નવ મુદ્દા: સૌરભ શાહ

1. આજે ચૈત્ર નવરાત્રિ નો નવમો દિવસ. કાલે પારણાં. તિથિ મુજબ ભગવાન રામનો અને તારીખ મુજબ ડૉ. બાબાસાહેબ આંબેડકરનો જન્મ દિવસ.

2. આવતી કાલે વાચકોને પણ પારણાં કરાવીશું, હિન્દુ આતંકવાદ વિશેની સિરીઝ નવ દિવસના વ્યત્યય બાદ આગળ લંબાવવામાં આવશે.

3. ત્રેવીસમી મે આડે હવે ચાળીસથી પણ ઓછા દિવસ રહ્યા છે. આ વીક એન્ડથી ‘ગુડ મોર્નિંગ ‘ ઉપરાંત
ઇલેક્શન સ્પેશ્યલ ‘કાઉન્ટડાઉન’માં રોજેરોજની રાજકીય ગતિવિધિઓ સમજવામાં મદદરૂપ થશે એવી કૉલમ – ન્યુઝપ્રેમી માટે એક્સક્લુઝિવ.

4. આજે સપરમો દહાડો છે. Newspremi.com ને ક્રમશઃ સમૃદ્ધ બનાવવાની યોજના તમારી પાસે મૂકી રહ્યો છું.

5. ડિજિટલ મિડિયાના આ જમાનામાં the Quint, the wire, the print જેવા અનેક લોકો કરોડો રૂપિયાના ફન્ડિન્ગના જોર ઉપર પોતાના જ દેશની પ્રજા અને સંસ્કૃતિનું મોટું નુકસાન કરી રહ્યા છે. આ સંજોગોમાં મારી એટલે કે Newspremi.comની જવાબદારી ઘણી વધી જાય છે. સાથે તમારી પણ.

6. ન્યુઝપ્રેમી દરેક રીતે સ્વતંત્ર રહે અને કોઈનીય શેહ શરમથી ઝૂકી ન જાય તે જોવાની જવાબદારી મારી છે અને મારી તાકાત, મારું પીઠબળ તમે છો. માટે મારે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ધરાવતા અમુક લોકો પાસેથી ફન્ડિન્ગ લઈને Newspremi.comને કોઈનીય કઠપૂતળી નથી બનાવવું.
બીજો ઇલાજ છે મની વૉલ ઊભી કરવાનો અર્થાત્ જે વાચકો અમુક ચોક્કસ રકમ ચૂકવવા તૈયાર હોય એમના માટે જ અમુક ચોક્કસ મુદત માટે Newspremi.comની વાચનસામગ્રી ઉપલબ્ધ હોય, બાકીના વંચિત રહી જાય. મને આ પણ મંજૂર નથી. કોઈ પણ વાચક ગમે ત્યારે Newspremi.com પર આવે અને પોતાની વાચનતરસ છિપાવે એવી પરબ જેવું ઓપન ફોર ઑલ ટાઈપનું પ્લેટફોર્મ Newspremi.com બને એવી મારી મન્શા છે. ત્રીજો ઉપાય જાહેરાતો લેવાનો છે. પણ મને પોતાને જ વાંચતી વખતે ગમે ત્યાંથી જાહેરખબરો પૉપઅપ થાય ત્યારે ગુસ્સો આવતો હોય છે તો તમને શું કામ એવો ત્રાસ આપવાનું પાપ કરું.

7. આ ત્રણેય વિકલ્પો પર ચોકડી મૂક્યા પછી એક માત્ર ઉપાય વાચકોને ડોનેશન કે આર્થિક કૉન્ટ્રિબ્યુશન માટે અપીલ કરવાનો બચે છે પણ મને એ પણ મંજૂર નથી. દાન સેવાના કામ કરવા માટે લેવાનું હોય. મારી લેખન પ્રવૃત્તિથી હું મારું ઘર ચલાવું છું, ગુજરાન ચલાવું છું. એટલે એના માટે ડોનેશન વગેરે ન લેવાનું હોય.

8. તો પછી હવે કરવું શું? મારા કેટલાક નિકટતમ મિત્રોની સલાહ તથા મદદથી જે યોજના આકાર લઈ રહી છે તે તમારી સલાહ લેવા માટે અહીં શેર કરું છું. બરાબર એક વર્ષ પછી, 14 એપ્રિલ 2020ના રોજ મારા આયુષ્યમાં 60 વર્ષ પૂરાં થશે અને એ નિમિત્તે એ આખા વર્ષ દરમિયાન ‘બુકપ્રેમી’ના નેજા હેઠળ મારાં 60 પુસ્તકો પ્રગટ કરવાં. જે વાચકો Newspremi.comને સમૃદ્ધ બનાવીને એનો વ્યાપ વધારીને મારાં લખાણો ગુજરાતી ઉપરાંત હિન્દી તથા અંગ્રેજી ભાષાઓ દ્વારા લાખો લોકો સુધી પહોંચે એવું ચાહતા હોય તેમ જ Newspremi.com ને ટેક્નિકલી અવ્વલ દરજ્જાનું બને એવું સ્વપ્ન સેવતા હોય એ તમામ વાચકોને BookPremi ની યોજનામાં જોડાઈને NewsPremiને એક સશક્ત ડિજિટલ મિડિયા બનાવવાના અભિયાનમાં જોડાવાનું આમંત્રણ છે. તમારી શું સલાહ છે? તમારી દરેક કોમેન્ટ મારા માટે અમુલ્ય છે. તમારા સુચનો મુજબ આ બાબતે આગળ વધવા/ન વધવાનો નિર્ણય લઈશું. તમે તમારા સર્કલમાં બીજા કેટલા લોકોને આ યોજનામાં જોડાઈને નકકર સાથ આપવાની ખાતરી આપી શકો છો એના પર બધો આધાર છે. કારણ કે ‘બુકપ્રેમી’ની કમાણી જ ‘ન્યુઝપ્રેમી’ને ટકાવી રાખવાની છે અને ટકાવીને નવી નવી ઉંચાઈઓએ લઈ જવાની છે.

9. એક નવું શુભ કાર્ય શરૂ થઈ રહ્યું છે. આજે વહેલી પરોઢે મુંબઈથી નીકળીને અમદાવાદ આવી મિત્રો સાથે નાથદ્વારા જઈ રહ્યા છીએ. માર્ગમાં આ બધું લખીને તમને મોકલ્યું. હવે તમે જાણો ને શ્રીજીબાવા જાણે.

20 COMMENTS

  1. dear Saurabh shah, I have been reading yr articles since my college time. All the best for your new start up

  2. I feel proud of you and your decision. I am with you in all respect. To save India and Indian culture your your efforts should go positivly.
    Even to day RAGA has to plead guilty in Supreme Court for Rafale and Chowkidar Chor Remark.
    We should build strong society and saw true picture to indian public in large.

  3. Taskant file ફિલ્મ વિષે નો review આપશો ?

  4. ખરા સમયે તમે ક્યાં ગાયબ થઈ ગયા સાહેબ આજના સમયમાં તમારા લેખો ની જરૂર છે સાહેબ

  5. Good Idea sir.I am sure hundreds of your fans and followers will support via the bookpremi abhiyaan.Hope to see you writing for the enlignment of us readers.

  6. Aa atyant vichitra ane manva maan na ave evi vaat che. Je lekhmala chalu rakhva tame Mumbai Samachar ne tadke muki didhu e lekhmala chella Chaud Divas thi bandh chhe. Ane e pan eva vakhate jyare Je Chutani mate tame Vachako ne ek Varsh thi Chetavta hata ke aa itihaas ni sahu thi mahtvapurn chuntani
    chhe (ane kharekhar chhe) e chutani ade jyare gujarat maan matra tran divas ane mumbai maan matra nav divas rahya chhe tyare tamari kalam chaud chaud divas thi maun chhe! Ane e pan panch divas pahela tame jyare vachako ne na matra parna karavvani pan chuntani ange navi column ni khatri aap chhe tyare. Tanari nishtha ke mahenat par to shanka chhe j nahi. Ano ek j matlab hou shake chhe ke tamari par koi jat nu prachand daban ane dhak dhamki karva maan avi rahyu chhe je rite Sadhvi Prgnya par karva maan avyu hatu. Asha rakhu chhu ke maro bhay asthane hoy pan aa maro ekla no nahi , lakho nahi to hajaro vachako no to chhej.

  7. Missed you in Mumbai Samaachar.. Thanks for reply. We support you. All the best.
    Jyotindra Parekh

  8. I m with u sir. હુ અને દરેક રાષ્ટ્ર પ્રેમી ઇચ્છશે કે આપ આ લેખન જારી રાખો. અમે બધા રાષ્ટ્ર પ્રેમીઓ આપની સાથે છીએ. Belated Happy Birthday Sir.

  9. શ્રી સૌરભ ભાઈ,

    સાદર પ્રણામ…

    સૌ પ્રથમ ખુબ ખુબ આભાર કે તમારી પોસ્ટ વાચકો માટે આવી…

    “આપને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ, દીર્ઘાયુ ભવ, ઈશ્વર તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે, શ્રીજીબાવા ના આશીર્વાદ સદાય મળતા રહે તેવી શુભેચ્છાઓ…”

    તમારા ડિજિટલ મીડિયા ના અભિયાનમાં જોડાવા હું તૈયાર છું, ‘ગુડ મોર્નિંગ : સૌરભ શાહ’ ‘ન્યૂઝ પ્રેમી ડોટ કોમ’ પર ‘બુક પ્રેમી’ ની યોજના માં સહભાગી થઇ ને ‘ન્યુઝ પ્રેમી’ ને સમૃદ્ધ બનાવવા જે કોઇ પણ યોજના બને તેમાં મારો પૂર્ણ સહકાર રહેશે…

    આ જ રીતે તમારી કલમ “વન પેન આર્મી” સતત અવિરત ચાલતી રહે તેવી શુભેચ્છાઓ…

    -મનીષ ઠક્કર મુલુંડ મુંબઈ

  10. આદરણીયશ્રી સૌરભભાઈ સાહેબ,
    જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ.

    * આજે ભગવાન શ્રી રામ ની સાથે આપનો પણ જન્મ દિવસ છે, આપને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.??

    * આવતી કાલ થી આપશ્રી ની કોલમ નિયમિત વાંચવા મળશે, તે વાંચી આનંદ થયો.

    * વિક એન્ડ માં એકસકલુઝીવ કોલમ ‘ કાઉન્ટ ડાઉન’ શરુ થશે તે ખૂબ સારી વાત છે.

    * ન્યૂઝ પ્રેમી . કોમ માટે આપશ્રી ની લાગણી અને આપના વિચારો ઉમદા છે, પરંતુ થોડી વધારે માહિતી ની જરૂર છે.
    * ‘ બુકપે્મી ‘ આવતા વર્ષે શરુ થશે, ૨૦૨૦ થી ૨૦૨૧ સુધી માં આપના ૬૦ લેખે દર મહિને પાંચ પુસ્તકો પ્રકાશિત થશે. તે ગુજરાતી ઉપરાંત બીજી ભાષામાં પણ હશે. શું આ પુસ્તકો આપના લેખો નું સંકલન હશે? કે નવા લેખો થી સજ્જ હશે? ક્યાં વિષય પર આ પુસ્તકો હશે?
    * ન્યૂઝ પ્રેમી સાઈટ પર આપના જુના પુસ્તકો પણ અત્યારે મળી રહે તેવી વ્યવસ્થા કરવા વિનંતી.
    * નવાં પુસ્તકો ઉપરાંત માર્કેટિંગ માટે વિવિધ વસ્તુઓ પણ સાઈટ પર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તો સારું , જેમકે, ‘ ન્યૂઝ પ્રેમી મગ’ , પેન, ટી-શર્ટ, વિગેરે.
    * ઉપરાંત, ક્ષમા ?? સાથે જણાવવાનું કે એક નિયમિત સમય ની મને જરુરીયાત લાગે છે, કે આપના લેખો સમયસર વાચકો ને મળે, એક ચોક્કસ સમયે આપના લેખો વોટ્સએપ અને સાઈટ પર મળી જાય તો, વાચકો ચોક્કસ થી વધશે તેવું હું માનું છું.
    * ન્યૂઝ પ્રેમી અને બુક પ્રેમી ને ચોક્કસ થી મારો પુરો સાથ સહકાર રહેશે તે આપને જાણ સારું.
    * હિન્દુ ધર્મ અને હિન્દુત્વ ને અને સાચા દેશભક્ત એવા આપ ને મારા તરફથી પુરો સહકાર છે, આપ હજુ ઘણી વધું ઊંચાઇએ પહોંચો તેવી શુભેચ્છાઓ.
    *. શ્રીજી બાવા આપની બધી મનોકામનાઓ પૂરી કરે તેવી દિલ થી શુભકામનાઓ.

    જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.??????????
    ભારત માતા કી જય.

  11. Thank you, friends?? Having an exciting time with Shrijibawa. Going to bed early after 2 sleepless nights. Will be going for મંગળાનાં Darshan tomorrow at 4.45am??

  12. મારા વ્યક્તિગત મત પ્રમાણે, કંન્ટ્રીબ્યુશન નો વિકલ્પ પણ ખુલ્લો રાખવો જોઈએ. જે કોઈ સ્વેચ્છા એ આપવા માંગે, તેમનાં માં આ ધ્યેય માટે લાગણી છે, અને ઘણાં લોકો ને સારા કામ માટે આર્થિક મદદ કરવાની ઈચ્છા હોય છે, પણ આપેલ ફાળો અયોગ્ય રીતે ન વપરાય એ જ એક ચિંતા હોય છે. જે આ કેસ માં નહીં હોવાથી, જે પણ આપશે, તે અપેક્ષા વગર આપશે તેવુ મારુ માનવુ છે. અસ્તુ ??

    • હું પ્રકાશ ભાઈ ની વાત સાથે સહમત છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here