મોદી પી.એમ. બનવા જોઈએ? ‘હા’. બનશે? ‘ના’ : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : મંગળવાર, 9 જૂન 2020)

(આ લેખ 2013ની સાલના સપ્ટેમ્બર મહિનામાં લખ્યો ત્યારે મારા જેવા, બહુ જૂના અને પહેલેથી જ મોદીના સમર્થક રહેલાઓનું પણ આવું માનવું હતું. આ વાતનો રેકૉર્ડ રહે એ માટે આ લેખ આજે ફરી તમારી સમક્ષ રજૂ કરું છું. જો ‘મોદીભક્તો’ તે વખતે આવું વિચારતા હોય તો મોદીદ્વેષીઓએ તો એ જમાનામાં શુંનું શું વિચાર્યું હશે, અત્યારે પણ તેઓ શું વિચારતા હશે. આ લેખ પરથી હું એટલું શીખવા પામ્યો કે બીજા લોકોને તમારી ક્ષમતામાં, તમારા નિર્ધારમાં શ્રદ્ધા હોય કે ન હોય, જો તમે તમારા જીવનકર્મને ઓળખી શક્યા હો અને લક્ષ્ય સુધી પહોંચવાનો તમારો દૃઢ સંકલ્પ હોય તો તમારો પુરુષાર્થ તમને ત્યાં સુધી લઈ જ જશે, સંજોગો ગમે એટલા વિકટ હશે તો પણ પરિસ્થિતિ તમને અનુકૂળ હોય તેવી થઈ જ જશે. )

ભેંસ હજુ ભાગોળે છે અને કોંગ્રેસના પેટમાં તેલ રેડાય છે. રાતોરાત મનમોહનસિંહ રાહુલને નેક્સ્ટ પી.એમ. ઉમેદવાર જાહેર કરીન પોતાને બેકગ્રાઉન્ડમાં ધકેલી દે છે. “2014ની ચૂંટણી પછી હું રાહુલ ગાંધીના હાથ નીચે કામ કરવા તૈયાર છું,” મનમોહનસિંહ બપોરે કહે છે. સાંજે મોદી છત્તીસગઢની જાહેરસભામાં કટ મારીને કહે છેઃ “છેલ્લાં નવ વર્ષથી મનમોહનસિંહ એ જ તો કરતા આવ્યા છે.”

ડૂબતી કે અલમોસ્ટ ડૂબી ગયેલી ભાજપે રોજ ભગવાન રામ પાસે ‘ઓ પાલનહારે! નિર્ગુણ ઔર ન્યારે, તુમરે બિન હમરા કોનો નાહી’ ગાઈને પ્રાર્થના કરવી પડે છે કે નરેન્દ્ર મોદીને 2014માં વડાપ્રધાન બનાવશો તો જ અમે ટકી શકીશું. છેલ્લાં નવ વર્ષથી કોંગ્રેસીઓ એક પછી એક કૌભાંડો કરવામાં વ્યસ્ત છે અને ભાજપીઓ અંદરોઅંદર લડવામાંથી ઊંચા નથી આવતા.

મોદીને ભાવિ પી.એમ. તરીકે પ્રોજેક્ટ કરવામાં ભાજપનો ફાયદો છે, મોદીનું નુકસાન છે. મોદીનું નામ વાપરીને ભાજપ લોકસભામાં દસ-વીસ બેઠકો વધારે લઈ શકે, પણ ભાજપને કે એનડીએના સાથી પક્ષોને 2014માં મોદી એટલી બેઠકો નહીં અપાવી શકે જેટલી સત્તા પર બેસવા માટે જોઈએ.

મોદીને ભાવિ પી.એમ. તરીકે પ્રોજેક્ટ કરવામાં ભાજપનો ફાયદો છે, મોદીનું નુકસાન છે. મોદીનું નામ વાપરીને ભાજપ લોકસભામાં દસ-વીસ બેઠકો વધારે લઈ શકે, પણ ભાજપને કે એનડીએના સાથી પક્ષોને 2014માં મોદી એટલી બેઠકો નહીં અપાવી શકે જેટલી સત્તા પર બેસવા માટે જોઈએ.

એન.ડી.એ.ના સાથી પક્ષોના નેતાઓમાં બિહારના સી.એમ. નીતિશકુમાર જેવાઓ છે જેઓ ચૂંટણીમાં પ્રચાર માટે મોદીને પોતાના ક્ષેત્રમાં પગ મૂકવા દેવાય તૈયાર નથી. ગુજરાત સિવાયનાં ભાજપી રાજ્યોનો કારભાર કોંગ્રેસી રાજ્યો કરતાં સહેજ પણ ઊજળો નથી. ભારતમાં અમેરિકા જેવી પ્રમુખપદ્ધતિ- પ્રેસિડેન્શ્યલ સિસ્ટમ હોત તો 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી કોઈની પણ સામે જીતી જાય એમાં શંકા નથી, પણ કમનસીબે ભારતમાં એવી પ્રમુખપદ્ધતિ નથી, પણ બ્રિટન જેવી પાર્લમેન્ટરી સિસ્ટમ છે. બૌદ્ધિકો વર્ષોથી ચર્ચા કરે છે કે બંધારણમાં સુધારા કરી પ્રેસિડેન્શ્યલ સિસ્ટમ લાવવી જોઇએ. ખરી લોકશાહી એ પદ્ધતિમાં જ છે, પણ બ્રિટિશ અસર હેઠળ ઘડાયેલા ભારતીય બંધારણમાં ત્યાંની જ દ્વિસ્તરીય સંસદી પ્રથા બેઠી ઉઠાવીને મૂકી દેવાઈ છે. મુશ્કેલીથી હટશે.

છેલ્લાં નવ વર્ષમાં ભાજપે લોકસભામાં વિરોધપક્ષ તરીકે કેટલાં નેત્રદીપક કામ કર્યાં, જેને કારણે દેશના નાગરિકોને વિરોધપક્ષ તરીકે ભાજપ માટે આદર થાય? જે છ વર્ષ ભાજપ અને એન.ડી.એ.ના સાથીઓએ દિલ્હીની સત્તા ભોગવી એ દરમિયાન પણ એમણે શું કર્યું? ભાજપનાં પાપ મોદીને નડવાનાં છે.

2014ની ચૂંટણીની પૂર્વતૈયારીરૂપે કોંગ્રેસે પોતાની કૌભાંડકારની છબી ભૂંસવા હજારો કરોડ રૂપિયા લૂંટાવી દેવાનું નક્કી કર્યું છે. ફૂડ બિલ પછી હવે અઢી કરોડ મોબાઇલ અને લાખો ટેબ્લેટ્સ (એપલના આઇપેડ કે સેમસંગની નોટ જેવી ટેબ્લેટ્સ. એ બ્રાન્ડ્સની નહીં, પણ સસ્તી બ્રાન્ડ્સની) આપવાના છે એ લોકો. 2014ની ચૂંટણી પછી દિલ્હીમાં જે કોઈ સત્તા પર આવશે એણે પહેલાં તો આ ખાલી તિજોરીનું શું કરવું એ વિચારવાનું રહેશે. ગરીબોના મત મેળવવાની ચીપ ટ્રિક્સ કોંગ્રેસને ગળથૂથીમાંથી મળેલી છે. ભાજપ વિરોધપક્ષે રહીને બહુબહુ તો ચૂંટણી ઢંઢેરામાં આવાં પ્રોમિસ આપી શકે અને એક પ્રોમિસ રિપીટ કરી શકે – અયોધ્યામાં રામમંદિર બંધાવી આપવાનું.

મતદારોને, હિંદુ મતદારોને પણ હવે અયોધ્યાના રામમંદિરના ઇશ્યૂમાં કોઈ રસ રહ્યો નથી. કોંગ્રેસની મુસ્લિમોને ગલગલિયાં કરીને ખુશ રાખવાની નીતિને ભાજપ રોકી શક્યું હોત તોય ઘણું, પણ છેલ્લાં નવ વર્ષમાં મતદારોએ જોઈ લીધું કે ભાજપ કોંગ્રેસની મુસ્લિમતરફી નીતિઓના અમલીકરણનો વિરોધ કરતી વખતે સંસદમાં માત્ર મચ્છી માર્કેટ ઊભું કરી શકે છે. બૌદ્ધિક ચર્ચા દ્વારા જનતામાં જાગૃતિ લાવતાં ભાજપને આવડ્યું જ નથી. કોંગ્રેસને જેમ ગરીબી દૂર કરવાની નારાબાજી ફાવી ગઈ છે, એમ ભાજપને રામમંદિરની નારાબાજી ફાવી ગઈ છે. છેલ્લાં નવ વર્ષમાં ભાજપે હિંદુઓનું જેટલું નુકસાન થવા દીધું છે એટલું નુકસાન ખુદ કોંગ્રેસે પણ પ્લાન નહીં કર્યું હોય. ગુજરાતના એકાઉન્ટર-વીરોના કેસથી માંડીને કાયદાશાસ્ત્રીઓની અપૂરતી મદદને લીધે ખોટી રીતે રમખાણ કેસોમાં સજા પામેલાઓ સુધીના ઘણાબધા કેસમાં ભાજપ તકવાદી પુરવાર થઈ છે એવી છાપ હિંદુ મતદારોના મનમાં પડી છે.

કોંગ્રેસની સ્યુડો સેક્યુલર નીતિઓના સ્ટીમરોલરની સામે ભાજપના માંધાતા ગણાતા રાષ્ટ્રીય તેમ જ પ્રાદેશિક નેતાઓ તદ્દન વામણા પુરવાર થયા.
દિલ્હીના છ વર્ષના રાજનો ભાજપનો હિસાબ આમેય ઊજળો નથી. ‘ફીલ ગુડ’ ફેક્ટર માત્ર ફીલગુડ જ હતું, વાસ્તવનું નહોતું. ભાજપના ઉચ્ચ રાજકારણીઓમાં કાબેલ વહીવટકર્તા અડધો ડઝનથી વધારે નથી અને આમાંનો એક પણ નેતા કેન્દ્ર સરકારની રીઢી અને મીંઢી બ્યુરોક્રસીને કાબૂમાં રાખે એવી તાકાત ધરાવતો નથી. કોંગ્રેસ પાસે ભ્રષ્ટ તો ભ્રષ્ટ, પણ વહીવટનો લાંબો અનુભવ છે અને મિલીભગત કરીને પણ બ્યુરોક્રસી પાસેથી કામ લઈ શકે છે.

ભારતમાં અમેરિકા જેવી પ્રમુખપદ્ધતિ- પ્રેસિડેન્શ્યલ સિસ્ટમ હોત તો 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી કોઈની પણ સામે જીતી જાય એમાં શંકા નથી, પણ કમનસીબે ભારતમાં એવી પ્રમુખપદ્ધતિ નથી, પણ બ્રિટન જેવી પાર્લમેન્ટરી સિસ્ટમ છે.

ભાજપ તથા એન.ડી.એ.ના સાથીપક્ષો 2014માં સત્તા પર આવે તો પહેલા વર્ષમાં તો સત્તા જતી રહેશે એવી અસલામતીમાં પોતાનાં ગજવાં ભરવામાં તેઓ સૌ બિઝી થઈ જશે. આવા સાથીઓ અને આવા સાથીપક્ષો શું નરેન્દ્ર મોદીનું ધાર્યું થવા દેશે? મોદી માટે આ દેશની જનતાએ જે સપનાં સેવ્યાં હોય તેની સામે અને મોદીએ આ દેશની જનતાના કલ્યાણ માટે જે સપનાં સેવ્યાં હોય તેની સામે ભાજપમાંથી જ સૌથી મોટો વિરોધ મોદીને નડવાનો, એ પછી દોઢ ડઝન સાથીપક્ષોનો. બે-પાંચ સંસદસભ્ય આપીને કેબિનેટમાં ઘૂસી જનારા ચિરકૂટ પક્ષોને વાજપેયી જેવા ‘સહકારપુરુષ’ કાબૂમાં ન રાખી શક્યા, તો મોદી જેવા ‘તડફડ-પુરુષ’ કેવી રીતે કાબૂમાં લઈ શકવાના?

આજની તારીખે સીનારિયો કંઈક આવો છેઃ

1.2014માં પાતળી બહુમતી તો પાતળી બહુમતીથી પણ કોંગ્રેસ અને યુ.પી.એ.ના સાથી પક્ષો ફરી દિલ્હી કબજે કરશે. રાહુલ ગાંધી જ વડાપ્રધાન બને તે જરૂરી નથી. કોઈ સિનિયર કઠપૂતળીને બેસાડવામાં આવે એવું બને.

2. ભૂલેચૂકે ભાજપ અને સાથીઓએ દિલ્હીની સત્તા મેળવી તો નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદ ન મળે એ માટે અનેક નીતિશકુમારો અને ખુદ ભાજપિયાઓ જીવનમરણનો જંગ ખેલશે. સમાધાનની ફોર્મ્યુલારૂપે અડવાણીને પ્રોજેક્ટ કરવામાં આવશે.

3. આ દેશનું પુણ્ય જો હજુય બાકી હોય તો નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે. વાજપેયીની પહેલી સરકાર 13 દિવસમાં તૂટી ગઈ હતી, મોદીની સરકારને એમના જ સાથી-પક્ષો સાડાબાર દિવસમાં તોડી નાખશે.
આટલી સીધી ગણતરી આપણે કિનારે બેઠાંબેઠાં કરી શકતા હોઇએ તો જેણે મધદરિયે ઝંપલાવ્યું છે તે શું વિચારી નહીં શકતા હોય? અને રાજકીય ગણતરીમાં તો નરેન્દ્ર મોદી ચાણક્યના પણ પિતા છે અને એટલે જ વણઝારાનો દસ પાનાંનો એટમ બોમ્બ ફૂટ્યા પછી તરત જ મોદીએ કહી દીધુઃ 2012માં ગુજરાતની પ્રજાએ મને પાંચ વરસ સુધી કામ કરવાનું કહ્યું છે. હું 2014 સુધી ગુજરાતમાં જ છું.

ન્યુઝપ્રેમીને સપોર્ટ કરવા આ લિન્ક પર જાઓ

નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર બનવા જોઈએ? જરૂર બનવા જોઈએ, પણ ભાજપ કંઈક સારાં કામ કરે, દેશની જનતાનો વિશ્વાસ પુનઃ પ્રાપ્ત કરે અને મતલબી સ્વાર્થી રાજકીય સાથી-પક્ષોની પરવા કર્યા વિના ચોખ્ખી બહુમતીથી રુઆબભેર લોકસભામાં બેસી શકે એટલી સીટો લાવી શકે ત્યારે જ મોદી વડાપ્રધાન બનવા જોઈએ, અન્યથા મોદીને જે અપજશ મળશે એ કારણે લોકોની નજરમાંથી એક વિરાટ નેતા ખોટી રીતે ઊતરી જશે.

2014માં મોદી પી.એમ. બને છે? ના, સ્પષ્ટ ના.

અને 2019માં? ઇન્શાલ્લાહ, જરૂર બનશે.

(આ લેખ સોમવાર, 9 સપ્ટેમ્બર 2013ના રોજ ‘ મુંબઈ સમાચાર ‘માં છપાયો હતો.)

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

3 COMMENTS

  1. 2014 અને 2019 માં મોદી ચુંટણી જીત્યા તેનો 50%શ્રેય મોદી પોતે અને 50% શ્રેય રાહુલ ગાંધી ને આપવું જોઈએ
    સચિન તેંડુલકર ની સામે ગલ્લી નો બોલર બોલિંગ કરતો હોય તો છ એ છ બોલમાં તેંડુલકર સિકસર ફટકારવાનો છે એમાં નવાઈ નથી
    Galli નો બોલર ના નામ આપવાની જરૂર નથી
    સૌરભ ના વાચકો above average છે

    • I think this comparison is not relevant.
      Sonia and gang could defeat Vajpayeeji and came to the power in 2004. Modi became PM not because of other’s weaknesses but due to his own strength.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here