( ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવ : શનિવાર, ચૈત્ર વદ પાંચમ, વિક્રમ સંવત: ૨૦૭૭. ૧ મે ૨૦૨૧)
બંગાળમાં ભાજપ જીતશે તો મીડિયા કહેશે કે મોદીએ એક અમસ્તી ચૂંટણી જીતવા ડઝનબંધ રેલીઓ યોજીને આખા રાજયને કોરોનાના જોખમમાં મૂકી દીધું. સત્તાની લાલસા આ લોકોને મોતનું તાંડવ કરવા સુધી લઈ જાય છે.
અને ભાજપ હારશે તો કહેશે : જુઓ, કોરોનાની કટોકટીને નાથવામાં નિષ્ફળ ગયેલા મોદી સામે લોકોએ ગુસ્સો પ્રગટ કરીને ભાજપને રસ્તો બતાવી દીધો. આખા દેશની લાગણી બંગાળે પ્રગટ કરી.
ટ્વિટર પર પી.એમ.મોદી પણ જેમને ફોલો કરે છે એવા હાર્ડકોર રાષ્ટ્રવાદી વિનાયક (@ vinayak_jain)એ 29મીના ગુરુવારે સાંજે એક્ઝિટ પોલનાં પરિણામ આવવાનાં શરૂ થયાં એ પહેલાં આ ટ્વિટ કર્યું હતું.
બંગાળમાં ભાજપને બે તૃતિયાંશ (એટલે કે 200+) બેઠકો તો નહીં જ મળે, કદાચ સરકાર બનાવવા જેટલી પણ નહીં મળે એવું મોટાભાગના એક્ઝિટ પોલ કહે છે. પણ પ્રદીપ ભંડારીના ‘જન કી બાત’ને ખાતરી છે કે ભાજપને 162 થી 185 વચ્ચે બેઠકો મળશે.
ટીવી ચેનલોનો ભાજપદ્વેષ અને કૉન્ગ્રેસપ્રેમ કેવી રીતે છલકતો હોય છે તે જુઓ. તમિલનાડુમાં ડી.એમ.કે. અને એ.આઇ.ડી.એમ.કે. સામસામે છે. આ બેઉ પક્ષોએ અનુક્રમે કૉન્ગ્રેસ અને ભાજપને વીસ-વીસ બેઠકો પર પોતપોતાના ઉમેદવારો ઊભા રાખવાની સમજૂતી કરીને ચૂંટણી લડી. એક્ઝિટ પોલ મુજબ એ.આઇ.ડી.એમ.કે.ને રાજયમાં ફરી એકવાર સત્તા મળે એવું લાગતું નથી અને ડી.એમ.કે. આ વખતે સરકાર બનાવશે એવી આગાહી છે. ચાર્ટમાં લખાવું જોઇએ કે ડી.એમ.કે. + (પ્લસ)ને આટલી અને એ.આઇ.ડી.એમ.કે. + (પ્લસ)ને આટલી બેઠકો મળે એવું લાગે છે. એને બદલે ટાઇમ્સ નાઉનો ચાર્ટ તમે જુઓ. એન.ડી.એ. અને યુ.પી.એ.ને કેટલી સીટો મળે છે એવું કોઠામાં બતાવે છે જેથી ભાજપ ( જે તમિળનાડુમાં 234માંથી માંડ દસ ટકા બેઠકો પર લડનારો માઇનોર ભાગીદાર છે તેના) માટે નીચાજોણું થાય છે તેવું પ્રોજેક્ટ કરી શકાય. અને એની સામે કૉન્ગ્રેસ જીતી રહી છે એવો ભ્રમ ઊભો કરી શકાય. ઉપરાંત એક્ઝિટ પોલની ચર્ચા કરતી વખતે ઇન્ડિયા ટુડેની ચેનલ પર રાજદીપ સરદેસાઇએ સંપૂર્ણપણે નિર્વસ્ત્ર થઇને પોતાનો એન્ટી-બીજેપી અને પ્રો-કૉન્ગ્રેસ સ્ટાન્સ રજુ કર્યો જેની અનેક ક્લિપો ફરતી થઈ ગઈ.
રિપબ્લિક ટીવીના એક્ઝિટ પોલમાં બેઉ પક્ષોને ટી.એમ.સી. તથા ભાજપને એકબીજા પર પાતળી સરસાઈ મળશે અને અત્યારે કંઈ કહેવાય નહીં કે ત્રાજવું કઈ તરફ નમશે એવી હાલત છે એ પ્રકારના આંકડા અપાયા.
ભાજપને વિશ્વાસ હતો કે ગઈ વિધાનસભામાં માત્ર 3 બેઠકો મેળવ્યા પછી આ વખતે 200+ બેઠકો મળવાની છે. ભાજપ પોતાના લક્ષ્ય તરફ સડસડાટ આગળ વધે છે એ વાત આઠમાંના ચાર તબક્કાના મતદાન પછી દીવાની જેમ સ્પષ્ટ થઈ ગઈ. તમે ટાઇમિંગ માર્ક કરજો. કોરોના, વેક્સિનેશન, ઓક્સિજન વગેરેની કૉન્ટ્રોવર્સી ક્યારે શરૂ થઈ? રેલીઓને કારણે કોરોના ફેલાય છે એવું તથાકથિત ખેડૂતવિરોધમાં માસ્ક વિના જમા થતા હજારો લોકોની ભીડ જોઇને કોઇએ નહોતું કહ્યું. કોરોનાના જ કાળમાં બિહાર વિધાનસભાની ચૂંટણી થઈ હતી. તે વખતે પણ કોઇએ નહોતું કહ્યું. ઉલટાનું તે વખતે તો ભાજપે સામેથી ચૂંટણીપંચને અરજી કરી હતી કે બિહારમાં કોઈ પણ રાજકીય પક્ષ રેલીઓ કે જનસભાઓ ના યોજે અને વર્ચ્યુઅલ કે ડિજિટલ પ્રચાર જ આ વખતે થાય તો સારું. પણ બાકીના પક્ષોએ વાંધો લીધો – એમ કહીને કે આમાં તો ભાજપને ફાયદો થાય, અમે પાછળ રહી જઇએ. (આવી દલીલ પાછળ ગળે ઉતરે એવો કોઈ તર્ક નહોતો.) ચૂંટણી પંચે વિપક્ષોને રાજી રાખવા કહ્યું : તો કરો તમતમારે જનસભાઓ.
બંગાળમાં મોદીની, અમિત શાહની, નડ્ડાની પ્રેક્ટિક્લી દરેક ભાજપ નેતા-ઉમેદવારની જાહેરસભાઓને પ્રચંડ પ્રતિસાદ મળતો જોયા પછી વિપક્ષોને યાદ આવ્યું કે હાય, હાય આ તો કોરોનાનો કાળ છે, કેવી રીતે આવી જંગી જનસભાઓ થઈ શકે. રાહુલ ગાંધીએ અડધી બેઠકો પર ચૂંટણીઓ પતી ગઈ ત્યાં બંગાળમાં પગ પણ નહોતો મૂક્યો. પાંચ તબક્કાના મતદાન પછી એક-બે ચૂંટણી સભાઓને સંબોધ્યા પછી દિલ્હી ભેગા થઇને રાહુલે કહ્યું કે કોરોના ન ફેલાય એટલે હવે હું બંગાળમાં એક પણ ચૂંટણીસભા નહીં કરું. (કેરળમાં તો ચૂંટણીપ્રચાર માટે ઠેર ઠેર ભઇલો ફરી આવ્યો જ હતો). રાહુલની આ જાહેરાતથી તમે ઇમ્પ્રેસ થાઓ એ પહેલાં તમને ખબર પડે છે કે એનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે એટલે આવી જાહેરાત કરવામાં આવી છે. બનાવટી અને ઠગ માણસોના લોહીમાં જ આ હોય છે – પ્રજાને બેવકૂફ સમજવાની વાત એમને ચાર ચાર પેઢીઓથી વારસામાં મળતી હોય છે.
‘જન કી બાત’વાળા પ્રદીપ ભંડારીએ પોતાના એક્ઝિટ પોલનાં પરિણામ જાહેર થઈ ગયા પછી કહ્યું છે: ‘મારા શબ્દો નોંધી રાખજો. બંગાળમાં ભાજપ એબ્સોલ્યુટ મેજોરિટી સાથે જીતે છે…’ અર્થાત્ બંગાળની 292 બેઠકોવાળી વિધાનસભામાં ભાજપને 147 બેઠકો ઓછામાં ઓછી મળશે એવું ભંડારીનું આકલન છે.
પ્રદીપ ભંડારીના એક્ઝિટ પોલ દર વખતે ભલે સાચા ન પડતા હોય પણ બહુધા એ ઑન ધ ટાર્ગેટ હોય છે. ‘ચાણકય’ના એક્ઝિટ પોલ પણ મોટાભાગે ખરેખરાં પરિણામોની ખૂબ નિકટ હોય છે એવું જોયું છે. આ વખતે ચાણક્યે ભાજપને બંગાળમાં 108 (પ્લસ/માઇનસ11) સીટ અને ટી.એમ.સી.ને 180 (પ્લસ/માઇનસ 11) સીટ આપી છે. અર્થાત્ ચાણક્યના મતે સરકાર મમતા બેનર્જી બનાવશે તે નિશ્ચિત છે.
તમામ એક્ઝિટ પોલનો અભ્યાસ કર્યા પછી મને લાગે છે કે બંગાળમાં 200+નું સપનું પૂરું નહીં થાય પણ 155+ બેઠકો સાથે ભાજપ આઝાદી પછી સૌપ્રથમવાર બંગાળમાં સરકાર બનાવશે એ નિશ્ચિત છે.
બીજી મેએ સવારે નાસ્તા માટે છેક ઘાટકોપરથી હરિભાઈ કંદોઇના ફેમસ ફાફડા-જલેબીનો ઑર્ડર અમે આપી દીધો છે. 2019ની સાલમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામો જે દિવસે આવવાનાં હતાં એ દિવસે તો સવારના પહોરમાં અમે જાતે લાંબું અંતર કાપીને ઘાટકોપર જઇને ઘર માટે અને મિત્રોના ઘર માટે ફાફડા-જલેબી લઈ આવ્યા હતા. આ વખતે બહાર જવાની હિંમત નથી એટલે ઘરે જ મંગાવીને, અવનમાં તપાવ્યા પછી ઉજાણી કરવાની છે.
આવાં સાહસો કરવાનું સારું પાસું એ હોય છે કે ન કરે નારાયણ ને ભાજપ હારે તો પણ નાસ્તામાં ફાફડા-જલેબી ખાવા તો મળે!
••• ••• •••
આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.
‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ
પ્રિય વાચક,
તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.
‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.
વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.
કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.
તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.
દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.
‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.
‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.
‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/
બંગાળમાં ભાજપા = ૧૭૦-૧૭૫ સિટો સાથે સરકાર બનશે. તૃપ્તિબેન પારેખ તમે Yjg ને બરાબર સણસણતો જવાબ આપ્યો છે. રહી વાત ફાફડા-જલેબીની તો અમે હરિભાઈ કંદોઈ કોરા કેન્દ્ર બોરીવલી થી swiggy through પાર્સલ ટ્રાય કરસુ જો મળી જાયતો કાલે સવારે જલસો !
તમારે ત્યાં તો કાંદિવલી એમ.જી. રોડ પર રાજુભાઈ ઢોકળાવાળાની મોટી ફેમસ દુકાન ઓલરેડી છે!
એની વે, સ્વીગી/ઝોમેટો અમુકથી વધારે અંતર માટે ના પાડતા હોય છે. WeFast કુરિયર સર્વિસ છે, મુંબઈમાં ગમે એટલા લાંબા અંતરેથી પહોંચાડી દેશે.
જય હો….બસ…આ લેખ માટે આનાથી વધારે કાંઈ નથી કહેવું..
ફાફડા જલેબી ઉત્સવ ના પ્રસંગે માણી શકો એ જ શુભેચ્છાઓ..
દિલ થી પ્રાર્થના …
બાકી …..કૃષ્ણ એ લાખ પ્રયત્નો કર્યા…પણ દૂરયોધન ને સુયોધન ને ન જ બનાવી શક્યા….
Glad to read article on ” current events ” after a long time.
In W. B. BJP will win nearly 200 seats(+10-10).
Mamata will lose in Nandigram.
ये तो बीजेपी का paid news जैसा लगता है फाफड़ा झलेबी खाओ मगर जीतेंगी तो दीदी ही खेलो होबे ।।।।
आप दीदी के paid लगते हो