મણિસરના બદલામાં કસાબને છોડાવવાની સાઝિશ

(હિન્દુ આતંકવાદની ભ્રમણાઃ લેખ-૧૦)

ગુડ મોર્નિંગઃ સૌરભ શાહ

(Newspremi.com, શુક્રવાર, ૫ એપ્રિલ ૨૦૧૯)

દરેક ઑફિસમાં, દરેક ક્ષેત્રમાં એ જગ્યાએ કામ કરવાવાળાનો મિજાજ કેવો છે ને કેવો નહીં એની અંદરખાનેથી તો સૌ કોઈને ખબર હોવાની. તમે કામગરા છો કે કામચોર, વચનના પાક્કા છો કે વાયદાખોર, પ્રામાણિક છો કે લુચ્ચા, પૈસાની બાબતમાં સીધા છો કે લાંચખાઉ, પર્સનલ લાઈફમાં ઈન્ટેગ્રિટીવાળા છો કે પછી કાદુ તારા ડુંગરે ડુંગરે ડાયરા ટાઈપના રોમિયો છો – તમારી સાથે કામ કરતા, તમારી આસપાસ રહેનારા સૌ કોઈ સમજતા હોય છે કે તમે કેવા છો. તમારા મોઢે કોઈ કહે કે ન કહે અંદરખાનેથી તો સમજતા જ હોય છે.

આર.વી.એસ.મણિ એ રીતે જોઈએ તો હોમ મિનિસ્ટરોના ઈન્ટરનલ સિક્યુરિટી ડીપાર્ટમેન્ટના બ્લૅક શીપ હતા. હાજીહા કરીને ઉપરીઓને ખુશ રાખીને પોતાનો અંતરાત્મા વેચતાં એમને નહોતું આવડતું. એવી ટ્રેઈટ એમના લોહીમાં જ નહોતી. દેશસેવા અને દેશપ્રેમ એમને વારસામાં મળ્યો હતો. એમના પિતા પણ ઉચ્ચ સરકારી અધિકારી હતા, ઑનેસ્ટ હતા, નિષ્ઠાવાન હતા.

હવે જે કિસ્સો મણિસરે લખ્યો છે તે સમગ્ર પુસ્તકમાંનો સૌથી આઘાતજનક કિસ્સો છે. કૉન્ગ્રેસના રાજમાં જો તમે એમનાં કાળાં કામમાં સાથે ન હો તો તમે એમના દુશ્મન છો અને ધારો કે સાથે ન રહેવું હોય પણ એ કાર્યો થતાં હોય તે વખતે મૂક સાક્ષી બની રહેવાને બદલે એનો પ્રગટપણે વિરોધ કરવાની જો તમે હિંમત કરી તો તો તમને ચપટીમાં મસળી નાખવામાં આવશે એવું તમારે માની જ લેવાનું. કૉન્ગ્રેસનાં કુકર્મોના વિરોધી એવા જૂજ પત્રકારો, બ્યુરોક્રેટ્‌સ કે પછી અન્ય દરેક ક્ષેત્રની વ્યક્તિઓને એવા અનુભવો થયા જ છે. ૧૯૭૫ની ઈમરજન્સી તો કૉન્ગ્રેસની નિખાલસતા હતી એવું કહી શકાય. કૉન્ગ્રેસી નેતાઓએ જાહેરમાં, કોઈ છોછ વિના, આખા દેશને-દુનિયાને જતાવ્યું કે હા, અમારી માનસિકતા એક ડિક્‌ટેટરની છે. તાનાશાહી અમારા લોહીમાં નેહરુના જમાનાથી ઊતરી આવી છે. અમે આપખુદ છીએ, લોકશાહીનો તો અમે માત્ર અંચળો જ ઓઢ્યો છે.

ઈમરજન્સી લાદીને કૉન્ગ્રેસે ખુલ્લેઆમ પોતાની આવી માનસિકતા પ્રગટ કરી. પણ ૧૯૭૯ પછી, ઈમરજન્સીના ૧૯ મહિના પૂરા થયા પછી, એનાં માઠાં પરિણામ ભોગવવા પડ્યાં એમાંથી કૉન્ગ્રેસને એક પાઠ શિખવા મળ્યો. ના, આપખુદશાહી ત્યજવાનો નહીં, પણ આપખુદશાહીને ઢાંકવાનો. ૧૯૮૦ પછી છેક અત્યાર સુધીના વખત દરમ્યાન, કૉન્ગ્રેસે પોતાના શાસનના ગાળામાં સરમુખત્યારશાહીનું વલણ જ રાખ્યું છે પણ તે પ્રચ્છન્નપણે, પ્રગટપણે નહીં – ૧૯૭૫માં જે ‘ભૂલ’ કરી, ખુલ્લેઆમ ઈમરજન્સી દેખાડવાની, તે કૉન્ગ્રેસે સુધારી લીધી. ૧૯૮૦ પછી કૉન્ગ્રેસ કે કૉન્ગ્રેસના ટેકાવાળી સરકારો જ્યારે જ્યારે આ દેશને માથે પડી છે ત્યારે ત્યારે દેશમાં વણડિકલેર થયેલી ઈમરજન્સીનો માહોલ સદાય રહેલો છે. દરેકે દરેક ક્ષેત્રમાં રહેલો છે. મોદીના રાજમાં અસહિષ્ણુતાની બનાવટી વાત કરતા કે અભિવ્યક્તિ સ્વાતંત્ર પરની તરાપ વિશે જુઠ્ઠી રાડારાડ કરનારા માર્ક્‌સિસ્ટો, સેક્યુલરો તથા પાકિસ્તાનપરસ્ત મિડિયાવાળાઓ જાણે છે કે અસહિષ્ણુતા અને સેન્સરશિપ તો કૉન્ગ્રેસી શાસનની લાક્ષણિકતા છે. મોદીને આ લોકો ફાસિસ્ટ કહી શકે છે છતાં કોઈ એમનો વાળ પણ વાંકો નથી કરતું તે જ પુરવાર કરે છે કે આ લોકોને અભિવ્યક્તિનું સ્વાતંત્ર સંપૂર્ણપણે મળી રહ્યું છે. કૉન્ગ્રેસના શાસનમાં સોનિયા ગાંધી માટે તેઓ આવાં વિશેષણો વાપરતા હોત તો તેઓનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું હોત, હોઈ અજાણ્યા ખૂણામાં તેઓ કાયમ માટે ધકેલાઈ ગયા હોત.
આર.વી.એસ.મણિ સાથે ૨૦૦૮ના ડિસેમ્બરની ૩૦મી તારીખની રાત્રે જ આવું થયું. ૨૬ મી, ૨૭મી ડિસેમ્બરે કૉન્ગ્રેસે સંસદમાં બે બિલ પસાર કરીને તેને કાયદા બનાવવાની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરી. ૨૬/૧૧ના મુંબઈ હુમલા પછી સોનિયા ગાંધીએ ફેસ સેવિંગ માટે ગૃહમંત્રી શિવરાજ પાટિલનું રાજીનામું લઈ લીધું હતું( દેશને લાગવું જોઈએ કે આ કામ કરતી સરકાર છે). પાટિલની જગ્યાએ પી.ચિદમ્બરમ્‌ આવ્યા, ભૂતને ખસેડીને પલિત આવે એમ ૧ ડિસેમ્બર ૨૦૦૮ના રોજ ચિદમ્બરમે ભારતના નવા ગૃહ પ્રધાન તરીકેનો હોદ્દો સંભાળ્યો. ૨૬/૧૧ના હુમલા બદલ પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઈક કરવાને બદલે અને પાકિસ્તાન આતંકવાદી પ્રવૃત્તિઓને સક્રિય સાથ આપતું એક તોફાની રાષ્ટ્ર છે એવું બીજા દેશોને કહીને પાકિસ્તાનને આર્થિક-રાજકિય રીતે એકલું પાડી દઈને એને પાઠ ભણાવવાને બદલે ચિદમ્બરમે ભારતીય પ્રજાની આંખમાં ધૂળ નાખવા અને કૉન્ગ્રેસની ઈમેજને વ્હાઈટ વૉશ કરવા બે કાયદા લાવવાનું નક્કી કર્યું.

આમાંનો એક તો હતો યુ.એ.પી.એ. અર્થાત્‌ અનલૉફુલ ઍક્‌ટિવિટીઝ(પ્રીવેન્શન) ઍક્ટ જે બહુ જૂનો કાયદો છે, ૧૯૬૭માં અમલમાં આવેલો છે, પણ એમાં વારંવાર સુધારા-વધારા થતા રહ્યા છે – કુલ છ વાર. ૨૦૦૪માં ‘પોટા’(પ્રીવેન્શન ઑફ ટેરરિઝમ ઍક્ટ, ૨૦૦૨)ને રદ કરવાનું પ્રચંડ દબાણ તે વખતની વાજપેયી-ગઠબંધનવાળી સરકાર પર ડાબેરીઓ-સેક્યુલરો તરફથી લાવવામાં આવ્યું ત્યારે સરકારે ઝૂકી જઈને ‘પોટા’ રદ કરીને યુ.એ.પી.એ.માં કેટલાક સુધારા-વધારા કર્યા હતા. એ જ રીતે ‘પોટા’ લાવવા માટે વાજપેયી સરકારે ‘ટાડા’(ટેરરિસ્ટ ઍન્ડ ડિઝરપ્ટિવ ઍક્‌ટિવિટીઝ ઍક્ટ) રદ કરવો પડ્યો હતો તે પણ આવા પ્રચંડ દબાણ હેઠળ ઝૂકી જઈને જ. વાજપેયી પાસે ટાડા અને પોટા રદ કરાવવામાં સફળ થયેલા કૉન્ગ્રેસીઓ આજે ‘મોદી કરતાં વાજપેયી વધુ મહાન હતા’ એવું કહેતા ફરે છે. સ્વાભાવિક છે કે આતંકવાદીઓના ટેકેદારો અને સાથીદારોને ટાડા અને પોટા રદ કરનાર પ્રધાનમંત્રી વહાલા જ લાગે. આપણે સમજવું જોઈએ કે પંજાબમાં એક જમાનામાં આતંકવાદ ખૂબ વકરેલો, ખૂબ વિફરેલો. એને સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવામાં ટાડાનો ઘણો મોટો ફાળો હતો. માર્ચ ૧૯૯૩ના મુંબઈમાં થયેલા સિરિયલ બૉમ્બ બ્લાસ્ટના આરોપીઓને સજા કરાવવામાં પણ ટાડાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. કૉન્ગ્રેસે આતંકવાદને કોઈ ધર્મ હોતો નથી એવું કહીને આતંકવાદના ગુના હેઠળ પકડાયેલા મુસ્લિમોને, એમના ટેકેદારોને તથા પાકિસ્તાનને ખુશ કરવા ટાડા અને પોટા જેવા કાયદાઓનો ‘દુરૂપયોગ’ થાય છે એવી બેબુનિયાદ બૂમરાણ મચાવીને એ બેઉ કાયદાઓ રદ કરાવીને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું છે અને સીધી તેમ જ આડકતરી રીતે આ આતંકવાદીઓને સાથ આપ્યો છે, એમને છાવરવાનું દેશદ્રોહી કૃત્ય કર્યું છે. કૉન્ગ્રેસને ખબર છે કે એમણે દેશદ્રોહ કર્યો છે અને એટલે જ કૉન્ગ્રેસે પોતાના ચૂંટણીઢંઢેરામાં વચન આપ્યું છે કે તેઓ સત્તા પર આવશે તો દેશદ્રોહનો કાનૂન હટાવી દેશે. કૉન્ગ્રેસને વોટ ન આપવા માટેનાં હજાર કારણો છે પણ આ જ એક કારણ ગણો તોય તે પૂરતું છે. દેશદ્રોહીઓને સજા થાય એવો કાનૂન તમે દેશમાંથી હટાવી દેવાની વાત કરો એટલે તમારી મનોવૃત્તિ કેવી છે એની સાબિતી મળી જાય.

ચિદમ્બરમે ૨૬/૧૧ પછી દેશમાં કૉન્ગ્રેસ સરકાર વિરુધ્ધ ઉઠેલા જુવાળને શાંત કરવા બે ‘નવા’ કાયદા લાવવાની જે જાહેરાત કરી તેમાંનો એક તો યુ.એ.પી.એ.(અનલૉફુલ ઍક્‌ટિવિટીઝ(પ્રીવેન્શન) અમેન્ડમેન્ડ ઍક્ટ,૨૦૦૮) જે વાસ્તવમાં છેક ૧૯૬૭થી અમલમાં છે. ચિદમ્બરમે ‘અમે કોઈને નહીં છોડીએ’ એવી જોરશોરથી જાહેરાત કરીને આ કાયદાની જરૂરિયાત વિશે વાત કરી હતી.

એ ઉપરાંત એક નવો નક્કોર કાયદો ઘડવામાં આવ્યોઃ નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ઍક્ટ(એન.આઈ.એ. ઍક્ટ) જેનો ઉપયોગ વાસ્તવમાં તો ‘હિન્દુ આતંકવાદ’ની ભ્રમણા ફેલાવવામાં તેમ જ સ્વામી અસીમાનંદજી તથા સાધ્વી પ્રજ્ઞાદેવી જેવા બીજા અનેક હિન્દુઓને ખોટી રીતે પકડીને, ષડયંત્રમાં સામેલ મુસ્લિમ આતંકવાદીઓને છોડવા માટે થવાનો હતો.

આ બંને કાયદાને લગતા ખરડા બનાવવાની જવાબદારી મિનિસ્ટર ઑફ હોમ અફૅર્સના અધિકારીઓની તેમ જ લૉ મિનિસ્ટરીના અધિકારીઓની હતી. ત્રણ દિવસ સુધી સતત રાતના ઉજાગરા કરીને આ કામ પૂરું કરવામાં આવ્યું એવું મણિસરે ‘ધ મિથ ઑફ હિન્દુ ટેરર’ પુસ્તકમાં નોધ્યું છે. પાંચમી ડિસેમ્બરે બેઉ ખરડા કેબિનેટ સમક્ષ રજુ કરવાના હતા. કેબિનેટે થોડા જ દિવસમાં મંજૂરી આપી દીધી. એ પછી આ બંને ખરડા વિવિધ પ્રક્રિયામાંથી પસાર થયા જે દરમ્યાન ‘મેં અને મારા ઉપરી અધિકારીઓએ જીવનની સૌથી મોટી શારીરિક જરૂરિયાત નામે ઊંઘ ત્યજી દેવી પડી’ એવું પણ મણિસરે નોંધ્યું છે. ખેર, ડિસેમ્બરના બીજા વીકમાં બેઉ બિલ સંસદ સમક્ષ રજૂ થયાં. ૨૦મી ડિસેમ્બર ૨૦૦૮ના રોજ બંને ખરડાને સંસદના બેઉ ગૃહની મંજૂરી મળી ગઈ. ૨૩ અને ૨૪મી ડિસેમ્બરે એ બંને ખરડાને કાયદા બનાવવા માટે લૉ મિનિસ્ટરીમાં મોકલવામાં આવ્યા. કાયદા વિભાગે ગૃહ મંત્રાલયને એક છેલ્લી વાર એના પર નજર નાખી જવાનું કહ્યું. ૨૬ અને ૨૭મીએ એ વિધિ પણ થઈ ગઈ. હવે માત્ર એક જ કામ બાકી હતું. રાષ્ટ્રપતિની સહી લેવાનું. રાષ્ટ્રપતિનો ઠપ્પો લાગતાં જ એને કાયદાનું સ્વરૂપ મળી જવાનું હતું.

૩૦ ડિસેમ્બર ૨૦૦૮ના રોજ સાંજે લૉ મિનિસ્ટરીએ ગૃહ મંત્રાલયના ઈન્ટરનલ સિક્યુરિટી ડિવિઝનના જૉઈન્ટ સેક્રેટરીને કહ્યું કે પ્રેસિડેન્ટને આ અતિ મહત્વના દસ્તાવેજો મોકલતાં પહેલાં એક મીટિંગ કરી લેવી જરૂરી છે. જૉઈન્ટ સેક્રેટરી અને મણિસર(જેઓ અન્ડર સેક્રેટરી હતા, અવર સચિવ, હોમ મિનિસ્ટરના ઈન્ટરનલ સિક્યુરિટી ડિવિઝનના) રાત્રે આઠ વાગ્યે કાયદા મંત્રાલયના કાર્યાલયે પહોંચ્યા. રાત્રે સાડા નવ વાગ્યે મીટિંગ પૂરી થઈ. એ પછી લૉ મિનિસ્ટરીમાંથી સૂચન થયું કે આ દસ્તાવેજો લઈને મણિસરે જાતે રાષ્ટ્રપતિ ભવનમાં જવું. મણિસરની સાથે લૉ મિનિસ્ટરના કોઈ સ્ટાફરને પણ જવાનું કહેવામાં આવ્યું. આ સ્ટાફર રાષ્ટ્રપતિ ભવનની વર્ક પ્રોસેસથી વાકેફ હતા.

હવે પછી જે દિલધડક બનાવ બન્યો તે ચોંકાવનારો હતો. મણિસરનું અપહરણ કરીને એમને બંધક બનાવીને ૨૩/૧૧ના હુમલામાં જીવતો પકડાયેલો એક માત્ર પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબ પોતાનું મોઢું ખોલે એ પહેલાં એને છોડાવીને પાછો પાકિસ્તાન ભેગો કરી દેવાનો હતો. કસાબને છોડાવવા માટે મણિસરને બાનમાં પકડવાના હતા. આ ઘટનાક્રમ કેવી રીતે ઘડાયો તેની વાતો આવતી કાલે.

આજનો વિચાર

અબ કી બાર,

કોઈની પણ હો સરકાર,

પણ બારણું ખખડાવવું નહીં ૧ થી ૪,

અહીં બપોરે સૂતો હોય છે રાજકોટનો મતદાર!

–વૉટ્‌સએપ પર વાંચેલું.

એક મિનિટ!

બકોઃ મારી વાઈફ વાસ્તુશાસ્ત્રમાં બહુ જ વિશ્વાસ રાખે છે.

પકોઃ એમ? તો ઘરમાં એનો અમલ કેવી રીતે કરે છે?

બકોઃ વાસ્તુ અને શાસ્ત્ર – બેઉ શબ્દોની માત્રા ઉડાડીને!

પકોઃ હું કંઈ સમજ્યો નહીં.

બકોઃ સમજાવું. જ્યારે અમારો ઝગડો થાય ત્યારે કોઈ પણ ‘વસ્તુ’ ઉઠાવીને એનો ઉપયોગ ‘શસ્ત્ર’ની જેમ કરે છે!

13 COMMENTS

  1. It seems that the so called “ Bold , fair and balanced M S “ is sold out to so cheap syndicate of dark hearted idiots who staff is sold out too and naturally they can’t digest the truth boldly published by Saurabh Shah , so they pushed him out and articles of very cheap , purchased idiot columnists are published . Gujarati must go and VOTE FOR BJP . Jay Hind. Jay Maharashtra .

  2. सौरभ भाई, थैंक्स फ़ोर आ बोल्ड अनालिसिस. तमों एक बिजा सुब्रमणीयन स्वामी छो. देश एंड गुजराती प्रजा जागृत एंड परोसकटिव बने फ़्यू ज़रूरी चाहे.

    मुंबई समाचार ऊपर थी भरोसों क्यार नो ये उठी छे. मारी दृष्टि ए प्रमणिकता एंड पारसी समाज नी तटस्थता ना चिन्ह तरीक़े ओलखातु “ Mumbai is hamachar “ आजे पेला गुजरात थी प्रगत थता मातबर पण हिंदू विरोध थी प्रगत थता लूच्चा छापा वालाओ नू खंधियु बनी गयी छे एंड सैकाई जूनो प्रतिष्ठा लच्चक बानियाओ ज़ेवा ने बेची मारयु छे जेओ भारत माँ बसता पाकिस्तनीयो ना सहकार्थी ममवाजपेयी सरकार ना पतन पछी भारत ने दुःख थाय तेवा लेख छपी रह्यू छे. बवाजी वेचाइ गयाना ने प्रखर राष्ट्र प्रेमी सौरभ भाई निक्ली गया !!! होय बहिन . पण साचू छे. हवें बाकिना गुज़रतीयो ए VOTE MODI अनु अभियान हिम्मत पूर्वक अमलमा मुकवानू ज छे. DONTW SLEEP . MODIQ NEVER SLEEPS. सो वोट फ़ोर मोदी and सेव इंडिया. Special request to Gujju Muslim bhaio. Plz try MODI once , support him . We Hindus always loved you bcz you are like us and from us. VOTE FOR MODI. HELP SAVE INDIA FROM VONGRESS CATHOLIKAS.

  3. सौरभ भाई, थैंक्स फ़ोर आ बोल्ड अनालिसिस. तमों एक बिजा सुब्रमणीयन स्वामी छो. देश एंड गुजराती प्रजा जागृत एंड परोसकटिव बने फ़्यू ज़रूरी चाहे.

    मुंबई समाचार ऊपर थी भरोसों क्यार नो ये उठी छे. मारी दृष्टि ए प्रमणिकता एंड पारसी समाज नी तटस्थता ना चिन्ह तरीक़े ओलखातु “ Mumbai is hamachar “ आजे पेला गुजरात थी प्रगत थता मातबर पण हिंदू विरोध थी प्रगत थता लूच्चा छापा वालाओ नू खंधियु बनी गयी छे एंड सैकाई जूनो प्रतिष्ठा लच्चक बानियाओ ज़ेवा ने बेची मारयु छे जेओ भारत माँ बसता पाकिस्तनीयो ना सहकार्थी ममवाजपेयी सरकार ना पतन पछी भारत ने दुःख थाय तेवा लेख छपी रह्यू छे. बवाजी वेचाइ गयाना ने प्रखर राष्ट्र प्रेमी सौरभ भाई निक्ली गया !!! होय बहिन . पण साचू छे. हवें बाकिना गुज़रतीयो ए VOTE MODI अनु अभियान हिम्मत पूर्वक अमलमा मुकवानू ज छे. DONTW SLEEP . MODIQ NEVER SLEEPS. सो वोट फ़ोर मोदी and सेव इंडिया. Special request to Gujju Muslim bhaio. Plz try MODI once , support him . We Hindus always loved you bcz you are like us and from us. VOTE FOR MODI. HELP SAVE INDIA FROM VONGRESS CATHOLIKAS.

  4. સૌરભસર, આપે લેખ મુકવા નું કેમ બંધ કરી દીધું છે ? તમારા લેખ વાંચ્યા વગર દિવસ અધુરો લગે છે. પ્લીઝ લખવા નું ચાલુ રાખો ?

  5. શ્રી. સૌરભ ભાઈ,

    સાદર પ્રણામ…

    સતત અવિરત ચાલતી કલમના કસબને તથા તમારા વિચારોને વિરામ નહી આપો, તમારા ચાહકો તેમજ વાચક વર્ગ આપની સાથેજ છે અને નવા લેખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે…

    ‘ગુડ મોર્નિંગ : સૌરભ શાહ’ અને ‘ન્યૂઝ પ્રેમી ડોટ કોમ’ માં હિન્દુ આતંકવાદ ની ભ્રમણા સિરીઝના લેખો ચાલુ રાખવાની નમ્ર વિનંતી છે…

    – મનીષ ઠક્કર મુલુંડ મુંબઈ

  6. સાહેબ શ્રી, આપના લેખો હવે કેમ બંધ થઈ ગયા છે?

  7. Sir, hope every thing is alright with you and you are in fine health. No article for last one week. We are extremely worried as we all know the Lowly Creatures who are angry with your honest writing. They may go to any extent. Take care.

  8. સાહેબ hopefully every thing is alright, waiting worriedly for your GM, thanks and Regards.

  9. નમસ્કાર સૌરભ સર તમે મણીસરના બદલામાં કસાબ ને છોડાવવાની સાજીશ નો બીજો લેખ વોટસેપ ઉપર મુકાયો નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here