નવસો વર્ષના ઈસ્લામ – અંગ્રેજ શાસન પછી પણ 82 ટકા ભારત હિન્દુ છે

ગુડ મોર્નિંગ

સૌરભ શાહ

સુબ્રહ્મણ્યમ સ્વામી કહે છે કે આપણા પર આક્રમણ કરનારાઓ જંગલી અને ક્રુર હતા. આપણી પ્રથા, પરંપરા બીજાઓ સાથે વાદવિવાદ કરીને, શાસ્ત્રાર્થ કરીને એમને જીતી લેવાની રહી છે. આદિ શંકરાચાર્યે ક્ધયાકુમારીથી કાશ્મીર સુધી એજ કર્યું છે. બ્રિટિશ લોકો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે આપણે મોગલોને લગભગ હરાવી ચૂક્યા હતા. (પણ ભારતના કમ્યુનિસ્ટોએ આપણને ઊંધો જ ઈતિહાસ શીખવાડ્યો છે.) મોગલો 700 વર્ષ દરમ્યાન આપણી સાથે લડી લડીને હાંફી ગયા હતા. મરાઠાઓની મોગલોની સામેની જીત થઈ ચૂકી હતી ત્યારે બ્રિટિશ આવ્યા. મોગલોનું આક્રમણ ફિઝિકલ હતું, બ્રિટિશોએ માનસિક આક્રમણ શરૂ કર્યું. માત્ર મરાઠાઓએ જ મોગલોને લડત આપી હતી એવું નહોતું. કર્ણાટકના વિજયનગરના રાજાઓએ, આન્ધ્ર – આસામ અને પંજાબના રાજાઓ મોગલો સામે લડ્યા હતા. ગુરુ ગોવિંદસિંહે મોગલોની કરોડરજ્જુ તોડી નાખી હતી. બ્રિટિશરોએ આવીને બાજીરાવ સાથે છેતરપિંડી કરી. એ પછી 1857ની ક્રાંતિ થઈ. અંગ્રેજોએ એને બળવો કહ્યો, એ બગાવત નહોતી પણ વીર સાવરકરે કહ્યું એમ અંગ્રેજો સામે સ્વતંત્રતાનો પ્રથમ સંગ્રામ હતો. અને આ સંગ્રામ રાષ્ટ્રવ્યાપી હતો. તમિળનાડુ વેલ્લોદ અને કર્ણાટકથી લઈને સમગ્ર દેશમાં આ લડત ચાલી હતી, જેનું નેતૃત્વ ઝાંસીની રાણીએ સંભાળ્યું હતું. કમનસીબે આ સંગ્રામ પૂરતી તૈયારીઓ થાય તે પહેલાં જ શરૂ થઈ ગયો હતો એટલે એમાં કાયમી જીત ન મળી પણ થોડા વખત માટે લાલ કિલ્લા પરથી ભગવો ધ્વજ લહેરાયો હતો. એ વખતે દિલ્હીમાં છેલ્લા મોગલ બાદશાહ બહાદુરશાહ ઝફરનું શાસન હતું અને આ રાજાના પ્રધાન હિન્દુ હતા અને આ ટૂંકા ગાળાના સ્વતંત્રતા સંગ્રામ દરમ્યાન બાદશાહે જે સૌપ્રથમ ફરમાન કાઢ્યું તે ગૌહત્યા પર પાબંદી લાદતું ફરમાન હતું.

બ્રિટિશરોએ નક્કી કર્યું કે 1857 જેવી ઘટના ફરી વાર ન બને એટલે બે કામ કરવા પડશે. સૌથી પહેલું તો એ કે આ ઘટનાને કૃષિકારોનો ટેકો હતો – એ લોકોએ આ ઘટનાને આર્થિક તથા શારીરિક તાકાત પૂરી પાડી હતી. માટે આ કૃષિકારોની કમર ભાંગવી નાખવી જોઈએ, એમને બરબાદ કરી નાખવા જોઈએ. અંગ્રેજોએ દરેક પ્રદેશના ગુનેગારોની જમીનદાર તરીકે નિમણૂક કરી. એની જવાબદારી એક જ હતી – બને એટલું ધન ચૂસીને ભેગું કરો, જેટલું કરવું હોય એટલું કરો – એમાંથી નક્કી કરેલો ભાગ અંગ્રેજોને આપીને બાકીનો તમતમારે તમારી પાસે રાખીને જલસા કરો. અંગ્રેજો આ આવકમાંથી ભારતમાં વહીવટ ચલાવવાના ખર્ચા કરતા. જમીનદારોને અંગ્રેજોએ ખૂબ હક્કો આપ્યા. કોઈ ખેડૂત જો પૂરતા પૈસા કે અનાજ જમા કરાવી ન શકે તો જમીનદારો એ ખેડૂતની પત્નીના દાગીના જપ્ત કરી શકતો. જો એની પાસે દાગીના ન બચ્યા હોય તો જમીનદાર ખેડૂતના ભાઈ પાસેથી વસૂલી કરી શકતો. આમ કરીને અંગ્રેજોએ ભારતના ખેડૂતોની સમૃદ્ધિને લૂંટી લીધી અને 1947 આવતાં સુધીમાં અંગ્રેજોની નીતિને લીધે આપણા કૃષિકારો સાવ કંગાળ અને બેહાલ બની ગયા. બ્રિટિશરોએ ભારત છોડ્યું એમના બીજા સિદ્ધાંતને કારણે. એમણે નક્કી કર્યું હતું કે જે દિવસે અહીંનું લશ્કર અમારી સામે થશે તે દિવસે અમે આ દેશ છોડી દઈશું કારણ કે લશ્કરનો જો સાથ ન હોત તો ભારત પરની પક્કડ જાળવી રાખવી અશક્ય બની જાય અને એ કામ સુભાષચંદ્ર બોઝના ઈન્ડિયન નૅશનલ આર્મી – આઈએનએ દ્વારા થયું. આઈએનએના સૈનિકો પૂનાથી જબલપુર સુધી પહોંચી ગયા હતા. બ્રિટિશ ઈન્ડિયન નેવીમાં પણ બળવો થયો હતો. બ્રિટિશ લોકો અમેરિકનોની સાથે મળીને બીજું વિશ્ર્વયુદ્ધ જીતી ગયા હતા. એ હિસાબે તો એમણે ભારતમાં શાસન કરવાનું ચાલુ રાખવું જોઈતું હતું. પણ એ લોકોએ ભારત છોડવાનું નક્કી કર્યું કારણ કે એમણે જોઈ લીધું કે બ્રિટિશ ઈન્ડિયન આર્મી હવે એમના ક્ધટ્રોલમાં રહ્યું નથી. આ દરમ્યાન એમણે જોયું કે ગાંધીજીનું આંદોલન શાંતિથી અને અહિંસક મિજાજથી ચાલી રહ્યું છે એટલે જો ગાંધીના હાથમાં સત્તા સોંપીને જઈશું તો અમને ભારતમાંથી શાંતિથી જવા દેવામાં આવશે પણ જો વિલંબ કરીશું તો બીજા લોકો અમને અહીંથી જવા નહીં દે, અમને અહીંને અહીં જ રહેંસી નાખશે. અને આ જ વાત ક્લેમન્ટ એટલીએ કરી હતી જ્યારે એ 1953માં ભારતમાં આવ્યા હતા. એટલી 1945 થી 1951 દરમ્યાન બ્રિટનના વડા પ્રધાન હતા. 1953માં બ્રિટિશ પાર્લામેન્ટના વિરોધ પક્ષના નેતા હતા. કલકત્તામાં ચીફ જસ્ટિસે, જે ગવર્નર પણ હતા, આપેલા ડિનર દરમ્યાન ક્લેમન્ટ એટલીને પૂછવામાં આવ્યું હતું કે તમે શું કામ ભારત છોડી દેવાનો નિર્ણય કર્યો? તમે તો વર્લ્ડ વૉર-ટુ જીતી ચૂકેલા. અમારી ક્વિટ ઈન્ડિયા મુવમેન્ટ તો પડી ભાંગી હતી. તો પછી તમે ભારત છોડ્યું શું કામ? શું ગાંધીના અહિંસક આંદોલનને લીધે? એમણે આમરણ ઉપવાસની ધમકી આપી હતી એટલે? એટલી એ કહ્યું હતું કે ના, એક માત્ર કારણ એ જ હતું કે અમને રિપોર્ટ મળ્યા હતા કે સુભાષચંદ્ર બોઝના સૈનિકો એ બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં પગપેસારો કરી દીધેલો અને આર્મી ગમે તે ઘડીએ બળવો કરી શકે એમ હતું. સુભાષચંદ્ર બોઝ પ્લેન ક્રૅશમાં મૃત્યુ પામ્યા નહોતા. તાઈવાનની રાજધાની તાઈપેઈમાં થયેલી વિમાની દુર્ઘટનામાં એમણે જીવ ગુમાવ્યો હતો એવું મનાય છે પણ જાપાનીઝને હરાવીને અમેરિકનોએ તાઈવાન કબજે કર્યું ત્યારે અમેરિકનો પાસે જે માહિતી આપી તે માહિતી 2013માં જસ્ટિસ મુખર્જીના નેતૃત્વ હેઠળના કમિશનને આપવામાં આવી કે ન તો આવો કોઈ વિમાન અકસ્માત થયો હતો, ન કોઈનો મૃતદેહ હોસ્પિટલમાંથી મળી આવ્યો હતો.

બીજી એ વાત તમને ગાઈ બજાવીને કહેવી છે કે આ દેશના હિન્દુઓએ ક્યારેય કરતાં ક્યારેય ગુલામી સ્વીકારી નથી, આપણી પ્રજાએ પોતાનો ધર્મ બદલી નાખવાનું સ્વીકાર્યું નથી. તમે જુઓ કે ઈરાનમાં એક જમાનામાં શત પ્રતિશત શાસન ઝોરાસ્ટ્રિયન્સનું (પારસીઓનું) હતું. ઈસ્લામે ઈરાન પર આક્રમણ કરીને પંદર વર્ષમાં ઈરાનનું ઈસ્લામીકરણ કરી નાખ્યું. મેસોપોટેમિયા અને બેબિલોન જે હવે ઈરાક તરીકે ઓળખાય છે એની પોતાની આગવી સંસ્કૃતિ હતી અને ઈસ્લામે એના પર આક્રમણ કરીને સત્તર (17) વર્ષમાં એનું પૂરેપૂરું ઈસ્લામીકરણ કરી નાખ્યું – પોતાની આગવી રીતે (અર્થાત્ હિંસા અને ખૂનામરકીથી). ઈજિપ્તનું 21 વર્ષમાં સંપૂર્ણપણે ઈસ્લામીકરણ કરી નાખવામાં આવ્યું. યુરોપને 50 વર્ષમાં ખ્રિસ્તી બળોએ પૂરેપૂરું ક્રિશ્ર્ચિયન બનાવી દીધું. પણ ભારત 700 વર્ષના ઈસ્લામ શાસન તથા 200 વર્ષના બ્રિટિશ શાસન પછી પણ 82 ટકા હિન્દુ છે. આનો અર્થ શું થયો? આપણે સતત આક્રમણખોરોને લડત આપી છે. બ્રિટિશ સામે પણ ભારતના એકેએક પ્રદેશે લડત આપી છે. પણ આપણને શીખવાડવામાં એવું આવ્યું છે કે આપણે બ્રિટિશરોની ગુલામી સ્વીકારી લીધી હતી. મેકોલેએ કહ્યું હતું કે ભારતના લોકોનું બ્રેઈન વૉશિંગ કરીને જ એમને જીતી શકીશું – આપણે ભારતમાં બ્રાઉન ઇંગ્લિશમૅન તૈયાર કરવાના છે, જે પોતાના વિચારોથી બ્રિટિશ હોય, એની ફૂડ હૅબિટ્સ બ્રિટિશ હોય, એની મૅનરિઝમ્સ બ્રિટિશ હોય.

આ પરિસ્થિતિ 1947માં અંગ્રેજોના ગયા પછી બદલાઈ જવી જોઈતી હતી પણ કમનસીબે 1948માં મહાત્મા ગાંધીની હત્યા થઈ ગઈ, જે એક સાચા દેશભક્ત હિંદુ હતા. સરદાર પટેલ શારીરિક બીમારીને લીધે અને મનથી ભાંગી પડ્યા હતા એટલે ઝાઝું જીવી શક્યા નહીં. સુભાષચંદ્ર બોઝને રશિયામાં મારી નાખવામાં આવ્યા અને જવાહરલાલ નહેરુ આ દેશ પર એકચક્રી શાસન ચલાવવા લાગ્યા.

વધુ કાલે.

આજનો વિચાર

આજકાલ લોકો વૅકેશન પર જવા માટે એવી જગ્યા પસંદ કરે છે જ્યાનું હવામાન ખુશનુમા હોય કે ન હોય, જ્યાં નેટવર્ક સારું આવતું હોય!

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

બકો: આ વાંચ્યું? 2037 સુધીમાં પાણીની તંગી વધી જવાની.

પકો: લાગે છે કે બુઢાપો બિયર પીને જ ગુજારવો પડવાનો!

14 COMMENTS

  1. Khubaj Saras ????
    Swamiji, Malhotraji ne saurabhji Jeva Rastrepremi Hindu ne namaskar??
    next year Modiji puri bahumati thi Jeete toh hve time avi gayo che Bharat desh ne Hindu Bharat Desh जाहेर karvano ne apda bandharan ne pan Hindu sanscruti pramane banavano…..pachi bhale bija badha dharme na Hindu desh ma apdi sanscruti apnavine emno dharm pade.??

  2. Very right …આપણી ઉપર ડાબેરીઓ એ લખેલ ઇતિહાસ ઠોકી બેસાડીને ભણાવવામાં પણ આપણા કોંગ્રેઅસ્સીઓ નો બહુ મોટો હાથ રહેલો છે ….

  3. સાચે જ અંગ્રેજો સફળ થયા હોય એવુ લાગી રહ્યું છે સંસ્કાર રીવાજો સંક્રુતિ ને આજ ના અંગ્રેજી ના ગુલામ બુધધજીવી આંધળો વિરોધ કરી અંધશ્રદ્ધા મા ખપાવે છે એવા રિવાજ કે ધર્મ જ હિન્દુ જીવનશૈલી નો આધાર છે હિન્દુ પ્રજા એ પોતાના ધર્મ પ્રત્યેનો ગર્વ કરવો જોઈએ ને આવી તાકાતો હલકી માનસિકતા મા થી બહાર આવવુ જોઇએ

  4. About 2/3 lacs Britishers ruled 40 crore Indians. I feel that though we could resist their religion but could not resist their culture. That is why they could continue rule for 200 years. They ruled over our minds !

  5. Majja aavi gai saheb
    Hindu hovani asmita fari chhalkai gai..

    Saheb, jo aapane khoto itihas bjanaya chhiye to have modi saheb na sasan ma sachho itihas aapna balako na bhani shake???

  6. જય શ્રી રામ
    ખુબ સરસ આર્ટીકલ લખ્યો છે. અમને ખૂબ ગમ્મો.
    આભાર.

  7. I hope that INDIAN HISTORY WHICH WE STUDIED EARLIAR SHOULD CHANGE THE LINE ” REVOLT OF 1857 ” TO ” FREEDOM FIGHT OF 1857 “.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here