મોરારિબાપુ, કિન્નર સમાજ અને ચાર વત્તા ચાર વત્તા એક મુદ્દાઓ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: બુધવાર, 3 જૂન 2020)

‘માનસ : કિન્નર’ રામકથા દરમ્યાન પૂજ્ય મોરારિબાપુએ જે નવ મુદ્દા કહ્યા તે કિન્નર સમાજને મુખ્ય ધારામાં લાવવા માટેનાં નવ પગથિયાં છે. આમાંથી ૪ મુદ્દાને આપણે અમલમાં મૂકવાના છે, ૪ કિન્નર સમાજે અને જે બાકીનો એક મુદ્દો છે, અતિ મહત્ત્વનો મુદ્દો – તે કોના માટે છે એની માહિતી આ લેખના અંતમાં આવશે. 

આપણા માટેના ૪ મુદ્દા. 

૧ સામાજિક: કિન્નરોનો મુખ્ય ધારામાં સમાવેશ થાય એ માટે સમાજે એમના માટેની દૃષ્ટિ બદલીને એમને બે હાથ ફેલાવીને આવકારવા જોઇશે. કિન્નરો પ્રત્યેના અત્યાર સુધીના આપણા વર્તનના પશ્ચાતાપરૂપે હવે આપણે એમના માટે સહદયતા દાખવતા થઇએ. ભગવાનની, પરમાત્માની અવ્યવસ્થાને કારણે એમને તન પુરુષનું અને મન સ્ત્રીનું મળ્યું છે ને એમાં એમનો કોઇ વાંક નથી. આ દુનિયામાં સૌથી મોટું તપ જો કોઇ હોય તો તે છે બીજાનાં અપમાનો સહન કરીને જીવવાનું તપ. કિન્નરો સદીઓથી આ તપ કરતા આવ્યા છે. સમાજે — આપણે સૌએ હવે એમને આપણા જેવા જ, સ્ત્રી અને પુરુષો જેવા જ, મનુષ્ય ગણીને એમની સાથે એ જ રીતે વ્યવહાર કરતાં શીખવું જોઇએ. 

૨. રાજકીય: આપણા સમાજે એમને રાજકારણીઓ દ્વારા જે કંઇ લાભ આપી શકાય તે અપાવવા જોઇએ. લોકસભામાં એમનું પ્રતિનિધિત્વ અત્યારના તબક્કે કદાચ કઠિન લાગે તો શરૂઆત એમને રાજ્યસભામાં નૉમિનેટ કરીને જરૂર થઇ શકે. એમના સમાજનો અવાજ સમગ્ર દેશ સુધી પહોંચે એ જરૂરી છે. રાજકીય સ્તરે શાસક પક્ષ કે સરકાર દ્વારા એમના માટે વિવિધ ક્ષેત્રે અને વિવિધ સ્તરે અનામતની જોગવાઇ કરી શકે. અભ્યાસ તેમ જ નોકરી માટેની તકો એમના માટે ખુલે. એમનાં શિક્ષણ તેમ જ તાલીમ માટેની વ્યવસ્થાઓ ગોઠવાય. એમના જીવનનું આર્થિક પાસું સુધરે એ માટેની વિવિધ યોજનાઓ સરકાર વિચારી શકે. 

૩. પારિવારિક: જે કુટુંબમાં કુદરતની અવ્યવસ્થાનો ભોગ બનેલા આવા સંતાનનો જન્મ થાય એને તરછોડી દેવાને બદલે કુટુંબમાં જ એનો ઊછેર કરવામાં આવે, એને અન્ય સંતાનો જેટલું વાત્સલ્ય મળે, શિક્ષણ તથા સંસ્કાર મળે અને એ સંતાન મુખ્ય ધારાથી દૂર ફંટાઇ ન જાય તેવી માનસિકતા દ્વારા એનો ઊછેર થાય. 

૪. ધાર્મિક: ધર્મક્ષેત્રની વ્યક્તિઓએ પણ કિન્નર સમાજથી આભડછેટ રાખવાને બદલે મુખ્ય ધારાનાં સ્ત્રી-પુરુષો સાથે જેવો વ્યવહાર રાખવામાં આવે છે તેવા નિ:સંકોચ અભિગમ સાથે એમને નજીક રાખવા જોઇએ. 

સ્વીકારની સાથે આવે છે જવાબદારી. જેમનો સ્વીકાર થતો હોય એમણે સમજવું જોઇએ કે સ્વીકૃતિ મળવાની શરૂઆત થાય છે ત્યારે એની સાથે પોતાની જવાબદારી પણ વધતી જાય છે. બાપુએ પોતાના બાળપણનો દાખલો આપ્યો. નિષ્ફિકરાઇના એ દિવસો હતા. કલાકના દરે ભાડેથી સાઇકલ લઇને ફરતી વખતે પડતા આખડતા, ચેઇન ઊતરી જતી તો ચડાવતા. જવાબદારીમુક્ત ભ્રમણના એ દિવસો હતા. કથાકાર બન્યા પછી જવાબદારી વધતી ગઇ. સમાજમાં સ્વીકૃતિ મળ્યા પછી, બાપુ તરીકે સૌનાં હૃદયમાં વસી ગયા પછી જવાબદારી ઔર વધી ગઇ.

સમાજની મુખ્ય ધારાના દરવાજા ખુલ્લા થઇ ગયા પછી એમાં પ્રવેશતી વખતે કિન્નર સમાજની ૪ જવાબદારીઓ રહે છે:

૧. શિક્ષણ: કિન્નર સમાજના દરેક સભ્ય માટે શિક્ષણ અનિવાર્ય હોવું જોઇએ. શિક્ષણ વિના વ્યવસાયની તકો ખૂલવાની નથી અને આજીવિકાનાં પરંપરાગત સાધનો જો છોડવામાં નહીં આવે તો સમાજની મુખ્ય ધારામાં પ્રવેશ નહીં મળે. સાથોસાથ કિન્નરનો વેશ કાઢીને પ્રપંચ કરનારાઓને કિન્નર સમાજે જ પોતાનામાંથી દૂર કરવા જોઇએ. 

૨. જીદ: જ્યાં સુધી આજીવિકાનાં નવાં સાધનો ઊભાં ન થાય ત્યાં સુધી જે કોઇ શુભ પ્રસંગે આશીર્વાદ આપવા જવાનું થાય ત્યાં યજમાનના આર્થિક ગજા મુજબની દક્ષિણા સ્વીકારી લેવી જોઇએ. કિન્નરના આશીર્વાદ અમૂલ્ય છે, આશીર્વાદની કોઇ કિંમત ન હોય. સામેવાળાની ક્ષમતા મુજબ જે પ્રાપ્તિ થાય તેમાં સંતોષ માનીને જીદ છોડી દેવાની. બાપુએ છાતી ઠોકીને કહ્યું : ‘અને તમે જો કોઇ જગ્યાએથી બે હજાર રૂપિયાની આશા રાખતા હો પણ હજાર જ મળે તો ડાયરીમાં નોંધી લેજો. બાકીની રકમ તલગાજરડા આવો ત્યારે લેતા જજો.’

૩. કલા: કિન્નરોના જિન્સમાં કળાવિદ્યા છે. નૃત્ય અને સંગીત એમની સાથે અવિભાજિત રીતે જોડાઇ ગયેલાં છે. તેનો વિકાસ કરો. વધુ તાલીમ લો અને હજુ વધુ પારંગત બની સમાજના સૌ કોઇને એનો લાભ આપો. ‘ કેટલાક સાઉથ એશિયન દેશોમાં કિન્નરો ફેમસ સ્ટૅન્ડ અપ કૉમેડિયનો હોય છે’

૪. એકતા: દરેક સમાજમાં હોય છે એમ કિન્નર સમાજમાં પણ અનેક તડાં છે, જૂથ છે જે પરસ્પરની અદેખાઇ કરતાં રહે છે, અજુગતી સ્પર્ધા કરતાં રહે છે. દરેક સમાજના વિકાસ માટે જેમ સંગઠન અને સહકાર જરૂરી છે એમ કિન્નર સમાજના વિવિધ ગ્રુપ્સ વચ્ચે પણ સમતા હોય તે જરૂરી છે. તો જ એમનો અવાજ મુખ્ય ધારાના સમાજના દરેકે દરેક ખૂણા સુધી પહોંચાડી શકાશે. ઊંચનીચના ભેદભાવો મિટાવીને સમતા સ્થપાશે તો જ એકતા સર્જાશે. 

બેઉ પક્ષના આ ચાર-ચાર મુદ્દાઓ ગણાવ્યા બાદ બાપુએ કહ્યું, ‘એક જે મુદ્દો બાકી રહ્યો છે તે મારા માટેનો છે. હું આ બેઉ વચ્ચેનો સેતુબંધ છું.’

આ મુદ્દા વિશે વધુ વિસ્તારથી કહેવામાં બાપુને પોતાનું સૌજન્ય, પોતાની વિનમ્રતા આડી આવી હશે. પણ હકીકત એ છે કે આ નવમો મુદ્દો સૌથી અગત્યનો છે. બાપુએ ‘માનસ: કિન્નર’ દ્વારા સેતુબંધ બનીને કિન્નરોને સમાજની મુખ્ય ધારામાં સ્વીકૃતિ મળે એની પહેલ ન કરી હોત તો આ કામ કંઇ સરકારી કાયદાઓથી કે કોર્ટના ચુકાદાઓથી થઇ શકવાનું નહોતું. હૃદયનો સ્વીકાર કોઇના દબાણથી કે કોઇના હુકમથી નથી સર્જાતો. નવ દિવસ દરમ્યાન બાપુએ એક પછી એક શાસ્ત્રોક્ત પ્રમાણો ટાંકીને અને પોતાની મૌલિક, તલગાજરડી પ્રયોગશાળામાંથી પ્રગટેલી, સમજણ દ્વારા બેઉ સમાજો સુધી જે જે વાતો પહોંચાડી તેની ફલશ્રુતિરૂપે આ બાબતમાં મારા જેવાના દિમાગનાં બંધ દ્વાર તો ખૂલ્યાં જ સાથોસાથ ખુદ કિન્નરોને ખ્યાલ આવ્યો હોવો જોઇએ કે કઇ ભવ્ય પરંપરાના તેઓ વારસદાર છે. એમને નિ:સંદેહ પોતાની જાત માટે ગજબનું ગૌરવ થયું હશે આ રામકથા સાંભળતાં સાંભળતાં.

ન્યુઝપ્રેમીને સપોર્ટ કરવા આ લિન્ક પર જાઓ  

કિન્નરોને સમાજની મુખ્ય ધારામાં પ્રવેશ મળવાની શરૂઆત દુનિયાના કેટલાક દેશોમાં થઇ ચૂકી છે. કેટલાક દક્ષિણ એશિયાઇ દેશોમાં તેઓ અન્ય કોઇ પણ સ્ત્રી-પુરુષ કરતાં હોય એવા ધંધા-વ્યવસાય-નોકરી કરી રહ્યાં છે. કેટલાક દેશોની સરકારોએ પણ શાસકીય સ્તરે એમના ઉત્થાન તથા સામાજિક સ્વીકાર માટે યોજનાઓ બનાવેલી છે. ભારતમાં આજે નહીં ને આવતી કાલે, જ્યારે પણ એવું થશે, ત્યારે એના પાયામાં મુંબઈ-થાણેમાં સાકાર થયેલી રામકથા ‘માનસ : કિન્નર’ હોવાની. 

પૂજ્ય મોરારિબાપુ આવું કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે તેઓ માને છે કે પોતે ઉપદેશક નથી, સુધારક નથી પણ સ્વીકારક છે. જે કોઇ પણ વ્યક્તિ જેવી હોય તેવી, એને સ્વીકારી લેવાની. આ ‘સ્વીકાર’ વિશેના બાપુના વિચાર પર લંબાણથી વાત કરવાની ચટપટી ઘણા દિવસોથી મેં રોકી રાખી છે. આવતી કાલે મારી આ ઇચ્છાનો મોક્ષ કરીએ. 

આજનો વિચાર

રામકથાનું કામ વચનાત્મક નહીં રચનાત્મક હોવું જોઇએ. 

– પૂ.મોરારિબાપુ (‘માનસ: કિન્નર’માં)

•••   •••   •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

તમે જાણો છો કે ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ  જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

‘ન્યુઝપ્રેમી’ દરેક બાબતમાં સંપૂર્ણપણે સ્વતંત્ર છે. ‘ન્યુઝપ્રેમી’ રાષ્ટ્રમાં અને સમાજમાં ભાગલા પડાવતી પ્રત્યેક તોફાની હિલચાલનો બુલંદ અવાજે વિરોધ કરતું રહ્યું છે. ‘ન્યુઝપ્રેમી’ સસ્તી લોકપ્રિયતા મેળવવા પ્રવાહ સાથે તણાઈ જતું નથી. ‘ન્યુઝપ્રેમી’ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પવન પ્રમાણે સઢ ફેરવીને વાચકોને ગુમરાહ કરતું નથી. ‘ન્યુઝપ્રેમી’ અમુક વર્ગનો રોષ વહોરીને પણ સમાજ માટે, રાષ્ટ્ર માટે જે સાચું છે અને સારું છે એનો પક્ષ લઈને પોતાનો ધર્મ— પોતાની ફરજ બજાવવામાં માને છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટ વિના ટકી શકવાનું નથી, વધુ વાચકો સુધી પહોંચી શકવાનું નથી, સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકવાનું નથી. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક  સહયોગ અનિવાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ના અસ્તિત્વ માટે અને ફેલાવા માટે નિર્ણાયક પુરવાર  થવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે. દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે. ‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે અન્ય માર્ગે રકમ મોકલીને સ્ક્રીન શોટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો. એક જ મિનિટનું કામ છે.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

4 COMMENTS

  1. मारे मारा डेबीट कार्डद्वारा न्युज़ प्रेमीने पेमेन्ट करवुं छे. तेनी लींक मने मोकलशो मारा इ-मेल एड्ड्रेस उपर

    smdave1940@yahoo.com

    • We are in the process of making this facility available through a reliable payment gateway. Meanwhile, you can use bank transfers or still better Google pay for the purpose. Thanks.

  2. “SAURABH” SHABD MAJ KHUSBU SAMAYELI CHHE…

    Mara ashirwad chhe. apne ane mane pan sahyog karvani ichha che…

  3. ખૂબ સરસ માહિતી.
    આપણે ત્યાં દરેક પ્રસંગ ને એવી રીતે રજૂ કરવામાં આવે છે કે જે તે મહાનુભાવ નું સંપૂર્ણ જીવનભર આજ પ્રમાણભૂત રીતે વર્તન હશે.કોઈપણ એક નાનું સદભાવના યુક્ત કાર્ય સરાહનીય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here