એક નવા પ્રગટ થઈ રહેલા ગુજરાતી પુસ્તકનો ઑનેસ્ટ રિવ્યુ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ન્યુઝપ્રેમી ડૉટ કૉમ, મંગળવાર, ૨૧ મે ૨૦૨૪)

તાજેતરમાં એક નવા પ્રગટ થઈ રહેલા ગુજરાતી પુસ્તકના અમદાવાદમાં યોજાયેલા રિલીઝ ફંક્‌શનમાં જવાનું બન્યું. આવતા અઠવાડિયે બજારમાં મુકાનાર આ એક્સ્ટ્રા ઑર્ડિનરી પુસ્તકની રિવ્યુ નકલ મને ભેટ મળી. આહા, શું આહ્‌લાદક પુસ્તક છે. હૈયું તરબતર થઈ ગયું. દિલ ઉછાળા મારી રહ્યું છે. પુસ્તક વાંચીને મારો આનંદ તમારા સૌની સાથે વહેંચ્યા વિના રહેવાતું નથી.

સોળ પાનાંની આ મેગા નવલકથાનું ટાઈટલ છે—‘થપ્પડ’. લેખકે એમાં ભારતના સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગને આવરી લેવાની મહત્વકાંક્ષા રાખી છે જે કાબીલે દાદ છે. ભારતીય સંસ્કૃતિમાં રામાયણ અને મહાભારતની રચના પછી આ મેગા નવલકથાનું નામ મુકાશે એમાં કોઈ શંકા નથી. વાલ્મિકી અને વ્યાસ પછી ‘થપ્પડ’ના નવલકથાકારને ગુજરાતી સાહિત્ય પરિષદ એક સાચા સાહિત્યકાર તરીકે પોંખશે તે નિઃશંક છે.

મેગા નવલકથા ‘થપ્પડ’ના સોળ પાનામાંથી પસાર થતાં વચ્ચે વચ્ચે ક્યારેક બિનજરૂરી લંબાણ જરૂર લાગે અને ક્યારેક તમારી ધીરજની કસોટી પણ થાય અને ક્લાઈમેક્સના અંતિમ ફકરામાં તો તમારા મગજની નસો પણ ખેંચાતી હોય એવું લાગે. પરંતુ મહત્વાકાંક્ષી પ્લૉટના નાવિન્યની આગળ આ બધી ખામીઓ ગૌણ ગણાય.

‘થપ્પડ’ વાંચતી વખતે તમને જરૂર અહેસાસ થાય કે લેખકને ગુજરાતી લખવાના ફાંફાં છે પણ એ બાબતને નજરઅંદાજ કરો તો ‘થપ્પડ’ના ફાંકડા ટાઈપસેટિંગ અને એથીય વધુ લાજવાબ પ્રૂફરીડિંગને દાદ આપ્યા વિના તમે રહી ના શકો.

‘થપ્પડ’નું મુખપૃષ્ઠ જોતાં જ તમને થાય કે એની કિંમત વસૂલ થઈ ગઈ. ગુજરાતી પ્રકાશનોમાં ન ભૂતો ન ભવિષ્યતિ જેવું કવરપેજ બનાવનાર ડિઝાઇનરને સો સો સલામ. ‘થપ્પડ’નો કાગળ તમને ગાલ પર ઘસવાનું મન થાય એવો છે. આવો કાગળ કેટલી મહેનત પછી ઇન્ટરનેશનલ બજારમાંથી શોધ્યો હશે તેની કલ્પના હું કરી શકું છું. મેં પેન્ગ્વિનથી માંડીને સાયમન ઍન્ડ શુસ્ટર સુધીનાં ઇન્ટરનેશનલ પ્રકાશનો જોયાં છે, ઇરાનિયન અને ફ્રેન્ચ પ્રકાશનોના કાગળ સૂંઘ્યા છે. પણ આપણા ગુજરાતના ગૌરવસમા આ પુસ્તકના કાગળને સ્પર્શો તો તમારું રોમ રોમ પુલકિત થઈ જાય. ગુજરાતી ભાષા જો જીવશે તો આવા કાગળ પર થતા પ્રિન્ટિંગ થકી જ જીવશે.

‘થપ્પડ’માં ‘સરસ્વતીચંદ્ર’ અને ‘આશકા માંડલ’નું અદભુત કૉમ્બિનેશન છે. ‘થપ્પડ’ના લેખકની વર્ણનશૈલીમાં તમને નર્મદનો જોસ્સો અને મેઘાણીની માટીની સુગંધનો અહેસાસ થાય છે. ‘થપ્પડ’નાં પાત્રો તમને દોસ્તોવસ્કી અને પાસ્તરનાકનાં પાત્રાલેખનની ભવ્યતાની યાદ અપાવે છે. ‘થપ્પડ’ના ચોટદાર સંવાદો અને વન લાઈનર્સ વાંચતાં વાંચતાં હિંચકા પરથી તમારો કોફીનો કપ ઢોળાઈ જાય ત્યાં સુધી ઉછળીને તાળીઓ પાડવા તમને મજબૂર કરી દે છે (ઝિમ્બાબ્વેથી ખરીદેલો ઝભ્ભો મારે એટલે જ ધોવા નાખવો પડ્યો છે). આ વન લાઈનર્સ ગૂગલ સર્ચ કરીને જાણીતાં ક્વોટેબલ ક્વોટ્સમાંથી લેવાયાં છે એવું કોઈ વાંકદેખો વાચક કહેશે. પણ તમારે જોવાનું એ છે કે ગુજરાતી અસ્મિતાનું ગૌરવ જાળવે અને ગુજરાતના અમૂલ્ય સંસ્કારોને ઉજાળે એવું ‘થપ્પડ’નું બાઇન્ડિંગ કેવું છે. આ અગાઉ કોઈ ગુજરાતી પુસ્તકમાં આવું બાઇન્ડિંગ મેં જોયું નથી. પાને પાને ત્રણ બગાસાં જન્માવતી આ નવલકથાને માત્ર બાઇન્ડિંગની મજબૂતાઈ તપાસવા પણ તમારે લેવી જ રહી.

‘થપ્પડ’ જેવી ઍમ્બિશ્યસ નવલકથાના લેખકના અગાઉના પુસ્તક ‘લાત’ની ૧૨૬ નકલો છપાઈ હતી જેમાંની એક મારી પાસે છે અને બાકીની નવીનક્કોર સવાસો નકલો મારી પસ્તીની દુકાનમાં મેં વેચવા માટે રાખી છે (રિવ્યુ લખવો મારી પૅશન છે પણ મારો મૂળ ધંધો પસ્તી વેચવાનો છે). ‘થપ્પડ’ની ૧૨૭ નકલના પ્રકાશન સાથે લેખકે પોતાની જ સાથે સ્પર્ધા કરીને નવો રેકૉર્ડ સ્થાપિત કર્યો છે.

‘થપ્પડ’નાં સોળ પાનાં વાંચતી વખતે તમારા મનમાં કંટાળો, ગુસ્સો અને બીજી ઘણી લાગણીઓ ઉમટવાની છે તે હું તમને પહેલેથી જણાવી દેવાની નિખાલસતા રાખું છું. આમેય હું મારી પ્રમાણિકતા માટે અને મારા તટસ્થ, નિરપેક્ષ તથા નિર્ભીક રિવ્યુ માટે જાણીતો છું અને મારું સોલિડ પીઆર વર્ક તથા મજબૂત નેટવર્કિંગ આ જ પાયા પર ઊભેલું છે.

ગુજરાતી ભાષાને સપોર્ટ કરવા તમારે ‘થપ્પડ’નું વાંચન કરવું અનિવાર્ય છે. કમ સે કમ એક વખત ‘થપ્પડ’ વાંચશો તો તમારું એ યોગદાન તમારી માતૃભાષા ક્યારેય નહીં ભૂલે. ‘થપ્પડ’ મેગાનવલ દરેક ગુજરાતી પરિવારના એકેએક સભ્ય પાસે હોવી જોઈએ. જે ગુજરાતી ઘરમાં ‘થપ્પડ’ની પાંચ નકલ ન હોય તે ઘરમાં કોઈ પણ કામવાળીએ વાસણ ઘસવા ન જવું જોઈએ.

છેલ્લે એક વાત ‘થપ્પડ’ના પ્રકાશન દ્વારા થઈ રહેલી ગુજરાતી ભાષાની અમુલ્ય સેવાની. સેવા અને સેવાયજ્ઞ આ બે શબ્દો ભુલાઈ જવા આવ્યા છે. ગાંધીજી, વિનોબા અને રવિશંકર મહારાજના ગયા પછી લુપ્ત થઈ ગયેલા આ શબ્દોને ગુજરાતી પ્રકાશકો ફરી જીવંત કરી રહ્યા છે તે ગુજરાતીઓનું સદ્‌ભાગ્ય છે. સોળ પાનાંની ‘થપ્પડ’ મહાનવલકથાને બજારમાં માત્ર રૂ. ૯૯૫/- ના ભાવે વેચવાનું કામ કોઈ ઉદારદિલ સેવાભાવી દાનવીર જ કરી શકે. ગુજરાતી ભાષાને આવા નરબંકા પ્રકાશકો જ જીવાડશે.

‘થપ્પડ’ના લેખકને એકસોને અગિયાર દરિયા ભરીને અભિનંદન. ‘થપ્પડ’ની પ્રસ્તાવનામાં લેખકે લખ્યું છે કે ધ્રુવ ભટ્ટની ‘અકુપાર’ પછી ‘ચકુપાર’ અને ‘બકુપાર’ની ઇંતેજારી હતી. આપણે પણ ‘લાત’ અને ‘થપ્પડ’ના લેખકની આગામી નવલકથા ‘ગાળાગાળી’નો ઇંતેજાર કરીએ.

( આજકાલ ફેસબુક પર ફૂટી નીકળેલા ગુજરાતી સી ગ્રેડ ફિલ્મોના તમામ તટસ્થ પેઇડ રિવ્યુઅરોને અને ડી ગ્રેડ હિન્દી વેબ સીરીઝના દરેક અનપેઇડ નિરપેક્ષ સમીક્ષકોને અર્પણ. આ સૌ કોઈ નિર્ભીક અને પ્રામાણિકોને બંધબેસતી અંડરવેર/બ્રા પહેરી લેવાની છૂટ છે. )

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

7 COMMENTS

  1. સાહેબ, ‘ થપ્પડ ‘ સોળ પાનાની નોવેલ છે કે સોળ સો (૧૬૦૦) પાનાની ?
    ખુલાસો એની કિંમત જોતા થવો જરૂરી લાગે છે.

  2. Perfect! તૃણ તલાટી ઉર્ફ હસમુખ ગાંઘી યાદ આવી ગયા! :))

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here