એંશી પ્લસની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવી સારી : સૌરભ શાહ

(લાઉડમાઉથ : ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 17 જાન્યુઆરી 2024)

80 વર્ષના થઈએ ત્યારે યાદ રાખવા જેવા દસમાંના સાત મુદ્દા આગલા બે લેખોમાં જઈ ગયા. આઠમો મુદ્દો તે ઉદારતા.

ઉંમર વધતી જાય એમ ઉદારતા વધતી જવી જોઈએ, સ્વાર્થ અને સંકુચિતતા ઘટતાં જવાં જોઈએ. આમ તો નાના હોઈએ ત્યારથી જ આ ટેવ પડી જવી જોઈએ. માબાઓપે પહેલેથી જ સંતાનોને ઉદાર સ્વભાવના બનવાની તાલીમ આપવી જોઈએ. ઉપનિષદની આ વાતને વ્યવહારમાં મૂકવાનું નાનપણથી જ આવડી જવું જોઈએ કે તેન તક્તેન ભૂંજીથા: જેનો વ્યાપક અર્થ એ થાય છે કે જે મળે છે તેને સૌની સાથે વહેંચીને વાપરવું જોઈએ.

ઉંમર વધતી જાય એમ સ્વભાવની કૃપણતા પણ ઘટતી જવી જોઈએ. 80 વર્ષની ઉંમરે ‘મારું-મારું’ કરવાને બદલે ‘મારી પાસે જે કંઈ છે તે તમારા સૌનું છે’ એવી ભાવના રાખીને તમારી માલિકીની ચીજવસ્તુઓને ઉદારતાપૂર્વક આસપાસનાઓમાં તેમ જ અપરિચિતોમાં પણ, પ્રસાદરૂપે વહેંચ્યા કરવાની હોય, વહેંચવાનો આનંદ લીધા કરવાનો હોય. સંઘરવાનો આનંદ લેવાની ઉંમર હવે પૂરી થઈ ગઈ. તમારી પાસેના પૈસા, તમારી અન્ય સંપત્તિઓ, તમારા શોખ થી અને તમારી પૅશનથી તમે વસાવેલી ચીજવસ્તુઓ – આ સઘળું હવે ક્રમશ: બીજાઓમાં બાંટતાં જવું જોઈએ. પોતાની જરૂરિયાતો પૂરતું ધન અને તમારી અન્ય સગવડો સચવાય એટલું ભલે તમારી પાસે રહે (રહેવું જ જોઈએ, અન્યથા પરવશ બની જશો) પણ અમુક હદથી વધારાનું જે ભેગું કર્યું છે તે તમારા મર્યા પછી બીજાઓ લઈ જાય એને બદલે તમારા જીવતેજીવ તમારા હાથે જ બીજાઓને ભેટ આપી દેશો તો જેમને મળ્યું છે તે લોકો તમને યાદ રાખશે. મારા વડીલ પત્રકાર કાન્તિ ભટ્ટને એમની વર્ષગાંઠે પગે લાગવા જતો ત્યારે તેઓ આગ્રહ કરીને મને એમની સમૃદ્ધ લાયબ્રેરીમાંથી મને ગમતું કોઈપણ પુસ્તક પસંદ કરવાનું કહેતા અને પોતાના હસ્તાક્ષર કરીને મને આશીર્વાદ સાથે ભેટરૂપે આપતા.

ઉદારતા કોઈ પણ ઉંમરની વ્યક્તિ માટે એક ઘરેણું છે અને 80 પ્લસની વ્યક્તિઓ માટે તો એ એક સોનાના મુગટ જેવો સદ્ગુણ છે.

નવામો મુદ્દો એ કે આ ઉંમરે તમારા જે કંઈ આગ્રહ હોય તેને જો ઓગાળી ન શકતા હો તો તેને પૂરા કરવાની જવાબદારી તમારા શિરે રાખવી, બીજાઓ પર આધાર ન રાખવો. ચાદર પર એક પણ કરચલી વગરની પથારી જોઈતી હોય અને બીજાઓ તમારી પથારી પાથરી આપવામાં લોચાલાપસી કરતા હોય તો કચકચ કરવાને બદલે જાતે પથારી પાથરી લેવી અન્યથા જેવી પથરાઈ હોય તેવી ચલાવી લેવી. અમારા બાપદાદાઓના જમાનાથી જે પારિવારિક વડીલ હતા તે નટુકાકા (એન.સી.શાહ)ને મેં અમારા વતન દેવગઢ બારિયામાં 102 વર્ષની ઉંમરે સવારે પોતાના માટેના આયુર્વેદિક કાઢા, ચૂર્ણ અને ભસ્મ વગેરે જાતે બનાવતાં જોયા છે – એમની સહાય માટે ચોવીસે કલાક એક સેવક હતો તે છતાં. તેઓ પોતાની ચા પણ જાતા બનાવીને પી લેતા.

80 પ્લસની ઉંમર પછી પણ હરવાફરવાનો શોખ હોય તે સારું જ છે, હોવો જ જોઈએ. પણ પ્રવાસ માટેની બૅગ તૈયાર કરવાથી માંડીને જરૂરી દવા-નાસ્તા સાથે લેવા માટે બીજાઓ પર નિર્ભર રહેવાને બદલે – આ કેમ નથી લીધું, આ આટલું બધું લેવાની શું જરૂર છે – પોતાની રીતે જ તૈયારીઓ કરી લેવી. પરતંત્રતા કોઈપણ ઉંમરે ન હોવી જોઈએ. 80 પછી તો બિલકુલ નહીં. એ ઉંમરે સારાં કપડાં, શૂઝ વગેરે પહેરવાનો શોખ હોય તે સારું જ છે પણ એની જાળવણીની જવાબદારી પણ તમારે જાતે જ ઉપાડવી પડે. બીજાઓ પર આધાર રાખશો તો ફ્રસ્ટ્રેટ થઈ જશો અને આ ઉંમરે જો સ્વભાવમાં કડવાશ પ્રવેશી જશે તો એને પ્રયત્નપૂર્વક બહાર કાઢવા માટેનો પૂરતો સમય તમારી પાસે નહીં હોય.

તમારી અન્ય ચીજવસ્તુઓની જાળવણી માટે, તમારાં વાહન-ઘર-બગીચા-બેડરૂમની જાળવણી માટે, પણ તમારે જાતે જ ધ્યાન રાખવું પડે, સમય ફાળવવો પડે, એટલે શારીરિક શક્તિ પણ તમારી પાસે હોય તે જરૂરી છે.

દસમી અને છેલ્લી વાત. જિંદગી આખી તમે તમારી શરતોએ જીવ્યા. ભલે. પણ હવે તમારા આગ્રહોને ઓગાળીને બીજાઓ સાથે અનુકૂળ થઈને જીવવું અનિવાર્ય છે. જો તમે હવે બીજાઓને કે તમારી આસપાસના વાતાવરણને અનુકૂળ થઈને નહીં જીવો તો આઉટડેટેડ થઈને સાવ ખૂણામાં ધકેલાઈ જશો અને લોકો રાહ જોતા થઈ જશે કે ક્યારે આ વડીલનું રામનામ સત્ય થઈ જાય.

ઘરમાં જુવાનિયાઓ પાર્ટી કરીને ઘોંઘાટ કરતા હોય તો સહન કરી લેજો – ભલે આ ઘર તમારી માલિકીનું હોય. તમારાં પૌત્ર-પૌત્રીને ખુશ કરવા તમારાં દીકરા-વહુ નાતાલ વખતે ક્રિસમસ ટ્રી લાવીને ડ્રોઈંગ રૂમને શણગારે તો ચલાવી લેજો – ભલે તમે આજીવન સનાતન સંસ્કૃતિને ચાહી હોય. પિત્ઝા, પાસ્તા કે મેંદાવાળી વાનગીઓની હાનિકારકતા વિશે ઉપદેશ આપવાને બદલે તમે પણ ક્યારેક એમની સાથે બટકું એ ખોરાક ખાઈને બીજા દિવસે ઉપવાસ કે ફળાહાર કરી લેજો. છોકરાંઓ એમની બર્થડે પર મંદિરે જવાને બદલે કે ઘરમાં દીવો પ્રગટાવવાને બદલે કેક લાવીને ફૂંક મારવાનો કાર્યક્રમ ગોઠવતા હોય તો એમને ઠપકો કે સલાહ આપવાને બદલે તમે પણ શંકુ આકારની પૂંઠાની ટોપી પહેરીને હોંશે હોંશે હૅપી બર્થડે ટુ યુનું ગાન કરજો.

(એક આડ વાત: ૨૦૧૫માં અમારા નટુકાકાની ૧૦૦મી વર્ષગાંઠ દેવગઢ બારિયાની ચબુતરા શેરીની પડોશમાં આવેલી ચંપાવાડીમાં એમના અમેરિકાવાસી પુત્રો રશ્મિભાઈ-રસેષભાઈ સહિત અમે સૌએ રંગેચંગે ઉજવી ત્યારે નટુકાકાએ કેક કાપી અને બટકું ખાધી પણ ખરી. મારા દાદા સાથે મુંબઈની વિલ્સન કૉલેજમાં ભણીને બારિયા સ્ટેટના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના ફોજદાર બનીને ઘોડેસવારી કરી પંચમહાલનાં ગામડાઓમાં ફરજ બજાવવા જતા નટુકાકા ૧૯૪૭ના મર્જર પછી ૧૯૫૦-૬૦ના દાયકામાં મુંબઈ આવ્યા. એમનું કુટુંબ અને અમારું કુટુંબ શિવાજી પાર્ક વિસ્તારની સિટી લાઈટ સિનેમા સામે આવેલી દીનાથવાડીમાં વર્ષો સુધી રહ્યાં. પાછલી ઉંમરે નટુકાકા અને તારામાસી બારિયા ગયા. ડિસેમ્બર 2020માં 105 વર્ષનું સ્વાસ્થ્યસભર આયુષ્ય પૂરું કરીને નટુકાકા સ્વર્ગસ્થ થયા.)

યાદ રાખજો કે તમારી પછીની જનરેશનોને તમારે જે સંસ્કાર આપવાના હતા તે આપી દીધા છે. જો એ સંસ્કાર બરાબર ન ઝીલાયા હોય તો એમાં થોડોઘણો વાંક તમારો પણ હશે.

80 વર્ષે તમને લાગવાનું છે કે કાશ તમે 60 વર્ષના હોત તો ? તો કેટકેટલી વાતોનું તમે ધ્યાન રાખતા થઈ ગયા હોત! 60 વર્ષે તમને વિચાર આવશે કે અમુક વાતો તમે 50 વર્ષના હતા ત્યારે જ અમલમાં મૂકી દીધી હોત તો ? 50 વર્ષે તમને લાગવાનું છે કે 40 વર્ષે જ આટલી વાત સમજાઈ ગઈ હોત તો અને 40 વર્ષે… અનંત છે આ બધું. કદાચ 100મી વર્ષગાંઠ ઉજવતી વખતે વિચાર આવી જશે કે 80 વર્ષના થયા ત્યારે આ દસ બાબતે સાચવી લીધું હોત તો!

સાયલન્સ પ્લીઝ!

વૃદ્ધાવસ્થા એટલે? અત્યારે મારી ઉંમર જેટલી છે તેના કરતાં 15 વર્ષ વધારેની ઉંમર!

-ઑલિવર વેન્ડલ હોમ્સ (1809-1894. અમેરિકન લેખક, કવિ અને ડૉક્ટર).

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here