ઝીણું દળું તો ઊડી ઊડી જાય, જાડું દળું તો કોઈ ના ખાય : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : સોમવાર, ૨૯ માર્ચ ૨૦૨૧)

તમે પોતે ગમે એટલા નિરુપદ્રવી હશો; સમાજને ઉપયોગી કામ કરતા હશો છતાં તમારા પગમાં આંટી ભેરવીને તમને પછાડી દેવાનો પ્રયત્ન કરનારા લોકો હોવાના જ છે આ સમાજમાં. તમને નડનારા, તમને ના પાડનારા, તમારો વિરોધ કરનારા, તમને પછાડનારા અને તમારી હિંમત પર પાણી રેડનારા લોકોનો તમારે સામનો કરવો જ પડે. તમારું કામ જેટલું મોટું એટલો તમારો વિરોધ વિશાળ. ગિરનારના કોઈ એક ખૂણે બેસીને કુટિયામાં ધરમધ્યાન કરનારા ભભૂતિ ચોળેલા બાવાને કોઈ નથી નડવાનું પણ ભલભલી મલ્ટીનેશનલ કંપનીઓના દાંત ખાટા કરનારા સાહસિકના કામ આડે પાંચસો વિઘ્નો આવવાનાં.

તમારી જિંદગીમાં પણ તમે આવા અનેક વિઘ્નસંતોષીઓ સાથે પનારો પાડયો હશે.

સૌથી પહેલા પ્રકારના નકારાત્મક માણસોમાં તમારી પ્રગતિ જોઈને બળી જનારા લોકો હોય છે. તમે લઈ ગયા અને અમે રહી ગયાની ભાવનાથી પીડાતા આવા લોકોને ખબર હોય છે કે તમારી હેસિયત એમના કરતાં અનેકગણી ઊંચી છે. આમ છતાં તેઓ તમારા માર્ગમાં રોડાં નાખવાના. એમના કોઈનીય પ્રગતિ જોવાતી નથી. પોતાના પ્રદેશમાં કોઈ મોટો અને ખૂબ જાણીતા ઉદ્યોગપતિનો પ્રોજેકટ આવી રહ્યો છે એવી ખબર પડશે તો તેઓ લાલ વાવટો લઈને ત્યાં દોડી જશે. તમે નવું બાઈક લીધું હશે તો ચૂપચાપ આવીને તમારી સીટના રેક્ઝિન પર બ્લેડથી ચીરો મૂકી જશે. તમે કોઈ સત્કાર્ય કરવા માટે, છાશની કે પાણીની પરબ ખોલવા માટે, ઉનાળાનાં ચાર મહિના તમારા મકાનની બહાર નાનકડો મંડપ બાંધીને રાખ્યો હશે તો કોર્પોરેશનમાં જઈને એન્ક્રોચમેન્ટની ફરિયાદ નોંધાવતા આવશે.

એમણે માની જ લીધું હોય છે કે પોતાનો જન્મ વિરોધ કરવા સારું જ થયેલો છે. એમને પોતાના ઘરમાં પણ વાત વાતમાં વાંકુ જ પડતું હોય છે – પત્ની સાથે, બાળકો સાથે, મા-બાપ સાથે, ઈવન તદ્દન અજાણ્યાઓ પર પણ તેઓ કોઈ લેવાદેવા વિના પથરા ફેંકતા રહેતા હોય છે. કોઈનીય પ્રગતિ એમનાથી જોવાતી નથી એટલું નહીં; કોઈનુંય સુખ એમનાથી જોવાતું નથી, કોઈ સંતોષી માણસ શાંતિથી પોતાનું જીવન જીવતો હોય તો એ પણ એમનાથી જોવાતું નથી.

જનમથી જ તેઓ પેટના બળ્યા હોય છે. સ્વભાવના પહેલેથી જ તેઓ આડા હોય છે. આવા તિરછા સ્વભાવના લોકોથી ભગવાન બચાવે કારણ કે તમને કલ્પના જ નથી હોતી કે આવા આવા લોકો તમને નડવાના છે, ઔઆવી આવી જગ્યાએ નડવાના છે- જેમનું ક્યારેય કશું નથી બગાડયું એવા લોકો તમને નડવાના છે.

બીજા એવા પણ લોકો હોય છે જેઓ. તમારી આડે આવીને અન્ય લોકોની આગળ પોતે કેટલા બહાદુર છે એવી ફિશિયારી મારતા રહે છે. મેં તો મોદી વિરુદ્ધ અમારી જ્ઞાાતિના સામયિકમાં સણસણતો ચર્ચાપત્ર લખી નાંખ્યો, આપણે કોઈની સાડાબારી રાખીએ એમ નથી. આવા લોકોનો નેકસ્ટ ટાર્ગેટ જો બાઇડન હશે પણ પોતે જે સ્કૂલમાં કલાર્કની નોકરી કરે છે તેના પ્રિન્સિપાલ કે ટ્રસ્ટીની ગેરરીતિઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવાની હિંમત એમનામાં નથી હોતી. નબળો ધણી બૈરી પર જ શૂરો હોય.

ત્રીજી કેટેગરીમાં એવા લોકો આવે છે જેમનો સ્વભાવ દરેક જગ્યાએ ખોડખાંપણ શોધવાનો હોય. એમની વાત સાચી હોય પણ મહત્ત્વની બિલકુલ ન હોય. સરસ જમવાનું આપતી રેસ્ટોરાંમાં જઈને બધા લોકો રસોઈનાં વખાણ કરતા હશે ત્યારે આ ભાઈ કે આ બહેન વળિયારી હવાઈ ગઈ છે કે નેપ્કીનમાં ડાઘ હતો એવી ફરિયાદ કરશે. કોઈ સુંદર પુસ્તક વાંચ્યા પછી એનું બાઈન્ડિંગ હજુ સારું હોઈ શક્ત એવું સૂચન કરશે.

દરિયા કિનારે કે હિલ સ્ટેશન પર જઈને સૂર્યાસ્ત માણતી વખતે એમને યાદ આવશે કે ગયા વખતે આપણે જે સનસેટ જોયેલો એટલો સારો અત્યારે નથી દેખાતો ને!

અંગ્રેજીમાં જેમને ‘ને સેયર્સ’ કહે છે એવા આ લોકોને દરેક વાતે વાંકું પડતું હોય છે. ગુજરાતી લોકગીતોમાં તો આવા લોકોને દાયકાઓ પહેલાં જ ઓળખી કાઢવામાં આવ્યા છેઃ ઝીણું દળું તો ઊડી ઊડી જાય, જાડું દળું તો કોઈ ના ખાય….મારા તે ઘરમાં સસરાજી એવા!

આજનો વિચાર

જે લોકોએ પોતાની આંખે ડાબલાં પહેરી રાખ્યા છે એમના કહેવાથી ક્યારેય તમારી દિશા બદલવાની નહીં.

–- અજ્ઞાાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here