ભગવાને એમને શરીર પુરુષનું અને મન સ્ત્રીનું આપ્યું : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: સોમવાર, 1 જૂન 2020)

પૂજ્ય મોરારિબાપુએ થાણેની રામકથા ‘માનસ: કિન્નર’માં કહેલી એક વાત મારા ચિત્તમાં સજ્જડ ચોંટી ગઈ છે કે કુદરતમાં જેમ કર્મનો સિદ્ધાંત છે કે ખાડો ખોદે તે પડે તેમ એમાં વિશિષ્ટ અપવાદો પણ છે. કર્મ તમે કરો ને એનું ફળ મને મળે. કર્મ હું કરું અને એનું ફળ મને મળવાને બદલે તમને મળે. (અર્થાત્ મારું ભલું થયું હોય તો એમાં મારા નહીં પણ તમારા કર્મનો ફાળો હોય એવું બને. તમારું બૂરું થયું હોય એમાં તમને તમારા કર્મનો બદલો ન મળ્યો હોય પણ મેં ખોદેલા ખાડામાં તમે પડ્યા હોય એવું પણ બને).

કુદરતમાં આવી ઘણી અવ્યવસ્થા છે. કિન્નરો આવી જ અવ્યવસ્થાનો એક ભાગ છે. એમાં એમનો કોઈ વાંક નથી. ડૉ. પ્રકાશ કોઠારી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અને માન્યતા પ્રાપ્ત સેક્સોલૉજિસ્ટ છે. સ્ત્રી અને પુુરુષની જાતીય સમસ્યાઓનું નિરાકરણ શાસ્ત્રીય રીતે સહૃદયતાથી કરવા માટે તેઓ જાણીતા છે. એમના કહેવા પ્રમાણે ભગવાને જેમને શરીર પુરુષનું આપ્યું પણ (ભૂલમાં કે ઉતાવળમાં) મન સ્ત્રીનું આપ્યું અથવા તો શરીર સ્ત્રીનું આપ્યું પણ મન પુુરુષનું આપ્યું તેમાંથી આ કિન્નર સમાજ બન્યો છે.

ભગવાનની આ ભૂલ, કુદરતની અવ્યવસ્થા આપણે સ્વીકારી લેવાની હોય. આ ‘સ્વીકાર’ની વાત બાપુએ કથાના પહેલાં જ દિવસે ભૂમિકા બાંધતી વખતે ઘણી ઉમદા રીતે શ્રોતાઓ સમક્ષ મૂકી હતી. ‘આપણને ઉપદેશકની જરૂર નથી, સુધારકની પણ જરૂર નથી, સ્વીકારકની જરૂર છે’ એવા એમના વિધાન વિશે એક આખો સ્વતંત્ર લેખ લખી શકાય, જે હું લખવાનો જ છું- કાલે. પણ આજે કિન્નરસમાજ વિશેની બાપુની વાતને પૂરી કરું.

‘માનસ: કિન્નર’ રામકથા દ્વારા બાપુએ ફરી એકવાર પુરવાર કર્યું છે કે નવ-નવ દિવસ સુધી ચાલતી એમની રામકથા કોઈ ધાર્મિક ટાઈમપાસ કે અધ્યાત્મિક મનોરંજન નથી. એમના માટે દરેક રામકથા એક નવો જ મુદ્દો સમાજ સુધી પહોંચાડવાનું સાધન છે. એ મુદ્દો સામાજિક હોય, વૈચારિક હોય, અધ્યાત્મિક હોય- જીવનના કોઈ ને કોઈ ખૂણાને સ્પર્શતો હોય.

રાજા રામમોહન રોય, જ્યોતિબા ફુલે, બાબાસાહેબ આંબેડકર વગેરે મહાનુભાવો હવે આપણા માટે ઈતિહાસનાં પાત્રો છે, ટપાલટિકિટ પર જેમનો ચહેરો છપાય છે એવી આ દેશની વિરાટ વિભૂતિઓ છે. વિધવાવિવાહ, કન્યા શિક્ષણ કે દલિતો માટે તેઓએ જે કામ કર્યું એને કારણે એ સૌને હવે આપણે સમાજની મુખ્યધારામાં સ્વીકારવાની શરૂઆત કરી છે.

ન્યુઝપ્રેમીને સપોર્ટ કરવા આ લિન્ક પર જાઓ 

આવતીકાલનો ઈતિહાસ લખાશે ત્યારે કિન્નર સમાજની બાબતમાં આ જ રીતે પૂ. મોરારીબાપુનું નામ લખાશે. એમણે કરેલી આ પહેલને પરિણામે આવતા એકાદ દસકામાં ક્રમશ: કિન્નરો પ્રત્યેનો તિરસ્કાર ભૂંસાઈને તેઓ પણ મારા-તમારા જેવા જ કાળા માથાના માનવી છે એવી લાગણી સમાજમાં ફેલાશે અને જ્યારે એમની આવી સ્વીકૃતિ વ્યાપક બનશે ત્યારે તેઓ એમની આજીવિકાનાં પ્રચલિત સાધનોને છોડીને આપણી જેમ જ શૉપિંગ મૉલમાં સેલ્સ પર્સન તરીકે, બૅન્કમાં કૅશિયર તરીકે, તાતા-રિલાયન્સમાં પરચેઝ મૅનેજર તરીકે કે પછી નાની-મોટી કંપનીઓમાં કલાર્કથી લઈને મૅનેજિંગ ડિરેકટર તરીકેના પદ પર ફરજ બજાવતા થઈ જશે. પણ પહેલી શરત સમાજની સ્વીકૃતિની જેથી તેઓ આદરભર્યું જીવન જીવી શકે, શિક્ષણ તેમ જ વ્યવસાયી તાલીમ પામી શકે. અને આ સ્વીકૃતિ અપાવવાનું અશક્ય લાગતું કામ કરવાની પહેલ આ દેશમાં બાપુએ કરી છે. પાશેરામાં પહેલી પૂણી મુકાઈ ગઈ છે. કમ સે કમ એમના એક શ્રોતાના મનમાંથી તો કિન્નરો પ્રત્યેનો અગાઉનો ભાવ ભૂંસાઈને કોઈપણ નૉર્મલ વ્યક્તિ માટે જેટલો અને જેવો સ્વીકાર હોય તે સ્થપાઈ ચૂકયો છે.

આજનો વિચાર

જે કાર્યથી, જે સંગથી, જે સોબતથી, જે સંભાષણથી, જે વૃત્તિથી ચિત્તની પ્રસન્નતાની ક્ષીણતા થવા લાગે એનાથી દૂર રહો.

– પૂ. મોરારિબાપુ

(‘માનસ: કિન્નર’માં)

•••   •••   •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરો

‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, ભરોસાપાત્ર  તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે એટલે  એને તમારા સપોર્ટની જરૂર છે. ‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે એટલે એને તમારા સપોર્ટની જરૂર છે. વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે ‘ન્યુઝપ્રેમી’ને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય તો મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, એમને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ  જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

‘ન્યુઝપ્રેમી’ દરેક બાબતમાં સંપૂર્ણપણે સ્વતંત્ર છે. ‘ન્યુઝપ્રેમી’ રાષ્ટ્રમાં ભાગલા પડાવતી પ્રત્યેક તોફાની હિલચાલનો બુલંદ અવાજે વિરોધ કરે છે. ‘ન્યુઝપ્રેમી’ સસ્તી લોકપ્રિયતા મેળવવા પ્રવાહ સાથે તણાઈ જતું નથી. ‘ન્યુઝપ્રેમી’ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પવન પ્રમાણે સઢ ફેરવીને વાચકોને ગુમરાહ કરવામાં માનતું નથી. ‘ન્યુઝપ્રેમી’ અમુક વર્ગનો રોષ વહોરીને પણ સમાજ માટે, રાષ્ટ્ર માટે જે સાચું છે અને સારું છે એનો પક્ષ લઈને પોતાનો ધર્મ— પોતાની ફરજ બજાવવામાં માને છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય, ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ  આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટે  અનુવાદ મુંબઈ – અમદાવાદમાં થાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટ વિના ટકી શકવાનું નથી, વધુ વાચકો સુધી પહોંચી શકવાનું નથી, સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકવાનું નથી. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક  સહયોગ અનિવાર્ય છે. તમારા તરફથી મળનારી નાનામાં નાની રકમ પણ ‘ન્યુઝપ્રેમી’ને ચલાવવા ઉપયોગી છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની  લિન્ક મૂકાય છે. દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે. ‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે અન્ય માર્ગે રકમ મોકલીને સ્ક્રીન શોટ 9004099112 પર વૉટ્સએપ કરો. એક જ મિનિટનું કામ છે.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવાની બીજી પણ બે રીત છે. ‘ન્યુઝપ્રેમી’ના વૉટ્સઍપ ગ્રુપમાં તમને જે લિન્ક મળે છે તે મૅક્સિમમ મિત્રો/કુટુંબીજનોને તમારા પર્સનલ રેકમેન્ડેશન સાથે ફૉરવર્ડ કરો અથવા ‘ન્યુઝપ્રેમી’ના લેખોના આરંભે મૂકાતાં વૉટ્સઍપ, ફેસબુક, ટ્વિટરનાં આયકન દ્વારા લેખ શેર કરો. સપોર્ટ કરવાની હજુ એક રીત છે- કમેન્ટ કરવાની. દરેક લેખની નીચે તમારો અભિપ્રાય લખશો તો તમારો મત અન્ય હજારો વાચકો સુધી પહોંચશે. ‘ન્યુઝપ્રેમી’ના પ્લેટફૉર્મ પર  ટ્રોલિંગ અલાઉડ નથી, પણ સંસ્કારી ભાષામાં નક્કર સૂચનો તથા સૌને  ઉપયોગી થાય એવા અભિપ્રાય આવકાર્ય છે. ‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

7 COMMENTS

  1. સરસ, પૂ. શ્રી બાપુ અને આપશ્રી ને, બંને ને ધન્યવાદ.

  2. બહુ સરસ રીતે સમજાવટ છે.મારી દુકાન પર નિયમિત રીતે એ લોકો આવે છે.એક લેડી કિનનર ને મેં, મારી દુકાન માં કામ કરવું હોય તો એ કરી શકે છે એવું કહયું તો તેણે બહુ જ સરસ જવાબ આપ્યો કે બાબુજી આપકા શુક્રિયા લેકીન લોગ આપ કો બદનામ કરેગે ઔર મેરી વઝહ સે કોઈ બદનામ હો વો મુજે મંજૂર નહીં હૈ.

  3. સૌરભ ભાઈ. જટિલ વિષય..ને સરલ સચોટ જવાબ. વાહ. પૂજ્ય મોરારી બાપુને વંદન. સૌરભ ભાઈ આપને ધન્યવાદ ને અભિનંદન. સરસ સમજ.?વંદન સાથે આપનો વાચક મિત્ર.

  4. ખુબ સરસ અને સરળ ભાષા માં સમજાય તે રીતે જાણકારી આપી…લેખ ખુબ ખુબ સરસ લાગ્યો સૌ પ્રથમ વાર આટલી સ્પષ્ટતા સાથે જાણવા મળ્યું…. ધન્યવાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here