ભારતના બેસ્ટ ટ્રાવેલ વ્લૉગરનું નવું સાહસ: સૌરભ શાહ

(‘ગુડ મૉર્નિંગ’, ન્યુઝપ્રેમી.કૉમ: શનિવાર, ૧૪ ડિસેમ્બર ૨૦૨૪)

કંઈ કેટલીય સદીઓથી ભારત તેજાનાઓ અને મસાલાઓ માટે દુનિયા આખીમાં મશહૂર છે. યુરોપના વેપારીઓ ભારતના તેજાનાઓ જમીન રસ્તે લઈ જતા. આ માર્ગ ઘણો લાંબો અને કઠિન હતો. સમુદ્ર દ્વારા જહાજમાં જો મગાવવામાં આવે તો સહેલું પડશે એવું યુરોપિયનોએ વિચાર્યું પણ બિચારાઓને ખબર નહીં કે દરિયાના રસ્તે ભારત પહોંચવું કેવી રીતે?

પોર્ટુગલની રાજાશાહીએ એક શ્રીમંત દરબારીને કામ સોંપ્યું જેનું નામ હતું વાસ્કો-દ-ગામા. 1498 ની સાલમાં વાસ્કો ભારતના કાલિકટ (હવે કોળિકોડ Kozhikode) બંદરે પહોંચ્યો.

વાસ્કો-દ-ગામાને ભારતના તેજાના સુધી પહોંચતાં એક વરસ જેટલો સમય લાગ્યો હતો. પણ હવે તમે એ તેજાના ચુટકીમાં ઘરબેઠાં મગાવી શકશો.

તમને યાદ હોય તો મેં મહિના પહેલાં ભારતના એક ઉત્કૃષ્ટ પ્રવાસી હરીશ બાલિ વિશે વાત કરી હતી. એમના ટ્રાવેલ વ્લોગ Visa2exploreના 18 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. બાલિજી ભારતના ખૂણે-ખૂણે જઈને એ પ્રદેશની ભૌગોલિક ખૂબીઓ, ત્યાં બનતી જાણીતી ચીજવસ્તુઓ, ત્યાંના રીતરિવાજ અને ત્યાંની ખાણીપીણી વિશે વીડિયો બનાવે છે અને પોતાની યુટ્યુબ ચેનલ દ્વારા આપણા સુધી પહોંચાડે છે. હરીશ બાલિ વોકલ ફૉર લોકલનું સૂત્ર જાણીતું થયું તે પહેલાં ભારતના દરેક પ્રદેશના સ્થાનિક ઉત્પાદનો વિશે વિગતે જાણકારી આપતા રહ્યા છે.

આ વીકમાં હરદ્વારથી હરીશ બાલિનો ફોન આવ્યો. મને કહે : ‘અઢી વર્ષ પહેલાં તમે પચાસ દિવસ સ્વામી રામદેવના યોગગ્રામમાં રહી આવ્યા ત્યારે તમારી સાથે વાત કરીને મને અને મારાં પત્ની આરતીને પણ યોગગ્રામ જવાનું ખૂબ મન હતું પણ આરતીની જૉબને કારણે અને મારી દોડધામને લીધે ગોઠવાતું નહોતું. છેવટે કાલથી આરતી યોગગ્રામમાં એક અઠવાડિયું રહેવા જાય છે, હું એને મૂકવા આવ્યો છું.’

વાત પરથી વાત નીકળતાં મેં એમને પૂછ્યું કે પછી પેલો તમારો ફેવરિટ પ્રોજેક્ટ કેટલે પહોંચ્યો?

હરીશ બાલિએ ઘણી વખત પોતાના વિચારો એમની સબસ્ક્રાઈબર્સ મીટમાં ચાહકો સાથે વહેંચ્યા છે. એક તો એમનું સપનું હતું કે દેશના વિવિધ પ્રદેશોમાં ફરવા જનારા પ્રવાસીઓને એ સ્થળે જઈને નિરાંતે જોવા જેવી જગ્યાઓ માણવા મળે એ માટેના નકશા તૈયાર કરીને એક નવી વેબસાઈટ પર અપલોડ કરવા. કેટલા દિવસ ફાળવવા, ક્યાંથી ક્યાં જવું, કેવી રીતે જવું, કઈ કઈ સુવિધાઓ છે, શું ખાવું – આ અને આવી તમામ વિગતોથી ખીચોખીચ નકશાઓ તૈયાર કરવાના. ખૂબ મહેનતનું અને ખર્ચાળ કામ. અમુક લાખ રૂપિયા ઑલરડી ઇન્વેસ્ટ થઈ ગયા. પણ છેવટે એ પ્રોજેક્ટ પડતો મૂકાયો.

હરીશ બાલિનો બીજો એક ડ્રીમ પ્રોજેક્ટ છે દેશમાં બનતા તેજાના, મસાલા અને ડ્રાયફ્રુટ્સ-નટ્સ વગેરેની શુદ્ધતા ચકાસીને એને કિફાયત ભાવે લોકો સુધી પહોંચાડવા. બને ત્યાં સુધી ડાયરેક્ટ ખેડૂત પાસેથી જ ખરીદી કરવાની જેથી અન્નદાતાને પોતાના ઉત્પાદનનું યોગ્ય વળતર મળી રહે. આડતિયાઓ કે દલાલો-એજન્ટો જે કમિશન લઈ જાય તે નફો વચેટિયાઓને બદલે ખેડૂતો અને ગ્રાહકોમાં વહેંચાઈ જાય.

બહુ જ ઉમદા વિચાર છે આ. હરીશ બાલિ પોતાની પ્રામાણિકતા અને નિષ્ઠા માટે વખણાય છે. બીજા ઘણા યુટ્યુબરો આપણને કહ્યા વિના હૉટેલવાળા, રેસ્ટોરાંવાળા કે દુકાનદારો વગેરે પાસેથી પૈસા લઈને એમનાં વખાણ કરતા હોય છે અને આપણને કહેતા પણ નથી હોતા કે આ પેઇડ પ્રમોશન છે. બાલિ એવી રીતે પૈસા નથી બનાવતા. એમના 18 લાખ સબસ્ક્રાઈબર્સને કારણે યુટ્યુબમાંથી એમને સારી કમાણી થાય છે. જોકે, આ આવકમાંથી મોટા ભાગની રકમ એમની કૅમેરા ટીમ, એડિટિંગ ટીમ તથા પ્રવાસમાં રહેવા-ખાવા-ફરવા પાછળ ખચાઈ જાય છે. જે કંઈ બચે છે તે ઘરખર્ચમાં કામ લાગે છે. બચત થતી હશે તો પણ તે કંઈ એટલી નહીં કે એને ઈન્વેસ્ટ કરીને મોટા બંગલા-ગાડી વસાવી શકાય. એક વખત એમણે પોતાના સબસ્ક્રાઈબર્સને આવક-ખર્ચનો રફ હિસાબ પણ ગણાવ્યો હતો.

હરીશ બાલિ એક નવી વેબસાઈટ લૉન્ચ કરી રહ્યા છે : Spice2nuts.com મરી, તજ, લવિંગ, કેસર, જાયફળ, ઈલાયચી, જીરું, વરિયાળી, સિંધવ, મરચું, સૂંઠ, સંચળ વગેરે ડઝનબંધ તેજાના-મસાલા આપણે ત્યાં બને છે. આ ઉપરાંત કાજુ, અંજીર, પિસ્તા, અખરોટ વગેરે ડઝનબંધ નટ્સ અને ડ્રાયફ્રુટ-સૂકા મેવા માટે ભારતનાં વિવિધ પ્રદેશો જાણીતાં છે. બાલિ જે જે સ્થળોએ ફરે છે ત્યાંના આ ઉત્પાદનો વિશે પણ જાણકારી મેળવતા હોય છે. કાજુના મેન્યુફેક્ચરિંગ વિશેનો એમનો એક જૂનો વીડિયો ખૂબ પૉપ્યુલર છે.

ટૂંક સમયમાં Spice2nuts વેબસાઈટ પર આ બધા તેજાના-મસાલા-સૂકા મેવા વગેરે મૂકવામાં આવશે. સાથે દરેક ચીજ (દા.ત. મરી) નાં ગુણધર્મો, એનો આયુર્વેદમાં ઉપયોગ વગેરે ભરપૂર વિગતો પણ લખવામાં આવશે. મેં એમને સજેસ્ટ કર્યું છે કે આ મરીમસાલામાંથી બનતી કોઈ એક લોકલ ડિશ કે પછી એનો ઉપયોગ કરીને બનતી કોઈ યુનિક વાનગીની રેસિપી પણ તમે ફોટા સાથે મૂકજો. જોકે, એ પાછું વધારાનું બર્ડન થઈ જાય.

Screenshot

હરીશ બાલિ થોડા સમય પહેલાં 50 વર્ષના થયા. 40 વટાવ્યા પછી પોતાની કૉર્પોરેટ વર્લ્ડની સિક્યોર્ડ જૉબ છોડીને તેઓ ફુલ ટાઈમ યુટ્યુબર બન્યા ત્યારે નિયમિત આવકના નામે એમની પાસે કશું નહોતું. અમુક લાખ રૂપિયાની જે બચત હતી તે પણ યુટ્યુબમાંથી જ્યાં સુધી કમાણી ન થાય તે દરમ્યાન દર અઠવાડિયે વીડિયો બનાવવા માટેનાં ઇક્વીપમેન્ટ્સ ખરીદવામાં, પ્રવાસખર્ચમાં તેમ જ કેમેરામેન તથા એડિટિંગ કરનારાઓમાં ખર્ચાઈ જવાની હતી. એટલુ સારું હતું કે પત્ની આરતીબેન પાસે સ્કૂલનાં શિક્ષિકા તરીકેની સ્થિર જૉબ હતી. સાથે અત્યારે એસ.એસ.સી.માં ભણતા દીકરાના ભવિષ્યની જવાબદારી પણ હતી.

પોતાની પૅશનને પૂરી કરવા માટે જેઓ આવું સાહસ કરે છે તેમને પાગલ-ધૂની-બેજવાબદાર કહેનારા ઘણા નીકળી આવે. પછી સક્સેફુલ થાય (18 લાખ સબસ્ક્રાઈબર્સ) ત્યારે એ જ લોકો ‘વાહ, વાહ’ કહેતાં ટોળે વળે. દુનિયા આ જ છે.

હરીશભાઈએ પોતાની પૉપ્યુલર યુટ્યુબ ચેનલના બીહાઈન્ડ ધ સીન્સ (બીટીએસ) શેર કરવા માટે બીજી એક ચેનલ પણ થોડા વખત પહેલાં શરૂ કરી છે – Harishbalitravels. દર રવિવારે સવારે છ વાગતાં પહેલાં Visa2exploreનો નવો એપિસોડ અપલોડ થાય અને બુધ-ગુરુવારે બીહાઈન્ડ ધ સીન્સવાળો એપિસોડ જોવા મળે.

એમણે ઘણીવાર પોતાના દર્શકો સાથે એક વાત શેર કરી છે કે ઉંમર વધતી જશે એમ આવા કઠિન પ્રવાસોની હાડમારી સહન કરી શકે એવું શરીર નહીં રહે તે વખતે શું કરવું એનું કોઈ પ્લાનિંગ અત્યારે નથી કર્યું. આમેય એમને પગની તકલીફ હતી, જેને કારણે તેઓ સ્વામી રામદેવના યોગગ્રામમાં સારવાર માટે જવા માગતા હતા પણ સમયના અભાવે તાત્કાલિક રાહત માટે ઑપરેશન કરાવી લેવું પડ્યું. આ ઉપરાંત બાલિજી સ્લીપ એપ્નિયાથી પીડાય છે. ઊંઘમાં જ શ્ર્વાસ લેવાનું બંધ થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થાય. આ વાતો તેઓ એક કરતાં વધારે વાર દર્શકો સાથે શેર કરી ચૂક્યા છે. સ્લીપ એપ્નિયાનો કોઈ પરમેનન્ટ ઇલાજ એલોપથી પાસે નથી. મેં એમને કહ્યું કે તમારું જીવન ખૂબ કિંમતી છે. ભારતના વિવિધતાભર્યા સાંસ્કૃતિક વારસાને તમે એકલે હાથે, જાત ખર્ચીને લાખો-કરોડો લોકો સુધી પહોંચાડો છો. ભારતના ટુરિઝમ ક્ષેત્રને વેગ મળે એ માટે દિવસરાત મહેનત કરો છો. તો સ્લિપ એપ્નિયાની સારવાર માટે એક વખત તમે યોગગ્રામમાં જઈને જુઓ કે શું ફરક પડે છે. પણ હજુ એ ગોઠવાયું નથી.

Spice2nuts વેબસાઈટ સંપૂર્ણપણે લૉન્ચ થઈ જાય એ પછી હું શુકનરૂપે પાંચ વિવિધ મરીમસાલામેવાની ઑનલાઈન ખરીદી કરીને ઘેરબેઠાં મગાવવાનો છું. અત્યારે ઘરમાં જે કંઈ તેજાનાઓ વપરાય છે તેમાં અને આ મરીમસાલાઓમાં (જેમાંના કેટલાક ઑર્ગેનિક પણ હશે એવું હું માનું છું) શું ફરક છે એની જાણ થશે. હરીશભાઈની ચીવટ અને કાળજી જોતાં મને આશા છે કે Spice2nuts પર મળતી દરેક આયટમ ક્વૉલિટીની દૃષ્ટિએ ઉત્તમ દરજ્જાની હશે. કિંમતમાં પણ વાજબી હશે. ક્યાંક કોઈ આયટમનો ભાવ બજાર કરતાં વધારે હશે તો પણ ખાતરી રાખવાની કે સારી ગુણવત્તાવાળી, ભેળસેળ વિનાની આયટમોના વિશ્ર્વાસુ સપ્લાયરના ભાવ કદાચ વધારે હોય તો પણ ચલાવી લેવાય. અહીં તો હરીશ બાલિ વચેટિયાઓને બાયપાસ કરવાના છે એટલે દેશના જે રિયલ અન્નદાતા છે તે ખેડૂતોને એમની પરસેવાની કમાણી પરનો હક્ક પૂરેપૂરો મળવાનો છે.

હરીશ બાલિ પોતાની પહોંચ અને લોકપ્રિયતાને રૂપિયાઆનાપઈમાં એન્કેશ કરવાને બદલે વોકલ ફોર લોકલ સૂત્રને અનુસરીને ભારતના ખેડૂતો માટે અને આપણા જેવા સામાન્ય વપરાશકારો માટે નિ:સ્વાર્થ કડી બનીને એક ઘણું મોટું પગલુ ભરી રહ્યા છે. એમને ખરા હૃદયથી બેસુમાર શુભેચ્છાઓ.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. ખરેખર ઉત્કૃષ્ટ કામ કરી રહ્યા છે હરીશભાઈ. એમને ખૂબ શુભેચ્છા.

    અને સાહેબ તમે અમને એમના વિશે શેર કર્યું એના માટે ખૂબ આભાર.

  2. RESPECTED & DEAR SIR,
    THANK YOU SO MUCH , FOR TRANSLET ENGILSH ARTICAL IN TO GUJARATI.
    YOU ARE GUST GREAT.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here