છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે એક નાનકડી વાત : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : મંગળવાર, ૨૬ જાન્યુઆરી ૨૦૨૧)

૧૯૪૭માં આઝાદી મળી અને ૧૯૫૦માં દેશ પ્રજાસત્તાક બન્યો. આઝાદી મળ્યા પછી આ દેશમાં સરમુખત્યારી આવી શકી હોત, લશ્કરશાહી આવી શકી હોત કે પછી સંપૂર્ણપણે સામ્યવાદી સરકાર પણ આવી શકી હોત. એને બદલે બે વર્ષ કરતાં વધુ સમય આપણે ભારતનું બંધારણ ઘડવામાં લીધો. દેશવિદેશના બંધારણોનો અભ્યાસ કર્યો. ભારતના ટોચના બૌદ્ધિકોએ આ પ્રક્રિયામાં ભાગ લીધો. ભારતનું બંધારણ આજની તારીખે કેટલીક ખામીઓવાળું તમને લાગે પણ જે સમયે એ ઘડાયું, જે કાળ માટે એ સર્જાયું તે માટે એ શ્રેષ્ઠ હતું. આપણને મળેલી આઝાદીનો શ્રેષ્ઠ ઉપયોગ આપણે આ બંધારણ દ્વારા કરી શક્યા. પ્રેક્ટિક્લ લેવલ પર કૉંગ્રેસી નેતાઓએ ગાંધીવાદના નામે જે રીતે દેશને ચૂંથી નાખ્યો એ એક અલગ વાત છે. એમાં બંધારણનો કે એના ઘડવૈયાઓનો કોઈ વાંક નથી. મુદ્દો એ છે કે આઝાદી માત્ર પૂરતી નથી, એ આઝાદીને મુઠ્ઠીભર લોકોના ઉપયોગ માટે ન રાખતાં એને સમગ્ર પ્રજા સુધી લઈ જવામાં આવે તો જ એ આઝાદી સાર્થક થાય. છવ્વીસમી જાન્યુઆરીનું આ મહત્ત્વ.

પર્સનલ લાઈફમાં તમારો દીકરો આઝાદી માગે: મારે બાપા સાથે ધંધો નથી કરવો, એ મને મારી રીતે બિઝનેસ ચલાવવા નથી દેતા કે પછી તમારી પત્ની આઝાદી માગે કે પછી તમારો એમ્પ્લોઈ પોતાની રીતે પ્રોજેક્ટ પૂરો કરવાની આઝાદી માગે ત્યારે એ લોકોએ સમજવું જોઈએ કે તમે એમને આઝાદી આપી દીધી, એમની રીતે કામ કરવાની કે એમના વિચારો મુજબ વર્તવાની, એ પછી તેઓ એ આઝાદીનો ઉપયોગ કરીને શું કરે છે તે મહત્ત્વનું છે. માત્ર સ્વતંત્રતા અગત્યની નથી, એ સ્વાતંત્ર્યનો ઉપયોગ શું થાય છે તેનું મહત્ત્વ છે.

કેટલીક વાર સ્વતંત્રતા સ્વચ્છંદ બનવા માટે મેળવવામાં આવતી હોય છે. જેઓ સ્વતંત્ર બનીને પોતાની જવાબદારી હવે વધી છે એવા અહેસાસ સાથે, છાકટા બની જવાને બદલે, લાઈફને સિરિયસલી લેતા થઈ જાય છે તેઓ જ આસમાનને છુઈ શકે છે. બાકીનાઓ માટે ખુલ્લા ગગનને બદલે પિંજરાની બંધિયાર સલામતી આશીર્વાદરૂપ હતી એવું પુરવાર થાય છે.

પ્રજાસત્તાક દિન નિમિત્તે આટલું પર્સનલ ચિંતન બસ છે.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

2 COMMENTS

  1. સર , નાની પણ બહુ અગત્યની વાત કરી છે તમે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here