‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

13 COMMENTS

  1. સૌરભભાઈ, પ્રજા મુરખ ને લુચી છે. તેને જાગૃત કરવા સીધું કાંઈ કરી શકાય ? નેતા તો કર શે નહિ ?

  2. બેન્ક ની લિંક અપવામાં આવે તો સહાય મોકલવા માં સુગમતા રહે.
    વિચારી જોજો.?

  3. સાંપ્રત સમય ને ઓળખી સમાજ ને તેના થી જાગ્રત ,સચેત કરતા આપના લેખ,તથા આપની લેખનશૈલી ખરેખર સૌથી અનોખી છે,પોતીકી લાગે છે.આપના વિચારો અને વિશ્લેષણ એકમ સચોટ,નિર્ભીક અને વાસ્તવિક છે.વળી આપણાં સમાજ ને જગાડવા,ઝંઝોળવા,તથા આળસ-તમસ ત્યજી ને પોતાના ભવિષ્ય ની સલામતી ની માત્ર ચિંતા નહીં, પણ ખેવના કરવા,સભાનતા રાખવા, સબળ બનવા માટે પ્રેરીત કરી રહ્યા છો, તે બદલ હદયપૂર્વક અસીમ આભાર અને ધન્યવાદ.

  4. શ્રી માન સૌરભ શાહ,,આપનો આ પ્રયાસ ખુબજ જરૂરી અને આવકાર્ય છે,,, હજુ પણ અનેક હીન્દુઓ ના મગજ માં સેક્યુલારીઝમ નો કીડો સળવળી રહ્યો છે,, કોઇક ને ફ્ક્ત રાજ્કીય લાભ ખાટવા છે,,,તો કોઈક સામ્પ્રત પરીસ્થિતી ઓ વીષે ના અગ્યાન વશ હજુ પણ ઈશ્વર અલ્લા તેરો નામ ના નશા માં ધૂત છે, મને લાગે છે કટ્ટરતા આપણા ડીએનએ માં જ નથી.ખૈર,,,૨૦૧૪ પછી ઘણી બાબતોમાં ફર્ક પડતો દેખાય છે.. આને આપના જેવા લેખકોની હીમ્મત હજી વધુ લોકોની આંખો ખોલવામાં ઉપયોગી સાબિત થશે તેવી આશા છે,,,,,

  5. In short we must declared our state as Hindu state only. And change the name of country as HINDUSTAN.

  6. રાહત ઈન્દરી વિશે આપ શ્રી દ્વારા આજે આવુ જાણવા મળ્યું, ખરેખર આ માણસ આટલો નીચે ઉતરી ગયેલો, તે સહેજે પણ જાણ્યું નોહ્તુ.
    આપણા હિંદુ ધર્મ ને હડધૂત કરનાર ને આજે ન્યુઝ પેપર માં ફોટો સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે જે શરમજનક કહેવાય. આવા ને ખાસડાં નો હાર પહેરાવવો જોઈએ.

    • આપની વાત તદ્દન સાચી છે કારણકે આપણે હિંદુઓ ખુબ જ સહનશીલ અને મોટુ હૃદય રાખી ને ઘણું બધું જતું કરેલ છે મારો ખુદ નો અનુભવ છે કે અમદાવાદમાં અમારા સમાજના ઘણા બધા ઘરો ઢાલગરવાડ, કાલુપુર, જમાલપુર, જેવા મુસ્લિમ વિસ્તારોમાં હતા જ્યાં હાલમાં અમારા સમાજના એ પણ ઘર રહ્યા નથી યેનકેન પ્રકારેણ તે લોકોએ આપણી ઘણી બધી મિલકતો પચાવી લીધેલ છે.
      ઇતિહાસની વાત કરીએ તો હિન્દુસ્તાન ની ધરતી પર જ્યારથી મોકલો આવ્યા ત્યારથી તેઓ એક પછી એક તમામ રાજ્યો અને આપણી જમીન-જાયદાદ, માલ મિલકતો, સંસ્કૃતિ, સ્વભાવ અને ભોજન, તદુપરાંત આપણો ધર્મ પણ તેઓએ બચાવી લીધેલ અને બધું જ મુસ્લિમ કાયદા અને સંસ્કૃતિ અનુસાર પરિવર્તન કરી લીધું છે. અને હજુ પણ તારું મારું સહીયારું અને મારું મારું મારા એકલા નું તેવી રીતે પોતાનો સામ્રાજ્ય વિસ્તારી રહ્યા છે. અને આપણે હિંદુઓ સંકોચાઈ અને સંકેલાઇ રહ્યા છીએ.
      તેઓ ખૂબ જ નાટકી યા જુઠ્ઠા બોલા અને સમય સંજોગો અનુસાર મીઠું અને જૂઠું બોલીને પોતાનું ધાર્યું ક્યારે કરાવી લે છે તે જ વસ્તુ હિન્દુ અને સમજમાં આવતી નથી.
      તદ્દન તાજો અનુભવ જણાવું તો અમારા જ કોક સગામાં જેવો મુસ્લિમ વિસ્તારમાં રહે છે ત્યાં તેમના મુસ્લિમ છોકરાઓ સગાની સ્ત્રીઓને તથા છોકરીઓને હેરાન પરેશાન કરે છે અને જ્યારે પણ પોલીસને બોલાવી ને માથાકૂટ થાય ત્યારે તે તમામ મુસ્લિમ બંધુઓ ભેગા થઈને છેવટે એવી પરિસ્થિતિ ઊભી કરે કે આપણે નાછૂટકે સમાધાન કરીને તેમની ગુલામીમાં રહેવું પડે.. એક બનાવ તો મારી નજરો નજર બનેલ હતો અને જે તે સમયે હું જ્યારે ઉશ્કેરાઈ ગયો અને મેં પોલીસ બોલાવી ત્યારે પોલીસને પણ તેઓ પોતાની જોડે લઈ ગયા અને તેઓના વકીલોથી લઈ અને તેમની ઘણી બધી મોટી સંખ્યામાં માણસો હાજર થઈ ગયા જ્યારે હું અને તમારા સગા નો પરિવાર એકલાઅટૂલા રહી ગયા અને તેઓએ તેમના વકીલો અને બીજા સામાજિક માણસો જોડે રહીને અમોને પરાણે સમાધાન કરાવવાની ફરજ પાડી હતી આ બનાવ આરતી સાત વર્ષ પહેલાનો છે અને તે દિલ્હી દરવાજા વિસ્તારમાં છે આમાં જણાવેલ તમામ વિગતો ખુબ જ શાંત બન અને પૂરેપૂરી માં અવસ્થામાં લખેલ છે
      આભાર સહ,
      એક પીડિત હિન્દુ નાગરિક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here