મોદીવિરોધી રાવણનાં દસ માથાં છે: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2020)

(‘મોદીની લોકપ્રિયતા અને મોદીના વિરોધીઓ’ મિનિ સિરીઝ : ભાગ બીજો)

મોદી વિરોધીઓના દસ પ્રકારો જે મેં પાડ્યા છે તેની વાત હવે શરૂ થાય છે:

1.જે કામચોર અને લાંચખોર છે એવા કેટલાક સરકારી નોકરો.
આ સૌથી પહેલી કેટેગરી તો એ છે જેમને મોદીએ સત્તા પર આવતાંવેંત સીધાદોર કરી નાખ્યા છે. ગવર્નમેન્ટ એમ્પ્લોઇઝ. મોદી પોતાના કેબિનેટ મિનિસ્ટરોની લેફ્ટરાઇટ લેતા હોય છે, કોઇનેય પગ વાળીને બેસવા દેતા નથી. આ એમની જૂની ટેવ છે. ગાંધીનગર હતા ત્યારે પણ એવું જ કરતા. કેટલાક પ્રધાનોને આવી રીતે, ટ્વેન્ટીફોર બાય સેવન, કામ કરતાં ફાવતું નહીં. તેઓ મોદીની નજરમાંથી નીચે ઊતરી જતા.

સેક્રેટરી લેવલથી માંડીને ફોર્થ ક્લાસના કર્મચારીઓ સુધીના તમામ સરકારી જમાઈઓને મોદીએ અકાઉન્ટેબલ બનાવ્યા. પ્રથમ ગુજરાતમાં, પછી દિલ્હી જઈને ત્યાંની બ્યુરોક્રસીમાં. જે સરકારી બાબુઓનાં વીક એન્ડ ગુરુવાર સાંજથી જ શરૂ થઈ જતાં તે સાહેબલોકો હવે રાતના એકએક વાગ્યા સુધી જાગીને મોદીએ છોડેલા હુકમ મુજબ ઇ-મેઇલો કરીને, પ્રેઝન્ટેશન્સ તૈયાર કરીને પોતાના ચરબી ઊતારી રહ્યા છે. આની અસર છેક નીચે સુધી પરકોલેટ થાય છે. જેવું ભ્રષ્ટાચારનું તેવું જ વર્ક એથિક્સનું. ઉપરથી નીચે તરફ આવે. મોદી પોતે થાક્યા વિના, કંટાળ્યા વિના, મોજશોખમાં પડ્યા વિના દિવસરાત એક કરીને કામ, કામ ને માત્ર કામ કરતા હોય ત્યારે એમના કેબિનેટ મિનિસ્ટરો, પક્ષના ચીફ મિનિસ્ટરો, સેક્રેટરી કક્ષાના અફસરો, ક્લાસ વન ઑફિસરો અને ટુ, થ્રી, ફોર્થ ગ્રેડના કર્મચારીઓએ પણ એ જ રીતે કામ કરવું પડવાનું. બ્યુરોક્રસીનું આ નવું વર્ક કલ્ચર દ્રઢ થતાં હજુ થોડાંક વર્ષ લાગવાનાં એ સ્વાભાવિક છે. છ-સાત દાયકા સુધી જેને કાટ લાગતો રહ્યો હોય તે તોતિંગ મશીનરી કંઈ રાતોરાત ધમધમતી ન થઈ જાય. આવી અપેક્ષા રાખીને મોદીની ટીકા કરનારાઓ જે ઉજળી બાજુ છે તેની કમ્પેરિઝન ગઈ કાલના મોગલરાજ સાથે કરે તો જ એમનામાં રાઈટ પર્સપેક્ટિવ આવે.

સાઠ-સિત્તેર વર્ષ સુધી જામી ગયેલો કચરો ઉખાડીને, ઘસીને, નવુ રંગરોગાન થતાં વાર લાગશે. પોતે જે કંઈ કરી રહ્યા છે તેમાં મેગીના ટુ મિનિટ્સ નૂડલ્સ જેવા પરિણામની આશાઓ રાખનારાઓને મોદી ગણકારતા નથી. મોદી જાણે છે કે પોતે લાંબી રેસના ઘોડા છે અને કોઈ પણ સમસ્યાનો ઇન્સ્ટન્ટ ઉકેલ તકલાદી હોવાનો. મોદી આવા થૂંકપટ્ટી જોબ કરીને પ્રજાને રિઝવતા નથી. મોદીનો વિરોધ કરનારાઓની સૌપ્રથમ જે કેટેગરી છે તે આ—જેઓ કહે છે કે હમ નહીં સુધરેંગે, અમે અગાઉની જેમ રગશિયું ગાડું ચલાવતાં રહીશું. જેમણે કોંગ્રેસના રાજમાં ઘરજમાઈની જેમ વર્ષો સુધી તમારામારા ટેક્સના પૈસે જલસાઓ કર્યા, ક્યારેય સળી ભાંગીને બે નથી કરી એ તમામ વર્ગના સરકારી કર્મચારીઓ, એમનાં કુટુંબીજનો, એમનાં મિત્રવર્તુળો આજે મોદીના વિરોધી બની ગયા છે. સદનસીબે આવા વિરોધીઓની સંખ્યા ક્રમશઃ ઘટતી જાય છે. કાં તો તેઓ ઉંમરને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે, કાં પછી સગવડ હોય તો વીઆરએસ લઈને છૂટા થઈ જવાનું પસંદ કરી રહ્યા છે, કાં એમના પર શિસ્તનાં પગલાં લઈને એમને દૂર કરી દેવામાં આવી રહ્યા છે.

ગ્રામ પંચાયતની કચેરી હોય કે પી.એમ.ઓ.—કામચોરોનું અહીં કામ નથી એવા મોટા અક્ષરોમાં લખેલાં પોસ્ટરો છપાવ્યા વિના જ મોદીએ આ સંદેશો સૌ સરકારી કર્મચારીઓને લાઉડ એન્ડ ક્લિયર સંભળાવી દીધો છે. સરકાર અર્ધસરકારી તેમ જ સરકારી ખર્ચે ચાલતાં રેલવે, એર ઇન્ડિયા જેવાં અન્ય કોર્પોરેશનો-સાહસો-કંપનીઓ વગેરેના જે પગારદાતાઓને મફતમાં પગાર ખાવો છે, પરસેવાનું ટીપુંય પાડ્યા વિના એસી ઑફિસની રિવોલ્વિંગ ચેરમાં બેસીને પત્તા ટીચવાં છે તે સૌના માટે મોદી રાક્ષસ યોનિના છે. બાકીનાઓ માટે દૈવીપુરુષ છે. આળસુ, બેઠાડુ અને કામધંધા વિનાના લોકોને મોદી જ્યારે, એક છેડે ધારદાર હોય એવી લાંબી લાકડી અર્થાત્ પરોણો બળદના શરીરની ચોક્કસ જગ્યાએ ઘોંચીને (મહેમાનવાળો પરોણો જુદો) ખેડૂત એને કામે લગાડે તે રીતે કામે લગાડતા હોય ત્યારે સ્વાભાવિક છે કે આવા લાખો સરકારી કર્મચારીઓ નવી નવરી બજારસમા ફેસબુક અને વોટ્સએપમાં કકળાટ કરવાના જ. (જૂની નવરી બજાર એટલે પાનનો ગલ્લો, સરકારી દફ્તરની કેન્ટીન અને ગામનો ચોરો). આ થયો મોદીના વિરોધીઓનો સૌથી પહેલો પ્રકારઃ જે કામચોર છે અને ભ્રષ્ટ છે એવા કેટલાક સરકારી કર્મચારીઓ.

2.ઘરના અસંતુષ્ટોઃ આમ તો અમે મોદીના સપોર્ટર છીએ પણ… બીજો પ્રકાર એવા લોકોનો છે જેમની ગણતરીઓ મોદીએ ઊંધી વાળી દીધી છે. ભાજપના જ કૉર્પોરેટરો, પદાધિકારીઓ, એમપી, એમએલએ વગેરેની કેટેગરીમાં આવતા ગોરધન ઝડફિયા અને યતિન ઓઝાથી શરૂ કરીને યશવંત સિન્હા, અરુણ શૌરી તથા શત્રુઘ્ન સિંન્હા સુધીના લોકો આવી જાય જેમને મોદીએ એક યા બીજા (પણ વાજબી) કારણોસર કોઈ ભાવ ન આપ્યો હોય, એમને સાઇડલાઇન કરી દીધા હોય. આ કેટેગરીમાં છેક નીચલા સ્તરે કામ કરી રહેલા ગ્રામ/જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા (કે હારી ગયેલા) ભાજપીઓ તથા કૉર્પોરેશન વગેરેની ચૂંટણીઓમાં જીતેલા (કે હારી ગયેલા) ભાજપીઓનો પણ સમાવેશ થઈ જાય. જેમને ખાતરી થઈ ગઈ હોય કે આ વખતે એમને ટિકિટ મળવાની નથી, અમારું પત્તું કપાઈ જવાનું છે અને જેઓ ખાનગી ચેનલોથી ‘આપ’ને, કોંગ્રેસને કે ભાજપવિરોધી બીજા કોઈ પણ પક્ષને પોતે નાતરું કરવા તૈયાર છે એવા સંદેશાઓ મોકલી રહ્યા હોય એવાઓ જોરશોરથી મોદીની ટીકા કરવાના. ‘આમ તો અમે મોદીના સપોર્ટર છીએ પણ એમણે ફલાણું પગલું ભરીને દેશને બહુ મોટું નુકસાન કર્યું છે’ એવી ગર્ભિત ટીકાથી એમના વિરોધની શરૂઆત થાય. ફલાણા પગલામાં નોટબંધી, જીએસટી— કંઈ પણ ગણાવવાનું. નાતરું કરવું એટલે? જૂની ગુજરાતીથી વાકેફ ન હોય એવી ફેશનેબલ પ્રજાને સમજાવવાનું કે સાર્થ ગુજરાતી જોડણીકોશ મુજબઃ ‘લગ્નવિધિ વગર, રાંડેલી કે ફારગતીથી છૂટી ગયેલી સ્ત્રીનું કે એવી સ્ત્રી સાથે પુરુષનું પરણવું’ તેને નાતરું કહેવાય.

ભાજપી અસંતુષ્ટોમાં જ તમારે આરએસએસ, વીએચપી વગેરેના અસંતુષ્ટોને આવરી લેવા જોઈએ જેમને લાગતું હોય કે મોદી સત્તા પર છે એટલે બાપનું રાજ છે અને હવે કોંગ્રેસના રાજમાં ખાદીધારીઓ કરતા એવી જ ગોબાચારી કરવા માટે અમને પણ સરકારીતંત્રનો લાભ મળશે. મોદીએ ગુજરાતમાં આવા અસંતુષ્ટ સંઘીઓને કે વિશ્વ હિંદુ પરિષદવાળાઓને મચક ન આપી, એમનાં કાળાં કામોની ફાઇલો આગળ વધવા ન દીધી ત્યારે આ અસંતુષ્ટ પ્રજા ઘણી અકળાઈ ગઈ હતી. આજે આવું જ નેશનલ લેવલ પર થઈ રહ્યું છે. હું મોદીનો અને ભાજપનો સપોર્ટર હોઉં અને મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ગુજરાતમાં મારો કરોડોનો ભ્રષ્ટ કારોબાર અગાઉ બેહિચક થતો હોય પણ મોદીના આવ્યા પછી એડમિનિસ્ટ્રેશનની કડકાઈને કારણે કલેક્ટર અને લાગતાવળગતા ઉચ્ચ અધિકારીઓના હાથ બંધાઈ ગયા હોય તો મને મોદી માટે અણગમો થવાનો જ છે. પછી હું અડધી ચડ્ડી પહેરીને શાખામાં જઈને મોદીનું વાટવાનો જ છું.
પ્રભુકૃપાથી ભાજપ, આરએસએસ, વીએચપી વગેરેમાં આવા અસંતુષ્ટો લઘુમતીમાં છે અને આ સંગઠનોની બહુમતીને ખબર છે કે પોતાના માટે, પોતાના પક્ષ કે સંગઠન માટે અને દેશ માટે મોદી જ સર્વશ્રેષ્ઠ છે. પણ આવું જે લોકો નથી માનતા તે અસંતુષ્ટો જોરશોરથી મોદીવિરોધી પ્રવૃત્તિઓ કરતા રહેવાના.

3.કોંગ્રેસીઓ અને અન્ય રાજકીય વિરોધીઓ. મોદીના આવ્યા પછી જેમનો ગરાસ લૂંટાઈ ગયો છે તેમાં લાખો કોંગ્રેસીઓનો સમાવેશ થાય છે. રાજકીય વિરોધીઓનું તો કામ જ પોતાની સામેના પક્ષનો વિરોધ કરવાનું હોય. કોંગ્રેસ સત્તા પર હોય તો ભાજપ કોંગ્રેસનો વિરોધ કરે એ જેટલું સ્વાભાવિક છે એટલું જ નેચરલ છે ભાજપ સત્તા પર હોય તો કોંગ્રેસ ભાજપનો વિરોધ કરે.

પણ આ વિરોધ માત્ર પાયાની વિચારધારાને લાગેવળગે છે તે બાબતો સુધી જ સીમિત હોવો જોઈએ એવું કોંગ્રેસીઓ તેમજ અન્ય વિરોધી રાજકીય પક્ષો સમજતા નથી. રાષ્ટ્રહિત માટે લેવાતા નિર્ણયનો વિરોધ ન હોઈ શકે. પ્રજાનાં સુખશાંતિસમૃદ્ધિ માટે લેવાતાં નિર્ણયોનો વિરોધ ન થઈ શકે. અમુક ચોક્કસ સંપ્રદાય કે ધર્મના લોકોને ખુશ રાખવાનો નિર્ણય લેવાય ત્યારે તેનો વિરોધ વાજબી છે. પણ દેશની પરંપરા અને સંસ્કૃતિને સાચવવાના એક ભાગરૂપે જે નિર્ણય લેવાતો હોય તેમાં તો તમે શાસક પક્ષના કાર્યકર્તા હો કે વિપક્ષના—તમારે સંમતિ આપવી જ જોઈએ. જેમ કે વંદે માતરમ્ ગાવાનો કે યોગ શીખવવાનો નિર્ણય આપણી સંસ્કૃતિ અને પરંપરાનો એક ભાગ છે. જે યોગ આખી દુનિયામાં સ્વીકૃતિ પામી રહ્યો છે એનો તમારા પોતાના જ દેશમાં વિરોધ થાય એ કેવું કહેવાય.

દેશમાં ચારેકોરથી આર્થિક પ્રગતિ થઈ રહી હોય ત્યારે નોટબંધી અને જીએસટીને કારણે જે અપ્રામાણિક લોકોને ફટકો પડ્યો હોય તેમનું ઉપરાણું લઈને સરકારનો વિરોધ કરવો એમાં બાલિશતા છે. કોંગ્રેસીઓ અને સામ્યવાદીઓ તથા એમની વિચારસરણીમાં અંધશ્રદ્ધા ધરાવનારા દ્વારા આવો જ વિરોધ થઈ રહ્યો છે.

વાત નીકળી જ છે તો જરા વિગતે સમજીએ કોંગ્રેસીઓની આ માનસિકતાને. આઝાદી પછી (અને ઇવન એ પહેલાંનાં કેટલાંક વર્ષોમાં) કોંગ્રેસમાં નહેરુની બોલબાલા રહી. નહેરુ હાર્ડકોર સામ્યવાદી હતા, પણ પોતાને કમ્યુનિસ્ટ તરીકે ઓળખાવતા ડરતા હતા કારણ કે અમેરિકા-બ્રિટન વગેરે સુધરેલા ગણાતા દેશો કમ્યુનિસ્ટોને જાકારો આપતા. એટલે નહેરુએ પોતાની સામ્યવાદી વિચારસરણીને સમાજવાદના બુરખા તળે ઢાંકી દીધી. સમાજવાદ એટલે સામ્યવાદના જ મરીમસાલા ભેગા કરીને બનાવેલી નવી વાનગી. અંડાની ભુરજી અને સ્ક્રેમ્બલ્ડ એગ્સ વચ્ચે હોય એના કરતાં પણ ઓછો ફરક એ બંને વચ્ચે. એટલે જ નહેરુના શાસન દરમિયાન કમ્યુનિસ્ટોને દરેક ક્ષેત્રમાં મોકળું મેદાન મળ્યું. શિક્ષણ, મીડિયા અને સંસ્કૃતિને લગતાં ક્ષેત્રો આ કમ્યુનિસ્ટનાં મેઈન ટાર્ગેટ. કોંગ્રેસનો એમને ફૂલ સપોર્ટ. એટલું જ નહીં એમને કોંગ્રેસ તરફથી પાકે પાયે પ્રોત્સાહન. નહેરુની સરકાર એમના માટે લાલ જાજમ બિછાવીને તનમનધનથી ઓવારી જતી. આ જ નીતિરીતિ છેક 2014ની છવ્વીસમી મે સુધી ચાલુ રહી.

કમ્યુનિઝમ અને માર્કસિઝમ એકબીજાનાં માસિયાઈ ભાઈ ગણાય. આપસમાં શિયા-સુન્નીની જેમ લડે, કૂતરાંની જેમ બાઝે પણ કૉમન સ્વાર્થ આવે ત્યારે એકબીજાના ગળામાં હાથ નાખી એકતાનો દેખાડો કરે. સામ્યવાદ અને માર્ક્સવાદ એટલે ગરીબો અને શોષિતોને એમનો હક્ક અપાવવો એવું થિયોરેટિકલ જ્ઞાન તમારી પાસે છે. વ્યવહારમાં શું થતું હોય છે? રશિયા, ચીન જેવા જાયન્ટ્સથી માંડીને ક્યુબા જેવા અનેક ટચુકડા દેશોમાં જ્યારે સામ્યવાદ પૂરબહારમાં ખીલેલો ત્યારે ગરીબો અને શોષિતોને એમના હક્ક અપાવવાના નામે એમને ઉશ્કેરીને એમનું વધુને વધુ શોષણ થતું અને મલાઈ બધી જ સત્તાધીશો આરોગતા. આ બધું સામ્યવાદના નામે થતું. મૂડીવાદનો વિરોધ કરનારા આ સામ્યવાદીઓ દેખાડા ખાતર પગમાં સાદાં પગરખાં અને શરીર પર નોન-ગ્લેમરસ કપડાં પહેરે પણ અંદરખાનેથી અતિ ઐય્યાશીભરી લાઇફસ્ટાઇલ ભોગવે. એમનાં છૈયાછોકરાં વિદેશની મોંઘામાં મોંઘી યુનિવર્સિટીઓમાં ભણે. મજૂરોનું શોષણ કરનારા શ્રીમંતોને એમની શોષણનીતિમાં સાથ આપીને એમનાં કૌભાંડો છાવરે, એમની પાસેથી તગડા આર્થિક લાભો મેળવીને પોતાનાં વેકેશન હોમ્સ (રશિયામાં એને ‘દાચા’ કહે) બનાવીને ત્યાં પોતાની રખાતોને રાખે અને આ બાજુ મજૂરોને કહે કે અમે તમારી લડતમાં તમારી સાથે છીએ. સામ્યવાદીઓનું આ દોગલું જીવન દુનિયામાં તમને બધે જ જોવા મળે. કાર્લ માર્કસ જેના નામે માર્કસવાદી વિચારસરણીનો ઉદય થયો, જેનું ‘દાસ કેપિટલ’ નામનું ચોપડું દંભી વિચારસરણીઓવાળા માટે બાઈબલ અને કુર્રાન ગણાય છે તેની અંગત જિંદગી વાસ્તવમાં તો ગાંધીજી કરતાં પણ સાદગીભરી અને સાત્વિક હોવી જોઈએ કે નહીં? પોલ જ્હોન્સનનું જાણીતું પુસ્તક ‘ઇન્ટલેક્ચ્યુઅલ્સ’ વાંચી જુઓ. એમાંથી ખબર પડશે કે કાર્લ માર્ક્સ પોતે જ લક્ઝરીઓનો શોખીન જીવડો હતો. દુનિયાના તમામ પ્રકારના વૈભવો માણતું જીવન જીવ્યો. પોતાને માર્ક્સવાદીમાં ખપાવતા લોકો પાસેથી શું ધૂળ તમે સાદગી અને સાત્વિકતાની આશા રાખવાના?
કટ્ટરવાદી મુસ્લિમોની જેમ સામ્યવાદીઓ, માર્ક્સવાદીઓ અને એમની વાદે ચડેલા કોંગ્રેસીઓએ ક્યારેય આ દેશને પોતાની વંદનીય માતૃભૂમિ સમાન ગણ્યો જ નથી. જે હાથમાં આવે તે ઝૂંટવી લેવું, જેનું પડાવી શકાય તેનું લૂંટી લેવું, ચાહે એ દેશની તિજોરી હો કે પછી પ્રજાની મહેનતની કમાઈ—સૌ કોઈને છેતરીને, એમની આંખમાં ધૂળ નાખીને અને જરૂર પડે તો એમનો કોલર પકડીને એમની પરસેવાની કમાણી પર પોતાનો હક્ક જતાવી દેવો—આ જ ફિલસૂફી સાથે આ સૌએ ભારતને કંગાળ રાખ્યો. એટલું જ નહીં, ભારતની પરંપરાનો, ભારતની ઉચ્ચ સંસ્કૃતિનો તેમ જ બહુમતી ભારતીય પ્રજાનો સતત અનાદર કર્યો.

આવી વિચારસરણીથી રંગાયેલા નહેરુ અને એમના વારસદારોના શાસન હેઠળ કોંગ્રેસીઓ પણ આવા જ બન્યા. ખાદીના સાદા ઝભ્ભા પહેરવાના પણ કરોડો રૂપિયા દબાવીને બેસી જવાનું.

કોઈ પોતાની મહેનત અને ટેલન્ટથી કરોડો તો શું અબજો કમાય, આપણા પેટમાં શું કામ દુઃખવું જોઈએ. એક જમાનામાં તાતા-બિરલા અને અત્યારે અંબાણી-અદાણી કમાય જ છે ને. જેમ તાતા-બિરલા વગેરેએ પોતાના ઉદ્યોગોથી દેશનું ભલું કર્યું તેમ અત્યારે અંબાણી-અદાણી વગેરે પોતાના ઉદ્યોગોથી દેશનું ભલું કરી રહ્યા છે.

પણ કોંગ્રેસીઓએ જે કરોડો રૂપિયા બનાવ્યા તે દેશની તિજોરીઓમાં હાથ નાખીને બનાવ્યા. મુન્દ્રા કૌભાંડથી શરૂ કરીને કૉમન વેલ્થ ગેમ્સ અને ટુ-જી અને કોયલાકૌભાંડ તો તમારી જીભે છે. છેલ્લાં સિત્તેરેક વર્ષમાં રસ્તાઓ બાંધવાના કોન્ટ્રાક્ટથી માંડીને ડિફેન્સમાં કે રેલવેમાં સપ્લાયની વાત હોય કે પછી નદીનાળાં પરનાં પુલ કે બંધ બાંધવાની વાત હોય એ દરેકમાં કૉન્ગ્રેસ હાઈ કમાન્ડની કટકી રહેતી. ઇવન આકાશવાણી કે દૂરદર્શનના મોટા મોટા કૌભાંડોની વાત તો જવા દો, બસો-પાંચસો રૂપિયાનો ચેક મેળવનારા આર્ટિસ્ટોએ પણ ચેકના વાઉચર પર સહી કરતાં પહેલાં પ્રોગ્રામનો કૉન્ટ્રાક્ટ આપનારા અધિકારીના ગજવામાં દસ દસની પત્તીઓ મૂકવી પડતી. ભ્રષ્ટાચાર સર્વવ્યાપી હતો અને આજની તારીખે પણ છે, ઘટ્યો જરૂર છે પણ છે અને મોદીવિરોધીઓના હૈયા મહીં ફાળ પડી છે કે ટોચની જગ્યાએ જે તમારો બાપ બેઠો છે તે અનલાઇક નેહરુ, ઇન્દિરા, રાજીવ છે. આ માણસ ખાતો નથી અને ખાવા દેતો પણ નથી. એ માણસના કુટુંબમાં આગળ પાછળ કોઈ નથી એટલે સાચો દેશભક્ત બન્યો છે એવું નથી, પણ એ દેશભક્ત છે એટલે પોતાની આગળપાછળ પોતાનાં કોઈ સગાંવહાલાંને ફરકવા દેતો નથી. શું એમને મા વહાલી નથી? પોતાની વર્ષગાંઠે કે પછી જ્યારે તક મળે ત્યારે ઊપડી જાય છે, કલાક તો કલાક માની સાથે ગાળવા. એકાદ વખત દિલ્હીના ઘરે લઈ આવ્યા. ધારે તો પ્રાઇમ મિનિસ્ટરના બંગલે જ માને રાખી શકે, કોણ રોકે છે એમને, હક્ક છે એ તો. ઊલટાનું ચાર જણ એમને માતૃપ્રેમ બદલ બિરદાવશે પણ ખરા, પણ એ જાણે છે કે પીએમના બંગલે મા રહેશે તો માને મળવા આવનારાં સાચાં-ખોટાં સગાંવહાલાંઓની અવરજવર વધી જશે. એ લોકોની મુલાકાતો પર પાબંદી મુકાશે તો મા એકલી પડી જશે, પોતે બંદી બની ગઈ છે એવી ગૂંગળામણ એને થશે. અને સગાંવહાલાંઓની અવરજવર ચાલુ રહી તો ચોક્કસ જ સર્વસત્તાધીશના નિવાસસ્થાનમાં રહીને એમને પણ સત્તાનો સ્વાદ ચાખવાની હોંશ થવાની. કરપ્શનની શરૂઆત અહીંથી થાય છે. ગાંધીજી અને મોરારજીભાઈ જેવા અતિ પ્રામાણિક નેતાઓને પણ પોતાનાં સગાંઓની સ્વાભાવિક લાલસાને કારણે નીચાજોણું થયેલું. મોદી આ ઇતિહાસ બરાબર જાણે છે. ગુજરાતમાં હતા ત્યારે એમના સગા ભાઈ સચિવાલયમાં જ કામ કરતા હોવા છતાં સીએમ ઑફિસનો એક્સેસ ભાઈ પાસે નહોતો. બાકી, સગાભાઈને કોણ રોકવાનું હતું મુખ્યમંત્રીના કાર્યાલયમાં અવરજવર કરતાં.
જે માણસ પોતે કરપ્ટ નથી, જે પોતાના કેબિનેટ મિનિસ્ટરો, પોતાના પક્ષના નેતાઓથી લઈને અચ્છા અચ્છા લોકોને આ બાબતમાં ડોળો કાઢીને ડરાવી શકે છે તે માણસ અમારી સામે પણ લાલ આંખ કરવાનો જ એવું સમજી ગયેલા સામ્યવાદી-માર્ક્સવાદીઓ અને એમના પાક્કા રંગે રંગાયેલા કોંગ્રેસીઓ વગેરે મોદીનો વિરોધ ના કરે તો શું થાળીમાં કપૂર-દીવડો લઈને એમની આરતી ઉતારવાના હતા?

મોદી વિરોધીઓનો આ થયો ત્રીજો પ્રકાર – એમના રાજકીય વિરોધીઓ, જેમના ખીલે બંધાઈને ઉછળકૂદ કરનારા દેડકાઓ ચૂંટણીઓ આવતાં જ ફરી એક વાર ડ્રાઉં ડ્રાઉં શરૂ કરી દે છે.
વધુ આવતી કાલે.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

15 COMMENTS

  1. Excellent article
    Go on and on
    After reading this article we know
    Modiji’s working style
    Great Saurabhbhai 👍

  2. સૌરભભાઇ લેખ તો હંમેશા ની જેમ સારો છે આપ ખૂબ સારું લખો છો. પરંતુ આ વખતે એક અતિશિયોકતી વગર કહેવું છે લેખ માં આરએસએસ , વિશ્વ હિન્દુ પરિષદ ઉપર આપનું વિવેચન સદંતર ખોટું અને અધૂરું હોવાની સાથે ઉતાવળું અને આપની અતિશિયોકતી યુક્ત લાગે છે. અસહમતી રેહસે પણ તમારે સંઘ ને આવી રીતે ના મુલવવો જોઈએ.. સંઘ ખૂબ વિશાળ છે આપના ધ્યાન માં કોઈ લોકો આવ્યા હોય તેનાથી એ સત્ય ના હોય.તો જરા જોઈ લેજો. બાકી આશ્લેષ શાહ કે અજય ઉમટ. અંતે તો… ભારત ની કમનસીબી મીડિયા ની અતિશિયોકતી હોય છે સંઘ કોઈ ને જવાબ આપવા જતો નથી. કારણ કે એજ સનાતન સત્ય છે રાજકરણ પાસે કે કે વડાપ્રધાન તરીકે એક મોદી વ્યક્તિત્વ ધ્યાન માં હશે આરએસએસ પાસે આવા લાખો ત્યાગી, તપસ્વી , પ્રમાણિક, આવડત સાથે ના દેશભક્ત મોદી છે અને કોઈ વ્યક્તિ પૂજા નથી.

    • સંઘનું તથા વિ.હિં.પ.નું કામ કેટલું વિશાળ અને મહત્ત્વનું છે એ વિશે મને જ્ઞાન આપવાની જરૂર નથી. મેં અનેક વાર એ વિશે પ્રગટપણે લખ્યું છે અને લખતો રહીશ. આ રીતે સંઘને બિરદાવનાર સ્વતંત્ર પત્રકાર-લેખક એક માત્ર હું છું. માટે અન્ય કોઈની ય સાથેની મારી સરખામણી તમારી નાસમજનો પુરાવો છે. સંઘ,વીએચપી તથા ભાજપમાં રહેલા કેવા અપવાદો વિશે મેં આ લેખમાં લખ્યું છે તે ધ્યાનથી ફરી એકવાર વાંચો. ઉતાવળે કમેન્ટ કરીને પૂર્વગ્રહોનું પ્રદર્શન કમસેકમ મારી આગળ તો ન જ કરો.

  3. Excellent article we need more and more such journalism in our nation then we all can shine india Thankx lot

  4. ખુબ સરસ લેખ વાંચવા મળ્યો.
    પણ ભારત ની પ્રજા ને સુધારો ગમતો નથી.ભવિષ્ય માં આપણું શું થશે એની પરવા નથી. ચિંતા કરવાની જરૂર નથી આવો વર્ગ ફકત ૧૭.૮% ટકા જ છે.એ પણ અભણ
    ભારત નો 82.2% લોકો તો મોદી ના કામ થી ખુબ જ ખુશ છે.અને એની તરફેણ માં એ જે કહશે એ કરવા તૈયાર છે.

    Jogani

  5. મા.શ્રી સૌરભભાઈ, મોદી ના વિરોધીઓ દંભ, ઈર્ષા, લાલચ, કપટ, દેશદ્રોહી વિ. વિચારોથી પ્રેરાઇને ભલે ટીકાઓ કરવાના છે અને ચાલું પણ રહેશે. પરંતુ, મોદી ના તટસ્થ ચાહકો પણ હિતશિક્ષા ભાવથી ટીકા કરે તો એમને પણ દેશ વિરોધી કે ધર્મ વિરોધી નું લૅબલ મારનારા વર્ગને( મોદીની અંધભક્તિના કૉપી રાઇટર્સ) પણ ઉઘાડા પાડવા જરૂરી છે

    • ખૂબ સરસ વિશ્લેષણ, ભ્રષ્ટાચાર બાબતે એક વાત કહેવી છે, શું કોઈ સરકાર ભ્રષ્ટાચાર મિટાવી શકે ? જનતાના સાથ વિના ? ટ્રાફિક પોલિસને ૧૦૦૦/ નું ચાલાન ન ફાડવા માટે ૧૦૦/ કે ૨૦૦/ આપીશું ત્યાં
      સુધી તો ભ્રષ્ટાચાર નહીં જ દૂર થાય…(આ એક ઉદાહરણ છે, કોઈ પણ મિત્રો એ પોતાના માથે ન લેવું). આપણે જ મક્કમ બનવું પડશે…ભ્રષ્ટાચાર આજે એ અદ્શ્ય શક્તિ જેવો છે, છે બધે જ પણ દેખાતો નથી…કોઈ પ્રોપર્ટી નો પૂરી કિંમતનો પ્માણિક દસ્તાવેજ કરવો હશે તો પણ સાહેબના તો થાય જ.

  6. Most of the billionaires and many others in India have gained their riches not honestly, that is not from their sweat. They have colluded with those in power to have laws modified, create loop holes and by nurturing corruption in a big way. Even their kith and kin settled abroad have helped them tremendously for unjustified gains by both parties. The less said is better.
    Modiji knows.

  7. Most of the billionaires and many others in India have hardly gained their riches honestly , that is from their sweat. They have collided with those with power to manipulate or twist laws, create loop holes and directly or indirectly nurtured corruption. Their kith and kin settled in foreign lands have also tremendously helped them for mutual gains. The less said is better.
    Modiji knows .

    • This concept & perception exist elsewhere in the world too… I am not defending those business houses but at the same time somewhere and some one in the family had very hard days and than they have come up in life. To expand and survive the businessman has to have some connection earlier and now collaboration today with the powers that be…..Mr. Vipin bhai any other alternative kindly suggest……Modiji knows….it. but Modiji Desh ko aage badhane ke disha me sarkar chalate hai…..

  8. સર , આપનો આ લેખ વાંચ્યો અને રુંવાડા ઊભા થઈ ગયા , આનંદમાં. મોદીજી તરફ મને ખૂબ ખૂબ સન્માન છે. એમના વિશે કાંઈ પણ ઘસાતુ સાંભળું અને કાળ ચઢી આવતો હોય એવુ લાગતું પણ આજે હવે આપના આ લેખ થકી મનને ભરપૂર સંતોષ થયો છે અને રહેશે..

  9. Make Bharat w/o corruption at all levels. Give co-op to modiji. Rate of interest to be increased to senior citizens more.

  10. ૧૯૮૦ માં એક પિક્ચર આવેલું ” ચોરો કી બારાત” એમાં ઘણા બધા વિલન હતા, અજિત, ડેની,રણજીત,જીવન,પ્રેમ ચોપરા,સુધીર,રૂપેશ કુમાર,દેવ કુમાર, જાનકી દાસ,રામમોહન વગેરે. આજ ના સમય માં મોદી વિરોધીઓ ની બારાત માં તમે જણાવેલા ભ્રષ્ટાચારીઓ,દેશદ્રોહીઓ, દગાબાજો સત્તા વગર તરફડી રહ્યા છે. હવે મોદી ભાઈ કિસાન સુધારા લાવ્યા છે તો કિસાનો ને ભડકાવી ને શાંતિ ભંગ કરવા ચાહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here