સ્ટ્રગલ, સફળતા અને તમે : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 7 જુલાઈ 2024)

સ્ટ્રગલ એટલે ‘મધર ઈન્ડિયા’ની નરગિસની જેમ બળદની જગ્યાએ પોતે જોતરાઈને બે નાના દીકરાઓની મદદથી હળ ચલાવતી પરસેવે રેબઝેબ એવી મા એવું આપણે માની લીધું છે. સ્ટ્રગલની વાત આવે ત્યારે આ જ વિઝ્યુઅલ આંખ સામે આવે અને કાનમાં સંભળાય : દુનિયા મેં હમ આયે હૈ તો જિના હી પડેગા, જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા…

અને સફળતા એટલે? એ જ ફિલ્મ પાછી યાદ આવે : દુઃખ ભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે…

આ બેઉ કન્સેપ્ટ્સ બકવાસ છે. સ્ટ્રગલ અને સફળતા વિશેની ઘણી ગેરમાન્યતાઓ જે આપણા મનમાં ઘૂસી ગઈ છે (અથવા તો ઘૂસાડવામાં આવી છે) તેને ખંખેરી નાખવાનો વખત હવે આવી ગયો છે. સ્ટ્રગલ એટલે શું નહીં એ પહેલાં તો સમજી લઈએ.

જિંદગીની એટલે કે કરિયરની શરૂઆતમાં જે કામ કરવું છે તે કરવા ન મળે અને જે મળી જાય તે કામ કરવું પડે એને સ્ટ્રગલ ન કહેવાય. એ તો અપોર્ચ્યુનિટી છે, ટકી રહેવાની તક છે. લક્ષ્ય સુધી પહોંચવા માટેના રસ્તા પર ચાલતા કે દોડતા ન થઈ જઈએ ત્યાં સુધીની વૉર્મઅપ એક્સરસાઈઝ છે. આવા દિવસોને તમે સફળ થઈ ગયા પછી ભલે સ્ટ્રગલમાં ખપાવીને તમારા માટેની ગ્લોરી ઊભી કરો, પણ જ્યારે એ દિવસોમાંથી પસાર થતા હો ત્યારે ટ્રાયલ ઍન્ડ એરર કરવાની ભગવાને તક આપી છે એ રીતે એને માણવાના હોય. આ એ દિવસો હોય છે જ્યારે તમે ગમે એટલી ભૂલો કરો, તમારે એનાં ગંભીર પરિણામો ભોગવવાનાં નથી હોતાં. આ એ દિવસો છે જ્યારે તમે કોઈપણ કામ માટેની છેવટની જવાબદારી નિભાવતા નથી હોતા – ધ બક સ્ટૉપ્સ હિયર એવું નથી હોતું, અને એટલે જ તમારી પાસે સમયનો અને એનર્જીનો મોટો સ્ટૉક ફાજલ પડેલો હોય છે. આ સ્ટૉકનો ઉપયોગ તમે આવનારા દિવસોની તૈયારી માટે કરી શકો છો. નવું શીખવા માટે, નવું જાણવા માટે.

બીજી વાત, આ શરૂઆતના ગાળાનો ઔર એક ફાયદો એ કે તમારા બૉસ, તમારા ક્લીગ્સ અને તમારા મિત્રો તમને મોઢે કહી દેતા હોય છે કે તમે ક્યાં ભૂલ કરી રહ્યા છો, તમે ક્યાં ખોટા છો. સફળ થઈ ગયા પછી આવી લકઝરી નથી મળતી. સફળ થયા પછી તમારે આ સગવડ મેળવવા કન્સલ્ટન્ટ્સ રોકીને એમને મોંઘી ફીઝ આપવી પડતી હોય છે, જેથી તેઓ તમને તમારી ભૂલો કહે, તમારા પ્લાનિંગની ખામીઓ કહે. સફળ થઈ ગયા પછી સૌ કોઈ તમને વહાલા થવાના પ્રયત્નોમાં રહે છે, દરેકને ડર હોય છે કે સિંહને કોણ કહે કે તારે બ્રશ કરવાની જરૂર છે. મફતમાં મળી જતી આવી સલાહોમાંથી શીખવાનું હોય – ટીકાકારોને દુશ્મન ન માનવાના હોય. કોઈનો ઈન્ટેન્શન ખોટો હોય તો ભલે હોય, પણ એની ટીકામાંથી તમને શીખવા તો મળે છે ને, એમની સાથે દુશ્મનાવટ કરવામાં વખત નહીં બગાડવાનો.

ત્રીજી વાત. આ સમયગાળામાં કામકાજના ક્ષેત્રમાં જેટલી વધારે જવાબદારી લઈ શકાય એટલી લઈ લેવાની પણ અંગત કે કૌટુંબિક જીવનમાં બને એટલી જવાબદારીઓ ઓછી રાખવાની, નવી તો ઊભી જ નહીં કરવાની. યુ નો વૉટ આય મીન. લગન-બગન નહીં કરવાનાં અને કોઈને પરમેનન્ટ ફ્રેન્ડ માનીને એનામાં પણ લાગણીનું ઈન્વેસ્ટમેન્ટ નહીં કરવાનું. કારણ કે લાગણીની સાથોસાથ પછી ટાઈમનું પણ રોકાણ કરવું પડશે અને કદાચ નાની-મોટી વાતે પૈસાનું પણ.

એને બદલે કામકાજના ક્ષેત્રમાં સામે ચાલીને જવાબદારીઓ વધારી દેવાની. આ ગાળામાં કોઈ સિનિયરો તમને મોટાં ડિસિઝન લેવાં પડે એવી જવાબદારી સોંપવાના નથી પણ એમણે લેવાનાં હોય એવાં ડિસિઝન માટે જે લેગવર્ક કરવું પડે એ કામ તમને સોંપશે. આવાં કામ લોઅર લેવલનાં છે તો હું શું કામ કરું એવી માનસિકતા રાખ્યા વિના હોંશથી ગદ્ધામજૂરી કરવાની. મને એક્સપ્લોઈટ કરવામાં આવે છે કે મારો ગેરલાભ ઉઠાવવામાં આવે છે એવી માનસિકતાથી દૂર રહેવાનું.
આ ત્રણેય વાતો હું મારા અનુભવ પરથી કહી રહ્યો છું.

સ્ટ્રગલની એક ઔર ખાસિયત એ કે તમને જેવું લાગે કે ચાલો, આ સ્ટ્રગલ પૂરી થઈ ગઈ કે તરત બીજી આવીને ઊભી રહે. ગયા મહિને ભાડું ભરવાના પૈસા નહોતા. ભાડું ભરાઈ ગયા પછી આ મહિને દોસ્તારો સાથે પાર્ટી કરવાના પૈસા નથી. એ પૈસા આવી જશે પછી નવી બુક્સ ખરીદવાના પૈસા નહીં હોય. એ ખરીદાઈ જશે પછી…

… આનો કોઈ અંત જ નથી આવવાનો. નોકરીમાં એક જગ્યાએ બૉસની કનડગત હતી. એ નોકરી છોડીને બીજી પકડી તો ત્યાં કલીગ્સ નકામા નીકળ્યા. ધંધો શરૂ કર્યો તો સારા માણસો મળ્યા નહીં. માણસો મળ્યા તો ફાઈનાન્સના લોચા થયા. પર્સનલ ફ્રન્ટ પર મા-બાપ સાથે બનતું નહોતું. ત્યાં રિપેરિંગ થયું તો લાઈફ પાર્ટનર સાથે વાંધાવચકા થયા. એ સેટલ કર્યું તો સંતાનો સાથે ડિફરન્સીસ થવા લાગ્યા. અને બધી જ ફ્રન્ટ પર ઓકી-ડોકી હતું ત્યારે ડૉક્ટરે કહ્યું કે, ડાયાબિટીસ છે કે બીપીનો પ્રૉબ્લેમ છે કે હાર્ટ બરાબર કામ નથી કરતું કે પછી કિડનીમાં કંઈક ગરબડ છે. સારવાર શરૂ કરી અને કંઈક ઠીક થયું તો ઘુંટણના પ્રૉબ્લેમ શરૂ થયા. જીવનમાં ચારેકોરથી સુખ જ સુખ છે એવું લાગવા માંડે ત્યાં જ નજીકનું સ્વજન તમારી જિંદગીમાંથી જતું રહે અને ભલું પૂછો તો દુનિયા છોડીને જ જતું રહે અને બધું જ હોવા છતાં લાઈફમાં શૂન્યાવકાશ વ્યાપી જાય.

સ્ટ્રગલને જો સ્ટ્રગલરૂપે જોઈશું તો જીવનમાં છેવટ સુધી સંઘર્ષ કરીએ છીએ એવું લાગશે. પણ આ જ સ્ટ્રગલને સ્ટ્રગલ ગણવાને બદલે જિંદગીમાં આગળ વધવાના સ્પ્રિંગ બોર્ડ તરીકે ગણીએ છીએ ત્યારે નવા નવા રસ્તા ખુલતા જાય છે.

પૂરી સમજણ ઊગી નથી હોતી ત્યાં સુધી આપણે હંમેશાં એવું માનતા હોઈએ છીએ કે બસ, આ એક તકલીફ દૂર થઈ જાય પછી બધું સમુંસૂતરું થઈ જશે અને ત્યારે આપણે જિંદગીમાં જે કરવું છે એ માટેની અનુકૂળતા પ્રાપ્ત થશે. આ બાબતે આપણે ઈનવેરિયેબલી ખોટા પુરવાર થતા હોઈએ છીએ. એક તકલીફનો અંત આવ્યા પછી બીજી કોઈ મુસીબત બારણે ટકોરા મારતી ઊભી જ હોય છે. જિંદગીમાં પરફેક્ટ સિચ્યુએશનની રાહ જોતાં બેસી રહીશું તો આપણા બેસણાનો સમય ક્યારે આવી જશે એની ખબર સુદ્ધાં નહીં પડે. બહુ માર ખાઈને શીખ્યો છું, પણ પાકેપાયે શીખી ગયો છું કે જિંદગીમાં જે કંઈ કરવું છે તે કરવાનો સમય આ જ છે, અત્યારે જ. આવતી કાલ પણ નહીં. કારણ કે એવી આવતી કાલો ક્યારેય આવવાની નથી જ્યારે તમારા માટે બધી રીતે આદર્શ પરિસ્થિતિ સર્જાયેલી હોય.

બીજું હું એ શીખ્યો – સ્ટ્રગલના ગાળામાં અને સક્સેસના ગાળામાં પણ – કે તમે કોઈ પણ કામ હાથમાં લો છો ત્યારે વિઘ્નો આવતાં જ હોય છે. ક્યાંક કશું અણધાર્યું બને અને તમારે અટકી જવું પડે. તમે પ્લાનિંગ કરેલું એ રીતે કશુંક બન્યું નહીં અને તમને લાગે કે આ કામમાં આગળ જતાં તો આવાં બીજાં કેટલા વિઘ્નો આવશે. કામ છોડી દઈએ. આ રીતે ઘણાં સારાં સારાં કામ શરૂ કરીને આપણે અધવચ્ચે જ છોડી દેતાં હોઈએ છીએ અને પછી આપણા સર્કલમાં ‘આરંભે શૂરા’ તરીકે વગોવાઈ જતા હોઈએ છીએ.

બહુ જાણીતી એક વાત છે. પાંચ પાંચ ફીટના દસ કૂવા ખોદશો તો ક્યારેય તેલ એટલે કે, ક્રુડ ઓઈલ મળવાનું નથી. એ જો મળવાનું હશે તો પચાસ ફીટનો એક ખાડો ખોદશો તો કદાચ મળે તો મળે- બાકી પાંચ-પાંચ ફીટના ખાડામાંથી તો કદી મળવાનું નથી.

પાન બનારસવાલા

સક્સેસ નામની વાનગીનો રિયલ સ્વાદ એમાં ફેઈલ્યોરનો મસાલો પડ્યો હોય તો જ આવે છે.

ટ્રુમૅન કપોટી
(અમેરિકન નવલકથાકાર)

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. જીંદગી હર કદમ એક નઈ જંગ હૈ……જીત જાએગે હમ. (સૌરભભાઈ ના ફેવરેટ અદાકારનુ એક ગીત)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here