( ‘ગુડ મૉર્નિંગ’, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ: શુક્રવાર, ૩૦ મે ૨૦૨૫)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બહુ મોટા સપોર્ટર હોવાનો દાવો કરીને સમાજમાં પહોળા થઈને ફરતા બધા લોકો મોદીના કે ભાજપના કે હિંદુત્વના હિતેચ્છુ નથી હોતા. લિસ્ટ બનાવવા બેસીએ તો ઘણી લાંબી યાદી થાય. આપણે બે દિવસ પહેલાં બહાર આવેલી એક જૂની માહિતી સુધી આપણી વાતને સીમિત રાખીશું.
આનંદ રંગનાથનનું નામ તમે સાંભળ્યું છે ? એમનો ચહેરો જોશો તો યાદ આવી જશે. બટકબોલા આનંદ રંગનાથનને ટીવી પરની ડિબેટ્સમાં તમે એમના વિરોધીઓને ચિત્ત કરી દેતા અનેકવાર જોયા હશે. ફાંકડું અંગ્રેજી, ધારદાર લૉજિક અને ઑથેન્ટિક લાગે એવી માહિતીનો ઢગલો. કોઈપણ માણસ તરત જ ઇમ્પ્રેસ થઈ જાય અને મનમાં હરખાય કે વાહ મોદીના ટેકેદાર હોય તો આવા.
અનેક મોદીભક્તો આનંદભક્ત બની જતા હોય છે. એક જમાનામાં હું પણ આનંદ રંગનાથનનો જબરો પ્રશંસક હતો—એક જમાનામાં. પણ બહુ જલદી એમની ભુરકીમાંથી હું બહાર આવી ગયો. માણસોને સૂંઘવાની મારી સિક્સ્થ સેન્સ ઘણી પાવરફુલ છે. મધુ કિશ્વારની જેમ આનંદ રંગનાથન પણ રૉન્ગ નંબર છે એવું હું મિત્રો સાથેની વાતચીતમાં કહેતો— દાખલાદલીલ સાથે કહેતો. અને પછી તો જાહેરમાં કહેતો લખતો થઈ ગયો— કે આ માણસ બરાબર નથી, એનાથી સાવચેત રહેજો, મોદીભક્તો.
પણ મારા આશ્ચર્ય વચ્ચે મેં આનંદ રંગનાથનને એક એવી બેઠકમાં જોયા જ્યાં હાર્ડકોર, સિન્સિયર અને જેન્યુઇન હિંદુવાદીઓ ભેગા થયા હતા. કોરોનાના પ્રથમ લૉકડાઉનના થોડાક જ દિવસ પહેલાં 2020ના ફેબ્રુઆરી-માર્ચમાં દિલ્હીમાં એક એકદિવસીય બેઠક હતી. સરસંઘચાલક મોહનજી ભાગવત ભારતભરના અગ્રણી હિંદુવાદી વિચારકો-લેખકો-પત્રકારોને રૂબરૂ મળવા માગતા હતા. 50-60 આમંત્રિતો હતા. રતન શારદા અને ભાઉ તોરસેકરથી માંડીને ડેવિડ ફ્રોલી અને વિવેક અગ્નિહોત્રી સુધીના દિગ્ગજો આવ્યા હતા. મીનાક્ષી જૈન, માનોશી સિંહા અને શેફાલી વૈદ્ય પણ હતાં. એ મીટિંગમાં મેં આમંત્રિત તરીકે આવેલા આનંદ રંગનાથનને જોયા. અનેક મહેમાનો એમની સાથે સેલ્ફી લઈને ખુશખુશાલ થઈ જતા હતા. આ મીટીંગ એવી હતી જ્યાં તમારે ખિસ્સામાં રાખેલો ફોન બહાર કાઢીને કાર્યવાહીનું રેકૉર્ડિંગ કરવાનું નહોતું. સેન્સિટિવ મુદ્દાઓની ચર્ચા થવાની હતી. આવી મીટિંગમાં રંગાની હાજરી? (સોશ્યલ મીડિયામાં આનંદ રંગનાથન રંગા અથવા માયસોરપાકના હુલામણા નામે ઓળખાય હોય છે). મેં તો એ મીટિંગના ઘણા વખત પહેલાં એમને રૉન્ગ નંબર જાહેર કરી જ દીધેલા. શું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોભીઓને ખ્યાલ નહિ આવ્યો હોય કે આ માણસ બરાબર નથી ?
ખેર, હવે તો ખબર પડી જ ગઈ હશે કે આનંદ રંગનાથન હિંદુવાદીઓમાં મોદીપ્રશંસક તરીકે ઘૂસી ગયેલા એક ટ્રેઇટર છે, એ કંઈ આપણો માણસ નથી. પોતાની વાક્છટાનો ઉપયોગ કરીને આ માણસ આપણને છેતરી રહ્યો છે. ગમે તે ઘડીએ આ ગદ્દાર, દગાબાજ, વિશ્વાસઘાતી કૉન્ગ્રેસના પાલામાં જઈને રાહુલ ગાંધીના ખોળામાં બેસી મોદી-હિંદુત્વને ગાળાગાળી કરી શકે એમ છે.
રંગાની કુંડળી બેએક દિવસ પહેલાં જ કૌસ્તુભ રાજે (@kaustubh-sss)એ ખોલી. હું પર્સનલી કૌસ્તુભને ઓળખતો નથી પણ ટ્વિટર પર તેઓ મને ફૉલો કરે છે, હું એમને ફૉલો કરું છું. અને વડા પ્રધાન પણ પોતાના પર્સનલ ઓફિશ્યલ હૅન્ડલ (@NarendraModi)થી એમને ફૉલો કરે છે.
રંગનાથન ઉપરાંત જયપુર ડાયલોગ્સવાળા સંજય દીક્ષિત તેમ જ જે. સાઈ દીપક અને અજિત ભારતી પણ છે. આ બધાને હિંદુત્વના પ્રહારી તરીકે ઓળખાવાનાં હેવાં છે. તેઓ મોદી કે ભાજપ કે સંઘની આકરી ટીકા કરે ત્યારે એમનો વિરોધ કરનારાઓને જવાબ આપતા હોય છે કે, “મોદીએ કંઈ હિંદુત્વનો ઇજારો નથી લીધો, ભાજપ-સંઘની હિંદુત્વ પર મૉનોપોલી નથી. હિંદુત્વ તો ઘણું વિશાળ છે. આ લોકો નહોતા ત્યારથી હિંદુત્વ છે અને આ બધા નહીં હોય ત્યારે પણ હિંદુત્વ રહેશે.”
બહુ સરસ. તો પછી મને કહો કે 2014 પહેલાં તમે, તમે, તમે ક્યાં હતા— રંગાભૈ, સંજયભૈ, દીપકભૈ, અજીતભૈ? મોદીનો યુગ શરૂ થયો એ પછી આ હાઈપરડાઓ હિંદુત્વ હિંદુત્વ કરવા લાગ્યા છે. એમને ખબર છે કે બજારમાં કયા શેરની તેજી છે. ભૂલેચૂકેય જો હિંદુત્વનું માર્કેટ સહેજ ડાઉન થયું તો આ બધા જ માળા બેટાઓ રાહુલ નામના પેની સ્ટૉકમાં રોકાણ કરતા થઈ જવાના.
રંગા, જયપુરચાચા, સાઈ, ભારતી જેવા નૅશનલ લેવલના બીજા ઘણા હાઈપરડાઓ છે, સ્થાનિક સ્તરે ગુજરાતીમાં પણ એવા ઘણા છે જેઓ તટસ્થતાના નામે ક્યારેક મોદીને તો ક્યારેક ભાજપને, ક્યારેક સંઘને તો ક્યારેક ભાગવતને અડપલું કરીને પોતાને એમના કરતાં સવાયા હિંદુવાદી ગણાવવાની ચેષ્ટા કરવામાં ધન્યતા અનુભવતા હોય છે.
સો વાતની એક વાત એ છે કે જો મોદીની પોઝિશન વીક થશે તો ભારતમાં હિંદુઓની અને હિંદુત્વની પોઝિશન પણ વીક થશે. જો ભાજપ નબળો પડશે તો મોદી નબળા પડશે. જો સંઘ પર કે ભાગવત પર પ્રહારો કરશો તો એ હિંદુત્વ પરના પ્રહારોમાં જ પરિણમશે.
ક્યાંક કોઈ સ્થાનિક સ્તરે તમને ભાજપના કોઈ કાર્યકર સાથે અણબનાવ થયો કે ભાજપના નેતાએ તમને ભાવ ના આપ્યો કે સંઘના કોઈ કાર્યકર્તા સાથે અણબનાવ થયો તો એ તમારો પર્સનલ પ્રૉબ્લેમ છે. તમારાં એ ગંદા લુગડાં ન તો જાહેરમાં ધોવાનાં હોય, ન એવા એકાદ-બે-ચાર કિસ્સાઓને જનરલાઈઝ્ડ કરીને જાહેરમાં ઉછાળવાના હોય. જો આવું વારંવાર કરતા રહેશો તો એનો લાભ રાષ્ટ્રીય સ્તરે શેખર ગુપ્તાઓ કે રાજદીપ સરદેસાઈઓ લઈ જશે અને સ્થાનિક સ્તરે ગુજરાતમાં કામ કરતા બે બદામના સેક્યુલર લેખકો-પત્રકારો-પેંતરાબાજો લઈ જશે.
તમે જો તમને આ દેશના વફાદાર નાગરિક માનતા હો અને ભારતમાતાના નિષ્ઠાવાન સંતાનોમાં તમને ગણાવતા હો તો તમારે સમજવું જોઈએ કે જેમ સરહદ પર લડનારા બહાદુર સૈનિકો ક્યારેય પોતાના સેનાપતિ વિરુદ્ધ ચૂં કે ચાં નથી કરતા, ઉપરીનો પડ્યો બોલ ઝીલે છે, ચીફની વ્યૂહરચનામાં પોતાનું ડહાપણ ડહોળવા નથી બેસતા એ જ રીતે તમે ભલે સરહદ પર લડવા જનારા સૈનિક નથી પરંતુ સમાજમાં રહેલા સૈનિકોમાં તમારો સમાવેશ થાય છે. દેશને મજબૂત અને સુરક્ષિત બનાવવામાં તમારું યોગદાન એ બહાદુર સૈનિકો જેટલું જ છે. માટે જ તમારે તમારા સેનાપતિ વિરુદ્ધ, તમારા ઉપરી વિરુદ્ધ, તમારા ચીફ વિરુદ્ધ એક પણ હરફ ઉચ્ચારવાનો નથી, એમની વ્યુહરચનાની ખોડખાંપણ કાઢવાની નથી, આ બાબતમાં તમારું ડોઢડહાપણ ડહોળવાની જરૂર નથી.
કોઈ તમને અંધભક્ત કહે ત્યારે શરમાવાને બદલે આ તો ગૌરવ લેવાની વાત છે એવું માનવું. જો તમે સાચા સનાતની, સાચા હિંદુ, સાચા ભારતીય હો તો તમને તમારા ઈષ્ટદેવમાં પાકો ભરોસો હોવાનો, પાકી શ્રદ્ધા હોવાની. શ્રીરામ, શ્રીકૃષ્ણ, મહાદેવજી, હનુમાનજી કે માતાજી સહિતના દરેક ભગવાનને, દરેક દેવને કોઈ જાતની શંકા લાવ્યા વિના આપણે આસ્થાપૂર્વક યાદ કરતા રહીએ છીએ.
નાસ્તિકોની વાત જુદી છે. મેં જેટલા નાસ્તિકો જોયા છે એ બધાને હિંદુ પરંપરાના ભગવાનો માટે એલર્જી છે પણ તેઓ ઇસ્લામ કે ઈસાઈયતના ફૉલોઅર્સની ઠેકડી નહીં ઉડાવે, માત્ર આપણી જ મજાક કરતા રહેશે. કુણાલ કામરા નામના જોકરે તો જાહેરમાં આ વાત કન્ફેસ કરી છે કે પોતે માત્ર હિંદુઓની આસ્થાને જ મજાકનું પાત્ર બનાવીને જોક્સ કરે છે. ગુજરાતીમાં પણ આવા ઘણા છે જેઓનો ધંધો હિંદુઓની ટીખળ કરવાને લીધે જ ચાલે છે, હિંદુઓને જેમનામાં પાકો ભરોસો છે એવા મહાનુભાવોની દિવસરાત ટીકા કરીને આ બદમાશો પોતાના બે ટંકના ભોજનની અને એક ટંકના દારૂની જોગવાઈ કરી લે છે. જો તેઓ મોદી-ભાજપની ટીકા કરવાનું બંધ કરી દે તો એમની યુ-ટ્યુબ ચૅનલને પૈસા મળતા બંધ થઈ જાય. જો તેઓ આવી ટીકા-ગાળાગાળ કરતાં લખાણો લખવાનું બંધ કરી દે તો એમનું વ્યક્તિત્વ ભૂંસાઈ જાય કારણ કે એમનામાં આ સિવાય બીજું કશું લખવાની આવડત નથી, ક્યારેય નહોતી. હા, હું આમાં નામચીન ગુજરાતી પત્રકારોને પણ ટાર્ગેટ કરું છું.
‘ઑપરેશન સિંદૂર’ની ઝળહળતી સફળતા પછી આ વિરોધીઓના પેટમાં તેલ રેડાયું છે. મોદીની પાલખી ખભે ઉંચકવાને બદલે અમુક હાઈપરડા હિંદુઓ કહેવા લાગ્યા હતા કે શું જોઈને મોદીએ યુદ્ધવિરામની ઑફર સ્વીકારી લીધી, કમ સે કમ પીઓકે તો લઈ લેવું હતું. જાણે ઑફિસથી પાછા ફરતાં ઘર માટે પા કિલો ટિંડોળાં લઈ જવાનાં હોય.
અગડંબગડં લખીને તમને ઉશ્કેરનારાઓનો તોટો નથી. મીડિયામાં તેમજ સોશ્યલ મીડિયામાં આવા ડઝનબંધ ફૂટકળિયાઓ ભર્યા પડ્યા છે. તેઓ હિંદુવાદી હોવાનો અંચળો ઓઢીને તમારો વિશ્વાસ સંપાદન કરી લે છે અને પછી મોદી-ભાજપ-સંઘ વિશે તદ્દન વાહિયાત દલીલો કરીને, કુતર્ક કરીને, ખોટી કે સિલેક્ટિવ માહિતીઓ આપીને, સંદર્ભ વિનાના કે ખોટા સંદર્ભો સાથેના કિસ્સા ટાંકીને તમને ગેરમાર્ગે દોરવાનો ફૂલ ટાઈમ ધંધો કરે છે.
વાસ્તે, સાવધાન.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
જય ભારત