‘કાશ્મીર ફાઇલ્સ’ની રિલીઝ એક વૉટરશેડ ઘટના શા માટે છે : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ: ફાગણ વદ ત્રીજ અને ચોથ, વિક્રમ સંવત ૨૦૭૮. સોમવાર, ૨૧ માર્ચ ૨૦૨૨)

‘કાશ્મીર ફાઇલ્સ’થી પુરવાર થયું કે એક પણ મુસ્લિમ પ્રેક્ષક થિયેટરમાં નહીં આવે, મીડિયા પણ કોઈ પ્રચાર નહીં કરે, તોય જો ફિલ્મ સારી હશે તો એક અઠવાડિયામાં સો કરોડ કરતાં વધુનો બિઝનેસ કરશે. ઇદની ડેટ માટે પડાપડી કરતા સ્ટાર, પ્રોડ્યુસર, ડિસ્ટ્રિબ્યુટર માટે આ હકીકત પચાવવી અઘરી છે.

તમામ અવરોધો બાવજૂદ ‘કાશ્મીર ફાઇલ્સ’ સુપર હિટ પુરવાર થઈ અને (ઇન્શાઅલ્લાહ !) સો કરોડથી કંઈકગણો અધિક બિઝનેસ કરશે. પ્રેક્ષકોની જેમ મતદારો પણ જાગૃત થાય તો મુસ્લિમ વોટ બૅન્કની ભ્રમણા ભાંગીને ભુક્કો થઈ જાય.

અને એક બીજી ભ્રમણા આપણા મગજ પર ઠસાવી દેવામાં આવી છે – હિન્દુઓ સંગઠિત નથી, એમને એક થઈને પોતાની તાકાત દેખાડતાં આવડતું નથી.

ઇતિહાસની ઘટનાઓનાં અર્ધસત્ય ટાંકીને દાખલાઓ આપવામાં આવે છે —મુસ્લિમ આક્રમણખોરોએ 1200મી સદીની આસપાસ કેવી રીતે ભારત પર કબજો કર્યો હતો એવો ઇતિહાસ પ્રચલિત કરવામાં આવે છે. બે વાત જાણી લેજો. મુસ્લિમોએ ક્યારેય કરતાં ક્યારેય ‘ભારત’ પર કબજો નથી કર્યો, ‘ભારતના કેટલાક પ્રદેશો’ પર શાસન કર્યું છે. ઇશાનનો ઘણો મોટો પ્રદેશ, દક્ષિણનો લગભગ સંપૂર્ણ પ્રદેશ અને એ ઉપરાંત ભારતના બીજા અનેક વિસ્તારોમાં તેઓ પગપેસારો કરી શક્યા જ નથી. દિલ્હી અને એની આસપાસના ઇલાકાઓ પર એ લોકોએ જોરજુલમથી શાસન કર્યું જેને તમે ‘ભારત’ તરીકે નહીં, ‘ભારતના કેટલાક પ્રદેશ’ તરીકે ઓળખી શકો. આ એક વાત જે લેફ્ટિસ્ટ ઇતિહાસકારોએ આપણા સુધી પહોંચવા દીધી નહીં.

બીજી વાત. સાતમી સદીના આરંભ પછી છેક પાંચસો-છસો વર્ષ સુધી, બારમી સદી સુધી ઇસ્લામમાં માનતા આક્રમણખોરોને ભારતના વિવિધ રાજાઓએ મારી હટાવ્યા છે. મુસ્લિમ આક્રાંતાઓને મુંહતોડ જવાબ આપનારા ભારતીય શાસકોનો ઇતિહાસ આપણાથી છુપાવવામાં આવ્યો છે. ભારતના ઇતિહાસને છુપાવવો, અને તોડવો-મરોડવો અને પછી ‘સંશોધન કરીને’ એક નવો ઇતિહાસ ઉપજાવી કાઢવો આ જ કામ વામપંથી ઇતિહાસકારોએ નેહરુ સરકાર પાસેથી (અને નેહરુના વારસદારોની સરકાર પાસેથી) લખલૂટ નાણાં તેમ જ ભરપૂર સગવડો પડાવીને કર્યું છે. કાશ્મીર તો મોગલોએ ‘શોધેલો’ અને ‘વસાવેલો’ તથા ‘વિકસાવેલો’ પ્રદેશ છે અને મોગલ આક્રમણખોરો આવ્યા તે પહેલાં કાશ્મીરમાં અંધકારયુગ હતો એવા પ્રચારનું જુઠ્ઠાણું ‘કાશ્મીર ફાઇલ્સ’માં ઇન્ટરવલ પછી આવતી લગભગ પંદર મિનિટની એકોક્તિમાં ઉઘાડું પાડવામાં આવ્યું છે. ગર ફિરદૌસ બર્‌-રુએ ઝમીં અસ્ત હમીં અસ્તો, હમીં અસ્તો, હમીં અસ્તો એવું વાક્ય જહાંગીરના મોઢામાં મૂકીને એને એટલું પ્રચલિત કરવામાં આવ્યું, એટલું પ્રચલિત કરવામાં આવ્યું કે મોગલોએ જ કાશ્મીર શોધ્યું, વિકસાવ્યું, વસાવ્યું એવી ખોટી છાપ દ્રઢ થઈ ગઈ. પેલી એકોક્તિ વિશે હવે પછીના કોઈ લેખમાં વાત કરતાં પહેલાં ‘કાશ્મીર ફાઇલ્સ’માં ઊડીને આંખે વળગે એવી એક વાત જાણી લઈએ.

પુષ્કરનાથ પંડિતનો પૌત્ર કૃષ્ણ પંડિત એ.એન.યુ.માં દાખલ થયો ત્યારે સેક્યુલરગીરી નહોતો કરતો. પહેલાં તો એ એક નૉર્મલ ભારતીય વિદ્યાર્થી જેવો જ હતો જેને આ દેશના સંસ્કારો માટે,આ દેશની સનાતન પરંપરા માટે – કશી ગતાગમ હોય કે ન હોય તો ય – આદર હોય છે. ભારતીય ઇતિહાસ વિશે બહુ ખબર ન હોય તો પણ એ પોતાના દેશને હલકી નજરથી નથી જોતો હોતો કે આ દેશના વારસાનો અનાદર પણ નથી કરતો હોતો. પણ કૉલેજમાં – યુનિવર્સિટીમાં એનું બ્રેઇન વૉશ થતું હોય છે – એના અધ્યાપકો-પ્રૉફેસરો દ્વારા, જેઓ ડાબેરી વિચારસરણીવાળી ઇકો સિસ્ટમના ભાગ બની ગયા હોય છે. કૃષ્ણા જેવા નિર્દોષ મનના, કોરી પાટી ધરાવતા કરોડો વિદ્યાર્થીઓનું બ્રેઇન-વૉશિંગ કરવાનું કામ ભારતની તમામ (તમામ એટલે તમામ – જાણીતી, અજાણી બધી જ) કૉલેજોમાં, યુનિવર્સિટીઓમાં તથા સ્પેશ્યલાઇઝ્ડ શિક્ષણ આપતી વિદ્યાસંસ્થાઓમાં (જેવી કે આઇઆઇટી, આઇઆઇએમ, સ્કૂલ ઑફ આર્કિટેક્ચર વગેરેમાં) થતું હોય છે. આમાં કોઈક ખૂણેખાંચરે અપવાદ જેવી શિક્ષણસંસ્થા હોવાની અને સેક્યુલર મિજાજની શિક્ષણસંસ્થામાં કોઈ અપવાદરૂપે એવા અધ્યાપક કે પ્રોફેસર મળી આવવાના જેઓ રાષ્ટ્રનિષ્ઠ હોય. 2014 પછી આવા અપવાદો વધવા માંડ્યા હોવા છતાં એકેડેમિક ક્ષેત્રનો માહોલ હજુ એવો ને એવો જ છે. સાત દાયકાથી મલાઈ ખાઈ ખાઈને પેધા પડી ગયેલા ખાઈબદેલા વામપંથી શિક્ષણકારોની ઉધઈને સાફ કરવાનું કામ પેસ્ટ કન્ટ્રોલવાળાઓ કરી રહ્યા છે – રાતોરાત આવું કામ નથી થવાનું.

મુંબઈમાં હું જ્યાં વરસોથી રહું છું તે વિસ્તારમાં આઈઆઈટીની પ્રતિષ્ઠિત વિદ્યાસંસ્થાનો અતિ વિશાળ અને ઇમ્પ્રેસિવ સંકુલ છે. એના દીક્ષાંત સમારંભમાં વડા પ્રધાન મોદી એક વખત આવ્યા હતા. આ આઇઆઇટીના સેક્યુલર મિજાજને પડકાર આપતી ફાજલ સમયની પ્રવૃત્તિ 2014 પછી શરૂ થઈ. કેટલાક વિદ્યાર્થીઓ ( જેમાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારથી આવેલા ગુજરાતી યુવાન પણ છે) અઠવાડિયામાં એક ચોક્કસ દિવસે ભેગા થાય અને સંઘની શાખા ભરાતી હોય એવા વાતાવરણમાં દેશના પ્રશ્નો વિશે ચર્ચા કરે. આઇઆઇટીની મેનેજમેન્ટની જાણ બહાર આ પ્રવૃત્તિ નથી થતી, મંજૂરીથી થાય છે. 2014 પહેલાં આ કે આવી શિક્ષણ સંસ્થાઓમાં આ પ્રકારની રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓ ભૂગર્ભમાં રહીને કરવી પડતી અને જો ‘પકડાઇ’ જાઓ તો મૅનેજમેન્ટનો-પ્રૉફેસરોનો ખોફ વહોરી લેવો પડતો જેની સીધી અસર પરિણામો પર અને એટલે પ્લેસમેન્ટ પર પડતી.

તમામ સેક્યુલરવાદી, વામપંથી, લિબરલ બદમાશો આવી ઇન્ટલેક્ચ્યુઅલ મવાલીગીરીમાં પાવરધા હોય છે. તમે એમને ચેલેન્જ કરો છો ત્યારે એમને તો ખબર જ હોય છે કે તમારી માહિતી સાચી છે અને તમારા વ્યુ પૉઇન્ટમાં દમ છે. પણ તેઓ તમારી આવી કોઈ વાત સ્વીકારશે નહીં અને તમારા પર ચડી બેસવા માટે કોઈ એવો મુદ્દો લઈ આવશે જેને કારણે તમે એમની આગળ લઘુતાગ્રંથિ અનુભવતા થઈ જાઓ, તમારા ઇન્ફીરિયોરિટી કૉમ્પ્લેક્સને કારણે તમે એમને સુપીરિયર ફીલ કરાવવા માંડો, જાણે તમારાથી કોઈ બહુ મોટો અપરાધ થઈ ગયો.

જેએનયુ તો સેક્યુલરિયાઓને લીધે તેમ જ ટુકડે ટુકડે ગેન્ગના બિરાદરોની હાજરીને લીધે આખા દેશમાં બદનામ છે. ‘કાશ્મીર ફાઇલ્સ’માં જેએનયુનું એએનયુ કરીને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની સેક્યુલર બદમાશીઓને બરાબર ઉઘાડી પાડી છે. ફિલ્મમાં એક સીન એવો છે જ્યારે સેંકડો વિદ્યાર્થીઓને પટ્ટી પઢાવતી પ્રૉ.રાધિકા મેનનને કૃષ્ણા પંડિત ચેલેન્જ કરે છે. રાધિકા પાંચ અલગ અલગ સ્થળોનાં નામ દઈને સાતેક હજાર મુસ્લિમોની કબરના ઉલ્લેખ કરે છે (જે અમુક સો વર્ષ પહેલાંની વાત હશે) ત્યારે કૃષ્ણા એક લાખ હિન્દુઓને જ્યાં જીવતા દાટી દેવામાં આવ્યા અને એ પહેલાં એમની જનોઈઓ કાપીને મોટો ડુંગર કરવામાં આવ્યો એવી એક ઐતિહાસિક ઘટનાની (બટ મઝારની) વાત કરે છે. પ્રૉ. મેનન કૃષ્ણાની ચેલેન્જથી ઘડીભર હેબતાઈ જાય છે પણ પછી તરત જ વાત આડે પાટે લઈ જાય છે.

લેક્ચર પૂરું થયા પછી, કૃષ્ણા વિવેકી અને અજ્ઞાંકિત વિદ્યાર્થીની જેમ પ્રૉફેસર પાસે જઈને સૉરી કહે છે – મારે તમને ઑફેન્ડ કરવા નહોતા, પણ મારે એટલા માટે (બટ મઝારની) વાત કરવી પડી કે કાશ્મીરી હિન્દુઓ તરફથી તો કોઈ બોલવાવાળું જ નથી. કૃષ્ણાની એક લાખ હિન્દુઓવાળી વાત સાંભળીને પેલી કહે છે કે ઑફિશ્યલ આંકડો 294 જ છે. કૃષ્ણા તરત કહે છે કે સત્તાવાર આંકડો નાનો એટલા માટે છે કે કોઈએ સાચો આંકડો નોંધ્યો જ નથી. પેલી પૂછે છેઃ ‘કોઈએ એટલે?’

કૃષ્ણા કહે છે: ‘પ્રેસ, પોલીસ, પોલિટિશ્યન્સ, પ્રૉફેસર્સ, એડમિનિસ્ટ્રેશન…’

પેલી એકદમ ચોંકીને પૂછે છે કે, ‘તું શું એવું કહેવા માગે છે કે આ બધા તમારી ખિલાફ છે?’

કૃષ્ણા ભરપૂર આત્મવિશ્વાસ સાથે કહે છે: ‘યસ…’

પેલી પાછી પૂછે છે: ‘પિછલે તીસ સાલોં સે?’

કૃષ્ણા ફરી આત્મવિશ્વાસપૂર્વક કહે છે, ‘હાં, જી…’

કૃષ્ણાનો આ આત્મવિશ્વાસ તોડવા પ્રૉફેસર મેનન સેક્યુલરવાદીઓની જૂની ને જાણીતી રમતની ચાલ ચાલે છે અને પૂછે છે: ‘ટેલ મી હુ વૉઝ ધ ગ્રેટેસ્ટ લીડર ઑફ કશ્મીર?’

કૃષ્ણા ભોળાભાવે જવાબ આપે છે ‘શેખ અબ્દુલ્લા’. કારણ કે એણે અત્યાર સુધી આ જ સાંભળ્યું છે.

હવે રાધિકા એને જ્ઞાન આપતી હોય એમ કહે છે કે ‘લલિતાદિત્ય’.

રાધિકાનો જવાબ સાચો છે પણ લલિતાદિત્યનું નામ એણે કૃષ્ણાને ભોંઠો પાડવા માટે લીધું છે. રાધિકા કહે છે: ‘હિન્દુ રાજા હતા એ… દેખો હમ સબ કો લગતા હૈ કિ હમેં સબ પતા હૈ, લેકિન ઐસા હોતા નહીં હૈ… હો સકતા હૈ જિસકો તુમ પીછલે તીસ સાલોં સે સચ માન રહે હો વો સચ હો હી નહીં…’

આપણામાંના ઘણા ભારતીયો સાથે કોઈ એક તબક્કે આવું થયું હશે. સ્કૂલ-કૉલેજ જતાં સુધી આપણી કોરી પાટી હોય. ભણતર વધતું જાય કે પોતપોતાના ક્ષેત્રમાં ગોઠવાતા જઈએ એમ આપણને મારીને મુસલમાન/સેક્યુલર બનાવવામાં આવે. કોઈની સાથે વિખવાદ ન કરવાના ઇરાદાથી, આપણા વિકાસ આડે અવરોધો ઊભા થશે એવા ભયથી, આસપાસના સૌની સાથે હળીમળીને રહેવાના આશયથી કે પછી ઉદાર દિલના અને ખુલ્લા દિમાગના દેખાવાની હોંશમાં આપણે સેક્યુલરગીરી કરતા થઈ જઈએ.

પ્રૉફેસર રાધિકા મેનન અને તમામ સેક્યુલરવાદી, વામપંથી, લિબરલ બદમાશો આવી ઇન્ટલેક્ચ્યુઅલ મવાલીગીરીમાં પાવરધા હોય છે. તમે એમને ચેલેન્જ કરો છો ત્યારે એમને તો ખબર જ હોય છે કે તમારી માહિતી સાચી છે અને તમારા વ્યુ પૉઇન્ટમાં દમ છે. પણ તેઓ તમારી આવી કોઈ વાત સ્વીકારશે નહીં અને તમારા પર ચડી બેસવા માટે કોઈ એવો મુદ્દો લઈ આવશે જેને કારણે તમે એમની આગળ લઘુતાગ્રંથિ અનુભવતા થઈ જાઓ, તમારા ઇન્ફીરિયોરિટી કૉમ્પ્લેક્સને કારણે તમે એમને સુપીરિયર ફીલ કરાવવા માંડો, જાણે તમારાથી કોઈ બહુ મોટો અપરાધ થઈ ગયો. વન અપ મેનશિપમાં હુશિયાર એવી રાધિકા રાજા લલિતાદિત્યને પેડસ્ટલ પર બેસાડવા નહોતી માગતી, શેખ અબ્દુલ્લાનું મહત્ત્વ ઓછું કરવાનું તો એ સ્વપ્નેય વિચારી ન કરી શકે. પણ અહીં એણે કૃષ્ણાને ચૂપ કરીને એનામાં ઇન્ફીરિયોરિટી કૉમ્પલેક્સ પેદા કરવાનો હતો જેથી ભવિષ્યમાં એ પોતાની સાચી માન્યતાઓને કૂતરું ગણીને ખભા પરથી ઉતારી મૂકે. આવું થાય એટલે આ લોકોનું કામ આસાન થઈ જાય, તેઓ તમને પલોટવા માંડે, તમારું બ્રેઇન વૉશ કરવા માંડે. તમે એમના કહ્યાગરા બની જાઓ એટલે તમને એક યા બીજા પ્રકારે સ્કૉલરશિપ, કૉન્ફરન્સના બહાને વિદેશ પ્રવાસો, પુસ્તક લખવાના કૉન્ટ્રાક્ટ વગેરે આપીને પોતાની ઇકો સિસ્ટમનો એક જડબેસલાક હિસ્સો બનાવી દે. કૃષ્ણાના કિસ્સામાં એને એએનયુના સ્ટુડન્ટ્સ યુનિયનનો પ્રેસિડન્ટ બનાવવાનો ઘૂઘરો પકડાવી દેવામાં આવે છે.

સેક્યુલર કૃષ્ણા દાદા પુષ્કરનાથના અવસાન પછી એમનાં અસ્થિ લઈને દિલ્હીથી કાશ્મીર જાય છે ત્યારે એને ખબર પડે છે કે દોઢબે દાયકા પહેલાં, તે પાંચ-સાત વર્ષનો હતો ત્યારે, પોતાનાં માબાપનું મૃત્યુ અકસ્માતને કારણે નહોતું થયું – આતંકવાદીઓએ એ બંનેને વારાફરતી અતિ ક્રૂરતાપૂર્વક મારી નાખ્યા હતા. ચોખા ભરેલા પીપડામાં સંતાઈ ગયેલા પિતા પર એકે-47થી ગોળીઓનો વરસાદ વરસાવીને અને માતાને ભરબજારે નિર્વસ્ત્ર કરીને લાકડું વહોરવાની ઇલેક્ટ્રિક કરવત વડે ઊભી ચીરી નાખવામાં આવી હતી.

કૃષ્ણાની આંખો ખુલી જાય છે અને કાશ્મીરથી પાછા આવીને એ એએનયુના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રૉ.મેનને પઢાવેલી પટ્ટી મુજબનો એજન્ડા ધરાવતી ઇલેક્શન સ્પીચ આપવાને બદલે કાશ્મીરની સચ્ચાઈનું બયાન કરતી 15 મિનિટ લાંબી એકોક્તિ રજુ કરે છે જેમાં આપણે આગામી દિવસોમાં ઊંડા ઉતરવાના છીએ.

આપણામાંના ઘણા ભારતીયો સાથે કોઈ એક તબક્કે આવું થયું હશે. સ્કૂલ-કૉલેજ જતાં સુધી આપણી કોરી પાટી હોય. ભણતર વધતું જાય કે પોતપોતાના ક્ષેત્રમાં ગોઠવાતા જઈએ એમ આપણને મારીને મુસલમાન/સેક્યુલર બનાવવામાં આવે. કોઈની સાથે વિખવાદ ન કરવાના ઇરાદાથી, આપણા વિકાસ આડે અવરોધો ઊભા થશે એવા ભયથી, આસપાસના સૌની સાથે હળીમળીને રહેવાના આશયથી કે પછી ઉદાર દિલના અને ખુલ્લા દિમાગના દેખાવાની હોંશમાં આપણે સેક્યુલરગીરી કરતા થઈ જઈએ. અને કોઈ એક એવી મોટી, જબરજસ્ત ઘટના બને જ્યારે તમારા મગજમાં કૃત્રિમ રીતે ઊભી કરવામાં આવેલી સેક્યુલરિઝમની તાજમહેલ જેવી ઇમારત બાબરીના ખખડધજ, નિરૂપયોગી અને કલંકિત ઢાંચાની જેમ કલાકોમાં જ જમીનદોસ્ત થઈ જાય.

2002ની ગોધરા હિન્દુહત્યાકાંડની ઘટના પછી અનેક માર્ક્સવાદીઓ, ગાંધીવાદીઓ, સર્વોદયવાદીઓ, ઈવન કૉન્ગ્રેસવાદીઓ અને મુસ્લિમવાદીઓને પણ હિન્દુવાદી બનતાં જોયા છે. એ પહેલાં 1992ની છઠ્ઠી ડિસેમ્બરે અનેક લોકોની આંખો ઉઘડી હતી અને તેઓ સેક્યુલરવાદ પર થુથુ કરીને ભારતની અસલી પરંપરા તરફ પાછા ખેંચાયા હતા. 2014 પછી, વાડ પર બેઠેલા અનેક સેક્યુલરવાદીઓ વંડી ઠેકીને હિન્દુત્વના ગુણગાન ગાતા થઈ ગયા. આમાં મધુ કિશ્વાર જેવા અનેક તકવાદીઓ ઉમેરાયા ( યાસીન મલિકની હાજરીમાં એ આતંકવાદીનો બચાવ કરતો વીડિયો જોયો? યુટ્યુબ પર જોઈ લેજો. સો ચૂહા ખાધા પછી હજુ પર જવા નીકળી પડેલી મધુઆન્ટીનો હિજાબ ઉતરી ગયા પછી દેખાતો બિહામણો ચહેરો જોઈને છળી ઉઠશો. ) 2019 પછી સેક્યુલરવાદીઓને અલવિદા કહીને ભારતની સનાતન પરંપરામાં આસ્થા મૂકનારાઓની સંખ્યામાં પ્રચંડ ઉમેરો થયો અને 2022માં ‘કાશ્મીર ફાઇલ્સ’ રિલીઝ થયા પછી આ સંખ્યા અનેકગણી વધવા લાગી છે.

કૃષ્ણાની જેમ પોતાનાં મૂળિયાં ભૂલીને સેક્યુલરવાદના રવાડે ચડી ગયેલા લોકો, કૃષ્ણાની જેમ જ સેક્યુલરવાદીઓને ચાલબાજીથી વાકેફ થઈને ફરી પાછા પોતાના વાતાવરણમાં આવીને ભારત માટે, ભારતની સંસ્કૃતિ માટે ગૌરવ સેવતા થઈ ગયા છે. આ અને આવા અનેક અર્થમાં ‘કાશ્મીર ફાઇલ્સ’ને સમકાલીન ઇતિહાસની એક વૉટરશેડ ઘટના કહી શકાય.

આવતીકાલે વાત આગળ વધારીએ પણ આજે પૂરું કરતાં પહેલાં જેએનયુ વિશે બે વાત. બહુ ઉછળકૂદ કરતા હાઇપરડાઓ મોદીને તાના માર્યા કરતા હોય છે કે મોદી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીનું નામ બદલીને સરદાર પટેલ યુનિવર્સિટી કેમ નથી કરતા? જે મોદી સર્જીકલ સ્ટ્રાઇક કરી શકે છે, અયોધ્યાની રામજન્મભૂમિ પર સદીઓથી ચાલતા વિવાદને ખતમ કરાવીને શાંતિપૂર્ણ રીતે ભગવાન રામનું વિશાળ મંદિર બાંધી શકે છે, નેહરુએ ભારતના ગળામાં ભરાવી દીધેલી 370મી કલમને એક ઝાટકે દૂર કરીને, કાશ્મીરમાં ગૃહયુદ્ધ ફાટી ન નીકળે એવી જડબેસલાક તૈયારીઓ સાથે આ કામ કરી શકે છે તે મોદી માટે જેએનયુ પર સર્જીકલ સ્ટ્રાઇક કરવી એ તો બચ્ચાના ખેલ સમી વાત છે. મોદી આવું નથી કરતા. મોદી આવા કોઈ શૉર્ટકટમાં માનતા જ નથી. તેઓ થુંકપટ્ટી જૉબના નહીં, પરમેનન્ટ સોલ્યુશનના માણસ છે. જેએનયુની વાંકીપૂંછડી પરમેનન્ટલી સીધી થઈ જાય એ માટે મોદીએ શું કર્યું, ખબર છે?

(વધુ આવતી કાલે)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

41 COMMENTS

  1. સૌરભભાઈ ખૂબ જ સરસ રીતે સાચી માહિતી આપે જણાવી છે. આપને એક વિનંતી છે કે. આપ ફકત આવાજ લેખો જે સત્ય હકીકત જણાવતાં હોય અને દેશ હિતમાં હોય એવી જ માહિતી પર વધારે લખો તો ઘણું સારું છે. બાકી જીવનની નીતિમત્તા કે એવા ઉપદેશો પર લખી ને આપનો સમય બગાડવા કરતાં આપની જે હથોટી છે સત્ય ઉજાગર કરવાની એ બાબતો પર આપ વધારે પ્રકાશ પાડશો તો ઘણું સારું છે.આ હું આપને સલાહ નથી આપતો પણ ફકત એક સૂચન કરું છું. કેમકે આપના આવા લેખો વાંચી ને અમને સત્ય ની જાણ થાય છે અને અમે કોઈ સ્યુડો સેક્યુલર ની સામે ચર્ચા કરી શકીએ છીએ.

  2. ખરેખર કહું સૌરભ ભાઈ !! તમારી વન મેન આર્મી વાળી વાત 100% સાચી છે. આટઆટલા પત્રકારો અને લેખકો ના લેખ વાંચ્યા હશે. મોટા ભાગના બધા પોઝિટિવ થીંક અને પ્રેરણાત્મક લેખો લખે છે – લોકોને સારું સારું લગાડવા. પણ .અને તો પ્રેરણા તમારા માં થી મળે છે. સીધી વાત. નો બકવાસ.. ગમે તો પણ વાહ અને ના ગમે તો પણ વાહ.. રાષ્ટ્રવાદ હશે ને તો ગમે તેવો ખરાબ અભ્યાસ કરીશું ને તો પણ દેશ નો ઉદ્ધાર જ કરીશું.. પણ જો એ વાત નો અભાવ હશે ને તો ગમે તેટલો સારો અભ્યાસ હશે ને તો પણ દેશ ને નુકશાન જ થશે. માત્ર એટલું જ કહીશ, કલમ તમારી ચાલતી રહે અને દેશના લોકો જાગતા રહે.. પછી જુઓ તમે આપણે ક્યાં ના ક્યાં પહોંચી જઈએ છીએ.

  3. વામપંથીઓનાં નામ લખીને તેને ઉઘાડા પડવામાં આવે.

  4. સૌરભ ભાઈ,
    એક વખત સેક્યુલર શબ્દનો મૂળ અર્થ અને વિભાવના શું છે અને ભારતની ઇકો સિસ્ટમમાં તે કેવી રીતે આવ્યો, તેનાથી જનમાનસમાં કેવા ઇચ્છનીય અનિચ્છનીય પરિવર્તનો આવ્યા, તે સમગ્ર ઇતિહાસની છણાવટ કરો. તમે સરસ રીતે કરી જ શકશો.

  5. આભાર સૌરભભાઈ.એક વાત ઉમેરું.મારા સન નું હજુ ગયા વર્ષે જ આઈઆઈટી બોમ્બે માં એડમિશન થયું છે.મારી સાથેની અવાર નવાર થતી વાતચીત માં હું તેને ત્યાંના કેમ્પસ ના વાતાવરણ વિશે પૂછું છું તો કહે છે કે અહીંયા દેશભક્તિ નું જ વાતાવરણ છે.મોટા ભાગના,લગભગ 80% કરતા વધારે સ્ટુડન્ટ્સ મોદી તરફી છે.
    કહી શકાય કે જો આઈઆઈટી બોમ્બે જેવી સંસ્થામાં 2014 પછી એવું થયું છે તો બીજી IITs કે આઇઆઇએમ માં ભી થયું જ હશે.ભારતના મૂળમાં હવે પરિવર્તન આવી રહ્યું છે.ધન્ય છે યુગપુરુષ નરેન્દ્ર મોદીજીને અને આપ જેવા લેખકોને. 🎉🎉

  6. શ્રી સૌરભભાઈ.. આપ ના સંશોધિત લેખ માત્ર આંખ ઉઘાડે એવા નથી હોતા પણ રાષ્ટ્ર ને જગાડવા નું કામ કરે છે.

    આપના આ પ્રકાર ના R&D કરેલા લેખ, રાષ્ટ્ર પ્રેમી ને નવા રેફરન્સ અને સેક્યુલરયાં ને તમાચા સમાન છે.

  7. સવાલ: કાશ્મીર ફાઈલ્સ શાં માટે જોવી જોઈએ?
    જવાબ: કેરલા ફાઈલ્સ, બેંગોલ ફાઈલ્સ જેવી ફિલ્મો જોવી ન પડે એટલાં માટે.

  8. Nice and well researched article. Didn’t know anything about Butt Mazaar as mentioned by you… When googled, came across Bhatta Mazaar… Bhatts, after getting convertwd became Butts… Muslims called them Bhatta and so, the name Bhatta Mazaar…

  9. આપણે કદી ન ભૂલી શકીએ આવા આન્યાયો…
    ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ્ .
    શત શત પ્રણામ🙏🙏🙏

  10. ફિલ્મ જો જોયેલી ન હોયતો આપની વાત કદાચ સમજવામાં તકલીફ પડે. પણ ફિલ્મ જોયા પછી આપની વાત ખુબ સુંદર રીતે સમજાય છે. આપની વાતો વાચ્યા બાદ જો બીજીવખત ફિલ્મ જોવામાં આવે તો વધુ સમજણ પૂર્વક સમજાઈ જાય.

  11. Riten M .Antani ની વાત સાવ સાચી છે.અમે 60 ,65 વરસ પહેલા ઇતિહાસ માં મોગલ રાજાઓ ના વંશ વારસો, તેમનો શાશન કાળ, વિ. વિ. ભણી ને પાસ થયા હતા.
    ભારત ની સાચી વાત તો રાષ્ટ્રવાદી સામાં ઇકો , તમારા જેવા લેખકો ના લેખો, વિગેરે દ્વારા સમજતા ગયા.
    News Premi દ્વારા જાગૃતિ ફેલાવતા રહો એવી શુભેચ્છા.

  12. Thank u for bringing truth to us.
    Want to know truth of Godhara kaand… Hv you written anything abt it? Plz share

  13. Hi sir, tamara articles વાંચીને મારી નજર થોડી થોડી anti national & anti hindu લોકો ne સમજવા lagi છે. Thanks.

  14. No Bollywood stars have praised or said about this movie.
    I think not even Bachhan.
    The article is superb.

  15. વર્તમાન પેઢી ના સમજુ અને આ ભૂમિ ના ઇતિહાસ નો‌ આદર કરનારા સૌ સંવેદનશીલ વાચકો તરફથી તેમની જિજ્ઞાસા તૃપ્ત કરવાના સફળ પ્રયાસ બદલ આપ ધન્યવાદ ના‌
    અધિકારી છો…

    • આભાર
      ખૂબ ખૂબ આભાર
      આ લેખ વાંચ્યા પછી હવે હું મારા જેવા ઘણા લોકોને સમજણ આપી શકીશ. આ લેખ ફોરવર્ડ કરીશ. દરેક મુદ્દાને સરળ રીતે સમજી શક્યો છું. મારા જ્ઞાનમાં વધારો કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
      આ વિષય પર આપ હજી વિસ્તારપૂર્વક વધુ ને વધુ લખો તેવી પ્રાર્થના કરું છું.

  16. Sir

    I had read your few articles on Kashmir files & it was very well explained. After reading , I had seen the film & believe me it’s easy to understand the secular concept , Kashmiri Pandit’s pain . their current situation , our countries politics & many more . Few questions arises in my mind is 1) As BJP was in opposition at that time why they don’t raise this issue every year just like ram mandir issue. why they are silent 2) In each & every debate , I heard that Modiji & BJP had done nothing for kashmiri Pandit’s rehabilitation even after removing 370 . I know this is very difficult task as one entire community is against them & to live with people who don’t have any mercy is even more dangerous . I will be glad if you can provide truth on this.

  17. આપણે સ્વભાવે જ ઉદાર છે એનો સૌથી મોટો દાખલો આપણા મહાન યોધ્ધા પૃથ્વીરાજ ચૌહાણ જેમણે ગઝની ને કેટલીય વાર માફ કર્યો આપણી વિશેષતા જ આપણી મુશ્કેલી બની ગઈ જેમ શાહુડી ના પીંછા એની વિશેષતા પણ છે અને એની તકલીફ નું કારણ બાકી તમે જે રીતે લોકો ને જાગૃત કરો છે તે માટે ખુબ ખુબ ધન્યવાદ

    • તે આપણાં પૃથ્વીરાજ ચૌહાણ ni ઉદારતા. ના કહેવાય but ભૂલ કરી હતી. શ્રી bhagvad गीता માથી guidance લીધું હોત તો વાત જુદી થઈ હોત.

  18. સૌરભ ભાઈ મારી ઉંમર ૫૭ વર્ષ છે. સ્કૂલ માં ઇતિહાસ ,મોગલો વિશે જ
    ગોખવવા નો પ્રયત્ન થતો,પણ નાનપણ થી આરએસએસ ની શાખા માં જતાં હતા એટલે હિન્દુત્વ ના સંસ્કાર દ્રઢ થયાં.૭૦ વર્ષ ના કોંગ્રેસ
    શાસન માં આરએસએસ માં હોવું e દેશદ્રોહ હતો…આવા તો કેટલાય
    દાખલા છે..આ તો ૨૦૧૪ માં સ્પષ્ટ બહુમતી સરકાર આવી અને આ
    ફેરફાર થયા..

  19. ‘કાશ્મીર ફાઇલ’ ફિલ્મ વિશે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાવેદ અખ્તરો , શબાના આઝમીઓ, આમિર ખાનો, શાહરૂખ ખાનો ક્યાં લપાઈ ગયા. કેમ કોઈ એક શબ્દ પણ બોલ્યા નહીં.
    સૌરભ ભાઈ તમે આ બધી બાબતો ની માહિતી આપીને એક ઉત્તમ કામ કરી રહ્યા છો. તમારા આર્ટિકલ હિન્દી, મરાઠી ભાષામાં પણ ટ્રાન્સલેશન થઈને મિડિયા પર આવવા જોઇએ તો માસ પબ્લિસિટી મળે અને લોકો જાગૃત થાય.

    મયુર પારેખ

  20. મોરારજી દેસાઈ જેવું પ્રામાણિક વ્યક્તિ ત્તવ અને નખશીષ ભારતીય તા તેમ જ અણિશુદ્ધ નિતીમત્તા બહુ જ ઓછાં નેતાઓમાં છે. એમણે ઈંદિરા ગાંધી ને એમનાં ગુનાઓની તપાસ અર્થે જેલમાં પૂરી દીધી હતી. અને નાસમજ ભારતીય મતદારો એ એને પછીથી સત્તા પર બેસાડી. મોદીજી એ ભૂલ ને સુધારી ને ગાંધી ડાયનેસ્ટી ને કોર્ટ ની જમાનત પર રાખી દીધાં છે. એકપણ ની ધરપકડ કરવામાં આવી નથી છતાંય તમામ ડર થી જીવી રહ્યા છે.

  21. આ લેખ નું છેલ્લું વાક્ય તો એકતા કપૂર ની સિરિયલ જેવું છેલ્લે.. “ઢૈં.. ” આવે ને? આવું ચટપટું હતું. 😂

    Jokes apart… નાનપણ થી માં પિતા ના સંસ્કાર અને એમની સ્વતંત્ર વિચારસરણી ને ઉત્તેજન આપતી કેળવણી ને કારણે કારણે, શાળા ના અધ્યાપક અને શિક્ષકો ક્યારેય દમ ખમ વાળા નહોતા લાગ્યા. સરદાર પટેલ ના નામ ની શાળા ના કદાચ જુનવાણી શિક્ષકો કરતા વધારે સારું શિક્ષણ માતા પિતા પાસે થી મળ્યું હતું. એમને વંદન.

    શાળા ના પર્યટન માં 8 મા ધોરણ માં કાશ્મીર જવા મળ્યું, એ ઊંમરે માતા પિતા એ ત્યાં સૈનિકો સાથે વાતચીત કરવા કહ્યું હતું. મેં કરી પણ ખરી. ઓછા શબ્દો માં કહું તો એ કુમળી વયે પણ થોડું જે સમજાયું એ તે વખત ની સરકાર માટે જરા પણ સારો અભિપ્રાય બાંધે એવું નહોતું.

    Kashmir Files ને પ્રચાર કહેવા વાળા ગામ ના ઉતાર જેવા લોકો માટે શબ્દો નથી જડતા.

  22. તમે કહેવાતા સેકુલર તકવાદીઓ ને (તથ્યો સાથે)ઉઘાડા પાડો છો એવું મોટા ભાગના લેખકો નથી કરી શકતા ( કેમ ?☺️)એટલે જ તમને વાંચવાની મજા આવે છે.

  23. સાચે આંખ ઉઘાડનારો લેખ, આપણા યુવાનોને વર્ષોથી ખોટા પાઠ પઢાવનાર વિષે સવિસ્તર માહિતી, સારી એવી મહેનત થી તૈયાર કરેલ લેખ. ધન્યવાદ

  24. સર તકલીફ અને દુઃખ એક જ વાત નુ છે કે ભારતીયો ની યાદદાસ્ત બહુ કમજોર છે અને/અથવા બે છેડા ભેગા કરવામાં ભૂલી જાય છે…
    પણ દરેક ભારતીયો એ કોશિશ કરવાની છે કે આ ક્રાંતિ માત્ર એક ઉભરો થઈ ને ના રહેતા કાયમી મશાલ તરીકે પ્રજ્વલિત રાખીએ….. અને ભારતીય સંસ્કૃતિ અને પરંપરા આગળ વધારીએ ગર્વ સાથે….
    ગોધરાકાંડ અને કાશ્મીરી પંડિતો ને થયેલો અન્યાય મશાલ તરીકે પ્રજ્વલિત રહેવો જોઈએ… જેના દ્વારા હાસિયા ધકેલાઇ ગયેલી ભારતીય સંસ્કૃતી ફરી દુનિયા ભર માં સુવાસિત થાય ..

    • ભાઈ, એ પ્રજ્વલિત છે એટલે જ તો અગેઇન્સ્ટ ઑલ ઑડ્સ ૨૦૧૪માં મોદી ચૂંટાય છે અને ૨૦૧૯માં ફરી ચૂંટાયા છે. આપણી યાદદાસ્ત મજબૂત છે. આપણે ન તો ભૂલીએ છીએ, ન કોઈને ભૂલવા દઈએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here