કોરોનાથી મરવું છે કે કોરોના છતાં જીવવું છેઃ સૌરભ શાહ

(આજનો તંત્રી લેખ, ગુરુવાર 1 મે, 2020)
#2MinuteEdit

ત્રીજી મે નજીક આવતી જાય છે તેમ લોકો અધીરા થતા જાય છે. રમઝાનના બહાને મુસ્લિમ વિસ્તારોમાં ટોળે વળતા લોકોના વિડિયો જોઈને લોકો ગુસ્સે થાય છે. પૂછે છેઃ અમે શું જખ મારવા ઘરમાં ગોંધાઈને બેઠા છીએ? અમે પણ ધારીએ તો ઘરની બહાર નીકળીને ટોળામાં ફરી શકીએ છીએ.

તો ફરો ને, ભાઈ. તમને કોણ રોકે છે. કોરોના સામે સાવચેતી નહીં રાખો તો તમે મરશો અને તમારી જોડે સંપર્કમાં આવનારાં તમારાં ફેમિલી મેમ્બર્સ અને તમારા મિત્રો મરશે. મરો અને મારો બધાને. પેલાઓ આવું કરે છે એટલે અમને પણ આવું કરવાની છૂટ જોઈએ છે એવી દલીલ આવી બાબતમાં કંઈ હોતી હશે?

ગુજરાતના કોઈ ગામમાં બીડી-ગુટકાની દુકાન ખુલી ત્યારે લોકોએ કેવી પડાપડી કરી હતી તે જોયું તમે ટીવીના સમાચારોમાં? જે લોકોને પડી જ નથી પોતાની જાનની તેઓ મરવાના જ છે. બીડી ફૂંકીને નહીં તો ગુટકા ખાઈને અને ગુટકાથી નહીં મરે તો પાનવાળાની દુકાને ભીડ કરીને કોરોનાથી મરશે.

પૂરી હમદર્દી છે કે એવા લાખો કુટુંબો માટે જેઓએ કોરોનાના ડરથી સાંકડી જગ્યામાં અઠવાડિયાઓ સુધી બંધ બારણે જીવવું પડે છે. એકબીજાની હૂંફ એમના માટે ક્યારેક પોતાની પર્સનલ સ્પેસ પરની તરાપમાં પલટાઈ જતી હોય છે. અધૂરામાં પૂરું કોઈ કામ નહીં. આવક બંધ અને ખાવાપીવાની તેમ જ બીજી જરૂરિયાતોની ચીજવસ્તુઓની તંગી. ખરેખર આ કપરી પરિસ્થિતિ છે.

પણ કલ્પના કરો કે કોરોનાના અદ્રશ્ય વાયરસ સામેની લડાઈને બદલે તમે ખરેખર યુદ્ધની પ્રત્યક્ષ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો. યુગાન્ડાના પ્રેસિડેન્ટના નામે બજારમાં ફરતા એક બનાવટી ફોરવર્ડિયામાં કોઈએ એક વાત સારી લખી છે કે યુદ્ધના સમયે સરકારે તમને વિનંતી કરવી નથી પડતી કે તમે ઘરની બહાર નહીં નીકળતા. તમે સમજીને ઘરમાં ભરાઈ રહો છો. એટલું જ નહીં બારીના કાચ પર કાળા કાગળ ચીટકાડીને અંદરનો પ્રકાશ બહાર કોઈ જોઈ ન જાય એવી વ્યવસ્થા કરીને તમે સામેથી કુદરતી પ્રકાશથી વંચિત રહેવાનું પસંદ કરો છો. યુદ્ધ વખતે તમારા પર આવતા પ્રતિબંધોને કારણે તમારી સ્વતંત્રતા પર પ્રહાર થાય છે એવું નથી વિચારતા, તમે જીવતા છો એ જ તમારા માટે પૂરતું હોય છે. તમારી પાસે ખાવાપીવાની સામગ્રીની તંગી છે એવું વિચારવાને બદલે તમે વિચારો છો કે ભૂખ્યા ભલે હોઈએ, જીવતા તો છીએ. યુદ્ધ વખતે તમને તમારી દુકાને કે ઓફિસે જવાની કંઈ પડી નથી હોતી. જીવતા રહીશું તો ફરી પાછા કામધંધો કરતાં થઈ જઈશું એવા વિચારથી તમે આવક વિનાના દિવસો પસાર કરવા તૈયાર હો છો.

કોરોના વાયરસે તમારી સામે બોમ્બ-મિસાઈલ-ટેન્ક-બુલેટ્સ વગરનું યુદ્ધ શરૂ કર્યું છે. યુદ્ધનું નિયમન કરવા માટે દુશ્મન પક્ષો પર નિયંત્રણો હોય છે. કોરોના અનિયંત્રિત છે. આ દુશ્મન ન તો તમારી જમીન હડપવા માગે છે, ન તમારી દોલત. એ તમારી જાનની પાછળ પડ્યો છે. એની સામે જીતવા માટે એક જ હથિયાર તમારી પાસે છે- સોશ્યલ અને ફિઝિકલ ડિસ્ટન્સિંગ. 3જી પછી લૉકડાઉન હોય કે ન હોય- એ સરકારનો નિર્ણય હશે. લોકડાઉન ક્રમશઃ ખુલશે તો પણ કોરોના કંઈ સરકાર હુકમ કરશે એટલે દેશ છોડીને થોડો જતો રહેવાનો છે? એ રાહ જોઈને બેસશે. તમે ફરી ક્યારે ટોળે વળો છો, એકબીજાને ગળે ક્યારે મળો છો, સમારંભોમાં-મલ્ટીપ્લેક્સમાં-ટ્રેઈન અને બસ અને પ્લેનમાં–માર્કેટમાં-શોપિંગ મૉલમાં ક્યારે જાઓ છો. લૉકડાઉન આજે નહીં ને કાલે હળવું થશે, સંપૂર્ણપણે પણ ખુલી જશે. એ પછી ચૉઈસ તમારી છે.કોરોનાથી મરવું છે કે કોરોના છતાં જીવવું છે.

॥હરિ ॐ॥

18 COMMENTS

 1. કોરોના નો વૈશ્રિક ભય ફેલાવવા ની ચીન અને મોટી મોટી દવા કંપની ઓની આ સાજીસ છે. લોકડાઉન લંબાવવા ના નિર્ણયથી ઈકોનોમી વધુ ખરાબ થશે અને ચીન વિશ્વ જમાદાર બનશે નાના લોકો ના ભલા માટે પણ લોકડાઉન ખોલવું જોઈએ

 2. SAURABHBHAI – As Always you are very Bold and Blunt in your views, I Adore your View and accept that the said in article is in line with today’s scenario and symptoms.

 3. Jaan hai toh Jahhan hai !!! Jo aa vastu loko samajse to j loko ma jagruti aavse , tamara aa mate na pratyek prayas badal , SAURABHBHAI aap ne dil thi Dhanyavad !!! U have indded described bitter truth for the sweet & smooth life ahead for every human being. .. Hats off to your write ups !!! Sir ..Vry big fan of your all the articles.. Pray for all the ppl safety n good health to the God almighty ?

 4. તમારી આદત મુજબ ચોખ્ખી ને ચટ વાત કોઇ સુગર કોટીગ નહી (એપલેજ તો તમારાં લેખ લોકોને ખૂબ ગમે છે) લોકો લોકડાઉનની તકલીફને નામે ભલે રોદણાં રડે,પણ પાછળની પરિસ્થિતિ તો તમે લખો છો એવીજ રહેવાની.કદાચ જે સમજશે અને સ્વયં અપનાવેલ લોક ડાઉનમા રહશે એને જ ટકી રહેવઃના ચાન્સીસ વધારે તે પણ ખાત્રી પૂર્વક સો ટકા નહી કારણકે પાડાના વાકે પખાલીને ડામ મુજબ એ લોકોએ પણ આવા બેજવાબદાર તત્વોથી દૂરજ રહેવું પડશે.મોદીજી એ 3મે સુધી લોકડાઉન નાખી લોકોને બચાવવા ખૂબ કોશિષ કરી પણ આખરે એમણે પણ આવી લોકલાગણી અને.રાજકીય મજબૂરી થી હવે પછી લોકડાઉન ધીરે ધીરે ઉઠાવવું પડશે અને ડર એ વાતનો છેકે ત્યાર પછી કરોના રાહ જોઇને ઉભોજછે પરિસ્થિતિ વણશી તો આપણને અમેરિકા, ઇટાલી, સ્પેન,વૂહાન વગેરે જગ્યાએ કાબૂ બહાર થયા પછી ઉભી થયેલ પરિસ્થિતિ યાદ રાખવી પડશે.

 5. ઘરમાં રહેવાનો સમય નહોતો મળતો એનો અફસોસ કરતા હતા, હવે સમય મળે છે તો ઘરમાં ગમતું ‌‌‌નથી આ જ‌ તો કઠણાઈ છે ‌‌‌માનવસ્વભાવની.
  જીવવું હોય તો ઘરમાં રહો.

 6. એકદમ સાચી વાત છે. લોકો પોતાના જીવ ને દાવ પર લગાવી ને નિયમ પાલન કરતા નથી. પોતે તો હેરાન થાય અને બીજા ને પણ કરે. વિના કાયદા એ સ્વયં શિસ્ત કયારે આવશે ખબર નથી પડતી. સૌરભભાઇ તમે ખુબ જ સાચી વાત કરી છે. આવું સત્ય કહેવા વાળા કડવાં જ લાગે પણ છતાં સત્ય છોડી ન જ દેવું. ધન્યવાદ ???

 7. ” JE DARINE RAHESE AEJ JIVASE” A very real and eye opener message, Once again thanks Saurabhbhai for your enlightening and encouraging comments.

 8. તમારા લેખમાં દમ છે એક ઘા ને બે કટકા ભાયડા મા અમિત શાહ ના લક્ષણ છે કોઈની સાડબારી રાખતા નથી સાચુ એટલે સાચુ. હસમુખ ગાંધી યાદ આવેછે

  • સૌરભ શાહ તમે લોકો ને જાગૃત કરવા માટે જે લેખ પ્રગટ કરો છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને લોકો બધું જાણે પણ છે છતાં પણ એનું પાગલ પણ છોડતા નથી એને મરવું જ છે કોઇ પણ રીતે પછી તંબાકુ ખાઈ ને કે પછી કોરોના થી બધા એમજ સમજે છે આટલા બધા ભેગા થયા છે તો એમાંથી મને નય લાગે કારણ કે હું તો છેટો હતો માણસ જાત એવી છે કે એમને સમજાવી ખૂબ અઘરi છે માટે ચાલો મરવા માટે છૂટ આપી દીયો એટલે જેને જીવાનું છે તે આરામ થી જીવી શકે

 9. તમારી વાત એકદમ સાચી છે ….
  અમે પણ સમજયે છીયે કે હમણાં ગરમાંજ રહેવું જોઈએ ગરમા જ છીયે જયાર થી લોક ડાવન છે….
  ગરમાંથી હું એકલોજ મારે ગૌશાળા છે તો જવું પડે છે જે હું 2 pm to 6 pm મારી કાર માં જય ને આવી જાઉં છું જે જરૂરી કામ હોય તે પતાવી ને અને નહીં હોય તો નથી જતો …..પણ જે સ્પેશ્યલ કાસ્ટ છે તે આ નથી સમજતા તેઓ દરેક કે દરેક પરિસ્થિતિ માં પોતાની જ વત માનવ વા માં માનતા હોય છે….

 10. …પણ હવે તો યુદ્ધ થાય તો પણ આવાં દેશદ્રોહી તત્વો તો light ખુલ્લી જ રાખે અને ફટાકડા પણ ફોડે! ૧૯૬૨,૧૯૬૫,૧૯૭૧ જેવી શિસ્ત અત્યારે તો જોવા જ ન મળે!

  • If we will not observe we will suffer but here lies the big problem! If someone else’s not observing, you will also suffer!
   Hence observe and convince other to observe!
   That is the only way out!
   Please do follow Social Distancing, not gathering and wearing Mask!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here