અનલૉક 1.0 —આજથી એક નવા ભવિષ્યની શરૂઆત થાય છે ત્યારે : સૌરભ શાહ

( આજનો તંત્રીલેખ: સોમવાર, 8 જૂન 2020)

#2MinuteEdit

હવે આંકડાઓ જોઈને ખુશ થવાનું કે ડરવાનું નથી. હવે રાજ્ય કે કેન્દ્ર સરકારને દોષ દેવાનો નથી. હવે લોકો શું કરે છે ને નથી કરતા તે પણ જોવાનું નથી.

આજથી અનલૉક 1.0નો ખૂબ અગત્યનો તબક્કો શરૂ થઈ રહ્યો છે. દુકાનો ખુલી ગઈ છે, મંદિરો ખુલી ગયાં છે. રેસ્ટોરાં અને મૉલ ખુલશે. મુંબઈના રસ્તાઓ પર તો ‘બેસ્ટ’ની બસો પણ દોડતી થઈ જશે.

લૉકડાઉન દરમ્યાન શિસ્તબદ્ધ રહેલા લોકો ‘હવે સરકારે છૂટછાટો આપી છે’ તો એનો લાભ લેવા માટે ઉતાવળા થશે. સરકારે અર્થતંત્રને ક્રમશઃ પાટે ચડાવવા છૂટછાટો આપી છે, લૉકડાઉન દરમ્યાનનો આપણો કંટાળો દૂર કરવા નહીં. (આ વાક્ય જરા ફરી એક વાર વાંચી જશો, પછી જ આગળ વધજો.)

અત્યાર સુધી મને કંઈ થયું નથી, હવે વળી શું થવાનું છે એવું વિચારીને જે કંઈ સાવચેતી રાખી હતી તેનો ઉલાળિયો કરી દઈશું તો કોરોનાની મહામારીનો બીજો તબક્કો વહેલો શરૂ થઈ જશે જે વધારે તીવ્ર હશે, વધારે ભયાનક હશે.

સરકારે હવે બધી જવાબદારી આપણને સોંપી દીધી છે. સરકાર પાસે કોરોના સામે લડવાનાં, કોરોનાથી થયેલું નુકસાન દૂર કરવાનાં, અને નૉર્મલ વહીવટનાં બીજાં હજારો કામ છે. સરકાર આગામી સપ્તાહોમાં ટ્રેનો-વિમાનો-રસ્તા પરનાં વાહનો વગેરે પરનો પ્રતિબંધ સંપૂર્ણપણે ઊઠાવી લે તો પણ આપણે નક્કી કરવાનું છે કે એમાં મુસાફરી કરવી છે કે નહીં. મંદિરોમાં જવાની સરકારી છૂટ મળ્યા પછી, રેસ્ટોરાં-મૉલમાં જવા પરનો પ્રતિબંધ ઊઠી ગયા પછી આપણે નક્કી કરવાનું છે કે જ્યાં સુધી સંપૂર્ણપણે કોરોનામુક્તિની ઘોષણા ન થાય ત્યાં સુધી રિસ્ક લેવું છે કે નહીં. સરકારે લૉકડાઉન ઉઠાવી લીધું એટલે કોરોનાએ વિદાય લઈ લીધી એવું માનવું નહીં.

ફિઝિકલ ડિસ્ટન્સિંગની જરૂરિયાત આજથી આગામી કેટલાક મહિનાઓ સુધી અગાઉના કરતાં પણ વધી જવાની. સેનિટાઈઝર અને માસ્ક (અને જરૂર હોય ત્યાં હૅન્ડ ગ્લવ્ઝ) વિના ઘરની બહાર પગ મૂક્યો છે તો ભલે અત્યાર સુધી આપણને કંઈ ન થયું— હવે થઈ શકે છે. અહીં કોઈને ડરાવવાની વાત નથી. તપેલી ગરમ છે, અડતો નહીં એવું કહેનારી મા બાળકને ડરાવતી નથી, સાવચેત કરે છે. લિફ્ટનાં બટન હજુય ટિશ્યુ/ટૂથપિકથી જ દબાવવાનાં છે.પોતાની ગાડીના દરવાજાનાં હૅન્ડલ વગેરેને સેનેટાઈઝ કર્યા વિના અડકવાનું નથી અને બીજાની ગાડીમાં કે ઓલા-ઉબર-રિક્‌શામાં તો બેસવાનું પણ નથી— હજુ થોડો વખત.

હજુ થોડો વખત બહારનાં પાઉંભાજી-પિત્ઝા-પાણીપુરીથી દૂર રહેવાનું છે. થોડોક જ વખત. થોડા મહિનાઓમાં આ બધું ફરી પાછું માણવા મળશે. કુદરતની મરજી હશે તો બહુ જલદી માણવા મળશે. નાનપણમાં કમળાની (જૉન્ડિસની) અસરથી પૂરેપૂરા મુક્ત ન થઈ જઈએ ત્યાં સુધી કમને પરેજી પાળવી પડતી ત્યારે પિતા સમજાવતા કે તું સાજો થઈ જઈશ પછી તને ચોપાટી ભેળ ખાવા લઈ જઈશ એ જ રીતે અત્યારે આપણી જાતને સમજાવવાની છે. મોટા થઈ ગયા છીએ, જવાબદાર બન્યા છીએ. આપણાં પિતા-માતા હવે આપણે જ છીએ. દોસ્તોને મળવાનું, એમની સાથે પાર્ટી કરવાનું, માથેરાન-ગોવા જતાં રહેવાનું ખૂબ મન થતું હોય તો હજુ થોડાક મહિના ટીવી-ઓટીટી પરના ફુડ શો, ટ્રાવેલ શો, સિરીઝો જોઈને મન વાળી લેવાનું છે. જેટલો વધુ સંયમ હશે એટલું જલદી આ સંક્રમણ ઓછું થતું જવાનું.

કોરોના પછી દુનિયા બદલાઈ રહી છે. ઘણાં મોટાં પરિવર્તનો આવી રહ્યાં છે. આપણી પર્સનલ લાઈફમાં પણ આ પરિવર્તનોનો પડઘો પડવાનો છે.

જૂન શરૂ થઈ ગયો છે. પંદર દિવસ પછી અષાઢ બેસશે અને પાંચ મહિનામાં તો દિવાળી. બધું સમુંસૂતરું પાર ઊતર્યું તો આ વખતની દિવાળીની રોનક અત્યાર સુધી જિંદગીમાં જોયેલી તમામ દિવાળીઓ કરતાં અનેકગણી ચડિયાતી હશે. ધંધાપાણીની દૃષ્ટિએ અને દરેકની પર્સનલ લાઈફની દૃષ્ટિએ પણ. આ વખતની દિવાળી ખૂબ રંગેચંગે ઉજવાશે. આવું કહેવા પાછળ મારી પાસે કોઈ આંકડા નથી, કોઈ લૉજિક નથી. પણ અંદરથી એવું લાગે છે. ઈન્ટિયુઇશન થઈ રહી છે કે આવું જ થવાનું છે. જાતને મનાવવા માટે કે ખોટું આશ્વાસન આપવા આવા વિચારો આવે છે એવું નથી. અંદરથી તીવ્રપણે એવી લાગણી થઈ રહી છે કે આ વખતની દિવાળીની ઊજવણી જોરદાર હોવાની. અર્થતંત્રમાં બધું જ કંઈ રાતોરાત રાગે પડી જવાનું નથી. અમુક ઈન્ડસ્ટ્રીઓને ફરી તંદુરસ્ત થતાં બે-ચાર ક્વાર્ટર વધારે પણ લાગવાના અને અમુક ઈન્ડસ્ટ્રીઓએ કાયમ માટે શટર પાડી દેવાનો વખત પણ આવવાનો. એની સામે બીજી કેટલીય ઈન્ડસ્ટ્રીમાં આગામી મહિનાઓમાં ભરપૂર તેજી આવવાની.

કોરોના પછી દુનિયા બદલાઈ રહી છે. ઘણાં મોટાં પરિવર્તનો આવી રહ્યાં છે. આપણી પર્સનલ લાઈફમાં પણ આ પરિવર્તનોનો પડઘો પડવાનો છે. આ ઉપરાંત દરેકની પોતપોતાની અંગત જિંદગીમાં કેટલાક કાયમી તો કેટલાક કામચલાઉ ફેરફારો આવવાના છે, આવી જ રહ્યા છે, અને અમુક બાબતોમાં ઑલરેડી આવી ગયા છે.

આ વર્ષ પરિવર્તનનું વર્ષ પુરવાર થવાનું છે, ઘણા મોટા ટર્નિંગ પોઈન્ટનું વર્ષ પુરવાર થવાનું છે. આજથી શરૂ કરીને આવતાં થોડાંક અઠવાડિયાં સુધી, થોડાક મહિનાઓ સુધી કોરોના સામેની સાવચેતીમાં સહેજ ઢીલ નહીં મૂકીએ, એટલું જ નહીં સાવધાનીનાં પગલાં વધુ મક્કમ વધુ મજબૂત કરી નાખીશું તો જંગ જીત્યા જ સમજો.

ન્યુઝપ્રેમીને સપોર્ટ કરવા આ લિન્ક પર જાઓ
દેખાદેખીમાં પડ્યા વિના, માત્ર આપણી પોતાની જાતને અને આપણા ઘરમાં સાથે રહેતા કુટુંબીજનોને સાચવી લઈશું તો પણ આપણો આખો સમાજ સચવાઈ જશે, દેશ અને દુનિયા સચવાઈ જશે.

છૂટથી હરવાફરવા માટે આખી જિંદગી પડી છે. સ્વૈચ્છિક લૉકડાઉનના આજથી શરૂ થતા મહિનાઓ દરમ્યાન, અત્યાર સુધી પાળ્યો એના કરતાં બમણો-ત્રણગણો સંયમ આપણને સૌને પંદરમી નવેમ્બરના રવિવારનો દિવસ બમણા-ત્રણગણા જોરથી ઉજવવાની આશા આપશે.
॥હરિ ॐ॥

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

2 COMMENTS

  1. Un lock 1no tabbco very important chhe and have pachi parivrtan avvanu chhe.so very carefully own self public have to be carefull ni ap sir ni advise very important chhe sir thank you.khub khub dhnyavad namste

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here