વિષમ સંજોગો સર્જાય એમાં પહેલો વાંક કોનો : સૌરભ શાહ

(વિલ પાવર સિરીઝનો સાતમો હપતો)
(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ, શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2020)

હવે ટેક ઑફના તબક્કામાં પ્રવેશ કરીએ છીએ. માણસને પોતાના પર ભરોસો ન હોય ત્યારે એ બીજાના દોરવ્યે દોરવાઈ જતો હોય છે. એ જ્યારે પોતાની જિંદગીની દિશા જાતે નક્કી કરવા અસમર્થ બની જાય ત્યારે બીજાઓ જે તરફ આંગળી ચીંધે તે દિશામાં આગળ વધે છે. બીજાઓમાંના કેટલાક એને આ તરફ જવાનું કહેશે, કેટલાક પેલી તરફ તો વળી બાકીના કેટલાક તદ્દન જુદી જ દિશા તરફ આંગળી ચીંધશે. તમે મૂંઝાઈ જશો. કઈ દિશામાં જવું?

સેલ્ફ કૉન્ફિડન્સ હોય તો આવી કોઈ મૂંઝવણ ના થાય. આત્મવિશ્વાસ હોય તો બીજાઓના દોરવ્યે દોરવાઈ જવાને બદલે તમે પોતે નક્કી કરેલા માર્ગે આગળ વધતા રહો છો.

અહીં પહેલાં ઈંડું કે પહેલાં મરઘી જેવી પરિસ્થિતિ છે. તમે જાતે નક્કી કરેલા માર્ગે વધતા હશો તો જ તમારામાં આત્મવિશ્વાસ આવશે અને આત્મવિશ્વાસ હશે તો જ તમે જાતે નક્કી કરેલા માર્ગે આગળ વધી શકશો.

આ કેચ-ટ્વેન્ટી ટુ જેવી પરિસ્થિતિમાં એક વાત કૉમન છે – માર્ગ. બીજાઓ તમને એમના મનગમતા માર્ગે દોરી ન જાય એ માટે તમે તમારો માર્ગ પસંદ કરી લીધો હોવો જોઈએ. અવઢવમુક્ત થઈને, જોખમ ખેડીને પણ, તમારે તમારો માર્ગ નક્કી કરી લેવો પડે: મારે જીવનમાં શું કરવું છે, મારે અમુક પરિસ્થિતિ ઊભી થાય તો એને કેવી રીતે ડીલ કરવી છે, મારી જિંદગીમાં અમુક-અમુક વ્યક્તિઓનું સ્થાન ક્યાં છે, એમનું મહત્ત્વ મારા માટે કેટલું છે… આ અને આવા અનેક પ્રશ્નો જે મનમાં ઉદ્દભવતા હોય તે દરેક વિશેની સ્પષ્ટતા થઈ જાય એ માટે જીવનનો માર્ગ નક્કી કરી લેવો પડે. આ નિર્ણયો તમે કોઈના દબાણવશ ન લઈ શકો. આ નિર્ણયો લેવા તમારે ભયમુક્ત બનવું પડે.

આત્મવિશ્વાસ કેળવવા માટે ટેક ઑફ લીધા પછી જે પહેલું કામ કરવાનું તે ભયમુક્ત બનવાનું. આ કામ સહેલું નથી અને રાતોરાત કોઈ ભયમુક્ત થઈ શકવાનું પણ નથી. સંપૂર્ણપણે ભયમુક્ત કોઈ હોઈ શકે પણ નહીં. આપણો પ્રયત્ન બને એટલા જલદી અને બને એટલી વધુ બાબતમાં ભયમુક્ત થવાનો હોવો જોઈએ. મારે હિસાબે વ્યવહારુ જગતમાં આપણને સૌથી મોટો ડર ખોટા પડવાનો હોય છે. મારું આ પગલું નિષ્ફળ જશે તો લોકો મને ફોલી ખાશે. મારો આ અભિપ્રાય, ઓપિનિયન, મત ખોટો પુરવાર થયો તો મારી માનહાનિ થશે. ખોટા પડવાનો ડર મનમાંથી કાઢી નાખવા માટે લોકો પાસેથી સતત તમને માનપાન મળ્યા કરે એવી ઈચ્છાને ભોંયમાં દાટી દેવી પડે. લોકો તમારા પ્રત્યેક વિચારને, પ્રત્યેક વ્યવહારને સમર્થન આપે, સતત તમારી સાથે રહે એવી ઈચ્છામાંથી મુક્તિ એટલે ભયમુક્તિની દિશામાં ભરેલું પ્રથમ વિરાટ પગલું.

લોક-સમર્થનની ખ્વાહિશમાંથી મુક્તિ મેળવવા માટે એક જ નિર્ણય કરી લેવો કાફી છે – મારા વિચારો, મારા વર્તન, મારા વ્યવહારો બદલ મારે જો કોઈ પછડાટ સહન કરવી પડશે તો તે માટે હું તૈયાર છું. ઊંધે માથે પટકાઈશ તો પટકાઈશ, મારી તૈયારી છે. લોહીલુહાણ હાલતમાં પણ લડવાની ખુમારી રાખનારાઓમાં જ આત્મવિશ્વાસ ઉછરી શકે. જરાક અમથો ઘા થયો અને તરત પાટાપીંડી કરવા માટે જે રણમેદાન છોડીને તંબુભેગો થઈ જાય છે, તેનામાં ક્યારેય વીરતાનો ગુણ જન્મી શકતો નથી. સેલ્ફ કૉન્ફિડન્સ કેળવવા માટે વીરતા જરૂરી છે. સંઘર્ષોનો જેણે સામી છાતીએ સામનો કરવાની ટેવ કેળવી હોય તે જ સેલ્ફ કૉન્ફિડન્ટ બની શકે.

હવે આના પરથી હવે બીજા પગથિયે જવું આસાન બનશે. સંઘર્ષોનો સામી છાતીએ સામનો કરવાની વૃત્તિ તમારામાં ક્યારે જન્મે? જ્યારે તમે તમારી કપરી પરિસ્થિતિ બદલ બીજાઓને દોષિત ગણવાનું છોડી દો ત્યારે. જિંદગીમાં સર્જાતી કોઈપણ વિષમ પરિસ્થિતિ વખતે સૌથી પહેલું આપણું રીએક્શન શું હોવાનું? આને કારણે આવું થયું. આ વ્યક્તિએ સાથ ન આપ્યો, આ વ્યક્તિઓ આડે આવી, આણે મારા વિરુદ્ધ કાવતરું રચ્યું એટલે આ બધી ગરબડ ઊભી થઈ. ક્યારેક વ્યક્તિ નહીં પણ સંજોગોનો વાંક કાઢીશું, કુદરતનો કે નસીબનો દોષ કાઢીશું. દરેક વિષમ પરિસ્થિતિ સમયે આપણે પોતાની જાત સિવાય બીજા તમામ લોકોનો, સંજોગોનો વાંક કાઢવા માટે આતુર હોઈએ છીએ. આવું કરવાને લીધે આપણી પોતાની ભૂલ કે ભૂલો ઢંકાઈ જાય છે એટલે આપણે ગિલ્ટ ફીલ કરવામાંથી ટેમ્પરરી ઊગરી જઈએ છીએ. પણ આ કામચલાઉ રાહત લાંબા ગાળે મોંઘી પુરવાર થાય છે. આપણે કરેલી ભૂલ શું કામ થઈ, કેવી રીતે એને ભવિષ્યમાં સુધારી શકાય – એવા અમુલ્ય બોધપાઠમાંથી આપણે વંચિત થઈ જઈએ છીએ.

આપણી જિંદગીમાં કશુંક ખોટું થાય છે ત્યારે સૌથી પહેલી અને સૌથી મોટી જવાબદારી આપણી પોતાની હોય છે. બીજાઓને તમારી વિષમ પરિસ્થિતિ વકરાવવાનો ચાન્સ ત્યારે જ મળે છે જ્યારે તમે ગાફેલ બનો છો, જ્યારે તમે ઓવર કૉન્ફિડન્ટ બનીને કેટલીક ઝીણી સંભળાતી સાયરનોને સાંભળવાનું ભૂલી જાઓ છો. સામે જ દેખાતા સ્પીડ લિમિટના પાટિયાને નજરઅંદાજ કરીને તમે પોતે ભલે સલામત ડ્રાઈવિંગ કરો છો એવા વિચારમાં ફુલ સ્પીડે આગળ વધતા હો પણ કોઈ બીજાની ભૂલને કારણે અકસ્માત થાય તો પણ પહેલો વાંક તમારો હોય છે. સ્પીડ લિમિટને અવગણવાની ભૂલ તમે પહેલાં કરી.

જિંદગીમાં કશુંક સારું થાય છે ત્યારે મનોમન સૌથી પહેલી પીઠ તમે કોની થાબડો છો? તમારી પોતાની. મારી મહેનત ફળી. મેં આટલું આટલું કર્યું તેને લીધે મને આ પરિણામ મળ્યું. વિષમ પરિસ્થિતિ સર્જાય ત્યારે પણ દોષનો ટોપલો પોતાના માથે ઊંચકી લેતાં શીખીએ. મારી ભૂલને લીધે આ પરિણામ આવ્યું. જે વ્યક્તિ બ્લેમગેમમાં સરી પડ્યા વિના ખુલ્લી છાતીએ પોતાની નિષ્ફળતાનો અપજશ ભોગવવા તૈયાર છે તેને જ કુદરત સેલ્ફ કૉન્ફિડન્ટ બનાવે છે. વધુ કાલે.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here