ફ્યુઝન અને ફૅડને બદલે શુદ્ધ અને શાશ્વત: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: શુક્રવાર, 9 ઑક્ટોબર 2020)

કૅવિયાર માટે એમ કહેવાય કે એનો સ્વાદ એકદમ સટલ હોય, બહુ નાજુક ટેસ્ટ હોય. એને ઊંચી ઔલાદના શેમ્પેન સાથે જ સર્વ થાય. તો જ એનો ટેસ્ટ નિખરી આવે.

‘ડબલ ઘોડા’ બ્રાન્ડના દેશી દારૂ કે ઠર્રા સાથે તમે કૅવિયાર સર્વ કરો તો એ નકામું. ઠર્રા સાથે તો ચખના તરીકે ચણાની દાળ જ જોઈએ – ખૂબ બધા કાંદા, ખૂબ બધું મરચું અને લીંબુ-મીઠું છિડકેલી. અહીં જો તમે કૅવિયાર સર્વ કરવા ગયા તો કૅવિયાર પાછળ ખર્ચેલા તમારા પૈસા પાણીમાં પડી ગયા. દેશી દારૂના શોખીનો તમારા કૅવિયારના ટેસ્ટને એપ્રિશ્યેટ નહીં કરી શકે. પીતાં પીતાં કહેશે કે આ શું લઈ આવ્યા તમે? ચનાદાલ ક્યાં છે?

આમાં વાંક તમારો છે. તમારામાં અક્કલ હોવી જોઈએ કે કોને કૅવિયાર પીરસાય અને કોને ચનાદાલ. બેવડાઓની જમાત ભેગી થઈ હોય અને ‘તુઉઉઉ મુંગડા, મૈં ગુડ કી ડલી’નો માહોલ જામ્યો હોય ત્યાં કૅવિયારની પ્લેટ્સ ન ફેરવાય.

ગોવિંદા-કરિશ્માને ભેગાં કરીને ગીત ગવડાવવું હોય તો તેરી નાની મરી તો મૈં ક્યા કરું જ ગવડાવાય. મૈં તો રસ્તે સે જા રહી થી, ભેલપુરી ખા રહી થી જ ગવડાવાય. એ લોકોના પર મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ ના ફિલ્માવાય. ફિલ્માવો તો બાવાનાં બેઉ બગડે.

દરેક વાતાવરણને એનાં આગવાં પરમ્યુટેશન્સ-કૉમ્બિનેશન્સ હોય છે. મનમાં ગમે એટલી ભક્તિભાવના હોય પણ જીન્સની ટૂંકી ફાટેલી ચડ્ડી પહેરેલી યંગ ગર્લ સિદ્ધિવિનાયકના મંદિરમાં ના શોભે અને તાજના એપોલો બારમાં હેમંત ચૌહાણને બોલાવીને હે જી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની સાંભળવાના ધખારા પણ નકામા.

સંગીત હોય, ફિલ્મો હોય, જાહેર કાર્યક્રમો હોય, ભોજન સમારંભ હોય કે પછી લેખન અને જીવન હોય. ક્યાં, ક્યારે કૅવિયાર પીરસાય અને ક્યાં ચનાદાલ એનો વિવેક ઘણામાં નથી હોતો. ફ્યુઝનના નામે આપણે આ દરેક ઉત્તમ વસ્તુઓની વાટ લગાડી દેતા હોઈએ છીએ. શુદ્ધ વસ્તુને અભડાવ્યા વિના આપણને ચેન પડતું નથી. ભેળપૂરીમાં મન્ચુરિયન સૉસ અને ઉપરથી ચીઝ ભભરાવીને પીરસવામાં આવે એવા દિવસો હવે દૂર નથી રહ્યા. સટાક. (આ શેનો અવાજ આવ્યો? એ તો મેં આવી વાનગીઓ બનાવનારાઓને, આવું મ્યુઝિક બનાવનારાઓને સણસણતો તમાચો માર્યો એનો અવાજ હતો).

ધ્રુપદ ગાયકી સંગીતનો અતિ વિશુદ્ધ પ્રકાર છે અને ધ્રુપદ સંગીતમાં મહારત હાંસિલ કરી રહેલા ભાવનગરના ગુજરાતી ગાયક (હવે મુંબઈમાં વસે છે) ચિંતન ઉપાધ્યાય વિશે ક્યારેક લખ્યું પણ છે. એક વખત એમનો એક જાહેર કાર્યક્રમ અમદાવાદમાં હતો ત્યારે યોગાનુયોગ અમે પણ ત્યાં જ હતા. ખાસ એક દિવસ વધારે રોકાઈને ચિંતન ઉપાધ્યાયને સાંભળ્યા. એક અલગ જ દુનિયામાં તમને લઈ જાય. નવા ગુજરાતી ગાયકો એક બાજુ અવિનાશ વ્યાસને ગાવામાંથી ઊંચા નથી આવતા અને તારી આંખનો અફીણી હજુય ગુજરાતી પરિવારોમાં રાષ્ટ્રગીતની જેમ ગવાય છે ત્યારે અતિ દુર્લભ અને દુસાધ્ય એવા ધ્રુપદ સંગીતના વિશ્ર્વમાં રહીને તપશ્ર્ચર્યા કરનારાઓ પણ છે આપણી ગુજરાતી પ્રજામાં. મુંબઈમાં ‘આઠ પ્રહર’ના એક કાર્યક્રમમાં ચિંતન ઉપાધ્યાય પોતાના ગુરુ ઉદય ભવાલકર સાથે સંગત કરી રહ્યા હતા. ત્રણ હજાર શ્રોતાઓએ પિન ડ્રોપ સાયલન્સમાં ઉદય ભવાલકરજીના ધ્રુપદ ગાનને પૂરા સવા કલાક સુધી માણેલું. રિફાઈન્ડ ટેસ્ટવાળા શ્રોતાઓ તો છે જ આપણે ત્યાં. અને રિફાઈન્ડ ટેસ્ટવાળા કળાકારો પણ છે. આયોજકો ઓછા છે.

તમે કંઈ પણ વસ્તુ રિફાઈન્ડ ટેસ્ટવાળી લઈ આવો ત્યારે ‘અનુભવી આયોજકો’ એમાં પોતાનો તૈયાર ગરમ મસાલો નાખવા તૈયાર જ હશે. દાખલા તરીકે નાટકની વાત લઈ લો. ગમે એટલી નવી, ફ્રેશ અને લોકો સુધી પહોંચે એવી થીમ હશે તો પણ એમાં સ્ટાન્ડર્ડ વૉટ્સઍપ જોક્સથી માંડીને ટિપિકલ સોશ્યલ પ્રોબ્લેમ્સ, સ્યુડો સામાજિક કનસર્ન્સ કે પછી અટપટી બીમારીઓ નાખવાની એટલે નાખવાની જ. પછી દરેક ગુજરાતી નાટકનો સ્તર એકસરખો ન આવે તો શું થાય. પંજાબી રેસ્ટોરાંવાળા બે ગ્રેવી તૈયાર રાખે- વ્હાઈટ અને રેડ. જે કંઈ સબજી મગાવો તે આ બેમાંથી એકમાં વઘારીને સર્વ કરે. રેસ્ટોરાંઝમાં આવી ગ્રેવીઝ સપ્લાય કરનારાઓ રોજની સેંકડો કિલો ગ્રેવી પોતાના કારખાનામાં બનાવીને વેચતા હોય છે. ઘણા ગુજરાતી રસોડાઓમાં પણ આવું જ હોય. કોઈ પણ શાક, ફરસાણ બનાવે તો એમાં સ્ટાન્ડર્ડ ગરમ મસાલો ઠપકારવાનો એટલે ઠપકારવાનો જ. ફાવી ગયું છે આપણને.

લાઈફ આખી ફ્યુઝન બની ગઈ છે. પ્યોરિટી કે શુદ્ધતાની વાત કરવી હવે જુનવાણી ગણાય.

હિંદી ફિલ્મો જોશો તો પણ એ જ ઈન્સિક્યુરિટીને લીધે વિચિત્ર સૂફી અવાજવાળા સ્ત્રૈણ પુરુષ ગાયકો અને જાડા અવાજવાળી સ્ત્રી ગાયકો પાસે ઉર્દૂ શબ્દોની ભરમાર ધરાવતાં બનાવટી ફિલસૂફીવાળાં ગીતો ગવડાવી લો એટલે પ્રોમો મટીરિયલ તૈયાર. વાર્તાનું પછી જોયું જશે, પહેલાં ફાયનાન્સરને ખંખેરી લો.

લાઈફ આખી ફ્યુઝન બની ગઈ છે. પ્યોરિટી કે શુદ્ધતાની વાત કરવી હવે જુનવાણી ગણાય. દેખાદેખીની રૅટરેસમાં જો તમે ના પડ્યા તો પાછળ રહી ગયા. પેલીએ ફાટેલું જીન્સ પહેર્યું તો હું ડબલ ફાટેલું પહેરીશ. આ ઉંમરે ચરસ-ગાંજો-મારુઆનાની મઝા ના માણી તો કઈ ઉંમરે માણીશું?

અમેરિકાની એક ન્યૂઝ ચેનલ પર રિપોર્ટ જોયો હતો કે અમેરિકાને રેફ્યુજીઝની, ઈમિગ્રન્ટ્સની જરૂર છે, કારણ કે ત્યાંના સ્થાનિક ધોળિયા-કાળિયાઓમાં ડ્રગ્સનો વપરાશ એટલો વધી ગયો છે કે એમને ફેક્ટરીમાં લેબર તરીકે રાખ્યા હોય તો નિયમિત કામે આવતા નથી. એક સિરિયન રેફ્યુજીનો ઇન્ટરવ્યુ હતો. પિસ્તાળીસ વર્ષનો, ઊંચો, સુદૃઢ બાંધો અને રસ્ટિક હૅન્ડસમ ચહેરો. ફેક્ટરીમાં મોટાં પીપડાં પર ગેસની જ્યોત વડે ઢાંકણાં સીલ કરવાની આકરી મજૂરીનું કામ કરી રહ્યો હતો. દોઢ વર્ષ પહેલાં સિરિયાથી ભાગીને અમેરિકા આવ્યો. એ કહે કે મેં જિંદગીમાં ક્યારેય ડ્રગ્સ લીધી તો શું જોઈ પણ નથી. મને ખબર નથી કે એ કેવી હોય. દારૂ એક પણ વાર ચાખ્યો નથી. અમારી લાઈફસ્ટાઈલમાં ડ્રગ્સ-દારૂને સ્થાન જ નથી.

ટીવી પર ચાર બોટલ વોડકાનું (હવે તો ‘ભૂલે બિસરે ગીત’માં પ્રસારિત થતું) ગીત જોઈને કે એવાં બધાં ગીતો જોઈને એક આખી જનરેશન કરપ્ટ થઈ ગઈ. જિંદગીમાં ડિસ્કો, ડ્રગ્સ, દારૂ, સિગરેટ ન હોય તો એ કંઈ જિંદગી છે? એવું માનતી થઈ ગઈ એક આખી પેઢી.

સમજતા નથી કે આ કંઈ લાઈફ નથી. લાઈફનો આ એક સાવ નાનકડો હિસ્સો છે. એના સિવાય પણ જિંદગી હોઈ શકે છે, હોય છે જ. અને ઘણી મોટી ઘણી દેખાવડી-રૂપાળી હોય છે. જેણે આવી જિંદગીનો એક અંશ પણ ‘માણ્યો’ તો શું જોયો પણ નથી એવા લોકો આજે વડા પ્રધાન છે, દેશના સૌથી મોટા રાજ્યના મુખ્ય પ્રધાન છે. આ દેશ ઊંચો આવશે, આ દેશની સંસ્કૃતિ સચવાશે કે આપણે પોતે વધુ ઉન્નત જીવન જીવતાં થઈશું તો તે આપણી પ્યોરિટીને કારણે, ફ્યુઝનના નામે ભેળસેળિયા મેન્ટાલિટી રાખીને નહીં.

જિંદગીમાં અમુક મુકામ સુધી પહોંચ્યા પછી એક ઠહરાવ આવે છે. જ્યારે તમને ખબર હોય છે કે હવે ચાર રસ્તા પર ઊભા રહીને ડુગડુગી વગાડીને લોકોને ભેગા કરવાની જરૂર નથી. ભેગા થયેલા લોકોનું ધ્યાન તમારા તરફ ખેંચાયેલું રહે એ માટે સ્ટેજ પર કોમ્પેરિંગ કરતા વિદુષકની જેમ દર પાંચ મિનિટે ‘બચ્ચે લોગ તાલી બજાવ’ બરાડવાની જરૂર નથી. આ ઠહરાવની પ્રાપ્તિ પછી તમને ખ્યાલ આવે છે કે લાઈફમાં નક્કર શું છે, પોલું શું છે. શાશ્વત મૂલ્યો ક્યાં છે અને જે આજે છે ને આવતી કાલે નહીં હોય એ ફૅડ ક્યાં છે. આ મુકામ પર પહોંચ્યા પછી નીરક્ષીરનો વિવેક પ્રાપ્ત થાય છે અને આ વિવેક આવ્યા પછી સમજાય છે કે ક્યારે કૅવિયાર સર્વ થાય, ક્યારે ચનાદાલ.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

3 COMMENTS

  1. અત્યંત અર્થપૂર્ણ ઠહરાવ વાળો લેખ
    અવિનાશ વ્યાસનું હુતુતુતુ પણ સાવ કચરો item song જેવું અશ્લીલ પણ ગુજરાતીઓ જોરથી સાથ આપવા માંડે ત્યારે થાય કે સંગીતકાર અને ગાયક પણ અબુધ!!
    સામાજિક નિસબત ધરાવતો અમૂલય લેખ

  2. મહા વિકાસ આઘાડી કયા ટાઈપ ના ફ્યુઝન માં ગણાય ?જલ્દી જ ફેડ થઈ જાશે એમા ગણાય.

  3. Pls Come on FB live once in week with related subject. Just for 10 to 20 mints. That will helpfull to you as well as others, before u feel tht it is too late.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here