સૌરભ શાહનું નવું, નાનકડું અને સ્ફોટક પુસ્તક

(મંગળવાર, ૭ ફેબ્રુઆરી ૨૦૨૩)

સંનિષ્ઠ અને તટસ્થ પત્રકારત્વ માટે વિશ્વસનીયતા એ પ્રથમ શરત છે. અપ્રમાણિકતાને એક ગુણ તરીકે નવાજવામાં આવે છે તેવા આ સમયમાં આ પ્રકારનું પત્રકારત્વ હજુ સાવ જ મરી નથી પરવાર્યું, પણ એ દુર્લભ જરૂર બનતું જાય છે. એક આદર્શ પત્રકાર માટે સૌથી મોટી એસેટ છે તેની વિશ્વસનીયતા. અનેક પ્રકારના પ્રલોભનો સામે પણ વિશ્વસનીયતા ટકાવી રાખવાનો પડકાર પત્રકાર સામે હંમેશા ઊભો હોય છે. માત્ર શબ્દોની ચાલાક રમત થકી માધ્યમોમાં કોઈ બાબત પર હાઇપ ઊભો કરી શકાય છે, લોકોના અભિપ્રાયો પર અસર કરી શકાય છે, સનસનાટી ફેલાવી શકાય છે, ગેરમાર્ગે દોરતાં મથાળાં બાંધી શકાય છે. પણ, વિશ્વસનીયતાનો ભોગ લેવાય છે.

સિનિયર પત્રકાર, તંત્રી, લેખક સૌરભ શાહ એમના નિર્ભિક અભિપ્રાયો માટે જાણીતા છે. એમના પત્રકાર-જીવનના રોચક કિસ્સાઓ આ પુસ્તકમાં છે. પત્રકાર તરીકેની કારકિર્દીમાં કેવા કેવા પ્રલોભનો એમણે નકાર્યા હતા એની વાતો છે. વિવિધ મીડિયા હાઉસમાં કઈ રીતે ન્યૂઝને મેનેજ કરવામાં આવે છે, કેવાકેવા કાવાદાવા ચાલતા હોય છે એનું હેરતઅંગેઝ બયાન છે. કરન્ટ ટૉપિક્સ, રાજકારણની ઉથલપાથલ, ભારતની વર્તમાન હિલચાલ, પત્રકારત્વ , સમાચાર-માધ્યમોમાં રુચિ ધરાવતા રસિક વાચકો, પત્રકારત્વના નવલોહિયા વિદ્યાર્થીઓ અને સક્રિય પત્રકારો – આ તમામને આકર્ષે એવું રસપ્રદ વાંચન પીરસતું નાનકડું અને સ્ફોટક પુસ્તક.

**

સિનિયર પત્રકાર અલ્કેશ પટેલે પત્રકારત્વ પરના એક પુસ્તક ‘પત્રકારત્વ: વિશ્વસનીયતાનો પડકાર’. આ દળદાર પુસ્તકમાં લોકપ્રિય સર્જક સૌરભ શાહનો સોળ હજાર શબ્દોનો એક લેખ સમાવેશ પામ્યો હતો, જે હવે સ્વતંત્ર પુસ્તકરૂપે પ્રગટ થયો છે.

* * *

ઑનલાઈન ઑર્ડર માટેની લિન્ક : બુકપ્રથા.કોમ

* * *

વૉટ્સએપ પર ઑર્ડર નોંધાવવા :

9033589090 ( બુકપ્રથા)

આપની નકલ આજે જ મગાવી લો.

મિત્રોને ભેટ આપો.

બલ્ક ઑર્ડર આપી સૌને આ અતિ ઉપયોગી અને આજના સમય માટે ઘણું મહત્વનું એવું આ પુસ્તક વંચાવો.

લેખકે અપાર મહેનત કરીને ૧૬,૦૦૦ શબ્દોનું આ લેખનકાર્ય કરીને પોતાનું કર્તવ્ય બજાવ્યું છે, હવે તમારી જવાબદારી છે.

૨૦૨૪ની ચૂંટણીનો પડદો ઊઘડે એ પહેલાંની પૂર્વભૂમિકા પ્રગટ કરતું અને મીડિયાની અંદરની વાતો સમજાવતું આ પુસ્તક વધુમાં વધુ ગુજરાતીઓ સુધી પહોંચે એ જવાબદારી હવે તમારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here