આત્મવિશ્વાસની એબીસીડી : સૌરભ શાહ

( ‘તડકભડક’: ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, ૧૯ મે ૨૦૨૪ )

આત્મવિશ્વાસ કોઈનું જોઈને કે કશુંક વાંચીને/સાંભળીને આપણામાં આવી જતો નથી. આત્મવિશ્વાસ હોવાનાં કે ન હોવાનાં કારણોમાં જઈએ તો અત્યારની જિંદગી પહેલાં વીતેલાં વર્ષો તપાસવાં પડે. તમારો ઉછેર, તમારા સંજોગો, તમારું વાતાવરણ તમને સેલ્ફ કૉન્ફિડન્સ આપે છે. ને એમાં એવું નથી, કે તમે અભાવગ્રસ્ત, હેન્ડ ટુ માઉથ વાતાવરણમાં ઉછર્યા હો તો તમારા આત્મવિશ્વાસની કમી હોય અને શ્રીમંત કુટુંબમાં જન્મ્યા તો તમારામાં આત્મવિશ્વાસ છલકતો હોય. વળી મોટા થતાં થતાં તે છેક મૃત્યુ પામો ત્યાં સુધી તમારામાંનો આત્મવિશ્વાસ સતત વધતો ઓછો થતો રહેવાનો. એટલું જ નહીં જિંદગીના અંત સુધી એવું પણ રહેવાનું કે અમુક બાબતોમાં તમે ભરપૂર આત્મવિશ્વાસ ધરાવતા રહો અને અમુકમાં તમે લાખ પ્રયત્નો પછી પણ આત્મવિશ્વાસ કેળવી શક્યા ન હોત.

વિગતે વાત કરીએ. મને કાર ચલાવતાં નથી આવડતું. હું શીખ્યો જ નથી. આમ મારા માટે ડ્રાઈવિંગની બાબતમાં સેલ્ફ કૉન્ફિડન્સ હોવા કે ન હોવાનો સવાલ જ નથી આવતો. મારા પપ્પા મોટી ઉંમરે કાર ચલાવતા શીખેલા. નવા નવા શીખીને એક દિવસ કાર ચલાવીને મલબાર હિલ એમના કઝિનને ત્યાં ગયા. હિલનો ઢાળ ચડતી વખતે ગિયર-ક્લચ-એક્સલેટરના કૉમ્બિનેશનમાં એવો લોચો કર્યો કે ગાડી ઉપર જવાને બદલે રિવર્સમાં ઢળતી જાય. માંડ હેન્ડ બ્રેકથી રોકી અને પછી કોઈની મદદથી સાઈડમાં લીધી. બીજે દિવસે ડ્રાઈવરને મોકલીને પાછી મંગાવી લીધી. એ અનુભવ પછી પપ્પાનો સેલ્ફ કોન્ફિડન્સ સાવ તૂટી ગયો. જીવ્યા ત્યાં સુધી ક્યારેય સ્ટિયરિંગને હાથ સુદ્ધાં ન લગાવ્યો.

સેલ્ફ કૉન્ફિડન્સ માટે જે તે વિષયની આવડત માત્ર જરૂરી નથી. આવડત તો પપ્પામાં હતી, ગાડી ચલાવવાની, આવડત પછી સતત રિયાઝ જોઈએ અને ભૂલ સુધારીને આગળ વધતાં રહેવાની તત્પરતા જોઈએ, જે પપ્પામાં નહોતી.

તો આ પહેલી વાત. આવડત પ્લસ રિયાઝ પ્લસ ભૂલ સુધારવાની તત્પરતા. કોઈ કહે કે મને અંગ્રેજી બોલવાનો કૉન્ફિડન્સ નથી ત્યારે એણે સમજવું જોઈએ કે શું મેં આવડત કેળવી છે? અર્થાત શું હું પ્રોપર્લી અંગ્રેજી બોલતાં શીખ્યો છું? એ પછી એટલે કે અંગ્રેજી બોલવાનું શીખ્યા પછી શું હું સતત એની પ્રેક્ટિસ, એનો રિયાઝ કરું છું? અને છેલ્લે જ્યારે જ્યારે મારી અંગ્રેજી બોલવામાં ભૂલ થાય ત્યારે ત્યારે હું મારી ભૂલ સુધારીને વધારે સારું અંગ્રેજી બોલવાની કોશિશ કરું છું?

આટલું કર્યું હશે તો અંગ્રેજી બોલવામાં તો શું જિંદગીમાં કોઈ પણ કામ કરવામાં તમને આત્મવિશ્વાસનો અભાવ નહીં નડે. અને આટલું નહીં કરો તો ડગલે ને પગલે તમને તમારામાં સેલ્ફ કૉન્ફિડન્સનો અભાવ વર્તાતો રહેશે.

સેલ્ફ કૉન્ફિડન્સ વિશે આ તદ્દન પાયાની વાત થઈ. સમજોને કે પ્રથમ પગથિયું.

આગળ વધીએ.

કેટલીક વાર આપણને જે બાબતનો આત્મવિશ્વાસ હોય તે બીજાની સાથે સરખામણી કરતી વખતે અલોપ થઈ જતો હોય છે. મને એવો સેલ્ફ કૉન્ફિડન્સ હોય કે હું વેલ ડ્રેસ્ડ અને વેલ ગ્રુમ્ડ છું પણ કોઈ એવી પાર્ટીમાં જઉં કે એવા લગ્ન સમારંભમાં જ્યાં મોટા ભાગના મહેમાનોએ એવી એવી વિદેશી બ્રાન્ડસનાં કપડાં, એસેસરીઝ પહેર્યા હોય જે બ્રાન્ડસનાં અહીં ભારતમાં તો આપણે નામ પણ ન સાંભળ્યાં હોય તો મને ઈન્ફિરિયોરિટી કૉમ્પ્લેક્સ લાગવાનો જ છે. સેલ્ફ કૉન્ફિડન્સ જાળવવાનો સૌથી મોટો નિયમ એ કે કોઈનીય સાથે સરખામણી ન કરવી. આ દુનિયામાં દરેક શેરના માથે સવા શેર હોવાનો. તમારા માથે પણ. કપડાંની બાબતમાં તમે લઘુતાગ્રંથિ અનુભવો એવા વાતાવરણમાં જવું તમારા માટે અનિવાર્ય હોય તો તમારે તમારી ઔકાતની બહાર જઈને નવાં કપડાં ખરીદવાનાં નથી પણ તમે શું કામ આવા લોકોની સાથે કે આવા લોકોને ત્યાં ઈન્વાઈટ થયા છો તે વિચારવાનું છે. યજમાનને ખબર છે કે મારે ત્યાં જે મહેમાનો આવશે તે બધા આઉડી, બીમર કે મર્કમાં જ પધારવાના છે. અને યજમાનને એ પણ ખબર છે કે તમે એકલા જ ત્યાં રિક્શામાં કે ઉબર/ઓલા/કાળી-પીળીમાં પહોંચવાના છે. તો પછી શું કામ તમને ઈન્વાઈટ કરે છે? યજમાને તો વિચાર્યું જ હશે, તમારે પણ વિચારવાનું કે શું કામ? આ વિચારોમાંથી તમારો સેલ્ફ કૉન્ફિડન્સ આવશે. તમારી પાસે બ્રાન્ડેડ ક્લોથ્સ કે આઉડી નથી તે છતાં તમને બોલાવવામાં આવ્યા છે. તમારી પાસે બ્રાન્ડેડ ક્લોથ્સ કે આઉડી ખરીદવાનાં પૈસા નથી એ તો ખરું જ પણ એટલા પૈસા હોય તોય તમને એ ખરીદવાની જરૂર નથી કારણ કે તમારું સ્ટેટસ એમાંથી નહીં, કંઈક બીજામાંથી આવે છે, તમારી પ્રતિભામાંથી, તમે કરેલા કામમાંથી આવે છે.

અહીં એ ધ્યાનમાં રાખવાનું કે તમાચો મારીને ગાલ લાલ રાખવાથી સેલ્ફ કૉન્ફિડન્સ ન આવે. ઊલટાનું એવું કરવાથી તો ક્યારે આપણે ખુલ્લા પડી જઈશું એવું ભય સતાવે અને એને કારણે ઊલટાની આત્મવિશ્વાસમાં ઓટ આવે. ‘દીવાર’માં શશી કપૂર પાસે કોઈ શસ્ત્ર નથી અને પોલીસની મદદ આવતાં વાર લાગે એમ છે ત્યારે એ વિલનના અડ્ડામાં પોતાના ખાખી યુનિફોર્મના પાટલૂનના બેઉ ખિસ્સામાં હથેળીઓ છુપાવીને પોતાની પાસે બે રિવોલ્વર છે એવો દેખાવ કરીને વિલનની આખી ગેન્ગને મ્હાત કરે છે. ફિલ્મોમાં આવું બને. રિયલ લાઈફમાં ખિસ્સા ખાલી હોય અને ભપકા ભારી રાખતા હોય એવા લોકોની શું દશા થતી હોય છે એની તમને ખબર છે.

સાયલન્સ પ્લીઝ

જે ઘડીએ તમને શંકા ગઈ કે હું આ કામ કરી શકીશ કે નહીં, તે જ ઘડીએ નક્કી થઈ ગયું કે તમે એ કામ કરી શકવાના નથી.

અજ્ઞાત

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. 2024 નુ કાઉનટડાઉન ટાઈમર લગભગ પુરુ થવામા છે. કાલે સવારે મુંબઈ મા મતદાન થવાનુ છે. સૌરભભાઈ, એક લેખ નો ઈતેજાર છે. ધન્યવાદ

  2. દીવાર મા શશી કપુર એકલો ગેંગ ને પકડાવી દે છે. સૌરભભાઈ, આપે સાચુ કહ્યુ ,આ બધૂ ફીલ્મોમા ચાલે. રીયલ લાઇફમા ઊપરનો માળ ખાલી હોય અને મોટા ફડકા મારો તો દુનિયા એને ” પપ્પુ ” તરીકે ઓળખે. પછી એ આલુમાથી સોનુ બનાવવા વીશે બબડે.
    .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here