તૃત સમજ આપતો લેખ, આભાર.

  22. નમસ્તે સૌરભભાઈ,
    અપેક્ષા મુજબ સરસ લેખ.
    પરંતુ, એની બારીકીઓ સમજવા કશ્મીર ફાઈલ્સ તમારે ત્રણ વખત જોવી પડી. શું ભારતના ભોળા (કે પછી મુર્ખ ?) બચ્ચાં બચ્ચાં આ મુવીમાંથી મળતો બોધપાઠ ગ્રહણ કરી શકશે ?
    આ મુવીના દીર્ઘકાલીન પ્રત્યાઘાતો માટે તમે વધુપડતા આશાવાદી જણાવ છો. હિન્દુઓને કાંદા, ખાંડ કે પૅટ્રોલના વધતા જતા ભાવ સાથે વધુ નિસ્બત છે.
    છતાં, તમે ભાખેલું ભવિષ્ય સાચું પડે એવી પ્રભુને પ્રાર્થના.

  23. Very precise analysis. You have been doing a great service to India by bringing out naked truth that vested interest in establishment has kept hidden under the carpet. A small pointer to an inadvertent oversight on the fact if I may put across. Brinda Karat is not a sister of Pranav Roy but his wife’s sister. Whole lot of them are completely biased. Thanks again for enlightening series of articles. Regards, Mihir Sheth

      • તમારી વાત અગનજ્વાળા છે આ દુસ્ટો માટે. કયારેક સમાચારપત્રોમાં વાંચવાની મઝા આવતી schot વાતો મળતી પણ કમ્બખત પેપરવાળાઓ વેચાયેલા હોય che, અમારી મર્યાદા છે તેમ કહી તમારા જેવા, હસમુખ ગાંધીઓને રજા આપી દે.. Pn આ અહલેક જોરથી તેઓનાં માથ્થો ફોડશે
        સમકાલીન જાગૃત પત્ર હતું જે હસમુખ ગાંધીની અગ્નિ જ ચલાવી શકે, આ leftisto ને ખતમ કરવાજ પડે. હિન્દુ પ્રજા ગોર નિંદ્રામાંથી જાગી તો છે પણ યજ્ઞ ચાલુ ન રહ્યો તો પછી ગરતામાં ચાલી જશે. ચિંતન ઘણું ખરાબ પીરસ્યું છે શાસ્ત્રોના નામે. હવે પાર્થને ક્હો ચડાવે બાણ આ જ છેલ્લો અને આખરી દાવ che

  24. કામના કારણે ગઇકાલે જોઈ. તમારા લેખના કારણે જલદી સમજણ પડી. ટાનઝાનીઆ આફ્રીકામાં HSSના સહયોગથી પહેલા 3 શો 3 કલાકમાં હાઉસફુલ થયા.

  25. વીર સૌરભભાઇ. ખૂબ મઝા આવી રહી છે. વર્ષોથી ઢંકાયેલા સત્યને ખુલ્લામાં જોવાનો આનંદ છે. સાચી વાત કહેવાની તમારી હિંમત પહેલાં પણ હતી, આજે પણ છે. ગુજરાતી સાહિત્યમાં તમારું સ્થાન દ્રઢ થયું છે. મારી અને અમારા બધાની ખૂબ શુભેચ્છાઓ.

  26. સાવ બક્વાસ લેખ.

    સૌરભ શાહ ગોદી મીડિયાના પંખા છે અને ગપગોળા હાંક્યા રાખે છે.

    • ભાઈ શ્રી તમે જાગો છો તો પણ પથારી માં દરિયો કરો છો

    • આ લેખ જો તમને બકવાસ લાગતો હોય તો કહેવું પડે કે “ખાખરાની ખિસકોલી આંબા ના રસમાં શું જાણે ? “

    • આ લેખ જો તમને બક્વાસ લાગતો હોય તો તમે પણ Leftist Libranddu છો.

    • if you think, TKF is fake and details written by Saurabhji also. Please come out with where and what is wrong. I am eagerly waiting for your research analysis.
      Till that I am with Saurabh Shah

      Jai Hind

  27. આંખો ખુલી જાય છે સૌરભ ભાઈ,તમારા લેખો વાંચી ને, સમાજ અને
    Goverment system ને બદલવા સમય લાગશે…પણ હવે એવી આશા છે કે બદલાશે જરૂર…કદાચ મારી હયાતી માં જ આ શુભ ઘટના બને..હું હજી ૫૭ વર્ષ નો છું.

    • ભગવાન તમારી આ શુભકામના જરૂર પુરી કરશે, એક મહાન વ્યકિત શ્રી નરેન્દ્રભાઇ મોદી અને એમની સરકાર દ્વારા.. અને એ પણ ૨૦૨૪-૨૯ વાળા રાઉન્ડમાં, ખુબ મજા પડવા છે ત્યારે તો……

  28. ખૂબ ખૂબ ખૂબ સ્પષ્ટ અને હદય સોસરવું ઉતરે તેવું લખાણ. સલામ તમને. અત્યાર સુધી પોલિટિક્સ મારા માટે રસનો વિષય જ નહોતો. Thank you એન્ડ thank you કશ્મીર ફાઇલ્સ, કે જેમને આખો ખોલી અમારા જેવાઓ ની.

    • શ્રી સૌરભભાઈ પ્રણામ
      હું નિયમિત તમારા લેખો વાંચું છું અને રોજ રાત ના બીજા દિવસે આવનારા નવા લેખ ની આતુરતા થી રાહ જોતો સૂવું છું.
      તમારા લેખ મંત્રમુગ્ધ કરી નાંખે એવા હોય છે. સાચું કહું તો લેખ એટલા ઊંડાણ પૂર્વક ના હોય છે કે લેખ વાંચતા વાંચતા રોમ રોમ માં ઉત્તજના વ્યાપી જાય છે,હાથ ની મુઠીઓ વળી જાય છે
      ખરેખર અદભુત લેખ હોય છે. સદાય આવા જાગૃતિ તથા ક્રાંતિ ફેલાવે તેવા લેખ લખતા રહેશો આભાર 🙏

  29. આપનું વિશ્લેષણ ખૂબજ સત્ય અને વાસ્તવિકતા નું જ્ઞાન ને ભાન કરાવે એવું છે. લિબ્રાંન્ડુ ગેંગ ના છૂટકે ફિલ્મ ના વખાણ કરશે પરંતુ કન્ટેન્ટ અંગે કશું જ નહીં બોલે ;કેમ કે જે સત્ય છે એનો સ્વીકાર કેમ કરે ?!!હવે તો PreTKF &pro TKF મુજબ નિષ્ણાતો ની ફોજ લખશે

  30. ખુબજ સરસ રીતે આલેખન કર્યું સૌરભ ભાઈ એ.
    આપને ખૂબ ખૂબ ધન્યવાદ.

  31. બહુ હિંમત ભર્યો લેખ લખવા બદલ ખુબ ખુબ આભાર 🙏

  32. Wonderful article!I am waiting everyday now for your articles.
    One small point from my side.I used to be a big fan of Gulzar,but I have realised he is a hardcore secularist.
    Keep up the great work Saurabhbhai!

  33. ચાલુ રાખો સાહેબ તમ તમારે હોકારા કદાચ ઓછા દેવાય હજી તો સવાર થઈ છે એમ સમજો. તમારા જેવા અનેક સૂર્ય ની જરૂર છે અંધકાર દૂર કરવા માટે….

  34. Love your analytical article.

    જે વાત ફિલ્મ માં માર્મિક રીતે કહી છે, એ જ વાત ને વિસ્તાર પૂર્વક સમજાવવા બદલ આભાર, અને એની સમાજ માં કેટલી ધારી અસર થઈ એ વાત સાથે હું સંપૂર્ણ સહમત છું.
    અસ્તુ.

  35. Vah Saurabh Bhai, wonderful and awasome. So many things I know for the first via your articles. Thanks a lot sirji. Jai Shri Ram/Krishna.

  36. સાહેબ જી , અદભુત લેખ, તમારું મોટું યોગદાન છે અમને જગાડવામાં અને નોલેજ વધારવામાં. આપ આ કાર્ય મા વધું ને વધું સફળતા મેળવો તેવી શુભેચ્છા. જય શ્રી રામ.

  37. आज टाइम्ज़ ओफ़ इंडिया में सागरिका बानो ने माताजी को खांग्रेस्स पद प्रमुख सेइस्तीफ़ा देने की सलाह दी है , और कहा है कि उसके बच्चे से ज़्यादा बुद्धि वाले पार्टी में है !इसको इतनी बुरी क़ब्ज़ हुई है कि रेचन होना ही चाहिए ! इससे अच्छे दिन क्या आएँगे की सागरिका जैसी ज़हरीली औरत आज हाथ जोड़ के कह रही है की सोनिया माता सिर्फ़ पप्पू /पिंकी की ही नहीं लेकिन पूरे खांग्रेस्स की माँ है … मेरा ये मानना है की सोनिया माँ नहीं लेकिन पूतना मौसी है 😂

  38. Dear Saurabh BHAi

    What a great ANALYSIS

    GREAT CLARIFICATION

    NICE PRESENTATION

    SALAM

    NAMASHKAR

    KEEP IT UP

    KASHYAP MEHTA

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here