ઈચ્છાઓ અને અંતિમ ઈચ્છાઓ: સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: 25 સપ્ટેમ્બર 2020)

જાતઅનુભવ તો નથી પણ સાંભળ્યું છે કે ફાંસીના કેદીને આગલી રાતે એની અંતિમ ઈચ્છા વિશે પૂછવામાં આવે છે.

માણસ મરવાનો થયો હોય એના ચોવીસ કલાક પહેલાં એની અંતિમ ઈચ્છા જાણીને કોનું શું ભલું થાય? એક તો, મોટા ભાગની અંતિમ ઈચ્છાઓ કંઈ ચોવીસ કલાકમાં પૂરી થઈ જાય એવી હોય નહીં. અને ધારો કે કોઈની અંતિમ ઈચ્છા એવી હોય જે ૨૪ કલાકમાં એના આત્મીયજનો પૂરી કરી પણ નાખે તો એ ઈચ્છા પૂરી થયાનો આનંદ માણવાનો સમય એની પાસે કેટલો હોય? (દા.ત. તમારી અંતિમ ઈચ્છા જેગુઆર કારના માલિક બનવાની હોય અને તમારો મિત્ર એની ગાડીના પેપર્સ તમારા નામે કરી પણ દે તો આવી કારના માલિક બન્યાનો આનંદ માણવા માટે તમારી પાસે કેટલા કલાક રહે?)

મને લાગે છે કે માણસે પોતાની દરેક ઈચ્છા એની અંતિમ ઈચ્છા છે એવું માનીને એને પૂરી કરવા માટે મંડી પડવું જોઈએ. મને કોઈ ચૉકલેટ આઈસક્રીમનું ટબ ખાવાની ઈચ્છા થઈ એવી ઈચ્છાઓને હું ગણતરીમાં નથી લેતો. મને ફલાણી બ્રાન્ડની પેન કે ઢીંકણી બ્રાન્ડની કાર લેવાનું મન થયું એવી ઈચ્છાઓની પણ વાત નથી કરતો. મને મારા વતનના ગામે કે પછી સ્વિટ્ઝરલૅન્ડ જવાનું મન થયું એની પણ વાત નથી. આ બધી ઈચ્છાઓ સેકન્ડરી છે. એ પૂરી થાય કે અધૂરી રહી જાય કે પછી એક નહીં બાર વાર પૂરી થાય તોય જીવનમાં કંઈ ઝાઝોમોટો ફરક પડવાનો નથી.

મારે જિંદગીમાં કંઈક કામ કરવું છે. મારે એક સંગીતવાદ્ય વગાડતાં શીખવું છે. મારે ગુલઝારસા’બ સાથે પૂરી ૬૦ મિનિટ સુધી વાર્તાલાપ કરવો છે. મારે બન્જી જમ્પિંગ કરવું છે (આ તો એક દાખલો છે. મારે નથી કરવું). મારે જિંદગીમાં અમુક પ્રકારના અનુભવો મેળવવા છે. મારે અમુક પ્રકારની વ્યક્તિઓના જીવનમાં અતિ મહત્ત્વના માણસ બનવું છે. મારે અમુક પ્રકારના લોકોને મારા જીવનની અતિ મહત્ત્વની વ્યક્તિ બનાવવી છે. મારે અમુક પ્રકારના લોકો મારી જિંદગીના એક લાખ કિલોમીટરના રેડિયસમાં નથી જોઈતા. અમુક પુસ્તકો વાંચવાં છે, અમુક પુસ્તકો લખવાં છે.

આ અને આવી અનેક ઈચ્છાઓની વાત કરું છું જે પૂરી થાય ત્યારે જિંદગી એટલે અંશે બદલાઈ ગયેલી લાગે. જે પૂરી ન થાય ત્યાં સુધી જિંદગી એટલે અંશે અધૂરી લાગે.

ઍટ અ ટાઈમ એક ઈચ્છા હાથમાં લેવાની. આપણો પ્રૉબ્લેમ શું છે કે હઝારોં ખ્વાહિશેં ઐસી કે હર ખ્વાહિશ પે દમ નીકલે. ગાલિબને પોસાય હજારો ખ્વાહિશ એકસાથે રાખવાનું. આપણને ન પોસાય. આપણે કંઈ એવું કોઈ કામ કરીને જવાના નથી કે ગાલિબની જેમ આપણને લોકો આપણા મર્યાના દોઢસો વર્ષ પછી યાદ રાખતા હશે. ગાલિબને માત્ર યાદ જ નથી રાખતા, ભજીએ છીએ, પૂજા કરીએ છીએ એમની. આપણે તો બહુ બહુ બારમાતેરમાની સરવણી સુધી યાદ રહેવાના. પછી શરૂઆતની કેટલીક પુણ્યતિથિઓ પ્રસંગે. મર્યાના પાંચ-દસ વર્ષ પછી તો કોઈ યાદ કરવાનું નથી. એટલા માટે યાદ નથી કરવાનું કે આપણે એવું કોઈ મહાન કામ કરીને નથી જવાના. અને એટલે જ હજારો ખ્વાહિશો રાખીને એને પૂરી કરવાનાં સપનાં ન જોઈએ કે એને પૂરી કરવાનાં ફાંફાં મારવામાં સમય ન બગાડીએ.

એક પછી એક ખ્વાહિશ લેતાં જઈએ. અને એ ખ્વાહિશ જીવનની અંતિમ ખ્વાહિશ છે એમ માનીને એને પૂરી કરવામાં આપણું સમગ્ર અસ્તિત્વ ખર્ચી નાખીએ. આપણો સમય, આપણી શક્તિ, આપણાં સાધનો-બધું જ ખર્ચી નાખીએ. પછી પૂરી થયેલી એ ઈચ્છાને માણતાં માણતાં બીજી કોઈ ઈચ્છા હાથમાં લઈએ. એને પણ એ અંતિમ ઈચ્છા છે એ જ રીતે ટ્રીટ કરીએ. આવું કરતાં જઈશું તો જિંદગીની ઉત્તરાવસ્થામાં યાર, કરવું તો ઘણું હતું પણ થઈ ના શક્યું એવી ફરિયાદ મોઢા પર નહીં આવે. આવું કરતાં રહીશું તો મૃત્યુના ૨૪ કલાક પહેલાં કોઈ આપણી અધૂરી રહી ગયેલી ઈચ્છા વિશે પૂછશે ત્યારે એનો કાન પકડીને કહી શકાશે કે ટોપા, આ કાકાની કેટલી કેટલી ઈચ્છાઓ પૂરી થઈ છે એની યાદી અત્યારે બનાવવાની હોય કે અધૂરી રહી ગયેલી ઈચ્છાઓની.

અંતિમ ઈચ્છા પૂરી કરવાનો સમય ક્યારેય આવવાનો નથી, એ તો શરૂ થઈ ચૂક્યો છે.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

4 COMMENTS

  1. Hello Saurabhbhai ….since a year I m reading all your articles n some of even missing too ….really getting too much knowledge from your article …is there any way to read all in English ??? then can ask my kids to read it …I m not much aware about your activity so asking ….we are also a BAPU ‘s flower n premi since long …

    • Check the upper right corner of newspremi.com site. You will see Hindi as well as English options. Some of the Gujarati articles are available in English also, including Bapu’s katha.

  2. અહીં નવરા ઓ અને દિવા સ્વપ્ન જોનારા ની બહુમતી છે. અને જે કામ કરતું હોય તેની ટીકા કરવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here