ફ્રોઝન શોલ્ડર, ડૉ. ભમગરા, ડૉ. મનુ કોઠારી, શ્યુગર પ્રૉબ્લેમ અને સ્વામી રામદેવ: હરદ્વાર ડાયરી —કર્ટન રેઝર: સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ફાગણ વદ નોમ, વિક્રમ સંવત ૨૦૭૮. શનિવાર, ૨૬ માર્ચ ૨૦૨૨)

નસીબદાર છું કે ટીનએજમાં જ ડૉ.મહેરવાન ભમગરા અને પછી ડૉ.મનુ કોઠારીના કામના પરિચયમાં આવ્યો અને એમના વિચારોથી પ્રભાવિત થયો. ડૉ.ભમગરાનું નામ ભારતના પ્રમુખ નેચરોપથમાં મૂકાય. ૧૯૭૮માં ‘ગ્રંથ’ અને ‘પરિચય પુસ્તિકા’માં જોડાયો એ પહેલાં ભમગરાસાહેબની ‘કામ, થાક અને આરામ’ તેમ જ અન્ય ‘પરિચય પુસ્તિકા’ઓ અનાયાસે જ વાંચવા મળી હતી. ડૉ. ભમગરા પરિચય ટ્રસ્ટ માટે દર વર્ષે એક પુસ્તિકા લખતા. એમની પુસ્તિકાઓ બેસ્ટ સેલર બની જતી. કેટલાક લોકો તો જથ્થાબંધ ખરીદીને મિત્રો-સ્નેહીઓમાં વહેંચતા. બેત્રણ વાર પુનર્મુદ્રણ પામતી. મારી પાસે ‘કામ,થાક અને આરામ’ની સપ્ટેમ્બર, ૧૯૬૮માં છપાયેલી પ્રથમ આવૃત્તિ છે જેની છાપેલી કિંમત પચાસ પૈસા છે. મેં કદાચ ૧૯૭૦-૭૧માં ખરીદી હશે. અમારા ઘરે જૂનાં પુસ્તકોની ફેરી કરતા એક કાકા દર અઠવાડિયે આવતા. સેકન્ડ હેન્ડ ચોપડીઓની હરતીફરતી સર્ક્યુલેટિંગ લાયબ્રેરી જેવા આ કાકા વાંચવા માટે પુસ્તકની દસમા ભાગની કિંમત જેટલું ભાડું લેતા અને ખરીદી લેવું હોય તો ભાડા કરતાં બમણા કે ત્રણગણા પૈસા આપવાના થતા. છઠ્ઠા કે સાતમા ધોરણમાં મેં દસ કે પંદર પૈસા ખિસ્સા ખર્ચીમાંથી બચાવીને ઇન્વેસ્ટ કર્યા હશે જે પૈસા આજે મને તમારા રિલાયન્સ કે ઇન્ફોસિસ કરતાં કંઈકગણું વધારે વળતર આપી રહ્યા છે!

છઠ્ઠા કે સાતમા ધોરણમાં મેં દસ કે પંદર પૈસા ખિસ્સા ખર્ચીમાંથી બચાવીને ખરીદેલી પરિચય પુસ્તિકા

પરિચયની ઑફિસમાં ભમગરાસાહેબની અવરજવર રહેતી. એ વખતે એમનાં દૂરથી જ દર્શન થતાં. વખત જતાં પરિચય થયો અને પછી તે એ મારા અંગત સ્નેહી બની ગયા, વડીલમિત્ર બની ગયા.

એમની સાથેની ઘણી યાદો છે. એક કિસ્સો કહું. મારી પાંત્રીસ-સાડત્રીસની ઉંમર હશે અને એ સિત્તેરેકના હશે ત્યારનો કિસ્સો.

ચર્ચગેટ પર ઇરોસ સિનેમાથી આગળ આવેલી ‘સમ્રાટ’ રેસ્ટોરાંમાં દર મહિને ‘ ઇન્ડિયન વેજિટેરિયન સોસાયટી’ની મીટિંગ થાય. મુંબઈની વિખ્યાત સોલિસિટરની પેઢી ‘શાહ એન્ડ સંઘવી’ના માલિક જશુભાઈ શાહ આ સોસાયટીના કર્તાહર્તા. ભમગરાસાહેબ સાથે એમને ખૂબ જૂનો પરિચય અને મારી સાથે પણ ઘનિષ્ટતા થયેલી. એક સાંજે ‘વેજિટેરિયન સોસાયટી’માં ભમગરાસાહેબ સાથે મારું પણ પ્રવચન. કાર્યક્રમ પૂરો થયા પછી સોસાયટીના સૌ સભ્યો સાથે ‘સમ્રાટ’ની ફેમસ ગુજરાતી થાળી જમ્યા પછી ભમગરાસાહેબ અને હું સૌની રજા લઈને નીકળ્યા. મારે નજીકના જ ચર્ચગેટ સ્ટેશનેથી ટ્રેન પકડીને ઘરે જવાનું હતું. ભમગરાસાહેબ વાનખેડે સ્ટેડિયમથી આગળ, ક્વીન્સ નેક્લેસ પર રહે. ‘સમ્રાટ’થી ઘણું લાંબું અંતર. પણ એ ચાલતાં જ જવાના હતા. ચર્ચગેટ સ્ટેશને જવાને બદલે મેં નક્કી કર્યું કે મરીન લાઇન્સ સ્ટેશનથી ટ્રેન પકડીશ જેથી ભમગરાસાહેબ સાથે વધુ સમય ગાળી શકાય. ઍમ્બેસેડર હૉટેલ સુધી તો વાંધો ન આવ્યો. એમની ઝડપી ચાલ સાથે હું માંડ માંડ કદમ મિલાવતો ગયો. પણ દરિયો દેખાયો અને ક્વીન્સ નેક્લેસ તરફ જવા જમણી તરફ વળ્યા પછી હાંફ ચડી ગઈ. મારે સાહેબને કહેવું પડ્યું કે, ‘મારાથી આ ઝડપે નહીં ચલાય, જરા ધીમે ચાલો.’

વિચાર કરો કે મારાથી બમણી ઉંમર. ભોજન તો બેઉએ લીધું હતું. પણ એમની ચાલમાં જે સ્ફૂર્તિ હતી, જે તરવરાટ હતો તે જોઈને મને મારા માટે શરમ આવતી હતી. મને થયું કે મેં એમની વાદે ચડવાને બદલે ચર્ચગેટ પહોંચીને એમનો સંગાથ છોડીને ચૂપચાપ ટ્રેન પકડી લીધી હોત તો મારી આબરૂ બચી જાત.

ભમગરાસાહેબ જીવ્યા ત્યાં સુધી એમની સાથે સંબંધ રહ્યો. અવારનવાર અમસ્તાં જ મળવાનું થાય. નાનીમોટી શારીરિક તકલીફના નિવારણ માટે કન્સલ્ટ કરવાનું થાય. નેચર ફોટોગ્રાફી બહુ સરસ કરતા. એમના ત્રણ ફોટા મેં મારા પ્રથમ ત્રણ નિબંધસંગ્રહોના ડસ્ટ જેકેટ માટે વાપર્યા છે. એ આવૃત્તિ જોકે હવે પૂરી થઈ ગઈ.

ડૉ.મનુ કોઠારીને ‘નવનીત સમર્પણ’માં અને ‘જન્મભૂમિ પ્રવાસી’ની રવિવારની પૂર્તિમાં વાંચતો. પછી એમનાં પુસ્તકોના પરિચયમાં આવ્યો. એ પછી ખુદ એમના પરિચયમાં આવ્યો. ખબર પણ ન પડી કે ક્યારે તેઓ મારી જિંદગીનો અભિન્ન હિસ્સો બની ગયા. મારા પિતાના મોટા આંતરડાના કેન્સર વખતે એમની સલાહને લીધે કોઈ દવા વિના જીવનમાં બે વર્ષનો તંદુરસ્તીભર્યો ઉમેરો થયો હતો. એ વાત મેં એકાદ દાયકા પહેલાં એક લેખમાં વિગતે નોંધી છે.

૨૦૦૨માં ‘મિડ-ડે’ની સાતમી વર્ષગાંઠ હતી. તંત્રી તરીકે આ નિમિત્તે મેં ‘સપ્તક’ નામના કાર્યક્રમનું આયોજન કરીને એક સપ્તાહ દરમ્યાન છ મહાનુભાવોનાં પ્રવચનો મુંબઈ શહેરનાં વિવિધ ઑડિટોરિયમમાં ગોઠવ્યાં હતાં—સ્વામી સચ્ચિદાનંદ, ગુણવંત શાહ, સુરેશ દલાલ, ડૉ. પ્રકાશ કોઠારી, ડૉ. મનુ કોઠારી અને પુરુષોત્તમ ઉપાધ્યાય. ડૉ.મનુ કોઠારીના પ્રવચન પહેલાં વિષયની પીઠિકા બાંધવાનું અને એમનો વિસ્તૃત પરિચય આપવાનું કામ મારે કરવાનું હતું. હાઉસ ફુલ સભાગૃહમાં જવા-આવવાની જગ્યા પર પણ શ્રોતાઓ ગોઠવાઈ ગયા હતા. સ્ટેજ ઉપર પલાંઠી વાળીને બેસી જવા માટે પરવાનગી આપી. આ કાર્યક્રમના સેંકડો શ્રોતાઓની હાજરીમાં મેં ઘોષણા કરી હતી કે ડૉ. મનુભાઈ કોઠારીને વાંચ્યા પછી મારામાં એટલી સમજ આવી છે અને મેં નિર્ણય કર્યો છે કે ન કરે નારાયણ ને ભવિષ્યમાં મને કૅન્સર થશે તો કેમોથેરેપી નહીં લઉં કે પછી બાયપાસની સર્જરી કે એન્જિયોપ્લાસ્ટી કરાવવાની જરૂરિયાત ઊભી થશે તો હું નહીં કરાવું.

ટચ વુડ કે આવી કોઈ ગંભીર વ્યાધિ જીવનમાં આવી નથી. આવશે તો હું મારા સંકલ્પને વળગી રહેવાનો છું એ વિશે મારી આસપાસના સૌ સ્નેહીઓને ખબર છે. એટલે હું કોઈ નિર્ણય લેવા જેવી હાલતમાં નહીં હોઉં તો પણ મારી સારવાર, મારો ઉપચાર, મારી રીતે જ કરવાની વ્યવસ્થા થશે.

એલોપથીના ઉપચારોની મર્યાદા તેમ જ હાનિકારતા વિશે ઊંડો અભ્યાસ કરવાની પ્રેરણા ડૉ.મનુ કોઠારીનાં અમુલ્ય પુસ્તકોમાંથી મને મળી. આજે તો હવે સ્વામી રામદેવને કારણે ઘણી બધી જાગૃતિ આવી ગઈ છે કે કેન્સર તેમ જ હૃદયરોગની સારવાર માટે આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ જ શ્રેષ્ઠ છે. આયુર્વેદને અગાઉ ‘વૈકલ્પિક સારવાર’ના માર્ગ તરીકે લોકો ઓળખતા; એ પણ એક ભ્રમણા જ છે— આયુર્વેદ એલોપથીનો ‘વૈકલ્પિક’ માર્ગ નથી, એલોપથી કરતાં પણ આગળ એવો મેઇન સ્ટ્રીમનો માર્ગ છે.

એલોપથી અમુક જગ્યાએ ઉપયોગી છે, પણ તે ક્યાં? મોટેભાગે અકસ્માત રિલેટેડ સર્જરી હોય ત્યાં અથવા ડાયગ્નોસિસ માટે અથવા બિલકુલ અસ્થાયીરૂપે, સાવ ટેમ્પરરી ધોરણે, જરૂર હોય ત્યારે. યુદ્ધભૂમિ પર છેક છેલ્લી ઘડીએ ઘાયલ સૈનિકને બચાવવાનો હોય ત્યારે આયુર્વેદ કે નિસર્ગોપચાર કામ ન લાગે.

પણ નૉર્મલ જીવનમાં નેવું નહીં, નવ્વાણું ટકા કિસ્સાઓમાં એલોપથીની કોઈ જરૂર નથી હોતી. નાના, મોટા, અસાધ્ય ગણાતા રોગો પણ આયુર્વેદ, કુદરતી ઉપચાર, યોગ, પ્રાણાયામ થકી જડમૂળથી ઉખાડી શકાય છે.

મારો એક અનુભવ ટાંકું. પાંચેક વર્ષ અગાઉ મારે દાંતની કોઈ ટ્રીટમેન્ટ કરાવવાની હતી. ડેન્ટિસ્ટ મારા મિત્ર જ હતા. એ યુવાન ડૉક્ટરે સ્ટાન્ડર્ડ પ્રોસિજરના એક ભાગરૂપે મારો શ્યુગર રિપોર્ટ મગાવ્યો જે નૉર્મલ નહોતો. એમણે કહ્યું કે તમે ડાયાબીટોલૉજિસ્ટને મળીને એ કહે તે મુજબની દવા લઈને કે પછી ઇન્શ્યુલિનનાં ઇન્જેક્શન લઈને શ્યુગરને કન્ટ્રોલમાં લઈ લો, એટલે મહિનાએક પછી તમારી ડેન્ટલ ટ્રીટમેન્ટ શરૂ કરી દઈએ. મિત્ર હતા એટલે મેં એમને નિખાલસતાથી કહ્યું કે, ‘ ડૉક્ટર, હું ડાયાબીટોલૉજિસ્ટ પાસે નહીં જઉં, કોઈ દવા પણ નહીં લઉં.’ એ કહે કે, ‘તો પછી હું તમારી ટ્રીટમેન્ટ કેવી રીતે કરું?’ મેં કહ્યું, ‘ત્રણ મહિના પછી વાત.’

રોજ ઘરે જ, શ્યુગર માપવાની કિટ લાવીને, સવારે ભૂખ્યા પેટે અને બપોરે ભોજનના બે કલાક પછીની શ્યુગર માપતો અને એક ડાયરીમાં નોંધી લેતો. એક અઠવાડિયામાં જ ફરક પડવા માંડ્યો

બે-ચાર દિવસ રહીને મેં મારું ડેઇલી રૂટિન બદલ્યું. સ્વામી રામદેવના પતંજલિ આશ્રમે બનાવેલી આ વિષય પરની ડીવીડીઓ જોઈ. રોજ સવારે ટીવી પર ડીવીડી લગાવીને એમની સૂચના મુજબનાં આસનો (મંડૂકાસન ઇત્યાદિ) અને અનુલોમ-વિલોમ, ભ્રામરી, ભસ્રિકા વગેરે પ્રાણાયામ કરવાનાં. એ પછી એમની રેસિપી મુજબ ડેઇલી એક કારેલું, એક કાકડી અને એક ટામેટું સ્લો જ્યુસરમાં નાખીને એનો જ્યુસ કાઢવાનો. એમાં એક ચમચી ગિલોય તથા પાંચસાત બારમાસીનાં ફૂલ નાખીને દ્રાવણ પી જવાનું.

સવારે નાસ્તામાં સ્વામી રામદેવે આપેલી રેસિપી પ્રમાણેના દલિયા કૂકરમાં રાંધીને ખાવાના અને બપોર-સાંજનાં ભોજન નૉર્મલ હોય તેનું ધ્યાન રાખવાનું. વચ્ચે ભૂખ લાગે તો ચણા કે ફ્રૂટ કે એવું કંઈક. અને હા, સૌથી અગત્યની વાત એ કે સવારે નાસ્તો કરતાં પહેલાં ચાલવા જવાનું, બપોરે જમ્યા પછી ચાલવાનું અને રાત્રે જમતાં પહેલાં પણ. ભર ઉનાળે ત્રણ વખત ચાલવા જતો. શરૂઆતમાં કુલ મળીને પાંચેક કિલોમીટર અને પછી ધીમે ધીમે વધારીને રોજ ઓછામાં ઓછું આઠ કિલોમીટર ચાલતો.

રોજ ઘરે જ, શ્યુગર માપવાની કિટ લાવીને, સવારે ભૂખ્યા પેટે અને બપોરે ભોજનના બે કલાક પછીની શ્યુગર માપતો અને એક ડાયરીમાં નોંધી લેતો. એક અઠવાડિયામાં જ ફરક પડવા માંડ્યો. મેં ડેન્ટિસ્ટમિત્રને રોજેરોજનો ઘરે માપવામાં આવતો શ્યુગરનો રિપોર્ટ મોકલ્યો. એમણે બહુ સિરિયસલી આ વાત ન લીધી. મને કહે કે ‘ઘરના રિપોર્ટ ચોક્સાઇભર્યા ન હોય. લૅબમાં કઢાવેલા રિપોર્ટ જ ચોક્સાઈભર્યા હોય.’ મેં બીજે અઠવાડિયે હીરાનંદાની હૉસ્પિટલમાં જઈને રિપોર્ટ કઢાવ્યો અને વૉટ્સએપ પર એમને મોકલી આપ્યો. માંડ પાંચેક પોઇન્ટ આઘાપાછા હતા.

એ પછી તો રોજ સવારે અને બપોરે જે નોંધ હું ડાયરીમાં લખતો તે આંકડા એમને મોકલી આપતો. મહિના પછી એમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ધિસ ઇઝ ઇન્ક્રેડિબલ પણ પછી ઉમેર્યું કે અપવાદરૂપ કિસ્સામાં આવું બને પણ શ્યુગરને પરમેનન્ટલી કન્ટ્રોલ કરવા માટે ડાયાબીટોલૉજિસ્ટના પ્રિસ્ક્રિપ્શન મુજબની દવાઓ કે ઇન્શ્યુલિનના ઇન્જેક્શનો જ અસરકારક છે જે આખી જિંદગી તમારે લેવાનાં હોય.

ત્રણ મહિના પછી મારો રિપોર્ટ એકદમ નૉર્મલ આવ્યો. ડેન્ટિસ્ટ મિત્ર મારી ટ્રીટમેન્ટ કરવા તૈયાર હતા. પણ હવે મારે એવી કોઈ ટ્રીટમેન્ટ કરાવવી નહોતી.

ડાયાબીટીસ કે હાઇપર ટેન્શન ઇત્યાદિ માટે લેવામાં આવતી દવાઓને કારણે તમારા રિપોર્ટ્સ નૉર્મલ આવે તો તેમાં માત્ર આંકડા જ નૉર્મલ છે એવું માનવાનું, અંદર જે બગાડ થયો છે તે નૉર્મલ નથી થતો, તે તો યથાવત રહે છે અને ક્રમશઃ વધતો જાય છે

આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ્સની લૉબીએ ડૉક્ટરોને સાધીને ફેલાવેલી ભ્રમણાથી આપણે સૌ એવું માનતા થઈ ગયા છીએ કે ડાયાબીટીસની, બીપીની, હૃદયરોગમાં લોહી પાતળું થવાની દવા, માનસિક રોગની દવાઓ વગેરે આખી જિંદગી લેવી પડે. આ દવાઓથી જે આડઅસરો થાય તેને શમાવવાની દવા પણ જોડેજોડે આખી જિંદગી લેવી પડે.

આ માન્યતા મુજબ જીવવાનો માર્ગ ખતરનાક છે. આ બધી દવાઓ આપણા શરીરમાં જન્મતા રોગને યથાવત્ રાખીને માત્ર રોગનાં ઉપર છલ્લાં લક્ષણોને ઢાંકી દેવાનું કામ કરે છે. ડાયાબીટીસ કે હાઇપર ટેન્શન ઇત્યાદિ માટે લેવામાં આવતી દવાઓને કારણે તમારા રિપોર્ટ્સ નૉર્મલ આવે તો તેમાં માત્ર આંકડા જ નૉર્મલ છે એવું માનવાનું, અંદર જે બગાડ થયો છે તે નૉર્મલ નથી થતો, તે તો યથાવત રહે છે અને ક્રમશઃ વધતો જાય છે. એટલે જ તો છબાર મહિને, બે વરસે ડૉક્ટરો તમારા ડોઝમાં ઉમેરો કર્યા કરતા હોય છે. તમને આશ્ચર્ય થાય કે ખાવાપીવામાં સંયમ રાખતા હોવા છતાં અને એક્સરસાઇઝ-વૉકિંગ કરતા હોવા છતાં કેમ ડોઝ વધારવામાં આવે છે? ડૉક્ટર કહે કે ઉંમર વધે એટલે ડોઝ વધારવા પડે!

એલોપથીનાં દુષણો માટે મને ક્યારેય ડૉક્ટરો પર ગુસ્સો નથી આવ્યો. એ લોકો બિચારા શું કરે? એમને ગળથૂથીના ભણતરમાં જ શીખવવામાં આવ્યું છે કે ‘A’ને ‘A’ નહીં પણ ‘B’ કહેવાય. આ ‘F’ નથી પણ ‘Z’ છે. તો જેવું ભણતર એવી જ પ્રેક્ટિસ. સાચી વાત સમજાય તો પણ તેઓ એમાંથી ન છૂટી શકે. એ પછી આવે ફાર્માલૉબીનું દબાણ. તમારે જો મેડિકલના ફિલ્ડમાં સર્વાઇવ થવું હશે તો આ ફાર્માલૉબી તમારી આસપાસના વાતાવરણને જે રીતે મેનિપ્યુલેટ કરે છે તેને સરેન્ડર થયા સિવાય બીજો કોઈ છૂટકો જ નથી. તમે જો એમના કહ્યા પ્રમાણે નહીં ચાલો તો તમારા સાથી ડૉક્ટરો તમને લાત મારીને ફિલ્ડની બહાર ફગાવી દેશે. સાથી ડૉક્ટરોને પણ આવી જ દહેશત હોય છે. આ એક વિષચક્ર છે.

સર્જરી માટે એલોપથી જેવી સગવડ આયુર્વેદમાં નથી, કબૂલ પણ સુશ્રુતના ગ્રંથનો અભ્યાસ કરો તો ખબર પડે કે શલ્યચિકિત્સા પદ્ધતિ આપણે ત્યાં હતી જ, સર્જરીનો ઉદ્‌ભવ થયો એના હજારો વર્ષ પહેલાં હતી. દાંતની ચિકિત્સા માટેની પણ શલ્ય ચિકિત્સા હતી. મારી દસબાર વર્ષની ઉંમરે મારાથી બે વર્ષ મોટાભાઈનો દાંત કાઢવાનો હતો ત્યારે વૅકેશનમાં મારા મોસાળના ગામે એક સાધુએ ભાઈની ડોક પરની બે નસ દબાવીને એ દાંત ખેંચી કાઢ્યો હતો – કોઈ પીડા કે દર્દ વિના. મેં સગી આંખે આ જોયું છે. મારી પાસે એક પુસ્તક છે જેના લેખકે મારા દાદા વાડીલાલ સબુરદાસ શાહને ( જે વ્યવસાયે વકીલ હતા) ૧૯૬૨માં પોતાના હસ્તાક્ષરે સરસ સંદેશો લખીને ભેટ આપ્યું હતું. પુસ્તકનું શીર્ષક છે: ‘ ડેન્ટિસ્ટ્રી ઇન એન્શ્યન્ટ ઇન્ડિયા’. પ્રાચીન ભારતમાં દંત ચિકિત્સા કેવી રીતે થતી, દાંતની શલ્ય ચિકિત્સા ( સર્જરી) કરવામાં કેવાં સાધન વપરાતાં વગેરે વાતોનો સચિત્ર ખજાનો કે.એમ. ચોક્સી લિખિત આ દુર્લભ પુસ્તકમાં છે.

શલ્યચિકિત્સા પદ્ધતિ આપણે ત્યાં હતી જ, સર્જરીનો ઉદ્‌ભવ થયો એના હજારો વર્ષ પહેલાં હતી. દાંતની ચિકિત્સા માટેની પણ શલ્ય ચિકિત્સા હતી

મારી સામે કોઈ એલોપથીનાં ગુણગાન ગાતું હોય તો હું દલીલ કરતો નથી. કોઈ વખત આયુર્વેદને કે યોગ વગેરેને ઉતારી પાડતી વાતો કરે તો પણ હું ચૂપ રહું છું. હું શું કામ કોઈ ઇન્ડિવિજ્યુઅલને સમજાવવાની કોશિશ કરીને મારો સમય બગાડું, મારી એનર્જી વેડફું? એમને જે માનવું હોય તે માને. ભલે માને. નુકસાન એમનું થશે. મારા માટે તો મારી માન્યતાઓ પ્રગટ કરવા અને એ માન્યતાઓને સિદ્ધ કરવાનાં પ્રમાણો રજૂ કરવા લેખનનું આટલું મોટું અને સશક્ત માધ્યમ છે, પછી મારે શું ચિંતા? હું ક્યારેય કોઈને સલાહ પણ નથી આપતો કે ફલાણી શારીરિક/માનસિક તકલીફ હોય તો તમારે શું કરવું? એ મારું કામ નથી. જેઓ આ બાબતના નિષ્ણાત હોય એવા પ્રેક્ટિશનર કે અધિકારી વ્યક્તિ પાસે જઈને એમને કન્સલ્ટ કરો. હું તો મેં જે જોયેલું, જાણેલું અને અનુભવેલું છે એ મારા લેખો દ્વારા વાચકો સાથે શેર કરતો હોઉં છું, જેને જેટલું લેવું હોય તે પોતાના ખર્ચે ને જોખમે લે, બાકી છોડી દે. મારી નિસબત મારા આરોગ્ય સાથે, મારી નિરામયતા સાથે, મારા સ્વાસ્થ્ય સાથે છે. બાકી, જેને જે કરવું હોય તે કરે.

કોરોનાની રસી વખતે આપણે જોઈ લીધું કે ફાઇઝરની રસી માટે આપણા દેશમાં કેટલું મોટું લૉબિંગ આ લેફ્ટિસ્ટો મીડિયાને સાધીને કરતા હતા. આપણે આપણા દેશમાં બનતી રસીને વળગી રહ્યા…આને લીધે ફાઇઝરની દુકાન ભલે બંધ નહીં થાય પણ ફાઇઝરના ગાલે સણસણતો તમાચો જરૂર પડ્યો

મને આનંદ એ વાતનો છે કે અત્યારની ભારત સરકાર વૈશ્વિક ફાર્માલૉબીની એજન્ટ નથી. કોરોનાની રસી વખતે આપણે જોઈ લીધું કે ફાઇઝરની રસી માટે આપણા દેશમાં કેટલું મોટું લૉબિંગ આ લેફ્ટિસ્ટો મીડિયાને સાધીને કરતા હતા. આપણે આપણા દેશમાં બનતી રસીને વળગી રહ્યા એટલું જ નહીં બીજા દેશોને પણ ફ્રીમાં કે મામૂલી ભાવે આપતા રહ્યા. આને લીધે ફાઇઝરની દુકાન ભલે બંધ નહીં થાય પણ ફાઇઝરના ગાલે સણસણતો તમાચો જરૂર પડ્યો. આ ઉપરાંત જનરિક દવાઓની દુકાનો દેશમાં ઠેરઠેર ખુલવા માંડી. જે બ્રાન્ડેડ દવાઓ સો રૂપિયામાં વેચાતી હોય તે જ દવાઓ, એટલી જ શુદ્ધ-એટલે જ અક્સીર- પચાસ કે ક્યારેક તો દસ રૂપિયામાં વેચાય. સ્ટેન્ટ અને ઘૂંટણની ઢાંકણી જેવાં કેટલાંક સાધનોની કિંમતો ઓછી થઈ. ‘આયુષ’ મંત્રાલયને લીધે આયુર્વેદ વગેરેને જબરજસ્ત મોકળું મેદાન મળ્યું. યોગનું પ્રભુત્વ તો એવું વધ્યું કે આખું વિશ્વ 21 જૂને યોગદિવસ મનાવતું થઈ ગયું. વાતવાતે રાજકારણ વચ્ચે ન લાવવું જોઈએ પણ આ બધું પોલિટિકલ પાવર હોય તો જ શક્ય બને છે. કૉન્ગ્રેસના રાજમાં કોરોનાની રસીનું મસમોટું કૌભાંડ થયું હોત, દેશ ફાઇઝરને ગિરવે મૂકી આપવો પડ્યો હોત અને મરણાંક તથા દર્દીઓનો આંકડો અનેકગણો મોટો હોત. વામપંથીઓની વાદે ચડીને કૉન્ગ્રેસી શાસકોએ આપણા સૌના આરોગ્ય સાથે ભયંકર ચેડાં કર્યાં છે.

ગુરુવાર, 31 માર્ચની મોડી સવારે દહેરાદૂન થઈને બપોરે હરદ્વાર પહોંચી જવાનું છે. રાત હરદ્વારમાં રોકાઈને પહેલી એપ્રિલે સવારે નવ વાગ્યે ‘યોગગ્રામ’માં હાજર થવાનું છે. હરદ્વારથી બારેક કિલોમીટરનું અંતર છે. ત્યાં પ્રવેશદ્વાર પર જ તમને રોકીને કોરોનાનો રેપિડ ટેસ્ટ કરશે. અડધો કલાકમાં રિપોર્ટ આવી જશે. અહીંથી નીકળતી વખતે તો RTPCR કરાવીને રિપોર્ટ સાથે લઈ જ જવાનો. 72 કલાક સુધી એ રિપોર્ટ વેલિડ ગણાય. 30મીએ કરાવી લઈશું.

ખાવાપીવાની એક પણ ચીજ સાથે નથી લઈ જવાની એવી સ્ટ્રિક્ટ સૂચના ત્યાંથી આપવામાં આવતી હોય છે. જતાવેંત તમારા તમામ સામાનનું કસ્ટમમાં થાય એવું જ સઘન ચેકિંગ થશે એવું કહેવામાં આવ્યું છે

સાથે લઈ જવાના સામાનની યાદી તો બુકિંગ કન્ફર્મ થયું એ પછી તરત જ જે કંઈ યાદ આવે તે એક ડાયરીમાં નોંધતાં જઈને બનાવવાનું શરૂ કરી દીધું હતું. ખૂટતીકરતી વસ્તુઓ ખરીદાઈ ગઈ છે. હજુ છેલ્લી ઘડીનું શૉપિંગ ચાલે છે. યુટ્યુબ માટેનો ગો-પ્રો કૅમેરા, બીજો એક વીડિયો કેમેરા, ત્રણ-ચાર વિવિધ પ્રકારનાં માઇક (ઇન્ટરવ્યુ માટે બે જણનું સાથે રેકોર્ડિંગ થાય એવું માઇક, એક વાયરલેસ માઇક, સંકટ સમયની સાંકળ જેવું એક સાદું માઇક વગેરે). આ દરેકની બેટરીઓ, ચાર્જરો, વાયરો, ઇમરજન્સીમાં કંઈ બગડ્યું કર્યું તો સ્પેર આઇટમો. મારો લખવાનો પેરાફર્નેલિયા. બેચાર દિવસનો મામલો હોય તો કાગળ-પેન-ઇન્કની કોઈ પરવા ન હોય. અહીં પચાસ દિવસનો સવાલ છે. પૂરો સાજસામાન સાથે લેવો પડે. કશુંક રહી ગયું કે ભૂલી ગયા તો ચલાવી લઈશું પણ એવું ન થાય એ માટે જેટલી કાળજી રાખવી જોઈએ એટલી તો લેવી જ પડે.

ત્યાં પહેરવાનાં-બદલવાનાં કપડાં. લૉન્ડ્રી સર્વિસ તો ‘યોગગ્રામ’ના કૉમ્પલેક્સમાં જ છે. છતાં રોજની અનુકૂળતા સચવાય એટલા માટે ક્યારે પહેરવાની, કેટલી જોડીઓ લઈ જવી, પગરખાં અને ચશ્માંની સ્પેર પેર વગેરે ઘણી બધી એક્સાઇટિંગ પળોજણો છે.

ખાવાપીવાની એક પણ ચીજ સાથે નથી લઈ જવાની એવી સ્ટ્રિક્ટ સૂચના ત્યાંથી આપવામાં આવતી હોય છે. જતાવેંત તમારા તમામ સામાનનું કસ્ટમમાં થાય એવું જ સઘન ચેકિંગ થશે એવું કહેવામાં આવ્યું છે. બિસ્કિટ, ખાખરા, ગાંઠિયા, ડ્રાયફ્રુટ કે ઇવન વળિયારી-ધાણાની દાળ જેવી ‘નિર્દોષ’ આયટમો પણ વર્જ્ય છે. સામાનમાંથી જડશે તો જપ્ત થશે અને પાછા ફરતી વખતે સોંપી દેવામાં આવશે. દારૂ, સિગરેટબીડી, માવા-ગુટકા વગેરેનો તો કોઈ સવાલ જ નથી. મોબાઇલની છૂટ છે. (ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યાં ન લઈ જવાય, તે વખતે રૂમમાં મૂકી દેવાનો).

હરદ્વાર ડાયરીનો રોજનો એક લેખ લખવા ઉપરાંત ‘ન્યુઝપ્રેમી’ માટે કોઈ અગત્યના બનાવો વિશે લખવાનું, તેમ જ ‘સંદેશ’ની બે કૉલમો માટે પણ લખવાનું છે. વીડિયો શૂટ-એડિટ કરીને અપલોડ કરવાની થશે. એરટેલનું કનેક્શન ત્યાં સારી રીતે પકડાય છે. મારી પાસે એક વોડાફોન છે અને એક એરટેલનો ફોન પણ છે. એરટેલનું નવું રાઉટર અને વધારાનું સિમકાર્ડ લઈ લીધું છે જેથી કનેક્ટિવિટીનો કોઈ પ્રૉબ્લેમ ન રહે અને દુનિયા સાથે જરૂરી હોય એટલા સંપર્કમાં રહેવાય. એક આઇપેડ અને કિન્ડલ પણ લીધાં છે. થોડાંક પુસ્તકો સાથે છે. લેપટોપ બેઉ લીધાં છે. સારાં છે પણ જો એક હેન્ગ થઈ જાય તો ત્યાં ક્યાં દોડાદોડ કરવી.

સામાન કદાચ વધી જશે. એટલે જ પહેલાં ટ્રેનનું બુકિંગ કરાવ્યું હતું. પણ એટલું લાંબું અંતર અત્યારના સંજોગોમાં ટ્રેનમાં કાપવું હિતાવહ નથી. આમ તો કોરોનાને લગતાં તમામ નિયંત્રણો 31 માર્ચથી સત્તાવાર રીતે દૂર થઈ જાય છે. પણ થોડીક વધુ સાવચેતી રાખવામાં શું નુકસાન થઈ જવાનું છે? વળી ટ્રેનમાં મુંબઈથી હરદ્વાર ચોવીસેક કલાક લાગે, બે-ત્રણ ટંક ભોજનનો પ્રબંધ કરવો પડે. એટલે જ અહીંથી દહેરાદૂન સવાબે કલાકમાં અને ત્યાંથી હરદ્વાર સવા કલાકમાં. એક ટિકિટમાં પંદર કિલો ચેક-ઇન સામાન અને સાત કિલો હેન્ડબૅગેજ અલાઉડ કરે છે. પણ સહેજ મોંઘી ટિકિટ લો તો વીસ કિલો ચેકઇન બૅગેજ લઇ જવા મળે. વધારાના કિલોદીઠ સામાન માટે તોતિંગ ચાર્જ ચૂકવવા કરતાં આ સસ્તું પડે.

ફ્રોઝન શોલ્ડરની ચિકિત્સા માટે માટે ઘણા વાચકો પૂછે છે. ડૉ. મનુ કોઠારીએ આપેલી આ ચાર સૂચનાઓનું પાલન કરવાથી મને અઠવાડિયામાં જ રાહત થઈ હતી. મેં તાત્કાલિક સારવાર કરાવી એટલે અને બહુ ઊંડે સુધી રોગ પ્રસર્યો નહીં હોય એટલે ઝડપથી પરિણામ મળ્યું હશે. બીજા કોઈને કદાચ વધારે વાર લાગે. તમારે ડૉક્ટર/વૈદરાજને પૂછીને તમારી રીતે નિર્ણય લેવો કે દવા ઓછી કરવી, બંધ કરવી કે શું કરવું. હું માત્ર મારા અનુભવો વિષે લખી રહ્યો છું, કોઈને સલાહ આપી રહ્યો નથી. ડૉ. મનુભાઈ કોઠારીએ મને કહ્યું હતું કે:

“૧. થોડા દિવસ માટે સાકર-મિઠાઈ બંધ.

૨. ચૂલે ચડેલું ટામેટું નહીં ખાતા ( જેમ કે સૂપ, ટૉમેટો સૉસ, દાળ-શાકમાં ટામેટાં).

૩. રોજ સવારે એક નાની સાઈઝનું કાચું બટેટું (છીણીને) ચાવી ચાવીને ખાવાનું (ટેસ્ટ માટે સહેજ નમક-મરી નાંખી શકાય).

૪.આથાવાળું નહીં ખાવું. ઢોકળા, ઈડલી વગેરે.

બેસિકલી ફ્રોઝન શોલ્ડર એ લોહી બહુ એસિડિક થઈ જાય ત્યારે થાય. ઉપર મુજબ કરવાથી થોડા જ દિવસમાં લોહીની એસિડિટી ઓછી થઈ જશે અને એટલે શોલ્ડર સારો થઈ જશે.”

જો તમને આવા ઇલાજથી ફાયદો થાય તો મહાદેવજી, હનુમાનજી, ઠાકોરજી, માતાજી કે ગણપતિબાપાના મંદિરે જઈને ડૉ. મનુભાઈ અને ડૉ. ભમગરાસાહેબના પવિત્ર આત્માઓને યાદ કરીને પ્રાર્થના કરજો. આવા નરબંકાઓ દેશને હજુ વધારે પ્રાપ્ત થતા રહે અને મોદી-રામદેવની જોડી આ ક્ષેત્રમાં જે યજ્ઞકાર્ય કરી રહી છે એમાં આવા જ્ઞાની પુરુષો પોતાના તરફથી શક્ય એટલી આહુતિ આપતા રહે એવી તમારી પ્રાર્થનાને ભગવાન તરત જ સાંભળી લે એવી મારી આપ સૌને શુભેચ્છા.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

43 COMMENTS

  1. શ્રી સૌરભ ભાઇ
    આજથી 40 વર્ષ પહેલાં મારો દુઃખતો દાંત ડોક્ટર શ્રી લાભશંકર શુક્લ સાહેબે તમે લખ્યું છે તેમ ગળાની નસ દબાવી ને ખેંચી કાઢ્યો હતો.
    આવા માહિતી સભર લેખો દ્વારા સૌના જ્ઞાન માં વૃદ્ધિ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર

  2. સૌરભ ભાઈ જય શ્રી કૃષ્ણ
    આપનનો લેખ વાંચ્યો સાચે જ સત્ય હકીકત છે
    ઘણા વર્ષોથી ફેમિલી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરું છુ
    મારા અનેક દર્દી ને frogen shoulder ના problems homoeopathy થી મટાડ્યા છે

    કહેવાનું કે બીજી પે થી છે દરદી એ નિરાશ થવાની જરૂર નથી
    વિશ યુ બેસ્ટ હેલ્થ

    • સાહેબ હું પણ બન્ને હાથ માં સોલ્ડર ફોર્ઝન થી પીડાવ છું.આપ કોઈ હોમિયોપેથીક દવા બતાવો તો હું આમાં થી સારો થઈ શકું

  3. 🙏🏼 નમસ્તે સાહેબ , આપ શ્રી નો આ આર્ટિકલ મારા માટે ખુબજ પ્રેરણાદાયી બની ગયો આપ નો દિલ થી ખુબ ખુબ આભાર. પ્રભુ કૃપા આપ પર બની રહે .

  4. Dear Saurabhbhai,
    Thanks for the daily dose of your informative and thought provoking articles.
    At the time of my last visit I had planned and inquired about going to Baba Ramdev’s Ashram for treatment of my Sugar and other health issues. But the wave of Covid-19 forced us to rush back. Now with your first hand experience and its documentation will help me and of course so many readers who follow you.
    My best wishes for this very essential trip!
    Enjoy your stay and return with renewed energy, dear friend!
    -Salil

  5. જય દ્વારકાધીશ,
    મુરબ્બી શ્રી સૌરભ શાહ,
    આપ શ્રી નો ફ્રોઝન સોલ્ડર અને બીજી આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિ અંગે નો લેખ વાંચવાની મજા આવી,
    બીજું જણાવવાનું કે આપના ગુજરાતી સાહિત્ય નું સ્તર કેટલું ઊંચું છે કે આપણા ડૉક્ટરો પણ ચિકિત્સા અંગે ના પુસ્તકો આપણા સૌ માટે ઉપલબ્ધ કરાવેછે તે અગત્ય ની વાત છે.
    ધન્યવાદ સહ આભાર
    જય હિન્દ
    વંદે માતરમ્

  6. Saurabbhai

    Excellent article and good information about some rare books in Gujarati. When I was seven years old, i had scorpion bite in small village in Sauratshtra Gujarat. I was taken to near by village and some Sadhu did treatment and I was fine after 24 hours. Last eight years I spent 40 to 45 minutes on Yog and Pranayam. I feel healty. Thanks for sharing your personal experience on sugar and frozen shoulder.

  7. સૌરભભાઇ,
    🙏🙏🙏🙏🙏🙏
    શત શત નમન.
    દરેક વાચકનુ આટલુ ધ્યાન આટલા વ્યસ્ત ટાઇમ ટેબલમાં પણ રાખો છો. આપ શત શત નમન ના અધિકારી છો.
    આપની કલમે લખાયેલ યોગ ગ્રામ ના અનુભવ બધાને ખુબ જ ઉપયોગી થશે.
    આપે બતાવેલ Frozen shoulder ની ચાર મુદ્દા ની સારવાર Alkaline and Acid નો great concept ગાગર માં સાગર છે.
    યોગ ગ્રામ માં થી નવજીવન લઈ ને આવો એ પ્રાર્થના.
    Get well soon and perfect.
    🙏🙏🙏
    B L Soni.

  8. આપના હરિદ્વાર ના અનુભવો વાંચવાથી મારા જેવા ઘણા મિત્રો હરિદ્વાર જઈને એકાદ યોગ નો કોર્સ કરવા પ્રેરાશે એવી આશા છે.
    સાથે જયારે અનુકૂળતા હોય ત્યારે કેજરીવાલ તથા આપ ના બારામાં થોડું પ્રકાશ પાડશો એવી આશા રાખું છું, કારણ ગુજરાતમાં આ વર્ષે ચૂંટણી થવાની છે, એ પહેલા આ લોકોને ઉઘાડા પાડવા જરૂરી છે.

  9. બસ તમારા હરિદ્વાર ના અનુભવો ની આતુરતાથી રાહ જોઇ રહ્યા છીએ….. આજનો લેખ ખૂબ સુંદર…..
    જીવન ના છેલ્લા શ્વાસ સુધી તંદુરસ્ત રહેવાનું નક્કી કર્યું છે…જેમાં આપના અનુભવો ખૂબ કામ લાગશે…..

  10. Long ago I used to read articles by Manu Kothari in mumbai samachar and since then I have become huge fan of Manu Kothari. I have attended one week yoga camp at ashram of Ramdev Baba in 2009. Since then I am regularly practising pranayam , yog and exercise. I am benefitted with it , never need medication

  11. સરસ અને ઉપયોગી જાણકારી.ઘણું જાણવા મળે છે તમારા લેખો વાંચીને. આભાર.

  12. જ્યારથી ન્યૂઝપ્રેમી માં જોડાઈ છું,ખૂબ નવું નવું જાણવા મળે છે, સાંપ્રત સમયની અને પ્રાચીન સમયની હકીકત,પૂરા તથ્યો સાથેની જાણવા મળે છે,જે ખોટા પ્રચારથી દૂર હોય છે, નક્કર જ્ઞાન મળવાથી ખૂબ આનંદ આવે છે.આપને ખૂબ ખૂબ ધન્યવાદ.. હું પણ મોદી,યોગી,અને રામદેવ બાબા પ્રેમી છું તેથી વધુ આનંદ આવે છે.
    શતાયુ થાવ અને આમ જ જ્ઞાન પીરસતા રહો એવી શુભે્છાઓ.

  13. આજકાલ સુ જોક થેરાપી માં વગર કોઈ દવા એ તુરત પરિણામ મળે છે આ મારો જાત અનુભવ છે. બાકી તમે લખો તેમ આયુર્વેદિક નેચરલ પથી પણ છે. સરસ જાણકારી આપી છે. 👍

  14. ખૂબ માહિતી સભર લેખ. હરદ્વારના અનુભવોની રાહ જોશું

  15. મજ્જા જ મજ્જા.
    અમે હવે તમારા યોગગ્રામ ના અનુભવો જાણવા ખૂબ આતુર છીએ.
    ફ્રોઝન શોલ્ડર ની સારવાર માટે ની જે માહિતી આપી તે ખૂબ જરૂરી હતી.ખૂબ ખૂબ આભાર.

  16. Jay shree krishna saurabh bhai,
    Khub sundar lekh,maja avi gai,thank you so much for sharing with us,aapna lakhaan ni moti prashansak chu temaj aapni post pan friend circle forward karti rahu chu…
    God bless 💐🙏🏻🥰

  17. નમસ્કાર. આપ હરિદ્વાર જઇ ને આરોગ્યના બંધ દ્વાર ખોલી ને આયુર્વેદની સાચી સમજ સૌ કોઈ ને આપો બદલ all the best.

  18. Absolutely perfact . I strictly follow your point of view for the treatment.. spending 2 hours in the morning for yoga & Pranayam. Halthy & fit without any medicine. Eagerly waiting for your experience with Ramdevbaba .

  19. Where this book called Kam thak aaram book will be available . Very interesting to read your articles. I enjoy reading your articles .Thanks for sharing valuable information.

    • પુસ્તકો ક્યાં મળે, બહેન!
      મીઠાઈની કોઈ સારી દુકાનમાં ટ્રાય કરી જુઓ 🤓

  20. Very very informative and motivating
    Actually I wait eagerly for experience of your Haridwar yatra. Yes I intentionally called it yatra as it will be great transformation for you physically &mentally I am sure all the best.

  21. સૌરભભાઈ, બેશક તમે ગુજરાતી સમાજ અને સાહિત્ય ની ગરિમા માટે યથા નામ તથા ગુણ ( સુવાસ-સૌરભ ) છો..મારે તમારી સાથે વ્યક્તિગત વાત કરવી છે તો સમય આપશો?

  22. Saurabhbhai
    I am big fan of yours,respect your Cristal clear thinking,views and analysis
    How and where can I buy Dr Manubhai Kothari’s books?
    Waiting eagerly for your Haridwar diaries
    God bless you
    Nisha sutaria

    • પુસ્તકો ક્યાં મળે, બહેન!
      મીઠાઈની કોઈ સારી દુકાનમાં ટ્રાય કરી જુઓ 🤓

  23. ખૂબ સરસ લેખ માટે ધન્યવાદ. ડૉ.ભમરા અને ડૉ.મનુ કોઠારી નાં સંદર્ભમાં ઘણાં અભ્યાસ પૂર્ણ લેખ દ્વારા જાણવા મળ્યું કે નેચરોપથી અને એલોપથી સારવાર બાબતો નું સંકલન કરીને આરોગ્ય પરત મેળવવા શું કરવું પડે. આભાર

  24. આપને ખૂબ પ્રણામ. આપના લેખ વાંચીને ઘણો આનંદ અને જ્ઞાન મળે છે. આપ જે કાર્ય માટે હરિદ્વાર જાઓ છો તે માટે શુભેચ્છા. જો અન્ય લોકો એ કાર્યક્રમ કે એના જેવા ટૂંકા કાર્યક્રમ માં જવા માંગતા હોય તો એની કોન્ટેક્ટ ની માહિતી આપશો.

  25. આપની નેચરોપેથી, આર્યુવૈદિક, યોગ, પ્રાણાયામ અને વૈદિક ઉપચારોમાં શ્રદ્ધા, વિશ્વાસ અને અનેક મહાપરુષો સંપર્ક તેમજ પોતાના નિજી અનુભવો લોક કલ્યાણ માટે સજગતાથી પ્રસ્તુત કરવા છતાં ખોટી રીતે કોઈના પર ઠોકી બેસાડવાની અનિચ્છા સાથે જણાવવું આવા અનેક સદ્દગુણો માટે આપને વંદન.
    યોગપીઠમાં જવા માટે અને લોકોપયોગી લેખો અને જરૂરી વિડિઓ બનાવી જનતા જનાર્દનની સેવા માટે અગાઉથી અનેક સાવચેતીપૂર્વકની આપની તૈયારીઓ અને સદભાવના દાદ માંગી લે છે!
    અનેક મહાન પુરુષો અને સંતો ભક્તોનો સહવાસ, નિકટતા તેમજ વૈદિક સંસ્કારો અને કુદરતી જીવન પદ્ધતિનું આચરણ અને દરેક સ્વાનુભવોની નિખાલસતાથી રજુઆત માટે ધન્યવાદ !
    આપની સરળતા અને લોકોપયગી સદભાવના જોઈ જૈનમુનિ શ્રી ચિત્રભાનુજીની રચનાની કડીનું સ્મરણ થઇ જાય …

    ‘ ગુણથી ભરેલા ગુણીજન
    દેખી હૈયું મારુ નૃત્ય કરે
    એ સંતોના ચારણ કમળમાં
    મુજ જીવનનું અર્ઘ્ય રહે … ‘

    યોગગુરૂ પૂજ્ય રામદેવજી અને આચાર્યજી બાલકૃષ્ણજી સાથે સહવાસ અને નિકટતા અને યોગ આસનો અને સ્વાનુભવોના લેખો અને વિડિઓ આમ જનતા સમક્ષ રજુ કરવાની આપની સદભાવના સફળ થાવ એ જ શુભેચ્છા. 👏

  26. ડાયાબિટીસ માટે સ્વામી રામદેવજી દ્નારા સૂચવાયેલ ઔષધિઓ,ડાયેટ પ્લાન, પ્રાણાયામ,આસન, ૦૮ કીમી ચાલવું તે ઉપરાંત એલોપથી દવાઓ ન લેવાનો મન નો મજબૂત દ્રઢ સંકલ્પ બીજી દરેક વસ્તુ થી
    ઉપર છે.
    તમારો આ લેખ મન થી ઢીલા પોચા માણસો ને રોગ નાબુદી માટે જરૂરી પ્રોત્સાહન પુરૂં પાડે એવો છે.

  27. પહેલા તો તમને સો સલામ, અમે નશીબદાર છીએ કે ન્યુઝ પ્રેમીમાં લેખ વાંચવા મળ્યો.

  28. Waiting eagerly for Hardware diary.
    Salute to your knowledge n hardwork. Thanks a lot.👍🙏

  29. તમારી સાથે ઘરે જમ્યા પછી આરામ થી વાતો કરતા બેઠા હોય અને તમારી હરિદ્વાર ની યાત્રા ની તૈયારી ચાલતી હોય એમ લાગ્યું. આ લેખ જાણે તમારા સન્મુખ બેસી ને સાંભળ્યો હોય એવી રીતે લખ્યો છે. આભાર!

  30. Dear Saurabh bhai,
    Frozen Shoulder is curable with Physiotherapy / appropriate Yoga Excercises.
    Biggest plus point of Allopathy is that they have clearly defined idea about side effects of medicines and possible or absence of cure of diseases. Whereas Ayurvedic, Homeopathic or any other alternative therapy practioner many times claim that they have cure for any existing diseases on earth. Certainly that is mistake of relevant practioner and not of therapy.
    Ideally there should be therapy which includes all good aspects of all available therapies, for the benefit of mankind.

  31. I am reading your article on daily basis sir
    Big fan of you.
    Keep writing and stay blessed.
    God nless you

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here