જીવવા માટેની બેસ્ટ ઉંમર કઈ : સૌરભ શાહ

( ‘તડકભડક ‘ : ‘સંદેશ ‘, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 20 સપ્ટેમ્બર 2020)

જાવેદ અખ્તરની કવિતાના આ શબ્દો છે : રાત સર પર હૈ ઔર સફર બાકી / હમકો ચલના ઝરા સવેરે થા.

અને એક નવલકથામાં હીરોના મોઢે આ સંવાદ બોલાય છે : પાછળ નજર કરતાં વિચારું છું કે મારે જિંદગીમાં જે કંઈ કરવું હતું એમાંથી કેટલું હું કરી શક્યો છું અને આગળ નજર કરતાં વિચારું છું કે જે જે નથી થઈ શક્યું તે કરવા માટે હવે કેટલો સમય મારી પાસે બચ્યો છે.

આ એક ઈટર્નલ ફીલિંગ છે. તમારી ઉંમર કંઈ પણ હોય, એક વાત રહી રહીને મગજમાં ચકરાવો લેતી રહેવાની. પાસ્ટમાં ઘણો ટાઈમ મેં બગાડ્યો. લાઈફમાં એ વર્ષો સાવ નક્કામાં ગયાં. એ સમયનો સારો ઉપયોગ કર્યો હોત તો અત્યારે હું ક્યાંનો ક્યાં હોત!

જાતને ઘડીભર આશ્વાસન આપવા માટે આવું વિચારવું હોય ત્યાં સુધી ઠીક છે. બહુ ઘા લાગ્યા હોય ત્યારે મલમ ચોપડવાથી જે રાહત મળે તે મળી જાય. પણ આ કંઈ આપણી સમય વેડફવાની સમસ્યાનું કાયમી નિરાકરણ નથી. જિંદગીના દરેક તબક્કે આવું જ વિચારતા રહીશું કે : છે રાત માથે ને યાત્રા હજુ અધૂરી છે / જો નીકળ્યા હોત સવારે જરા તો સારું થાત (અનુવાદ : રઈશ મનીઆર) તો આખી જિંદગી અફસોસ કરવામાં જ ગુજારીશું.

વીતેલો સમય પાછો નથી આવતો એ સમજવા છતાં આપણે વીતેલા સમયની બાબતમાં અફસોસ કરવાનું છોડતા નથી. વીતેલો સમય પાછો મળે તો કેવું સરસ એવી પલાયનવૃત્તિ, એવા રોમેન્ટિક ખ્યાલો, આપણને અત્યારના આપણા સમયની અવગણના કરવા પ્રેરે છે. 40 કે 50 વર્ષની ઉંમરે તમે વિચારો કે કાશ, મારી ઉંમર 25 વર્ષની હોત તો! આપણને પંદર-વીસ વર્ષ પહેલાંની એ યુવાવસ્થા આકર્ષક લાગે છે કારણ કે 40-50ની ઉંમરે તમને લાઈફ વિશે, તમારા ભવિષ્ય વિશે કોઈ ઈન્સિક્યોરિટીઝ રહી નથી. વિચાર કરો કે વીસ-પચ્ચીસ વર્ષની ઉંમરે તમે તમારા વિશે કેટલા અન્શ્યૉર હતા? તમે જે દિશામાં આગળ વધી રહ્યા છો તે દિશા તમને જ્યાં જવું છે ત્યાં લઈ જશે કે નહીં એની તમને ખબર નહોતી. 40 વર્ષે તમને ખબર છે કે આ જ દિશાએ તમારે આગળ વધવાનું હતું.

40 વર્ષની ઉંમરે તમે એમ વિચારો કે 20 વર્ષની ઉંમરે જો મને કોઈકે સાચું માર્ગદર્શન આપ્યું હોત તો મારી જિંદગી અત્યારે સાવ જુદી જ હોત —તો એ અફસોસ તદ્દન નકામો છે, મનને બહેલાવવા સમો છે. ચાલો, વાત સાચી કે તમને સાચું માર્ગદર્શન આપવા માટે તે વખતે કોઈ નહોતું. પણ એય ખરું ને કે તે વખતે તમને જો કોઈ એવું ભટકાઈ ગયું હોત તો આજે તમે જ્યાં છો, જે છો એના કરતાં પણ સાવ તળિયે હોત, ખાનાખરાબી હોત તમારા જીવનમાં. એ વર્ષોમાં આવું થયું હોત તો અત્યારે મારી જિંદગી આવી હોત એવા વિચારો માત્ર પલાયનવૃત્તિ છે, અત્યારની જિંદગીની જવાબદારીનો ઉલાળિયો કરવાની છટકબારી છે.

સાઠ વર્ષે પહોંચીને જો તમને એમ લાગે કે 40 વર્ષની ઉંમરે મારામાં કેટલી એનર્જી હતી, કેટલી શારીરિક શક્તિ હતી તો જસ્ટ વિચારો કે 80 વર્ષના થયા પછી તમને સેમ આ જ વિચાર આવવાનો : 60 વર્ષે મારામાં કેટલી શક્તિ હતી, કેટલી એનર્જી હતી.

40 વર્ષની ઉંમરે તમને 25 વર્ષના લોકો યંગ લાગતા હોય અને 60 વર્ષની ઉંમરે તમને 40 વર્ષના લોકો યંગ લાગતા હોય અને 80 વર્ષની ઉંમરે તમને 60 વર્ષના લોકો યંગ લાગતા હોય તો એનો અર્થ એ કે મોટી ઉંમર અને નાની ઉંમર સાપેક્ષ છે. ઉંમર તો માત્ર એક માનસિક અવસ્થા છે, એવું કહેવામાં આવે છે ત્યારે એનો અર્થ એ નથી કે 40 વર્ષે તમારું શરીર 25 વર્ષની વ્યક્તિ જેવું કે 60 વર્ષે 40 વર્ષની વ્યક્તિ જેવું કે 80 વર્ષે 60 વર્ષની વ્યક્તિ જેવું દેખાય, કે એવી શારીરિક એનર્જી તમારામાં હોય. માનસિકતાથી મતલબ એવો પણ નથી કે તમારાથી 20 કે 40 વર્ષ નાની હોય એવી યુવાન વ્યક્તિઓ જે કંઈ કરે, જે કંઈ વિચારે અને જે રીતે જીવે એ જ રીતે તમે વિચારો કે જીવો. ઉંમર એક માનસિક અવસ્થા છે એનો અર્થ એ થયો કે તમે 25 વર્ષના હો ત્યારે ટિપિકલ 25 વર્ષના લોકો જે વિચારે છે તેવું જ તમારે વિચારવાનું છે એવા માનસિક બંધનથી તમે મુક્ત રહો. 60 વર્ષની ઉંમરે તમારી આસપાસના હમઉમ્ર મિત્રો-પરિચિતો-સગાંઓ પોતાના રિટાયર્મેન્ટની, વેવાઈ-વેવલાની અને ગાર્ડનમાં ચાલતી બુઢિયા ક્લબોની કે ભજન મંડળીઓની વાતો કરતા હોય તો તમે એ ઉંમરની આવી ટિપિકલ વાતોથી બચીને રહો. તમારી માનસિકતાને તમારા આસપાસના વાતાવરણથી ખરડાવા ન દો, અભડાવા ન દો એ જરૂરી છે.

આયુષ્યમાં ઉંમરનો કોઈપણ તબક્કો નકામો નથી હોતો. કોઈપણ ઉંમર અફસોસ કરવા જેવી નથી હોતી. હા, ક્યારેક વિચાર આવે કે રાત પડવાને હવે થોડી જ વાર છે અને હજુ તો કેટલી બધી સફર બાકી છે, મળસકે જરા વહેલા જાગીને યાત્રા શરૂ કરી લીધી હોત તો સારું થાત. પણ આ વિચાર માત્ર બે ઘડી પૂરતો જ બરાબર છે. આવો અફસોસ પકડીને બેસી રહેવાય નહીં.

સૌને ઘણી વખત વિચાર આવી જાય કે જિંદગીની કિતાબનું પ્રૂફ રીડિંગ થઈ શકતું હોત તો મેં કેટલી બધી જોડણીની ભૂલો, વાક્યરચનાની ભૂલો, વ્યાકરણની ભૂલો સુધારી લીધી હોત! કેટલા બધા ફકરા રિટાઈપ કર્યા હોત, કેટલાં બધાં પ્રકરણો એડિટ કર્યા હોત અને કેટલા બધાં પાનાં ફાડીને ફેંકી દીધાં હોત! આવું થઈ શકતું હોત તો અઢાર વર્ષની ઉંમરથી શરૂ કરેલી આ 40 વર્ષની કારકિર્દીની કિતાબ લીન, ટ્રિમ, ફુલ ઑફ સરપ્રાઈઝીસ અને ભરપૂર એક્સાઈટમેન્ટવાળી બની હોત. નેવર અ ડલ મોમેન્ટ. પણ આવું તો કંઈ બનવાનું નથી. એટલે એવો અફસોસ પણ કરવાનો ન હોય. હા, એવો અફસોસ કરવાને બદલે એક નવો વિચાર કરવાનું મન જરૂર થવું જોઈએ. વીતેલા ચાર દાયકામાં મારે શું શું નહોતું કરવું, ક્યાં મેં સમય વેડફ્યો, કેવા લોકો સાથે નહોતું ભળવું, કઈ વાતોમાં વધારે નિષ્ઠાપૂર્વક કામ કરવું જોઈતું હતું અને મારામાં રહેલી કઈ ટેલન્ટને વધારે શાર્પન કરવી જોઈતી હતી. આ બધી સ્પષ્ટતાઓ તમારા મનમાં હોય તો સારું છે. કઈ કઈ ભૂલો ઈરેઝરથી ભૂંસી કાઢવી છે ને એની જગ્યાએ મારે શું લખવું છે એ પણ સ્પષ્ટતા છે? સારું છે.

તો પછી લેટ્સ થિન્ક કે પાછા જઈને બે-ચાર દાયકા નવેસરથી જીવીએ એને બદલે હવે પછીના ચાર દાયકાને પાછલા ચાર દાયકાની નવી, સુધારેલી, સંવર્ધિત આવૃત્તિ બનાવીએ તો કેવું! અત્યારે તમને લાગવું જોઈએ કે તમારે છેલ્લા ચાર દાયકાની જિંદગી જેવી રીતે જીવવી જોઈતી હતી તે રીતે જીવવાનો ઑપ્શન હજુય તમારી પાસે છે જ. આવતા ચાર દાયકા હું એ રીતે જીવી શકું એમ છું. કબૂલ કે 18 વર્ષની ઉંમરે તમારી પાસે જે શરીર વગેરે હોય તે 40 કે 50 કે 60 કે 70વર્ષની વયે ન હોય. એ માઈનસ પૉઈન્ટની ભલે અવગણના ન કરો પણ એની સાથે પ્લસ પૉઈન્ટ કેટલા બધા! આંગડિયાથી ઈમેલ સુધી તમે આવી ગયા છો! ટ્રન્ક કૉલથી સેલ ફોન સુધી આવી પહોંચેલો ટેકનોલોજીનો ફાયદો તમને, તમારા કામને મળી રહ્યો છે. અને સૌથી મોટો ફાયદો તો એ કે 20-25 વર્ષની ઉંમરે જ્યારે કામ શરૂ કર્યું ત્યારે તમારી પાસે ઝીરો એક્સ્પીરિયન્સ હતો અને કદાચ એટલે તમે એ પછીના બે-ચાર દાયકામાં ચિક્કાર લોચાલાપસી વિટનેસ કર્યા. હવે જ્યારે તમે નેકસ્ટ 40 વર્ષનું પહેલું વરસ શરૂ કરી રહ્યા છો ત્યારે તમારી પાસે વીતેલા બે-ત્રણ-ચાર દાયકાના અનુભવનું ભાથું છે! લાઈફમાં જીવવા માટેની બેસ્ટ ઉંમર જો કોઈ હોય તો તે એક જ છે : અત્યારે તમને કેટલાં થયાં?

પાન બનાર્સવાલા

ગ્રો ઑલ્ડ વિથ મી! ધ બેસ્ટ ઈઝ યટ ટુ બી.

—રૉબર્ટ બ્રાઉનિંગ

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

3 COMMENTS

  1. હા સર , તમે સાચુ જ કહો છો હંમેશા. ભૂતકાળને નામે અફસોસ કરવા કરતાં વર્તમાનને માણવો અને ભવિષ્યને ઘડવુ વધારે સારુ છે.

  2. If you have good health, enough money to survive, supporting family and POSITIVE attitude above 50 years is best Age for enjoying life.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here