ઉપવાસ આજનો રાષ્ટ્રધર્મ છેઃ સૌરભ શાહ

(ન્યુઝવ્યુઝ, બુધવાર, ૨૫ માર્ચ ૨૦૨૦)

આજે ચૈત્ર સુદ એકમ છે. ગુડી પડવાનો તહેવાર છે. ચૈત્રી નવરાત્રિનો પ્રથમ દિવસ છે.

આપણામાંના ઘણા બધા આસોની નવરાત્રિની જેમ આ નવરાત્રિએ પણ નવ દિવસના ઉપવાસ કરે છે. એ સૌને અભિનંદન અને શુભેચ્છાઓ (વડા પ્રધાન મોદીજી બેઉ નવરાત્રિએ ઉપવાસ કરે છે).

જેઓ નવરાત્રિના ઉપવાસ નથી કરતા એમના માટે આ વાત છે. ઉપવાસ કરવાની ધાર્મિક માન્યતા આપણામાં હોય એ સારી વાત છે. ન હોય તો પણ આ વખતે ભારતમાં સૌ કોઈએ પોતપોતાના શારીરિક ગજા અને સંજોગોને ધ્યાનમાં લઈને ચૈત્રી નવરાત્રિના નવે નવ દિવસ ઉપવાસ કરવા જોઈએ. નકોરડા ઉપવાસ ન થાય તો કંઈ નહીં. માત્ર પાણી કે દૂધ કે જ્યુસ પર નવ દિવસ ન ટકી શકાય એવું લાગતું હોય તો માત્ર ફ્રૂટ પર રહીને કરી શકાય. એય ન ફાવે તો માત્ર એક જ વાર ભોજન કરવાનો નિશ્ચય કરી શકાય. એ પણ ન ફાવે તો દિવસમાં કોઈ એક ટંકનો નાસ્તો કે જમવાનું છોડી શકાય. અને છેવટે કંઈ નહીં તો આ નવ દિવસ દરમ્યાન ખૂબ ભાવતી એવી પાંચ વાનગીઓનો ત્યાગ કરી શકાય.

આ આજનો ધર્મ છે. રાષ્ટ્રધર્મ. વડા પ્રધાને સરહદ પર જઈને યુદ્ધમાં જવાનું નથી કહ્યું. ઘરની કમ્ફર્ટમાં રહીને રાષ્ટ્રપ્રેમ દેખાડવાનું કહ્યું છે. શક્ય હોય તો નવને બદલે પૂરા એકવીસ દિવસ સુધી આ કસ્ટમ મેઈડ, બીસ્પોક, આપણને અનુકૂળ આવે એવા ઉપવાસ લંબાવવા જોઈએ. ઘરના સૌ કોઈને આ માટે સમજાવીને સામૂહિક નિર્ણય લેવો જોઈએ. ઘરમાં ખાવાપીવાનો જે કંઈ સામાન હશે તે લાંબો વખત ચાલશે. બહાર નીકળવાની માથાકૂટ અને ચિંતામાંથી મુક્તિ મળી જશે. કામવાળીની રજા હશે એટલે જાતે વાસણો ઘસવાની ઝંઝટમાંથી એટલી રાહત. ઘરે બેસીને નવું શું ખાઉં, શું ખાઉં એવા ટૅન્ટ્રમ્સમાંથી પણ મુક્તિ. સૌથી મોટું કારણ એ કે ૨૧ દિવસ સુધી ‘આપણે ઘરે બેસીને ખાઈપીને જલસા કરવાના છે’ એવી મેન્ટાલિટીમાંથી છુટકારો મળશે.

આ ૨૧ દિવસ કંઈ દેશમાં વૅકેશનના નથી. યુદ્ધકાળ જેવી, એના કરતાંય મોટી, કટોકટીના આ દિવસો છે.

ઉપવાસનો પ્રથમ દિવસ ભલે શરૂ થઈ ગયો હોય. આજે જ નિર્ણય કરીને આવતી કાલથી અમલમાં મૂકવાની શરૂઆત કરશો તો પણ ચાલશે. પારણાં રામનવમીને બદલે ૧૪મી એપ્રિલે કરવાનું રાખીએ તો વધારે સારું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતે આજે સવારે નાગપુરથી જે ટૂંકુ અને સચોટ રાષ્ટ્રવ્યાપી ઉદ્‌બોધન કર્યું તેમાંનું આ વાક્ય માત્ર ૨૧ દિવસ માટે જ નહીં, આખી જિંદગી હ્રદયમાં સંઘરી રાખવા જેવું છેઃ ‘સંકલ્પની શક્તિ બહુ મોટી હોય છે.’ 

યોગ્ય સંકલ્પ લેવાનો આ જ અવસર છે, આ જ દિવસ છે અને આ જ ઘડી છે. 

મોદીજીએ કોરોના વિશેના પ્રથમ પ્રવચનમાં ‘સંયમ અને સંકલ્પ’ની વાત કરી જ હતી.

રાષ્ટ્રપ્રેમ પ્રગટ કરવા માટે, વડા પ્રધાન સાથે સીધો મૌન સંવાદ સાધવા માટે, ભોજન પરનો સંયમ એ જ આજના સમયનો સંકલ્પ.

13 COMMENTS

  1. Thank you sir for sharing well written article on ” upvas”
    I do ambil tap according to Jainism which is the best n healthy food .
    Discipline is needed in our society in each field like social gatherings, talking on mobile ,sitting in restaurant etc.Thank you once again .

  2. It is well known systematic fasting is killing the cancerous cells. The average Indian is unaware of the truth under the sun that it is not important to eat profusely but eat sufficiently that it digest fully and easily which is not creating overload to digestive system and remaining very efficient for longer time.

  3. I will start today navaratri upavas Lemon water and fruit juice after nine days give something back to the nature

  4. એકદમ સાચી વાત સાહેબ,
    આયુર્વેદ મુજબ કોઈ પણ જાતના તાવ /ઔપસર્ગિક રોગ માં ઉપવાસ એ પ્રથમ ચિકિત્સા પદ્ધતિ છે.
    ચૈત્રી નવરાત્રી ના ઉપવાસ પણ આપણું સ્વાસ્થ્ય સારું રહે તે માટે જ ધર્મ સાથે જોડી જો તેને શ્રદ્ધા રાખી કરવામાં આવે તો આ મહામારી ને આગળ વધતા અટકાવી શકાય.

    માટે

  5. સ્વસ્થ નાગરિક = સ્વસ્થ રાષ્ટ્ર
    ઘરમાં બેસી રહીને ખા ખા ના વિચાર કરવા કરતાં નવું કઈંક શીખીને જ્ઞાન માં વધારો કરી શકાય, આમાં ફક્ત વિચારો ને નવું વલણ આપીને નવી આદત વિકસાવી ને નવો દાખલો બેસાડી શકાય
    જય હિન્દ

  6. Very very true
    main pan life ma first time navratri na nav divas ne thai sake toh sure 14th April sudhi thodi fruit khai ne upvaas Karvvo J che

  7. એકદમ સાચી વાત છે સૌરભભાઇ
    હું બંન્ને નવરાત્રિ નકોરડા ઉપવાસ કરું છું
    વીસ ઉપરાંત વર્ષોથી.સંયમ અને સંકલ્પથી સમગ્ર રાષ્ટ્ર કોરોના મુક્ત થઈ સંપૂર્ણ વિશ્વમાં આપણો ડંકો વાગે એજ માતાજી ને પ્રાર્થના.
    જય માતાજી

  8. ઉપવાસ રાષ્ટ્રધર્મ છે અને એવી વાતો તદ્દન અર્થહીન છે.

  9. સંકલ્પ અને શિસ્ત થી શુ શુ થઈ શકે..તેની સિરીઝ લખાય તો ગમે અને મનોબળ વધશે અમારું મેં સંકલ્પ કર્યો છે માત્ર લીંબુ પાણી થી 21 દિવસ પસાર કરીશ અને રોજ 21 સૂર્ય નમસ્કાર કરીશ.

  10. Sirjee, Namaste thanks for above article on Upvas, due to mother old age(85) I agreed for both Navratra since last 2decade . However agreed for 14th April too and good suggestion. Thanks a lot.

  11. એકદમ સાચી વાત, આજે દરેકે પોતાની વિવેક બુદ્ધિ મુજબ વપરાશ ઓછો કરવો રહ્યો . અને પોતાના સંયમ અને સંકલ્પ ને સાબિત કરવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here