(ગુડ મૉર્નિંગ ક્લાસિક: જન્માષ્ટમી, સોમવાર, 26 ઑગસ્ટ 2024 )
મહર્ષિ વેદ વ્યાસે પાંચ હજાર વર્ષ પહેલાં ‘મહાભારત’ની રચના કરી જેમાં શ્રીકૃષ્ણ એક પ્રતાપી રાજા, વિચક્ષણ રાજદ્વારી અને ભલભલા સમકાલીન રાજા-મહારાજાઓ જેમની આમન્યા રાખતા એવા આદરણીય વિષ્ટિકાર હતા.
‘મહાભારત’માં ભગવદ્ ગીતા આવે છે. શ્રીકૃષ્ણનું એક ચિંતક અને વ્યવહારુ માર્ગદર્શક તથા વિરાટ અધ્યાત્મ પુરુષ તરીકેનું પાસું ગીતામાં પ્રગટ થાય છે.
મહાભારતની રચનાના લગભગ ત્રણ-સાડા ત્રણ હજાર વર્ષ બાદ જે પુરાણો રચાયાં તેમાંનું એક ‘શ્રીમદ્ ભાગવત’ (ભગવદ્ ગીતા’ સાથે માત્ર નામનું સામ્ય લાગે એટલું જ. કૉલગેટ નામની ટૂથપેસ્ટના પેકિંગ વગેરેની નકલ કરીને નામ કૉલગેટને બદલે કૉલેજિયન લખવામાં આવે એવું જ કંઈક સમજો).
આ શ્રીમદ્ ભાગવત પુરાણમાં શ્રીકૃષ્ણની બૅક સ્ટોરી અથવા તો પ્રીક્વલ ઘડી કાઢવામાં આવી એટલું જ નહીં એના રચયિતા પણ વેદ વ્યાસ જ હતા એવી હવા બાંધવામાં આવી. જ્યારે આ વાત પડકારવામાં આવી કે વેદ વ્યાસ તો ભાગવત લખાયાના હજારો વર્ષ પહેલાં થઈ ગયા તો કોઈએ જોડી કાઢ્યું કે વેદ વ્યાસે મહાભારત અને ભાગવત બેઉ સાથે લખ્યાં હતાં!
ભાગવત જો વેદ વ્યાસે જ લખ્યું હશે તો એ વેદ વ્યાસ જુદા હશે, મહાભારતકાર વેદ વ્યાસ નહીં, એવું ઘણા સમજવા જ તૈયાર નથી થતા. એક જ નામવાળા એક કરતાં વધારે લોકો ન હોઈ શકે? આપણી જ આસપાસ કેટલા કાન્તિભાઈ પટેલ, સુરેશભાઈ શાહ કે મહેશભાઈ પંડ્યા છે!
ખેર, મહાભારતવાળા ઓરિજિનલ શ્રીકૃષ્ણની જે બૅકસ્ટોરી લખવામાં આવી તેના પ્રસંગોને આપણે પ્રતીકરૂપે લેવાના હોય, રૂપકરૂપે લેવાના હોય, ઇતિહાસ કે વાસ્તવિક ઘટનાઓરૂપે નહીં— માખણચોરી, ગોવર્ધન પર્વત, ગેડીદડો અને કાલીયનાગ, રાસલીલા ઇત્યાદિ.
પણ ભોળી જનતાને મહાભારતવાળા પ્રતાપી અને ઐતિહાસિક અધ્યાત્મપુરુષ કરતાં લીલાઓ કરતા કૃષ્ણની વાર્તાઓ વધુ ગમી ગઈ. કૃષ્ણની રાસલીલાનો ગંદો અર્થ કાઢનારા લોકો પણ આવ્યા. પોતાના મનની ગંદકીને જસ્ટિફાય કરવા માટે ‘રાધા કા ભી શ્યામ હો તો મીરા કા ભી શ્યામ’ અને ‘રાધા કૈસે ન જલે’ જેવાં અગણિત ગીતો, કેટલાંક લોકગીતો, ઇવન અમુક ભજનો રચીને લોકો પોતપોતાની દબાવી રાખેલી ઇચ્છાઓને વાચા આપવા લાગ્યા. પોતાની ભવાઈને લીલાનો દરજ્જો આપવા માટે લોકો કૃષ્ણની લીલાને ભવાઈના સ્તરે લઈ આવ્યા.
આટલું ઓછું હોય એમ કૉલેજમાં કોઈ રોડ સાઇડ રોમિયો અનેક છોકરીઓ પર લાઇન મારીને બધીઓને પટાવવાની કોશિશ કરતો હોય તો ખુદ છોકરીઓ એની પ્રશંસા કરતી હોય એમ કહેવા લાગતીઃ ‘એ તો અમારી કૉલેજનો કાનુડો છે.’
અરે મારી બહેની, તું જેને કાનુડો કહે છે તે તો સડકછાપ રોમિયો છે, એને કાનુડો ના કહેવાય. કાનુડો તો આપણા ભગવાન, આપણા સર્વોચ્ચ આરાધ્યદેવ શ્રીકૃષ્ણ માટે વપરાતું લાડકું પ્યારભર્યું નામ છે. આ શ્રીકૃષ્ણ કંઈ તું જેને લુચ્ચી નજરે જુએ છે એવા રોડસાઇડ રોમિયો નહોતા કે પછી એમના જીવનની રાધા, રુક્મિણી વગેરે એમનાં એક્સ્ટ્રા મરાઇટલ રિલેશન્સ-લગ્નબાહ્ય સંબંધો, આડા સંબંધો પણ નહોતાં. આ બધી વાતો પુરાણોમાં જોડી કાઢવામાં આવી છે જે સમજવી જ હોય તો પ્રતીકરૂપે કે રૂપકરૂપે સમજવાની કોશિશ કરવાની અને આવી વાતો ન સમજાય કે ગળે ન ઉતરે તો એને બાજુએ મૂકી દઈને આગળ વધી જવાનું — ગીતાકાર શ્રીકૃષ્ણનું સ્મરણ કરીને એમણે જે જ્ઞાનસાગર દુનિયાને આપ્યો તેમાંથી યથાશક્તિ ચમચી-બે ચમચી લઈને પોતાના જીવનને સાર્થક બનાવવાની કોશિશ કરવાની.
કેટલાક લોકો વેદ-ઉપનિષદ-પુરાણોનો એકસાથે એકશ્વાસે ઉલ્લેખ કરે છે. આને કારણે આ તમામનો રચનાકાળ એક જ હશે એવી ભ્રમણા નીપજે છે જે હવે તો જાણે એટલી જડબેસલાક થઈ ગઈ છે કે કેટલાક લોકો તો દંડૂકો લઈને તમને મારવા દોડે જો તમે એવું કહો કે રામાયણ-મહાભારતની રચનાના હજારો વર્ષ પહેલાં વેદ-ઉપનિષદો રચાયાં અને રામાયણ-મહાભારતની રચનાના હજારો વર્ષ પછી પુરાણો રચાયાં.
આ ઉપરાંત એટલું પણ ધ્યાન રાખવાનું કે આ તમામ ગ્રંથો-શાસ્ત્રોની રચના બાદ કંઈક કેટલાય વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ધરાવતા લોકોએ એમાં ક્ષેપકો ઉમેર્યા અને આજની તારીખે એ ઉમેરાઓ પણ મૂળ રચનાકારના નામે ચડી ગયા હોવાથી કોઈ એને પડકારતું નથી જેને કારણે આપણી સંસ્કૃતિનું મોટું નુકસાન થાય છે, અપમાન થાય છે.
થોડાં વર્ષ પહેલાં સ્વામી સચ્ચિદાનંદની રૂબરૂ મુલાકાત લઈને, એમની સમક્ષ મારું અજ્ઞાન પ્રગટ કરીને તથા મારું કુતૂહલ તથા મારી જિજ્ઞાસા ઠાલવીને મેં સમજવાની કોશિશ કરી કે આ બધો ગૂંચવાડો ક્યાં, કેવી રીતે, ક્યારે, શું કામ સર્જાયો.
સ્વામી સચ્ચિદાનંદની એ યાદગાર મુલાકાતના તમામ ૧૧ લેખોની લિન્ક આ સાથે આપી છે. તમારી અનુકૂળતા માટે બીજી પોસ્ટમાં પણ આપી છે. આ મુલાકાતનું એક નાનકડું સૅમ્પલ વાંચો:
“અહીં મને એક પ્રશ્ન થયો, ‘બાપજી, પુરાણો માટે એમ કહેવાય કે વેદ-ઉપનિષદ સમજવામાં બહુ કઠિન હતા એટલે એનો સાર સામાન્ય લોકોને સમજાય એ માટે પુરાણો લખાયાં. શું એ સાચી વાત?
સ્વામી સચ્ચિદાનંદજી કહે, ‘ખરેખર તો પુરાણોમાં વેદ-ઉપનિષદના સાર કરતાં બીજું વધારે છે. વેદ-ઉપનિષદમાં જે છે જ નહીં તે બધું એમાં લાવવામાં આવ્યું છે. અને કેટલીક વાર તો હદ મૂકી દીધી છે. આ તો સારું છે કે ભાગવતકારો લોકોને બધું સંભળાવતા નથી. બધું સંભળાવી જ ના શકાય. એક બહેન આવીને મને કહે કે બાપુ, તમારી પાસે ‘શિવ પુરાણ’ છે? મેં કહ્યું, છે. તો આ શ્રાવણ મહિનો ચાલે છે તો મને આપશો, મારે વાંચવું છે. મેં કહ્યું, લઈ જાઓ. લઈ ગઈ. શ્રાવણ મહિનો પૂરો કરીને આવી. મને કહે: આમાં તો આવું લખ્યું છે! આવું કેમ લખ્યું હશે? મેં કહ્યું, મને ખબર નથી… આ પુરાણોની અંદર બીભત્સતા બહુ આવી. બધાં પુરાણોની અંદર. એકમાં જ નહીં, ભાગવતમાં જ નહીં. શિવ પુરાણમાંય એવું. બીજાં પુરાણોમાંય એવું. અને એ કોઈ ઋષિમુનિઓએ નથી લખ્યાં. લખ્યાં છે વિદ્વાનોએ, એમાં કોઈ ના નહીં, પણ એ વિદ્વાનોએ પોતાની અંદરની વિકૃતિઓ પણ એમાં રાખી છે. એટલે દયાનંદ સરસ્વતીએ પુરાણોનો ઉચ્છેદ કરી નાખ્યો, પુરાણો તો જોઈએ જ નહીં. જો કે, હું એ પક્ષમાં નથી. આપણે એને ચાળણીથી ચાળીને પણ એમાં જે ઉપયોગી હોય તે લેવું જોઈએ. મારી સમજણ પ્રમાણે સૌથી વધારે અનર્થ થયો વલ્લભાચાર્યજી પછી (અર્થાત્ આજથી પ૦૦-૬૦૦ વર્ષ પહેલાં. અર્થાત્ ભાગવત રચાયાના સો-બસો વર્ષ પછી). વલ્લભાચાર્યજીએ પ્રસ્થાનત્રયીની જગ્યાએ પ્રસ્થાન ચતુષ્ટય કર્યું. બીજા બધા આચાર્યોએ ઉપનિષદ, બહ્મસૂત્ર અને ગીતા આ ત્રણેને સ્વીકાર્યાં જેમાં ચોથું ભાગવત ઉમેર્યું વલ્લભાચાર્યે. ભાગવત ઉપર એમણે ટીકા પણ લખી અને એ ટીકા પરથી એમના ઉત્તરાધિકારીઓએ તો દાટ વાળી નાખ્યો. ભાગવતમાં જે દબાવી દેવા જેવું હતું એને જ વધારે ઉપસાવ્યું. ધર્મના નામે ઘણો મોટો અનાચાર થયો. આ તો ભલું થજો પેલા પત્રકાર કરસનદાસ મૂળજીનું જેણે પોતાના સામયિક ‘સત્યપ્રકાશ’ દ્વારા આ બધું બહાર લાવ્યા. કોઈ જગ્યાએ એ મહાન પત્રકારનું સ્ટેચ્યુ મૂકાવું જોઈએ, કોઈ સ્મારક બનાવવું જોઈએ. એણે પોતાના જ સંપ્રદાયમાં ચાલતા આ અનર્થનો વિરોધ કર્યો. કેટલું સહન કર્યું.’ “
આ મુલાકાત 2018ની ધૂળેટી વખતે લેવાઈ હતી અને આ તમામ લેખો તે જ ગાળામાં ‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થતી મારી કૉલમમાં ‘ગુડ મૉર્નિંગ’માં છપાયા હતા.
આ સિરીઝમાં મેં મારા વિચારો પ્રગટ કર્યા છે, હું જે સમજ્યો છું તેને મેં મારી શક્તિ મુજબ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મારા આ વિચારો સાથે કોઈએ સહમત ન થવું હોય તો મને કોઈ જ વાંધો નથી. કોઈના વિચારો સાથે હું સહમત ન થતો હોઉં તો કોઈને પણ કશો વાંધો ન હોવો જોઈએ.
સ્વામી સચ્ચિદાનંદના વિચારો એમના શબ્દોમાં બે અવતરણ ચિહ્નો મૂકેલા છે. એ સિવાયના શબ્દોને કોઈએ સ્વામીજીના શબ્દો તરીકે ટાંકવા નહીં જેથી મેં જો કોઈ ભૂલ કરેલી હોય તો તે એમના નામે પ્રચલિત ન થાય. સ્વામી સચ્ચિદાનંદે આ વિષય પર વિપુલ ચિંતન કર્યું છે. એ વિશે પુસ્તકોમાં પણ લખ્યું છે.
આ શ્રેણીના લેખો ક્રમબદ્ધ વાંચવા જેથી એક પછી એક સમજણ ઉઘડતી જાય, આડાઅવળા વાંચવાથી અટવાઈ જવાની સંભાવના રહેશે.
એ સિરીઝનાં 11 લેખોનાં મથાળાં અહીં આપ્યાં છે. આ તમામ લેખોની લિન્ક પણ આ સાથે છે. આ ઉપરાંત આ સાથેની બીજી પોસ્ટમાં લિન્ક મોકલવામાં આવી છે.
જન્માષ્ટમીની રજાનો લાભ લઈને આ તમામ ૧૧ લેખ નિરાંતે વાંચજો, ધ્યાનપૂર્વક વાંચજો.
1) ઓરિજિનલ કૃષ્ણ અને ભેળસેળિયા કૃષ્ણ : સૌરભ શાહ
2) ગીતાના શ્રીકૃષ્ણ અને ભાગવતના શ્રીકૃષ્ણ : સૌરભ શાહ
3) ‘વિદેશીઓને આપણે શ્રીકૃષ્ણ વિશે શું આવો બોધપાઠ આપવા માગીએ છીએ’ : સૌરભ શાહ
4) મહાભારતના કૃષ્ણ: વ્યવહારનેતા અને યુદ્ધનેતા : સૌરભ શાહ
5) વેદ-ઉપનિષદ અને રામાયણ-મહાભારત-પછી પુરાણો લખાયાં તેમાં ફાયદો થયો કે નુકસાન થયું? : સૌરભ શાહ
6) પુરાણોમાંની આઘાતજનક વાતો : સૌરભ શાહ
7) ભાગવતમાંના કૃષ્ણની કથાઓનું હવે શું કરવું : સૌરભ શાહ
8) ધર્મ અને જીવનને ગૂંચવી નાખનારાઓથી બચીએ : સૌરભ શાહ
9) મોક્ષની ચ્યુઇંગ ગમ અને આત્માની લૉલિપૉપ : સૌરભ શાહ
10) શું પ્રાચીન ગ્રંથોમાં જે કંઈ લખાયું તે બધું જ સ્વીકારી લેવાનું? : સૌરભ શાહ
11) મહાભારત, પુરાણો અને શેક્સપિયર : સૌરભ શાહ
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો