‘માનસ : ગણિકા’ પૂર્વભૂમિકા: અયોધ્યામાં મોરારિબાપુની ઐતિહાસિક રામકથાનો આંખે દેખ્યો અહેવાલ

( માનસ : ગણિકા – પૂર્વભૂમિકા: શનિવાર, 20 જૂન  2020 )

પૂજ્ય મોરારિબાપુએ અયોધ્યામાં 22 ડિસેમ્બર 2018થી 30 ડિસેમ્બર 2018ના નવ દિવસ દરમ્યાનમાં કરેલી  રામકથા ‘માનસઃ ગણિકા’ અત્યાર સુધી બાપુએ જ નહીં ભારત કે વિદેશમાં કોઈપણ કથાકારે કરેલી રામકથાની સરખામણીએ એક ઐતિહાસિક, એક લેન્ડમાર્ક કથા છે. જે વિષયને લઈને વ્યાસપીઠ પરથી હિંમતભેર પોતાના વિચારોને પ્રગટ કરવા અને રામચરિત માનસ, વાલ્મીકિ રામાયણ, શ્રીમદ્ ભાગવત સહિતનાં ગ્રંથોમાંથી એનાં પ્રમાણ આપવાં- આવું કામ કરવાનું ગજું કાચાપોચા સંતનું ન હોઈ શકે. બાપુની આ નૈતિક હિંમતને જાહેરમાં પ્રણામ કરવા મેં આ કથાનું રોજેરોજનું બયાન લખ્યું, અયોધ્યા જઈને કથામંડપમાં બેસીને લખ્યું. પૂર્વભૂમિકા સહિતના દસ લેખો લખાયા.

દુનિયામાં સૌ કોઈનો સ્વીકાર કરીને જીવવાનો સંકલ્પ લેવાનું કામ કાચાપોચાનું નથી. આપણને દરેકને આપણા આગ્રહો હોવાના, આપણા પૂર્વગ્રહો, આપણા ગમા-અણગમા હોવાના. આપણા જેવા સામાન્ય માણસોની દ્રષ્ટિએ આ જગતમાં કેટલાક લોકો અપનાવવા જેવા હોય છે, કેટલાકને તરછોડી દેવાના હોય છે. આવા વાતાવરણમાં જે વ્યક્તિ સૌ કોઈનો સ્વીકાર કરે અને પોતાની જિંદગી આ વાતનું પ્રમાણ છે એ રીતે વર્ષોથી જીવે તે નિશ્ચિત જ સંત હોય.

પૂજ્ય મોરારિબાપુ માત્ર રામાયણી કે માત્ર કથાકાર જ નથી. રામાયણની કથા કહીને તેઓ આ સમાજ પર ઊંડો અને કાયમી પ્રભાવ પાડી રહ્યા છે. દુનિયાની હરએક વ્યક્તિનો સ્વીકાર હોવો જોઈએ, કોઈ તિરસ્કૃત કે તરછોડાયેલું ન હોવું જોઈએ એવી ભાવનાથી મોરારિબાપુએ 2016માં મુંબઈ-થાણેમાં ‘માનસઃ કિન્નર’ શીર્ષકથી નવ દિવસની રામકથા કરી. તુલસી રામાયણના સંદર્ભો ટાંકીને એમણે અત્યાર સુધી તિરસ્કૃત ગણાતા કિન્નર સમાજને ગૌરવ અપાવ્યું. કિન્નરોને કથાના મંડપમાં શ્રોતા તરીકે આદર આપીને બોલાવ્યા. એમને મંચ પર બોલાવીને એમના મોઢે એમની વાતો શ્રોતા-ટીવી દર્શકો સુધી પહોંચાડી અને એમને અપનાવીને એમના હાથે રામાયણની પોથીની આરતી પણ કરાવી.

આવું જ ક્રાંતિકારી કાર્ય આજથી અયોધ્યામાં શરૂ થયું:  મોરારીબાપુની 821મી રામકથા  ‘માનસઃ ગણિકા’.

લગભગ બે વર્ષથી બાપુ જાહેરમાં મનોરથ વ્યક્ત કરતા રહ્યા છે કે તેઓ ગણિકાને કેન્દ્રમાં રાખીને નવ દિવસની રામકથા કહેવા માગે છે. તુલસીકૃત રામચરિત માનસમાં એકથી વધુ વખત ગણિકા વિશેના માનભેર ઉલ્લેખો થયા છે એવું જણાવીને બાપુએ તુલસીએ લખેલી ચોપાઈઓ પણ ટાંકી છે.

 એમની સાથે વાતો કરતાં કરતાં બાપુની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

મોરારિબાપુ કહે છે કે આપણા પરંપરાગત શુકન શાસ્ત્રમાં વાછરડાને ધવડાવતી ગાયને, હાથમાં પોથી લઈને જતા બ્રાહ્મણને જેમ શુકન માનવામાં આવે છે એમ ગણિકા નજરે પડે તો એ પણ શુકન થયાં ગણાય. બાપુ એક દિવસ માટે મુબઈ આવ્યા હતા. એમના માટે મુંબઈના રેડ લાઈટ એરિયાની મુલાકાતો ગોઠવાઈ અને સાથે મને પણ લઈ ગયા. સૌથી પહેલાં અમે મુંબઈના લેમિંગ્ટન રોડ પાસેના કૉન્ગ્રેસ હાઉસ તરીકે ઓળખાતા સંકુલમાં ગયા. એક જમાનામાં આ ઈમારત કૉન્ગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલી હતી, આઝાદી પહેલાં. કૉન્ગ્રેસ હાઉસની ગલીમાં બેચાર મકાનો પહેલાં એક જમાનામાં ગુજરાતી સાહિત્યની અતિ પ્રાચીન એવી ગૌરવભરી સંસ્થા ‘ફાર્બસ ગુજરાતી સભા’ હતી જે હવે જુહુમાં અમિતાભ બચ્ચનના ‘પ્રતીક્ષા’ બંગલોથી વોકિંગ ડિસ્ટન્સ પર છે. એટલે કૉન્ગ્રેસ હાઉસનો જૂનો પરિચય. ત્યાંની ખોલીઓમાં પ્રગટપણે દેહવ્યાપાર નથી થતો. સાંભળ્યું છે કે એ લોકો પાસે નૃત્યશાળા ચલાવવાનું સરકારી લાઈસન્સ હોય છે. ભડક કલરનાં વેલવેટ, સાટીન અને રંગબેરંગી બત્તીઓથી સજાવેલી કોન્ગ્રેસ હાઉસની સેંકડો ખોલીઓમાં મોટેભાગે હિન્દી ફિલ્મોનાં ગીતો પર નૃત્ય થાય. નૃત્ય કરનારીઓ પોતાને તવાયફ ગણાવે. પોલીસથી સૌ કોઈ ડરે. બારેક વર્ષથી માંડીને બેતાળીસ વર્ષની છોકરીઓ – સ્ત્રીઓ મોરારિબાપુને ભાવપૂર્વક ચરણસ્પર્શ કરવા આવતી રહી. બાપુ એમને રામનામી-રોકડ અને આશીર્વાદ આપતા રહ્યા. એમની સાથે વાતો કરતાં કરતાં બાપુની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. બાપુ મારા ગોઠણ પર હાથ મૂકીને જાણે સાંત્વન શોધતા હતા. એમના લાગણીભર્યા હાથ પર હાથ મૂકીને હું એમની વેદના શેર કરી રહ્યો હતો. મને સંતોષ એ વાતનો હતો કે બાપુ આ સૌ, સમાજ માટે અનિવાર્ય છતાં સમાજથી તરછોડાયેલી, સ્ત્રીઓને સમાજમાં સન્માન અપાવવા જઈ રહ્યા છે. બાપુ એમના હાથની ચા પીવા માગતા હતા. ચાનો વખત થયો. બાપુએ કહ્યું, ભલે મારો સંકલ્પ ગંગાજળનો હોય, પણ બહેન, તમારા ઘરનું પાણી મારા માટે ગંગાજળથી ઓછું પવિત્ર નથી.

આ સાંભળીને ત્યાં હાજર રહેલા સૌ કોઈની આંખોમાં જે છલકાયું તે પણ ગંગાજળથી ઓછું પવિત્ર નહોતું. અમે જેમના ઘરમાં ચા પીધી તેની માલકિનના હાથમાં ઘણી મોટી રકમનું કવર મૂકીને બાપુએ વિદાય લીધી. રીટા નામની એ સ્ત્રી અમને રોકીને ભાવવિભોર થઈને બાપુનાં ગુણગાન ગાતી રહી.


કૉન્ગ્રેસ હાઉસની સ્થિતિ દયનીય છે. અહીં ફિલ્મોમાં જોવા મળે છે એવા કોઈ વૈભવશાળી કોઠા નથી જ્યાં સલામ-એ-ઇશ્ક મેરી જાં ઝરા કુબૂલ કર લો ગાતી રેખાઓ હોય અને ઈસ કે આગે કી અબ દાસ્તાં મુઝસે સુન કહેતા અમિતાભ બચ્ચનો હોય. દસ બાય દસની ખોલીઓમાં ક્યારેક ઉત્સાહથી ભરેલી તો ક્યારેક મુરઝાયેલી – થાકેલી છોકરીઓ-સ્ત્રીઓનું નર્તન ચાલતું રહે. આ નર્તનખોલીની બાજુના દરવાજાની બહાર આ લોકોને રહેવાની ખોલી સાથે રસોડું. એમાંથી પાછા બીજી કોઈ નર્તન-ખોલી તરફ દરવાજો ખુલે અને ક્યારેક પોલીસની ઇમર્જન્સી આવે તો એકબીજાની ખોલીના દરવાજાઓમાંથી રફુચક્કર થઈ જવાની પણ સગવડ. પોતાનો ચહેરો રેકોર્ડ ન થઈ જાય એની તકેદારી રાખવા માટે ફોટોગ્રાફી નોટ અલાઉડ.

બાપુ જાહેરમાં, માઈક પર સૌ ગણિકાઓને માનભેર અયોધ્યાની કથામાં આમંત્રણ આપવાના હતા.

કૉન્ગ્રેસ હાઉસમાંથી નીકળીને ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયામાં યોજાયેલા અન્નપૂર્ણા દેવીને શ્રદ્ધાંજલિ આપતા એક કાર્યક્રમમાં બાપુની સાથે હાજરી આપીને, પંડિત હરિપ્રસાદ ચૌરસિયા, ઉસ્તાદ ઝાકિર હુસૈન તથા પંડિત બિરજુ મહારાજને અલગ અલગ મળી એમની વિદાય લઈ કામાઠીપુરાની બદનામ બસ્તીઓમાં.

કામાઠીપુરાનો આખોય વિસ્તાર મુંબઈનો ઘણો જૂનો રેડ લાઇટ એરિયા. કદાચ ભારતનો સૌથી વિશાળ રેડ લાઈટ એરિયા હશે. દિલ્હીમાં અજમેરી ગેટથી લાહોરી ગેટ સુધીના જી.બી. રોડનો નંબર તો ઘણો પાછળ આવે. કામાઠીપુરાની 13મી ગલીમાં અમારે જવાનું હતું. સ્થાનિક રાજકારણીઓનો સહકાર અને પોલીસનો બંદોબસ્ત અહીં જરૂરી હતો, કારણ કે અહીં બાપુ જાહેરમાં, માઈક પર સૌ ગણિકાઓને માનભેર અયોધ્યાની કથામાં આમંત્રણ આપવાના હતા. કૉન્ગ્રેસ હાઉસમાં આ આમંત્રણ જાહેરમાં નહીં પણ ખોલીમાં જે કોઈ દર્શને આવ્યું એમને અપાયું હતું. બાપુના હાથે અહીં પણ રામનામી, સાડીઓ વગેરે વહેંચવામાં આવ્યાં અને ભારે ભીડ વચ્ચેથી રસ્તો કાપીને બાપુએ કામાઠીપુરામાં વ્યવસાય કરતી એક સ્ત્રીના ઘરે પગલાં કર્યાં.

સમાજના ઉપેક્ષિત વર્ગો માટે, એમને કેન્દ્રમાં રાખી, એમના લાભાર્થે રામકથા કરવી બાપુ માટે નવી નવાઈની વાત નથી. ‘આહુતિ’ નામના પુસ્તકમાં ‘ઉપેક્ષિતો અને બાપુ’ શીર્ષક હેઠળના લેખમાં મેં બાપુની આવી કથાઓનો એક ઝડપી ઈતિહાસ લખ્યો છે. તે વખતે કિન્નર કથા લેટેસ્ટ હતી. દેવીપૂજક, વિચરતી જાતિઓથી માંડીને વનવાસી, વાલ્મીકિ સમાજ, 18 વર્ણ સુધીના સમાજના તમામ શોષિત, પીડિત, ઉપેક્ષિત અને વંચિતો માટે કથા કર્યા પછી બાપુ આજથી અયોધ્યામાં ‘માનસઃ ગણિકા’ શરૂ કરી રહ્યા છે. આજે પ્રથમ દિવસે કથાનો સમય સાંજે સાડા ત્રણથી સાડા છનો છે. આવતી કાલથી બાકીના આઠેય દિવસ સુધી સવારે 9.30 વાગ્યે કથા શરૂ થશે. લંચ સુધી ચાલશે. આ નહીં ને આવતો રવિવાર, 30મી ડિસેમ્બર, 2018નો રવિવાર, કથાનો વિરામ દિવસ છે.

હું અયોધ્યા જવા માટે બેગ પેક કરી રહ્યો છું. રાત્રે 14 ડિગ્રી સુધીની ઠંડી હશે. વૂલન્સ પણ સાથે રાખવાનાં છે. ત્યાંથી હું રોજ  વાચકો માટે કથાનું લાઈવ કવરેજ મોકલતો રહીશ. સવારે મારી નજરે પણ કથાને માણશો.

ભારતના સાંપ્રત ઈતિહાસમાં એક લેન્ડમાર્ક થવા જઈ રહેલી ઘટનાના આપણે સૌ સાક્ષી બનવાના છીએ. પ્રભુ આ કાર્ય નિર્વિઘ્ને પાર પાડવાની સૌને ક્ષમતા આપે, સમતા આપે. જય સિયારામ.

to read this article in English click here

यह लेख हिन्दी में पढ़ने के लिये यहाँ मिलेगा

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

4 COMMENTS

  1. બાપુ સાથે જે બન્યું એ હિંદુ સમાજ પર કુહાડી મારવા જેવું થયું છે.ઈશ્વર તો જોયા નથી પણ માનવ દેહ માં સાક્ષાત બાપુ સમાજ સુધાર , સંસ્કાર …અને સંસ્કૃતિનુ સંવર્ધન કરી રહ્યા છે..ત્યારે જેઓ સમજે છે એવાં લોકો સત્ય ના માર્ગે ચાલે અને ભુલ કરનાર ને ખુબ પસ્તાવો થાય એવી પ્રભુ ને આજીજી ….જય સિયારામ

  2. બાપુ સાથે જે બન્યું એ હિંદુ સમાજ પર કુહાડી મારવા જેવું થયું છે.ઈશ્વર તો જોયા નથી પણ માનવ દેહ માં સાક્ષાત બાપુ સમાજ સુધાર , સંસ્કાર …અને સંસ્કૃતિનુ સંવર્ધન કરી રહ્યા છે..ત્યારે જેઓ સમજે છે એવાં લોકો સત્ય ના માર્ગે ચાલે અને ભુલ કરનાર ને ખુબ પસ્તાવો થાય એવી પ્રભુ ને આજીજી ….જય સિયારામ

  3. Bappu a MANAS KINNER NE PACHI MANAS GANIKKA katha no subject lai ne Duniyya Ma Koi N Kari Sakke Avu Khubaj Saras Karyye Karyyu Che

  4. Bapu e je karyu 6 e koi n kari sake…….e jemna samarthan ma bolya 6 e loko y atyare chupi sadhi n betha because of there position and ‘khursi’…………but bapu to ……to y badhu bhuli n badha maaf kari de 6…….manas kshama…..emnem to nthi kri katha e pehla emne ena jivan ma utari 6……..Bapu n shat shat naman……jay siyaram??????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here