દિલ્હી રમખાણોની પ્રથમ વરસી: શું બદલાયું અને કેવી રીતે : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવ : મંગળવાર, ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૧)

બરાબર એક વર્ષ પહેલાં, 23મી ફેબ્રુઆરીની બપોરે ઇશાન દિલ્હીમાં રમખાણો ફાટી નીક્ળ્યાં. ત્રણ દિવસ સુધી ચાલેલાં આ રમખાણોમાં ઓછામાં ઓછા 53 લોકોએ જાન ગુમાવ્યા અને કરોડો રૂપિયાની સરકારી તેમ જ પ્રજાની માલમિલકત નષ્ટ પામી. ઘરો લૂંટાયા, દુકાનો લૂંટાઈ, શાળાનાં મકાનો તહસનહસ થયાં, બાળી નાખવામાં આવ્યાં.

23થી 25 ફેબ્રુઆરી 2020ના ત્રણ દિવસ દરમ્યાન થયેલાં આ રમખાણો પૂર્વયોજીત હતા. ટનબંધ એસિડ પાઉચ, ઇંટ-પથ્થરો અને પેટ્રોલનો જથ્થો છેલ્લા થોડાંક સપ્તાહથી એ વિસ્તારમાં જમા કરવામાં આવ્યો હતો. આ રમખાણોને રમખાણો કહેવાને બદલે જાતિનિકંદનની ઘટના તરીકે ઓળખવાં પડે. કોમી રમખાણમાં બે કોમ સામસામે લડતી હોય. અહીં એક જ કોમ બીજી કોમની કતલ કરી રહી હતી, એક જ કોમ દ્વારા બીજી કોમની માલમિલકત લૂંટાઈ રહી હતી.

દિલ્હીનાં આ રમખાણો 15મી ડિસેમ્બર 2019થી શાહીનબાગમાં શરૂ થયેલા સી.એ.એ. વિરોધી દેખાવોની પરાકાષ્ઠા સમાન હતાં. સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એકટ (સી.એ.એ.) 12મી ડિસેમ્બર 2019ના રોજ ભારત સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવ્યો. ભારત બહાર વસતા હિન્દુ-પારસી-શિખ-ઇસાઈ- બૌદ્ધને તે દેશ છોડીને (એ દેશની જુલમી નીતિઓથી છૂટવા માટે) ભારત આવીને વસવું હોય તો આ શરણાર્થીઓને ભારતની નાગરિકતા (સિટિઝનશિપ) મેળવવામાં સરળતા થાય એ હેતુસર આ કાનૂન બનાવવામાં આવ્યો. બાંગ્લાદેશ કે મ્યાનમારથી ભારતમાં ઘૂસી આવેલા મુસ્લિમ/રોહિંગ્યા ‘શરણાર્થી’ઓને લાગ્યું કે હવે પોતાની ખેર નથી – ભારત સરકાર હવે એમને શોધી શોધીને એમનો દેશનિકાલ કરશે. ભારતના કેટલાક ભાંગફોડિયા મુસ્લિમ નેતાઓ અને અર્બન નક્સલવાદી ગણાતા લેફટિસ્ટ અરાજકતાવાદીઓએ આ એક્ટનો વિરોધ કર્યો અને એક્ટ અમલમાં આવ્યાના ત્રણ દિવસ પછી દિલ્હી પર શાહીનબાગ ખાતે ‘શાંત દેખાવો’ શરૂ કર્યા. તેઓએ ભારતના નાગરિક એવા 15 કરોડથી વધુ મુસ્લિમોને ઉશ્કેર્યા કે સીએએને કારણે તમારી ભારતીય નાગરિકતા છીનવી લેવામાં આવશે અને તમારે ભારત છોડવાનો વારો આવશે. હકીકતમાં સીએએમાં કયાંય ભારતમાં રહેતા મુસ્લિમોનો (ફૉર ધેટ મૅટર મુસ્લિમોનો જ) કોઈ ઉલ્લેખ નથી. સીએએને ભારતીય નાગરિક તરીકે ભારતમાં રહેતા મુસ્લિમો સાથે કોઈ લેવાદેવા નથી. આ વાત સરકારે ગાઇબજાવીને કહી હોવા છતાં બહેરા કાને અથડાઈ. વાસ્તવમાં કાન બહેરા નહોતા. કાનમાં આંગળાં ખોસી દેવામાં આવ્યાં હતાં. અફવા દ્વારા અપપ્રચારને કઈ હદ સુધી ફેલાવી શકાય તેનો આ ક્લાસિક નમૂનો હતો. ભારતને અસ્થિર કરવા માટે હાથમાં આવેલો એક મોકો હતો. આવો મોકો વિઘટનકારીઓ અને દેશદ્રોહીઓ 2019માં મોદી ફરી વાર વડા પ્રધાન બન્યા એ પછી વારંવાર શોધવાના હતા. પીને વાલોં કો પીને કા બહાના ચાહિયેવાળી જગજૂની કહેવતની જેમ મોદી જેમને આંખમાં કણાની જેમ ખૂંચે છે પણ જેઓ ભારતીય પ્રજાનું પ્રચંડ સમર્થન ધરાવતા મોદીનો વાળ પણ વાંકો કરી શકે એમ નથી એવા લોકો મોદીના શાસનને અસ્થિર કરવાના આશયથી દેશમાં સિવિલ વૉર જેવી- ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ નિર્માણ કરશે- દેશના લોકોને આપસમાં લડાવી મારવાનાં કાવતરાં રચશે એવી આગાહી 2019ની ચૂંટણીનું મતદાન હજુ ચાલુ હતું એ જ અરસામાં આ લખનારે એક લેખમાં કરી હતી. પછીના દિવસોમાં એ લેખ ખૂબ વાઇરલ થયેલો. કૃષિ કાનૂનના વિરોધના નામે જે કંઈ થઈ રહ્યું છે તે પણ આ જ સ્ટ્રેટેજીનું અમલીકરણ છે : દેશમાં કોઈ પણ બહાને સિવિલ વૉર જેવી પરિસ્થિતિ નિર્માણ કરીને મોદીને અસ્થિર કરો. બનાવટી કૃષિ આંદોલનના બની બેઠેલા નેતા રાકેશ ટિકૈતના મોઢામાંથી ગઈ કાલે આ શબ્દો નીકળી ગયા : ‘લોકો સંગઠિત થાય તો સરકાર ઉથલાવી શકાય છે ‘ જેનો અર્થ એ થયો કે કૃષિ કાનૂનનો વિરોધ તો માત્ર એક બહાનું છે. એજન્ડા તો મોદીને ઉથલાવીને રાહુલ ગાંડાભાઈને પીએમ બનાવવાનો છે કારણ કે આ લોકોને ખબર છે કે 2024ની ચૂંટણીમાં મોદીને હરાવવા અશક્ય છે.

સાઠ વર્ષના કૉન્ગ્રેસી શાસનનાં પાપ ધોવાનું પડતું મૂકીને મોદી પોતાની ખુરશી બચાવવામાં વ્યસ્ત થઈ જાય અને દેશને પ્રગતિના રાહ પર સડસડાટ લઈ જતી યોજનાઓ પાટા પરથી ખડી પડે અને કૉન્ગ્રેસ, કૉન્ગ્રેસીઓ તથા કેજરીવાલ, ઉદ્ધવ, મમતા વગેરે જેવા એમના મળતિયાઓ ફરી એકવાર આ દેશને લૂંટવાનું શરૂ કરી દે એવાં કાવતરાં શાહીનબાગમાં સીએએના વિરોધ રૂપે અને અત્યારે કૃષિ કાનૂનના વિરોધમાં થતા સિંધુ બૉર્ડર પરના દેખાવો રૂપે થતાં જ રહેવાનાં છે. આ વાત સમજવાની છે અને દેશવિરોધી તત્ત્વોને ખુલ્લાં પાડીને એમના તરફથી થતા અપપ્રચારનાં પડઘમ વાગતાં હોય ત્યારે એમાં તણાઈ જવાને બદલે શાંત ચિત્તે વિચારવાનું છે કે આ કાવતરાં કોણ કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે અને જો એમાં એમને ભૂલેચૂકેય જો સફળતા મળી તો આ દેશનું ભાવિ કેવું બની જવાનું છે.

2020માં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સૌપ્રથમવાર ભારતની મુલાકાતે આવવાના હતા. મુલાકાતની તારીખ, જે અગાઉથી જાહેર થઈ ચૂકી હતી તે હતી 24 અને 25 ફેબ્રુઆરી. દિલ્હી રમખાણો શરૂ થયાં 23મી ફેબ્રુઆરીની બપોરે અને 24-25 ફેબ્રુઆરીએ આ રમખાણો પરાકાષ્ઠાએ પહોંચ્યાં. ભારત અને અમેરિકા સહિતના દુનિયાભરના વામપંથીઓને નરેન્દ્ર મોદીની નીતિઓ સામે બાપે માર્યાં વેર છે અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આ વામપંથીઓની આ વૈશ્વિક લૉબીને ३६નો આંકડો છે. આ બંને રાષ્ટ્રપ્રમુખો એકબીજાની કેટલા નજીક છે એનો અંદાજ હ્યુસ્ટનમાં 22 સપ્ટેમ્બર 2019ના રોજ યોજાયેલા ‘હાઉડી મોદી’ના ભવ્ય સ્વાગતકાર્યક્રમ પરથી દુનિયાને આવી ચૂકયો હતો અને એનાથી બમણા મોટા સ્તરે મોટેરા સ્ટેડિયમના ‘નમસ્તે ટ્રમ્પ’ના કાર્યક્રમમાં 24મી ફેબ્રુઆરીએ આવી જવાનો હતો. દુનિયાના સૌથી શકિતશાળી દેશોમાંના આ બે રાષ્ટ્રોની ભાઇબંધી પરથી હટીને, ઇન્ટરનેશનલ મીડીયાનું ધ્યાન ભારતમાં ચાલી રહેલા (કૃત્રિમ રીતે ઊભા કરવામાં આવેલા) ‘પ્રજાના અસંતોષ’ તરફ ખેંચાય એ માટે દિલ્હીનાં આ પૂર્વયોજિત રમખાણોની તારીખો યાદ રાખવી જરૂરી છે.

તાહિર હુસૈન: કેજરીવાલનો નિકટનો સાથી અને દિલ્હી રાયટ્સનો આરોપી

હિન્દુઓની જાગૃતિ અને નવી ટેક્નોલોજીનો આવિષ્કાર. આ બંને અત્યારે એક સાથે આપણે અનુભવી રહ્યા છીએ. હિન્દુઓ જાગ્રત થયા એટલે એમણે ઇલેક્ટ્રોનિક મીડીયા, ઇન્ટરનેટ, સોશ્યલ મિડિયા વગેરેનો વધુને વધુ લાભ લઇને પોતાની વાત દુનિયા સુધી પહોંચાડવાનું શરૂ કર્યું કે પછી ઇન્ટરનેટ-સોશ્યલ મિડિયા વગેરેનો જુવાળ શરૂ થયો એટલે હિન્દુઓમાં પોતાની વાત જગત સુધી લઈ જવાની સભાનતા આવી? પહેલાં મરઘી કે પહેલાં ઇંડું જેવા આ સવાલનો જવાબ શોધવા જઇશું તો મૂળ મુદ્દો ચાતરીને પેટા રસ્તે નીકળી જવું પડશે માટે એનો જવાબ હાલ પૂરતો અધ્ધર રાખીને આગળ વધીએ.

ગયા વર્ષે 23 થી 25 ફેબ્રુઆરી દરમ્યાન દિલ્હીનાં રમખાણો હિન્દુઓને કારણે થયાં અને હિન્દુઓ જ આ માટે જવાબદાર છે એવું અસત્ય લ્યુટેન્સ મીડિયાયાળી અનેક લેફ્ટિસ્ટ ટીવી ચેનલોએ ટવેન્ટી ફોર બાય સેવન પ્રસારિત કર્યું. આની સામે રિપબ્લિક વર્લ્ડ અને રિપબ્લિક ભારત જેવી રાષ્ટ્રને વફાદાર રહેતી કેટલીક ટીવી ચેનલોએ જાતના જોખમે રિપોર્ટિંગ કરીને આ રમખાણોમાં કોનો કોનો હાથ છે તેનું ઇન્વેસ્ટિગેશન કરવાની સફળ કોશિશ કરી. કેજરીવાલની ‘આપ’ પાર્ટીના મ્યુનિસિપલ કાઉન્સિલર તાહિર હુસૈનનું નામ મુખ્ય કાવતરાખોર તરીકે બહાર આવ્યું. અત્યારે એ અને એના સાથી કાવતરાખોરો તેમ જ ખૂનના આરોપીઓ જેલમાં છે. આઇસિસ (આઇ. એસ.આઇ. એસ. – ઇસ્લામિક સ્ટેટ ઇન સિરિયા એન્ડ ઇરાક) માટે વૈશ્વિક સ્તરે રિફ્રુટમેન્ટ અને ટ્રેનિંગનું કામ કરવાનો જેના પર આક્ષેપ છે તે પીએફઆઈ (પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા) નામના ભારતસ્થિત આતંકવાદી ઈસ્લામિક સંગઠન દ્વારા દિલ્હી રમખાણોમાં ફંડિંગ કરવામાં આવ્યું છે એ વાત બહાર આવી. ભારત સરકારની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એન.આઈ.એ.)ની તપાસમાં આ લિન્ક બહાર આવી. રાષ્ટ્રપ્રેમી મિડિયાએ આ માહિતીને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પૂરેપૂરા ફોર્સ સાથે પ્રજા સુધી પહોંચાડી. આ બાજુ રમખાણોની આગ હજુ ઠરી નહોતી એ વખતે, ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિમાં, 26મી ફેબ્રુઆરીની બપોર પછી ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત દોભલે દિલ્હીનાં રમખાણગ્રસ્ત વિસ્તારોની પગપાળા મુલાકાત લેવાની હિંમત દાખવીને ત્યાંની પરિસ્થિતિનો જાતેપોતે કયાસ કાઢયો અને આ દ્વારા રમખાણના કાવતરાંખોરોને ગર્ભિત સંદેશો પહોંચાડયો કે તમારાથી કોઈ ડરવાનું નથી—ભારતની સરકાર હવે એ નથી રહી જે એક જમાનામાં તમને છાવરતી હતી, એટલું જ નહીં ‘આ દેશના સંસાધનો પર સૌપ્રથમ હક્ક મુસલમાનો નો છે’ એવું જાહેરમાં કહીને તમને થાબડભાણાં કરતી હતી.

દિલ્હી રમખાણો કંઈ દેશમાં પહેલવહેલાં રમખાણો નહોતાં. આઝાદી પહેલાં અને આઝાદી પછીનાં વર્ષોમાં ભારતમાં કોમી રમખાણો થતાં આવ્યાં છે. એક જનરલ પર્સેપ્શન એ છે કે ભારતમાં થતાં કોમી રમખાણોમાં બહુમતી હિન્દુઓનો વાંક હોય છે અને લઘુમતી મુસ્લિમો વિક્ટિમ હોય છે. આવું પર્સેપ્શન સર્જાવાનું કારણ શું? આ રમખાણોનું રિર્પોટિંગ કરનારું લેફ્ટિસ્ટ મીડિયા તથા આ પ્રકારની ઘટનાઓનું ડૉક્યુમેન્ટેશન કરનારી, તિસ્તા સેતલવાડ જેવી એક્ટિવિસ્ટો દ્વારા ચાલતી સંસ્થાઓ તરફથી એક નરેટિવ ઊભું કરવામાં આવતું હોય છે જેમાં અર્ધસત્ય તથા અગત્યની ભરમાર હોય છે. મુસ્લિમોનો વાંક હોય એવી ઘટનાઓને છાવરીને (અને કયારેક એને જસ્ટિફાય કરીને) મુસ્લિમો કેવી રીતે આ રમખાણોમાં ભોગ બન્યા અને તબાહ થઈ ગયા એવી અતિશયોક્તિ ભરેલી, અર્ધસત્યથી ભરેલી અને અથવા સંપૂર્ણપણે સત્ય વેગળી એવી ‘હકીકતો’ અને ઉપજાવી કાઢેલા પુરાવાઓ તમારા સુધી પહોંચાડવામાં આ લોકોની ઇકો સિસ્ટમ તથા આ ઇકો સિસ્ટમની એકો ચેમ્બર્સ દિવસરાત મંડી પડતી હોય છે. ચારે દિશાઓમાંથી એકની એક વાત તમારા કાને અથડાવા માંડે એટલે તમે માનવા માંડો કે આ દેશમાં લઘુમતિઓ પર જુલમ થાય છે. હિન્દુઓને ક્યાં કેવું નુકસાન થયું, હિન્દુઓએ કોઈ રીતે આ રાયટ્સ શરૂ કર્યા નથી અને જયારે મોત સામે દેખાયું ત્યારે જ સેલ્ફ ડિફેન્સમાં પગલાં લીધાં છે એવી તમામ હકીકતોને આ નરેટિવમાં દાટી દેવામાં આવતી હોય છે. એટલું જ નહીં હિન્દુઓ કેટલા જુલમી છે એવા ઉપજાવી કાઢેલા કિસ્સાઓ, અફવાઓને સત્ય હકીકત તરીકે, લેફટિસ્ટ મિડિયા સાથેની મિલીભગત દ્વારા, આપણા સુધી પહોંચાડીને આપણું બ્રેઇન વૉશ કરવામાં આવતું હોય છે. 2002ના ગોધરા હિન્દુ હત્યાકાંડ પછી આવી ઘણી રમતો મીડિયા દ્વારા રચાઈ. એમાનો શેખર ગુપ્તાની બદમાશીવાળો એક નમૂનો, જો તમે ભૂલી ગયા હશો તો વખત આવ્યે પુનઃ પ્રકાશિત કરીશું.

ઇન્ટરનેટ, સોશ્યલ મીડિયા અને ઇલેકટ્રોનિક મીડિયાને કારણે હિન્દુઓની વાત આપણા સુધી પહોંચતી થઈ છે. રાષ્ટ્રવિરોધી તત્ત્વો રમખાણો વખતે જે નરેટિવ ઉભું કરે છે તેને તોડવા માટે , એમનું જુઠ્ઠાણું બહાર લાવવા માટે રાષ્ટ્રપ્રેમીઓએ મહેનત કરવી પડશે એવી સભાનતા હવે પ્રગટરૂપે બહાર આવી રહી છે અને એ સભાનતાને અલમમાં મૂકવાના સફળ પ્રયત્નો પણ શરૂ થઈ ગયા છે. રમખાણો કેવી રીતે થયાં, ખરેખર કોણ વિક્ટિમ બન્યું અને ષડયંત્રકારોના છેડા ક્યાં સુધી અડકે એ તમામ વાતોનું ડૉક્યુમેન્ટશન કરવાની મહેનત ભારતની આજની જ નહીં આવનારી પેઢીઓ મારે પણ અગત્યની છે એ વાત હવે સ્વીકારાઈ રહી છે. વીસેક વર્ષ પહેલાં 2002માં કે ત્રીસેક વર્ષ પહેલાં – 1993માં આ વાત ગાઇબજાવીને કોઇક કહેતું તો પણ એ વખતે ન તો એવી વ્યાપક સભાનતા હતી ન સગવડો.

હવે બધું બદલાઈ રહ્યું છે. આ બદલાવનું પરિણામ એ આવ્યું કે 2020ના દિલ્હી રાયટ્સની ઘટનાઓનું ડૉક્યુમેન્ટેશન થયું અને તે પણ એક નહીં બબ્બે દેશપ્રેમી સંગઠનો દ્વારા.
સૌ પ્રથમ ‘ઑપઇન્ડિયા’નાં હિન્દી એડિટર નુપૂર જે. શર્માએ આ ત્રણ દિવસના ઘટનાક્રમનું તેમ જ એ પછીનાં પ્રત્યાઘાત/પ્રતિક્રિયા/પોલીસ એકશનનું દસ્તાવેજીકરણ કરીને એક પુસ્તક લખ્યું : ‘એન ઑપઇન્ડિયા રિપોર્ટ ઑન દિલ્હી એન્ટી-હિન્દુ રાયટ્સ 2020.’ આ પુસ્તકની પ્રિન્ટ એડિશન કરવાને બદલે એને સીધું જ એમેઝોન-કિન્ડલ પર ઇ-બુકરૂપે પ્રગટ કરવામાં આવ્યું. આપ સૌ જાણો છો એમ બુક પબ્લિશિંગની દુનિયામાં પણ લેફ્ટિસ્ટ ઇકો સિસ્ટમનું એકચક્રી શાસન ચાલે છે અને એમેઝોન જેવી ઑનલાઇન શોપિંગ સાઇટના પ્રકાશન વિભાગમાં પણ આ લોકોની માનસિકતા સાથે મેચ થાય એવી પ્રજાઓ ભરી પડી છે જેઓ ભારતમાંથી જ કમાણી કરીને ભારતવિરોધી માનસિકતા ધરાવનારાઓને પ્રમોટ કરતા હોય છે અને રાષ્ટ્રપ્રેમીઓની હેરાનગતિ કરતા રહે છે. નુપૂર જે. શર્માના પુસ્તક સામે શરૂઆતમાં એમેઝોન કિન્ડલના કર્તાહર્તાઓએ વાંધાવચકા કાઢયા, કવર પેજ બદલવાનું કહ્યું, પણ છેવટે ટફ ફાઇટ પછી થોડા દિવસોમાં એ પુસ્તકને કિન્ડલ પર સ્થાન મળ્યું અને તરત જ બેસ્ટ સેલર બન્યું.

બીજું પુસ્તક મૉનિકા અરોરા અને એમની ટીમે તૈયાર કર્યું જેનું શીર્ષક છેઃ ‘દિલ્હી રાયટ્સ 2020: ધ અનટોલ્ડ સ્ટોરી’. આ પુસ્તક ઓરિજનલી બ્લુમ્સબરી નામની જંગી આંતરરાષ્ટ્રીય પ્રકાશન સંસ્થાએ પ્રગટ કરવાનો કૉન્ટ્રાક્ટ કર્યો હતો. પણ એના ઑનલાઇન પ્રકાશનસમારોહના થોડાક જ દિવસ પહેલાં બ્લુમ્સબરી પાણીમાં બેસી ગઈ. છેક છેલ્લી ઘડીએ આ પ્રકાશન સંસ્થાએ વાંધાવચકા ઊભા કર્યા જેના પાયામાં આ પબ્લિશિંગ હાઉસ સાથે સંકળાયેલા નામીચા સેક્યુલર લેખકોની ટોળકી હતી. હૅરી પોટર શ્રેણી જેવાં અનેક બેસ્ટ સેલર પુસ્તકોની આ પ્રકાશન સંસ્થાએ જેવું આ પુસ્તકનું પ્રગટીકરણ અટકાવી દીધું કે તરત જ ‘ગરુડ પ્રકાશન’ નામની અત્યાર સુધી મર્યાદિત વાચકોમાં લોકપ્રિય બનેલી રાષ્ટ્રવાદી પ્રકાશન સંસ્થાએ આ પુસ્તક પ્રકાશનના હક્કો મેળવીને અગોતરા ગ્રાહક નોધવાનું શરૂ કરી દીધું અને જોતજોતામાં હજારો નકલના ઑર્ડરો મેળવીને વિક્રમસર્જક સમયમાં એનું પ્રકાશન કરીને ચિક્કાર વાચકોના હૃદયમાં સ્થાન મેળવી લીધું. આ પુસ્તકની પ્રિન્ટ એડિશન ઉપરાંત કિન્ડલ પર ઇ-બુક પણ ઉપલબ્ધ છે. થોડા વખત પહેલાં એનો હિન્દી અનુવાદ પણ પ્રગટ થઈ ચૂકયો છે અને ટૂંક સમયમાં ગુજરાતી અનુવાદ પ્રગટ થઈ રહ્યો છે.

રમખાણો, દેખાવો તેમ જ રાષ્ટ્રના વર્તમાન તથા ભાવિને અસર કરતી તમામ ઘટનાઓ જયારે બનતી હોય ત્યારે જ એ બનાવોનું દસ્તાવેજીકરણ કરી લેવું, લેફ્ટિસ્ટ મીડિયાને ભરોસે કે તિસ્તા સેતલવાડોના ભરોસે ન રહેવું અન્યથા તેઓ આખો નરેટિવ બદલી નાખશે અને એવો માહોલ ઊભો કરશે જેમાં આ ઘટનાઓને આપણે એમનાં ચશ્માંથી જોતાં થઈ જઇશું. આ વાત 1993ના જાન્યુઆરીમાં, બાબરીધ્વંસની પ્રથમ માસિક તિથિ પછી થયેલાં મુંબઈનાં રમખાણો વખતે આપણે જોઈ. 2002ની 27મી ફેબ્રુઆરી પછી ગુજરાતમાં પણ જોઈ. છેક છેલ્લે ગયા વર્ષે બેન્ગલોરમાં 11-12 ઑગસ્ટે થયેલાં રખમાણોમાં પણ જોઈ. દરેક વખતે મુસ્લિમો બિચારા અને હિન્દુઓ આક્રમણખોરનું નરેટિવ સ્થાપવાની કોશિશ થઈ.

ગુજરાતમાં 1969ના, 1985ના, 1990ના, 1992ના (સુરતમાં) એ 2006ના (વડોદરામાં) રાયટ્સ વખતે પણ લઘુમતિ બાપડી અને બહુમતિવાળા ખૂનીનું જ નરેટિવ ઊભું થયું હતું.

દેશમાં જ્યાં જ્યાં રમખાણો થયાં તે બધે જ ઠેકાણે હિન્દુઓનો જ વાંક હતો અને મુસ્લિમોનો ભોગ લેવાયો એવું પ્રસ્થાપિત કરવાની કોશિશ થઈ. ચાહે એ રાંચી (1967)નાં રમખાણો હોય કે મોરાદાબાદ (1980), નેલ્લી (1983), ભિવંડી (1984), મેરઠ (1987), મુઝફ્ફરનગર (1988), બદાયું-યુપી, (1989), હૈદરાબાદ (1990), સહરાનપુર-યુપી (1991), મેરઠ (1991), સીતામઢી-બિહાર (1992), કોઇમ્બતુર (1997), મઉ-યુપી (2005) નાં કે આ ઉપરાંતનાં બીજાં અનેક રમખાણો હોય. મોટાભાગના કિસ્સાઓમાં દેશદ્રોહી તત્ત્વોએ જે નરેટિવ ઊભું કર્યું હોય તે જ નરેટિવ એમની પાળેલી મિડિયા-ઇકો સિસ્ટમ દ્વારા આપણા સુધી પહોંચે અને સત્ય કયારેય બહાર જ આવે, એને ઊંડે સુધી દાટી દેવામાં આવે જેથી આપણે પોતે આપણા જ લોકો પર થુ થુ કરતા રહીએ અને દુનિયા આખીમાં પ્રચાર થતો રહે કે ભારતમાં મુસ્લિમો સલામત નથી, ભારતનો મુસ્લિમ ડરેલો છે.

આવા કુપ્રચારની આંધીમાં નુપૂર જે. શર્માએ ઑપઇન્ડિયા દ્વારા અને મૉનિકા અરોરાએ ગરૂડ પ્રકાશન દ્વારા જે નેત્રદીપક કાર્યો કર્યાં તેને દિલ્હી રાયટ્સની પ્રથમ વરસી નિમિત્તે યાદ કરવાના આશયથી આટલું લખ્યું છે. આપણો ઇતિહાસ આપણે આપણી દ્રષ્ટિથી જોતાં શીખીએ અને દેશદ્રોહી વામપંથી સેક્યુલરોની ઇકો સિસ્ટમને દમ લગા કે હૈસા, જોર લગા કે હૈસા, પૈર જમા કે હૈસા કરીને એનું તોડકામ કરવાનું કામ ચાલુ રાખીએ એવો સંકલપ આજે લઇએ.

હજુ પણ કંઈ મોડું થયું નથી. 2024ની ચૂંટણીમાં મોદીને મત આપી આવીશું એટલે આપણો દેશપ્રેમ વ્યક્ત થઈ જશે અને મતદાનમથકેથી પાછા આવીને બીજા પાંચ વરસ સુધી રોજ નિરાંતે શયનખંડમાં જઈને કુશાંદે પલંગ પર સૂઈ જઇશું એવી માનસિકતા રાખીને બેધ્યાન બનીને જીવતાં ન થઈ જઈએ એની સામેની આ ચેતવણીની સાયરન છે. ચૌકન્ના રહેવું પડશે. રોજેરોજ. ટ્વેન્ટી ફોર બાય સેવન. ગણવેશ પહેરીને સરહદ પર પહેરો ભરતા જવાનોને સો-સો સલામો તો છે જ. દેશના આંતરિક દુશ્મનો સામે લડી રહેલાં નુપૂર જે. શર્મા અને મોનિકા અરોરા જેવા કલમના સિપાહીઓને પણ આજના દિવસે સલામ.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

6 COMMENTS

  1. સર , આ શેખર ગુપ્તાવાળો કિસ્સો દર્શાવતો આપનો લેખ ફરીથી મૂકવા વીનંતી છે. એ બાબત વીશે કાંઈ જ જાણકારી નથી. આપ જેવા જાગૃત અને ભડવીર લેખકોને લીધે જ અમને ખરી માહિતી મળી રહે છે. બાકી , મોટા ભાગના લોકો તો પોતાના પાપડ શેકવાનું જ કામ કરી જાણે છે. થેંક્સ હકીકતને નજર સમક્ષ લાવવા માટે.

  2. Please publish your Articles in Hindi and English also so that I can forward those to other than Gujarati ppl.

  3. શેખર ગુપ્તા ની બદમાશી શું હતી ? ક્યારેક એ વિશે ફરીથી જણાવવા વિનતી. ધન્યવાદ.

  4. Superb

    Yesterday there were news from sold media about increase in auto and taxi fare by Rs 3 due to increase in petrol price????

    Dalal media cunningly not writing that Auto and Taxi are running with Gas

    Let them enjoy their pig days always wanted to remain in Mud pool

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here