એક તરફ મોદીનો દેશપ્રેમ, બીજી તરફ કૉંન્ગ્રેસનું રાજકારણ

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 7 ફેબ્રુઆરી 2019)

28 સપ્ટેમ્બર 2016ની રાત્રે થયેલી સર્જિકલ સ્ટ્રાઈકના સમાચાર 29 સપ્ટેમ્બર 2016ની વહેલી સવારે ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (ડી.જી.એમ.ઓ.) લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહે એક ઉતાવળે બોલાવેલી પ્રેસ કૉન્ફરન્સ દ્વારા સમગ્ર ભારતને અને આખી દુનિયાને આપ્યા. આ પ્રેસ કૉન્ફરન્સમાં ભારત સરકાર વતી, ભારતના લશ્કર વતી ડી.જી.એમ.ઓ.એ જે સ્ટેટમેન્ટ વાંચ્યું એના શબ્દો અગાઉ પાકિસ્તાન સામે ક્યારેય ન વપરાયા હોય એવા કડક, સ્પષ્ટ અને જાહેરમાં થપ્પડ મારનારા હતા. ‘ઉડી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ જોનારા કે જોવા માગનાર તમામને આ શબ્દો વાંચીને ગૌરવ થવાનું. આ પ્રેસ કૉન્ફરન્સ ફિલ્મમાં નથી બતાવી. ફિલ્મમાં જરૂર પણ નહોતી, પરંતુ ‘ઉડી’ જોઈ લીધા પછી આ શબ્દોનું મહત્ત્વ તમારા મનમાં ઘણું વધી જશે. લેફટનન્ટ જનરલ રણબીર સિંહે સ્ટેટમેન્ટ વાંચતા કહ્યું: 

‘યે હમારે લિયે એક બહોત હી ગંભીર વિષય હૈ કિ પિછલે કુછ સમય મેં જમ્મુ ઍન્ડ કશ્મીર મેં નિયંત્રણ રેખા કે પાસ સે ઘૂસપૈઠ કી બઢૌતી હુઈ હૈ. ગ્યારા ઔર અઠારા સિતમ્બર દો હઝાર સોલહ કો પૂંછ ઔર ઉરી કે અંદર હુએ આતંકવાદી હમલે ઈસકી એક મિસાલ હૈ. આતંકવાદીઓ દ્વારા કી ગઈ ઐસી ઘૂસપૈઠ કી તકરીબન બીસ કોશિશેં જો લાઈન ઑફ ક્ધટ્રોલ યા ઉસ કે નઝદીક કી ગઈ, ઉસ કો નાકામિયાબ કિયા ગયા હૈ. ઈન ઘૂસપૈઠ કે પ્રયાસોં ઔર આતંકવાદી હમલે કે દૌરાન મિલે સામાન ઔર સામગ્રી મેં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જી.પી.એસ.) સાફ બતાતે હૈં કે ઉનકે ઉપર પાકિસ્તાની ચિહ્ન હૈ. હમને કુછ આતંકવાદી કો ગિરફ્ત મેં ભી લિયા હૈ જો કિ પાકિસ્તાન યા પાકિસ્તાન ઑક્યુપાઈડ કશ્મીર (પી.ઓ.કે.) સે સંબંધ રખતે હૈ, ઉધર કે મૂલ નિવાસી હૈ. પૂછતાછ કે દૌરાન ઉન્હોંને યે સ્વીકાર કિયા હૈ કિ ઉનકો પાકિસ્તાન સે પ્રશિક્ષણ ઔર હથિયાર દિયે ગયે થે. ઈસ મુદ્દે કો હમને રાજનૈતિક સ્તર પર ઔર મિલિટરી સ્તર પર હંમેશાં પાકિસ્તાન કે સાથ સમય સમય પર હમારા ક્ધસર્ન એક્સપ્રેસ કરતે રહે હૈં. હમને પાકિસ્તાન કો ઈન આતંકવાદીઓ કો કૉન્સ્યુલર એક્સેસ દેને કા ભી ન્યોતા દિયા હૈ ઔર સાથ મેં હમને યે ભી ઉનકો બતાયા હૈ કિ જો આતંકવાદી પૂંછ ઔર ઉરી મેં મારે ગયે ઉન કે ફિંગર પ્રિન્ટ્સ ઔર ડી.એન.એ. સૅમ્પલ્સ ભી પાકિસ્તાન કો દિયે જા સકતે હૈ તા કિ વે આગે કી છાનબીન કર સકે. હમારી સારી કોશિશોં કે બાવજૂદ કિ પાકિસ્તાન અપની ઝમીન કો ભારત કે ખિલાફ આતંકવાદી હમલોં કે લિયે ન ઈસ્તેમાલ કરેં જૈસા કિ ઉસને જનવરી દો હઝાર ચાર મેં હમેં આશ્ર્વાસન દિયા થા કિ વો અપની મિટ્ટી કો ભારત કે ખિલાફ આતંકવાદી કે લિયે નહીં ઈસ્તેમાલ હોને દેગા લેકિન ઐસા નહીં હુઆ ઔર ઘૂસપૈઠ ઔર આતંકવાદી ઘટનાએં બઢૌતી પર રહીં. અગર હમ અપના નુકસાન કમ કરને મેં સફળ રહે હૈં તો ઉસ કા શ્રેય ભારતીય સેના કે ઉન સૈનિકોં કો જાતા હૈ જો કિ એક બહોત હી કારગર, મલ્ટી-ટિયર્ડ કાઉન્ટર-ઈન્ફિલ્ટ્રેશન ગ્રિડ કે ઉપર તૈનાત હૈ જિન્હોંને ઈન ઘૂસપૈઠિયોં કો રોક કર ઉનકી આતંકવાદી ડિઝાઈન કો સફલ ન હોને દેને કી ક્ષમતા રખી. કલ બહોત હી વિશ્ર્વસ્ત ઔર પક્કી જાનકારી મિલને પર, કિ કુછ આતંકવાદી લાઈન ઑફ ક્ધટ્રોલ કે પાસ લૉન્ચપેડ પર ઈકત્રિત હુએ હૈ, ઈસ ઈરાદે કે સાથ કિ વો ઘૂસપૈઠ કરકે સીમા કે ઈસ પાર જમ્મુ ઍન્ડ કશ્મીર કે અંદર યા ભારત કે મહત્ત્વપૂર્ણ શહરોં કે અંદર આતંકવાદી હમલે કર સકેં. ઈસ ખબર કો મિલને કે બાદ ભારતીય સેનાને કલ ઉન લૉન્ચ પૅડ્સ કે ઉપર સર્જિકલ સ્ટ્રાઈક્સ કિયે હૈ. ઈસ ઑપરેશન કા લક્ષ્ય આતંકવાદીઓં કે નાપાક મનસૂબોં કો ક્રિપલ કરના થા જો કિ હમારે દેશ કે નાગરિકો કે જાનમાલ કો નુકસાન પહુંંચાના ચાહતે થે. ઈસ કાઉન્ટર-ટેરરિસ્ટ ઑપરેશન કે દૌરાન આતંકવાદી ઔર ઉનકી ફેસિલિટીઝ કો કાફી ભારી નુકસાન પહુંચાયા ગયા હૈ, ઔર કઈઓ ‘કો માર ગિરાયા ગયા હૈ. ઈન ઑપરેશન્સ કો અબ સમાપ્ત કર દિયા ગયા હૈ. ઈસ કા ઉદ્દેશ્ય કેવલ આતંકવાદીઓં કે ખિલાફ કાર્યવાહી કરના થા. હમારા ઈન ઑપરેશન્સ કો ઔર સમય તક જારી રખને કા કોઈ ઈરાદા નહીં હૈ લેકિન મૈં યે યકીન દિલાના ચાહતા હૂં કિ ભારતીય આર્મ્ડ ફોર્સીસ કિસી ભી ક્ન્ટિન્જન્સી કે લિયે હર સમય તૈયાર હૈ. મૈંને અભી પાકિસ્તાન કે ડિરેકટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (ડીજીએમઓ) કા સંપર્ક કિયા ઔર ઉનકો અપને ક્ધસર્ન્સ બતાયે ઔર ઉન કો કલ રાત કે ઑપરેશન્સ કી ભી જાનકારી દી. હમ કિસી ભી સૂરત મેં આતંકવાદીઓં કો લાઈન ઑફ ક્ધટ્રોલ કે પાર આ કર હરકત નહીં કરને દે સકતે. ઔર યે હમ બિલકુલ ગંવારા નહીં કરેંગે કિ આતંકવાદી હમારે દેશ કે ‘નાગરિકોં કો કિસી ભી પ્રકાર કા નુકસાન પહુંચા શકે. પાકિસ્તાનને જનવરી દો હઝાર ચાર મેં જો આશ્ર્વાસન દિયા થા કિ વે અપની ઝમીન સે ભારત કે ખિલાફ આતંકવાદી હમલે નહીં હોને દેંગે ઔર ઈસી વચન કે અનુસાર મૈં પાકિસ્તાન સેના સે ઉમ્મીદ કરતા હૂં કિ વો હમારા સમર્થન કરે ઔર હમ મિલકર ઈસ આતંકવાદ કો જડ સે મિટા સકેં ઔર અપને ઈલાકે કે અંદર શાંતિ બહાલ કર સકેં. જયહિંદ’. 

આ સર્જિકલ સ્ટ્રાઈક વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 જાન્યુઆરી 2019ના રોજ એ.એન.આઈ. ને આપેલા દીર્ઘ ઈન્ટરવ્યૂમાં પુછાયેલા એક સવાલના જવાબમાં સૌ પ્રથમ વાર વિગતે વાત કરી હતી. દેશની તમામ ન્યૂઝ ચૅનલોએ આ ઈન્ટરવ્યૂનું પ્રસારણ કર્યું હતું. પ્રધાનમંત્રીને સવાલ પુછાયો કે તમારી સરકારે સર્જિકલ સ્ટ્રાઈક વિશે જાહેરમાં ચર્ચા કરીને એનો રાજકીય ફાયદો ઉઠાવવાની કોશિશ કરી. આ બાબતે ભૂતપૂર્વ લશ્કરી અફસરોથી લઈને અન્ય રાજકીય પક્ષોના નેતાઓ પણ તમારી ટીકા કરી રહ્યા છે. 

મોદીએ આના જવાબમાં શું કહ્યું તે એમના જ શબ્દોમાં સાંભળો: 

‘પહેલી વાત તો એ કે હું પોતે માનું છું કે સર્જિકલ સ્ટ્રાઈકનો રાજનૈતિક ઉપયોગ ન થવો જોઈએ. આ બાબતે તો કોઈ મતભેદ છે જ નહીં. પણ જ્યારે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી ત્યારે સરકારના એક પણ પ્રધાને કોઈ પ્રકારનું નિવેદન આપ્યું નથી, પ્રધાનમંત્રીએ પણ કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું. માત્ર સેનાના અફસરે દેશને જાણકારી આપી અને એ પણ માત્ર ઈન્ફર્મેશન આપી છે અને એ ઈન્ફર્મેશન અહીં આપી એટલું જ નહીં, ટેલિફોન કરીને પાકિસ્તાનને પણ જાણ કરવામાં આવી છે અને જ્યાં સુધી પાકિસ્તાનને આ માહિતી પહોંચાડવામાં નહોતી આવી ત્યાં સુધી હિન્દુસ્તાનના મીડિયાને પણ એની જાણકારી આપવામાં નહોતી આવી. અને સેનાએ મીડિયાને માહિતી આપી ત્યાં જ વાત સમાપ્ત થઈ જવી જોઈતી હતી. પણ દેશનું દુર્ભાગ્ય છે કે એ જ દિવસે પોલિટિકલ પાર્ટીના કેટલાક લીડરોએ સર્જિકલ સ્ટ્રાઈક સામે શંકાની આંગળી ચીંધી. પાકિસ્તાન માટે તો એ રીતે બોલવું જરૂરી હતું, કારણ કે એમણે પોતાની પ્રજાનો નૈતિક જુસ્સો ટકાવી રાખવાનો હોય. પણ જે વાત પાકિસ્તાન બોલી રહ્યું હતું એ વાત આપણા દેશના કેટલાક લોકો બોલી રહ્યા હતા. પોતાની વાતને સમર્થન આપવા એ લોકો પાકિસ્તાને શું કહ્યું તેનો પુરાવો આપી રહ્યા હતા. રાજનીતિકરણની શરૂઆત ત્યાંથી થઈ. દેશની સેના માટે અનાપશનાપ બોલવામાં આવ્યું. અને હું માનું છું કે જે લોકોએ આ પ્રકારે દેશની સેના માટે આશંકા ઊભી કરી, સર્જિકલ સ્ટ્રાઈક વિશે આશંકા ઊભી કરી એ બહુ ખોટું થયું, આ રીતે આ ઘટનાનું રાજનીતિકરણ ન થવું જોઈએ. પણ પહેલા જ દિવસે આવી વાતો કરી કરીને આ ગૌરવશાળી ઘટનાને ચૂંથી નાખવામાં આવી તે ઘણું ખોટું થયું. બીજી વાત. સૈન્યનું ગૌરવ કરવું ખૂબ જરૂરી હોય છે. સૈન્યના પરાક્રમનું વર્ણન કરવું ખૂબ જરૂરી હોય છે. દેશના પ્રધાનમંત્રી, દેશની સરકાર અને દેશના નાગરિક – સૌ કોઈની જવાબદારી છે કે 62ની લડાઈમાં સૈન્યે કરેલા પરાક્રમોની વાત કરવી જોઈએ અને સર્જિકલ સ્ટ્રાઈકમાં આપણા સૈન્યે પરાક્રમ કર્યું હોય ત્યારે એની પણ વાતો થવી જોઈએ. દેશ માટે જીવવા-મરવાવાળાઓનું ગૌરવગાન આપણે નહીં કરીએ તો બીજું કોણ કરશે? આવા ગૌરવગાનને જો કોઈ રાજનીતિ કહેતું હોય તો તે અનુચિત છે.’

પ્રધાનમંત્રીના આ જવાબના અનુસંધાનમાં એમને પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો કે સાંભળ્યું છે કે સર્જિકલ સ્ટ્રાઈક થઈ રહી હતી ત્યારે તમને એની રજેરજની માહિતી મળી રહી હતી. તો તે વખતે તમારા મનમાં કયા વિચારો ચાલતા હતા? 

ખૂબ ગંભીર સવાલ હતો આ અને પેચીદો પણ. પ્રધાનમંત્રીએ આનો જે જવાબ આપ્યો તે જાણવા જેવો છે, જીવનમાં ઉતારવા જેવો છે. 

વધુ આવતી કાલે

આજનો વિચાર

પાકિસ્તાન સરકારે હજની સબસિડી સંપૂર્ણપણે રદ કરવાની જાહેરાત કરીને સરકારની તિજોરીમાંથી થતો રૂપિયા 450 કરોડનો ખર્ચ બચાવી લીધો. 

– પીટીઆઈ દ્વારા પ્રસારિત થયેલા સમાચાર 

એક મિનિટ!

બકો: આજકાલ બધી પત્નીઓ પોતાના પતિ સાથે કસ્ટમર કૅરની ઑપરેટર કરતાં પણ વધારે નમ્રતાથી વાત કરતી થઈ ગઈ છે એનું કારણ શું છે, ખબર છે, પકા? 

પકો: શું? 

બકો: વેલેન્ટાઈન્સડેને આડે 7 જ દિવસ બાકી રહ્યા છે.

2 COMMENTS

  1. Since long I am reading your post indirectly fr my friends. Since two days ago I join your whatsapp group as you give information and message in original and decode in factual wording. As I understand, Your information is not to appraise one single person or party but for building right national bonding. Thanks for your spirit.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here